For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાયનું માત્ર દૂધ નહીં છાણ પણ પૈસા કમાવી આપે છે

- જ્યારે ગાય દૂધ આપતી બંધ થાય ત્યારે કિસાન તેને કસાઇઓને વેચવા તૈયાર નથી હોતો

Updated: Apr 5th, 2021


- મશીનમાં તાજુ છાણ મુકવામાં આવે ત્યારે તેમાં સુગંધ આવતા કેટલાક તત્વો નાખીને તેને સુગંધીત હવન સામગ્રીમાં ફેરવી શકાય છે

- ગાયના છાણમાંથી છાણા બનાવવાનું મશીન આવે છે. મારી દિલ્હી ખાતેની ગૌશાળા માટે અમે બે વર્ષ પહેલાં આવું મશીન લાવ્યા છીએ. તેમાંથી બનાવેલા છાણા અમે નિગમબોધ સ્મશાનમાં મોકલી આપીએ છીએ.

- કેટલાક મશીનો ગાયના છાણમાંથી સીધાજ નાના કુડા (પોટ) બનાવી શકે છે. જે નાના ફ્લાવર પોટની સાઇઝના બનેે છે. આવા નાના પોટ નર્સરીને વેચી શકાય છે

ગાયની એક અલગ સમસ્યા છે. તે જ્યારે દૂધ આપતી બંધ થાય ત્યારે કિસાન તેને કસાઇઓને વેચવા તૈયાર નથી હોતો પણ  તેની પાસે બીજો વિકલ્પ નથી હોતો. અથવા તો તે ગાયને છૂટી મુકી દે છે. તે રોડ પર ચારો મેળવવા રખડયા કરે છે. તે ખેતરોમાંં રખડે છે એટલે ક્યાં તો લાકડીઓના ફટકા ખાય છેે કે ખેતરોમાં ઉભી કરેલી ગેર કાયદે લોખંડની કાંટાળી જાળીમાં તેના પગ પર મોટા કાપા પડી જાય છે. આવી અનેક ગાયો લોહી ટપકતી અવસ્થામાં મારી રાયબરેલી ખાતેની હોસ્પિટલમાં રોજ સારવાર માટે લવાય છે. તેમની ચામડી ઉતરડી ગઇ હોય છે અને હાડકા બહાર દેખાતા હોય છે. 

નજીકમાંજ ગૌશાળા હોય છે. પરંતુ ગાય જેવા શાંત પ્રાણી માટે તે જેલ સમાન હોય છે. કેટલીક ગૌશાળામાંજ મોતને ભેટે છે. ગૌશાળાઓનું કોઇ વખાણવાલાયક મેનેજમેન્ટ નથી હોતું. દૂધ નહીં આપતી ગાયો પર કોઇ બહુ પ્રેમ નથી બતાવતું.આ સમસ્યાનું નિવારણ પણ છે જેમકે ગાય માત્ર દૂધ આપે છે માટે તે મહત્વની છેે તે માન્યતામાંથી બહાર આવવું જોઇએ. ગાયનું દૂધ મહત્વનું નથી પણ તેનું છાણ મહત્વનું છે. હિન્દુઓ માટે જેમ ગાય પવિત્ર છે એમ તેનું છાણ પણ પવિત્ર છે. જો આ રીતે જોવાય તો ગાય રખડતી જોવા નહીં મળે. હવે તો ગાયના છાણમાંથી છાણા બનાવવાનું મશીન આવે છે. મારી દિલ્હી ખાતેની ગૌશાળા માટે અમે બે વર્ષ પહેલાં આવું મશીન લાવ્યા છીએ. તેમાંથી બનાવેલા છાણા અમે નિગમબોધ સ્મશાનમાં મોકલી આપીએ છીએ. કરીએ છીએ. નિગમબોધ સ્મશાનને વધુ છાણાની જરૂર પડે છે.  અમે ગાયની અન્ય સારવાર-સેવામાં ખુબ વ્યસ્ત હોવાના કારણે છાણા પર બહુ ધ્યાન ના આપી શકતા હોવા છતાં મહિને ૬૦,૦૦૦ રૂપિયાની આવક ઉભી કરીએ છીએ. નિગમબોધ સ્મશાનને વધુ છાણાની જરૂર રહે છે. 

