Get The App

ગ્લેાબલ વોર્મિગની વધતી માત્રા પાછળ મિથેઇન પણ જવાબદાર..

- હકીકત એ છે કે માણસ વધુ પૈસા કમાવવા પ્રાણીઓ પર ઘાતકી બની રહ્યો છે.

- સંવેદના - મેનકા ગાંધી

Updated: Jun 8th, 2020

GS TEAM

Google News
Google News
ગ્લેાબલ વોર્મિગની વધતી માત્રા પાછળ મિથેઇન પણ જવાબદાર.. 1 - image


- મિથેઇન ગેસ ફેક્ટરી કે કોરના કારણે ઉત્પન્ન નથી થતો પરંતુ તે માંસ ખાનારાઓના કારણે પેદા થાય છે

- ફાર્મના પશુઓને એન્ટીબાયોટીક્સ આપવાના બદલે પૌષ્ટિક આહાર આપીને તંદુરસ્ત રાખવા જોઇએ. જો એમ કરાય તેા મિથેઇનનું લેવલ ઘટી શકે છે અને તે અડધું થઇ શકે છે...

- હકીકત એ છે કે માણસ વધુ પૈસા કમાવવા પ્રાણીઓ પર ઘાતકી બની રહ્યો છે. 

- જો તમે કર્મના સિધ્ધાંતમાં માનતા હોવ તો અંતે તો આપણે જ ભોગવવાનુંં  છે

આપણે સામાન્ય રીતે એમ માનતા આવ્યા છીએ કે ક્લાઇમેટ ચેન્જ પાછળનો ખલનાયક કાર્બન ડાયોક્સાઇડ છે. પરંતુ તેનાથી પણ વધુ ખતરનાક એવા મિથેઇન ગેસ અંગે બહુ ચર્ચા નથી કરતા. સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્લાઇમેન્ટ ચેન્જ પરની ઇન્ટરગવર્નમેન્ટ પેનલે એવો અંદાજ બતાવ્યો છે કે ગ્રીનહાઉસમાંથી જે ગેસ એમિસન થાય છે તે પૈકી ૧૬ ટકા મિથઇન ગેસ હોય છે. આમતો, તેની માત્રા બહુ ઓછા પ્રમાણમાં છે પરંતુ મિથેઇન ક્લાઇમેટ ચેન્જ માટે બહુ ખતરનાક છે.

મિથેઇન સુપર ઇન્સ્યુલેટીંગ ગેસ છે. કાર્બન ડાયોક્સાઇડ કરતાં તે પૃથ્વીને વધુ ગરમ રાખે છે. સૂર્યના રેડિયો એક્ટીવ કિરણો ગ્રહણ કરવાની તેનામાં કાર્બન ડાયોક્સાઇડ કરતાં વધુ ક્ષમતા છે અને તે વાતાવરણમાં વધુ ગરમી છોડે છે. વિજ્ઞાાનીઓએ એવી ગણત્રી કરી છે કે મિથેઇનના કારણે  ગ્લેાબલ વોર્મીંગની  ક્ષમતા કાર્બન ડાયોક્સાઇડ  કરતા  

૨૮ ગણી વધારે છે. ૨૦૧૩ બાદ કાર્બન ડાયોક્સાઇડનીએ મિશનની માત્રામાં કોઇ વધારો નથી થયો. તેમ છતાં ૨૦૧૭માં ઉષ્ણતામાનમાં બીજો એક ટકાનો વધારો થયો હતો. તેનું કારણ એ છે કે મિથેઇનના એમિશનમાં આશ્ચર્ય જનક વધારો થયો હતો. ૨૦૦૦ના વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં મિથેઇન ગેસ વર્ષે ૦.૫ પાર્ટસ વધતો હતો. એટલેકે એક અબજે ૦.૫ પાર્ટ. જે પીપીબી તરીકે ઓળખાય છે. ૨૦૦૭થી મિથેઇનની માત્રા વધવા લાગી હતી. તાજેતરમાં તે વાર્ષિક ૯.૯ પીપીબી થી ૧૨.૫ પીપીબી સુધી વધી હતી.  હાલમાં વાતાવરણની સાંદ્રતા (કોન્સનટ્રેશન)૧૮૫૩ પીપીબી છે.ં  

મિથેઇન ગેસ ફેક્ટરી કે કારના કારણે ઉત્પન્ન નથી થતો પરંતુ તે માંસ ખાનારાઓના કારણે પેદા થાય છે. માંસ અને દૂધ માટે પ્રાણીઓ પર ગુજારાતા અત્યાચારથી તે પેદા થાય છે.મરઘી, ગાય, બકરા,ઘેટા, ડુક્કર જેવા પ્રાણી કે જે પાંદડા અને છોડવા ખાઇને જીવે છે. આવા જીવો ઓકીને કે ગૂદામાંથી પાદીને મિથેઇન ગેસ છોડે છે. જર્નલ ઓફ એનિમલ સાયન્સ કહે છે કે ગાય રોજ ૨૫૦થી ૫૦૦ લીટર મિથેઇન છોડે છે જે બહુ મોટી માત્રા કહી શકાય.