ગાયના છાણમાંથી છાણા બનાવવા સસ્તાં પડે છે.  અત્યાર સુધી એવી સમસ્યા હતી કે લોકો પોતાના સગાંના મૃતદેહને ગોળાકાર છાણાથી અગ્નિદાહ આપવા તૈયાર નહોતા. તેનો ઇલાજ પણ ટેકનીશ્યનોએ શોધી કાઢ્યો હતો. ગોળ છાણાના બદલે લંબચોરસ છાણા તૈયાર કરાયા હતા. જે બનાવવા આસાન હતા અને મજૂરી માટે કોઇની જરૂર રહેતી નહોતી. એકાદ મજૂરથી કામ ચાલી જતું હતું. મશીનમાં તાજુ છાણ મુકવામાં આવે ત્યારે તેમાં સુગંધ આવતા કેટલાક તત્વો નાખીને તેને સુગંધીત હવન સામગ્રીમાં ફેરવી શકાય છે. છાણા બનાવવાનું મશીન ૨૫ થી ૩૫,૦૦૦ રૂપિયાની આસપાસ આવે છે. છાણ અને ઘાસના ઠૂંઠા (ખેતરમાં પાકના પડી રહેલો કચરો)મશીનના હોપરમાં નાખવામાં આવે છે. મશીનમાં તે બરાબર મિક્સ થાય છે અને પછી તે પ્રેસ થઇને બહાર નિકળે છે. પછી તેને સૂર્ય પ્રકાશમાં સૂકવવા મુકાય છે. મશીનને ઇલેક્ટ્રીક મોટરથી કે હાથથી પણ  ચલાવી શકાય છે. તે ચલાવવું બહુ આસાન હોય છે. મહિલાઓ પણ તે ઓપરેટ કરી શકે છે. દર મિનિટે ત્રણ ફૂટ લાંબા છાણીયા તૈયાર કરવાની તેની ક્ષમતા હોય છે. બાયોગેસ યુનિટમાંથી બહાર આવતો કચરો પણ છાણા બનાવવા વાપરી શકાય છે.

લાંબા છાણાના નાના ટુકડા કરીને વેચી શકાય છે.  દેશના દરેક ગામોમાં સ્મશાન ગૃહ હોય છે. ટાઉન લેવલે તો બે સ્મશાન ગૃહ જોવા મળે છે. આ સ્મશાનોમાં છાણા સપ્લાય કરવાનો કોઇ કોન્ટ્રાક્ટ લે તો ગૌશાળાને લાખો રૂપિયા કમાણી કરાવી શકે છે. મહત્વની વાત એ છે કે તેનાથી ગાયો ભૂખે મરતી બચે, અહીં તહીં રખડતી બચે અને તેના છાણમાંથી કમાણી થતી હોઇ તેને વધુ સારી રીતે સાચવવામાં આવે.

ગાયના છાણનો બીજો પણ એક મહત્વનો ઉપયોગ છે. તે એક બીજી સમસ્યા પણ નિવારી શકે છે. જંગલ ખાતુ ભારત ભરમાં વૃક્ષા રોપણ કરે છે. તે દર વર્ષે કરોડો રૂપિયાના છોડવા ઉછેરે છે અને પછી વિવિધ સ્થળે તે પ્લાંટ કરે છે. જંગલ ખાતાના આંકડા અનુસાર માંડ બે ટકા છોડવાનું વૃક્ષમાં રૂપાંતર થાય છે. તેનું કારણ એ છે કે તે પાતળી પ્લાસ્ટિક બેગમાં છોડવા રોપે છે. આ બેગ તે ચાર રૂપિયામાં ખરીદે છે. આ તેને મોંઘી પડે છે પરંતુ તેનાથી મોટી કમનસીબી તો એ છે કે છોડવા રોપતા મજૂરો આડેધડ રીતે તેને પ્લાસ્ટીકની કોથળી સાથે રોપે છે તેથી ૧૦૦ ટકા કરમાઇ જાય છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશે ગયા વર્ષે એક કરોડ છોડવા રોપ્યા હતા. માંડ કેટલાક સો બચ્યા હતા. વિચારો કે તમારા ટેક્સના પૈસાનો કેવો ધૂમાડો થાય છે. 

કેટલાક મશીનો ગાયના છાણમાંથી સીધાજ નાના કૂંડા (પોટ) બનાવી શકે છે. જે નાના ફ્લાવર પોટની સાઇઝના બનેે છે. આવા નાના પોટ નર્સરીને વેચી શકાય છે. આ પોટમાં જંગલખાતું છોડવા રોપે અને તેને પોટ સાથેજ જમીનમાં રોપે તો પ્લાંટને પોષણ મળ્યા કરે અને છોડ મરે નહીં. આ પોટના કારણે તેમાંથીં વરસાદી પાણી પણ વહી જતા અટકે છે. છોડવાને આ છાણના પોટ સાથે રોપી શકાય છે. 

દરેક રાજ્યની સરકાર પોતાની પોલીસી બદલીને  પોટ સાથે છોડવા રોપી શકે છે. જો તમે આ વાંચતા હોવ તો તેનું કટીંગ કાપીને તમારા રાજ્યના મુખ્ય પ્રધાન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સચિવને મોકલી શકો છો. (અહીં તમને એક સાચી હકીકત કહું છું....મેં એક રાજ્ય સાથે મંત્રણા કરી હતી. તેના મુખ્ય પ્રધાાન પોટમાં છોડવા રોપવા સંમત પણ થયા હતા. મેં તેમને પોટ બનાવવાનું એક મશીન મોકલી આપ્યું હતું. પરંતુ તેમના કોઇ લોકલ ફોરેસ્ટ ઓફિસરે કહ્યું હતું તે મશીન કામ નથી કરતું. કેમકે પ્લાસ્ટીકની થેલી વેચનાર તેમને એક થેલી પર રૂપિયો કમિશન આપતો હતો)

છાણા બનાવવાનું અને પોટ બનાવવાનું મશીન અમદાવાદમાં મળે છે. લેખકનો ઇ મેલ.... gandhim@nic.in 

Gujarat