કતલ માટે બાંધી રાખતા પ્રાણીઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. ૨૦૧૭માં ૭૦ અબજ પ્રાણીઓને ખોરાક માટે કતલ કરાયા હતા. ડેરી તેમજ મીટ ઉદ્યોગ જંગી સંખ્યામાં પ્રાણીઓ પર યાતના ગુજારતા તેમાંથી મિથેઇનની માત્રા વધી ગઇ હતી. તાજેતરના એક અંદાજ અનુસાર માત્ર પશુધનના ઉપયોગના કારણે દર વર્ષે ૨.૨ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ જેટલો મિથેઇન ઉત્પન્ન થાય છે.

માંસ અને ડેરી ઉદ્યોગના ઉત્પાદનોમાં ભારત, ચીન અને બ્રાઝિલ ટોપ પર છે.વિશ્વમાં સોથી વધુ માંસની નિકાસ કરતા દેશોમાં બ્રાઝિલ અને ભારત ટોચના ત્રણ દેશોમાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા દેશોમાં પણ ભારત અગ્રક્રમે આવે છે. યરોપના બધા દેશોના કુલ દૂધ ઉત્પાદન કરતાં ભારત વધુ દૂધ ઉત્પાદન કરે છે. આ બધા દેશો પૈકી ભારત ૭૦ ટકા મિથેઇન વાતાવરણમાં છોડે છે. (મિથેઇન ઉત્પન્ન કરતાં અન્ય સોર્સમાં કોલસો, રાઇસનો સમાવેશ થાય છે. આ બંનેમાં ભારત અને ચીન મોખરે છે.) તંમે ભલે છૂટથી મંાસ ખાતા હોવ પણ સુનામીએ ફિલિપીન્સના એક ભાગનો ખાત્મો બોલાવી દીધો હતો. તમે માંસ ખાવ છો અને સાયકલોન તમિળનાડુ કે શ્રીલંકા પર ત્રાટકે છે. 

કુદરત કોઇને કોઇ જોડાણ તો કરે જ છે. પશુધન ઉપરાંત બીજું એક સેક્ટર પણ મિથેઇન બહાર કાઢે છે. આ સેક્ટર અ ેટલે પશુધન ઉલટી કરીને જે બહાર કાઢે છે તેમાં રહેલા એન્ટી બાયો ટીક્સ.

પશુ ઉદ્યોગ વિસ્તરતો જાય છે અને તેમાંથી વધુ નફો રળી શકાય 

એટલે નવી ટેકનીકો અપનાવ્યા કરે છે. એક સામાન્ય પ્રેકટીસ દરેક ફાર્મવાળા  અપનાવે છે કે દરેક પશુને એન્ટિબાયોટીક્સના ખાસ કરીને  ટેટ્રાઇક્લીનના ઇન્જેક્શન આપે છે. જેથી પશુ વધુ જાડું થાય, તેથી શરીરની બહાર કોઇ રોગ ના દેખાય. વિશ્વના ૮૦ ટકા જેટલા એન્ટીબાયોટિક્સ ફાર્મમાં રહેતા પ્રાણીઓને ખવડાવાય છે. આના કારણે સમસ્યા એ ઉભી થઇ છે કે આવા પશુઓ પર એન્ટીબાયોટીક્સની અસર થતી નથી. તને એન્ટી બાયોટીક્સ રસીસ્ટન્ટ કહે છે. આવા એન્ટીબાયોટીક્સ રસીસ્ટન્સ પ્રાણીઓનું માંસ માણસ ખોરાક તરીકે લે છે . જો કે આ આર્ટીકલનો મારો હેતુ અલગ છે. એન્ટીબાયોટીક્સનો મુદ્દો આ આર્ટીકલ માટે એટલા માટે જરુરી છે કે તે પશુઓમાં મિથેઇન ગેસની માત્રા વધારે છે. યુનિવર્સિટી ઓફ કોલોકોડોમાં પશુઓમાંથી ઉત્પન્ન થતા મિથેઇન ગેસ અંગે અભ્યાસ કરાયો હતો. 

સંશોધન પ્રમાણે પ્રાણીઓને એન્ટીબાયોટીક્સ આપવામાં આવે તો તે બમણા પ્રમાણમાં મિથેઇન બહાર કાઢે છે. ગાય ૫૦૦ લીટર મિથેઈન બહાર કાઢતી હોય તો તે ૧૦૦૦ લીટર મિથેઇન બહાર કાઢતી થાય છે. સંશોધનો  એમ કહે છે કે ટેટ્રાસાયકલીનની ટ્રીટમેન્ટના કારણે પશુના શરીરમાંના કુદરતી બેક્ટેરીયાનેા નાશ થાય છે. જેના કારણે મિથેઇન ઉત્પન્ન કરતા માઇક્રોબ્સ આંતરડામાં તૈયાર થાય છે અને પાચન તંત્રનંો સમતોલન બગાડી નાખે છે. ટેટ્રાસાયક્લીનની સારવાર વાળી ગાયના છાણમાં અને આવી સારવાર વિનાની ગાયના છાણમાં ઓછું મિથેઇન (૫૦થી ૮૦ ટકા)મળી આવે છે. 

ટેટ્રાસાયક્લીનની સારવાર વાળી ગાયના છાણ અને ઓડકારમંાથી વધુ પ્રમાણમાં  મિથેઇન મળી આવે છે. એક તરફ ઉર્જાના વિવિધ સોર્સ ઉભા કરીને મિથેઇન ગેસ ઘટાડવા પ્રયાસ કરાય છે, કોલસાનો વપરાશ ઘટાડવા પણ પ્રયાસો થઇ રહ્યા છે. બીજી તરફ આપણે પશુધનને એન્ટીબાયોટીક્સ ખવડાવીને વધુ મિથેઇન ઉત્પન્ન થતો જોઇ રહ્યા છીએ. માણસોને ખવડાવવા માટે દર વર્ષે ૧.૪ અબજ ગાયોને ઉછેરવામં આવે છે. ખેતીમાં ૧૦ અબજ પ્રાણીઓ જોતરાયેલા છે. જે કુલ મિથેઇન ગેસનો ૨૦ ટકા ગેસ બહાર કાઢે છે.    આશ્ચર્યની વાત એ છે કે ગાય ઓડકાર ઓછા ખાય કે ના ખાય તે માટે નું સંશોધન ન્યુઝીલેન્ડમાં ચાલી રહ્યું છે . તેની પાછળ અબજો રુપિયા ખર્ચાઇ રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ એ કે તે  મિથેઇન ગેસ ઓછો છોડે. એના કરતાં ફાર્મના પશુઓને એન્ટીબાયોટીક્સ આપવાના બદલે પૌષ્ટિક આહાર આપીને તંદુરસ્ત રાખવા જોઇએ. જો એમ કરાય તેા મિથેઇનનું લેવલ ઘટી શકે છે અને તે અડધું થઇ શકે છે. પરંતુ સમસ્યા એ છે કે ડેરી અને ફાર્મ વાળા તેમનો પ્રોફીટ વધારવા માગે છે.  હકીકત એ છે કે માણસ વધુ પૈસા કમાવવા પ્રાણીઓ પર ઘાતકી બની રહ્યો છે. જો તમે કર્મના સિધ્ધાંતમાં માનતા હોવ તો અંતે તો આપણેજ ભોગવવાનુંં  છે. પ્રાણીઓને એન્ટીબાયોટીક્સ આપવાનું બંધ કરો અને મિથેઇનનું ઉત્પાદન ઘટાડો.  આવું ત્યારેજ શક્ય બને કે જ્યારે લોકો મિટ ખાવાનું બંધ કરે. જો ડિમાન્ડ ઘટશે તો સપ્લાય પણ ઘટશે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કરતાં મિથેઇન બહુ ઓછા ટાઇમ માટે રહે છે. જો આપણે તેને ઉત્પન્ન કરતા સોર્સ બંધ કરીશું તો તે ચારથી નવ વર્ષમાં અદ્રશ્ય થઇ જશે.જેથી ગ્લોબલ વોર્મીંગને સીધો લાભ થશે.તમે શું ખાવ છો તે પણ મહત્વનું છે એમ તમે તમારું અસ્તિત્વ ટકાવી રાખવા શું કરો છો તે પણ મહત્વનું છે.

Tags :