For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

2030માં એક પણ પ્રાણીની હત્યા કર્યા વગરનું મીટ મળશે

Updated: Jun 27th, 2021

Article Content Image

- સંવેદના : મેનકા ગાંધી

- ૨૦૩૦ સુધીમાં હેમ્પટન ક્રીક એવી કંપની બનશે કે જે એક પણ પ્રાણીની હત્યા કર્યા વગર ટનબંધ ચિકન મીટ બજારમાં મૂકશે

- ફ્રાન્સ દર વર્ષે ૨૦,૦૦૦ ટન ફોઇગ્રાસ બનાવે છે . માત્ર પાંચ દેશો ફોઇ ગ્રાસ બનાવે છે જેમાં બેલ્જીયમ,રોમાનિયા, સ્પેન, ફ્રાન્સ અને હંગેરીનો સમાવેશ થાય છે

- હંસ અને બતકના વજનદાર લિવર બહાર કઢાય છે ત્યારે તેના ગળા પર કાપો મૂકાય છે. લિવર બહાર કાઢીને બાકીના શરીરને ફંગોળી દેવાય છે

કેટલાંક વર્ષો પહેલાં મેં મુંબઇની એક સ્ટાઇલીશ અને ઉંમર લાયક અભિનેત્રીને મારા એનિમલ વેલફેર ઓર્ગેનાઇઝેશન પીપલ ફોર એનિમલના એમ્બેસેડોર બનવાની ઓફર કરી હતી. હું તેમના ઘેર જઇને બે વાર જમી આવી હતી. ત્યારે તેમણે ટેસ્ટી શાકાહારી જમણ બનાવ્યું હતું. ત્યારે તેમણે માંસાહાર કેટલો ખરાબ છે તેવો બબડાટ પણ કર્યો હતો. 

તેમણે મને એમ્બેસેડોર બનવાની ના પાડવા પાછળનું કારણ એ આપ્યું હતું કે આમતો, હું મીટ(માંસ) નથી ખાતી પણ તે દરરોજ પેટ ફોઇ ગ્રાસ-ઘાસ (ૅચાી ર્કૈી યચિજ) ખાધા વગર રહી શકતી નથી. પેટ ફોઇ ગ્રાસ ફ્રેન્ચ આઇટમ છે. તે ફ્રેેંચલીવર પેસ્ટ તરીકે ઓળખાય છે. તે ખૂબ મેાંઘી અને લક્ઝરી આઇટમ કહેવાય છે. બહુ ઓછા દેશ તે બનાવે છે. કેમકે તે બનાવવા માટે ખુબ ઘાતકી પ્રોસેસ થાય છે.

તે બતક અથવા હંસનું કેન્સર ગ્રસ્ત યકૃત હોય છે તેને બળજબરીથી ચરબી યુક્ત બનાવાય છે તે પ્રોસેસને ગેબેજ કહે છે. તે સમય દરમ્યાન પક્ષી તેની જીંદગી મોટા ભાગનો સમય થોડા અંધારામા રહીને વિતાવે છે. તેનો ઝડપી ગ્રોથ થાય એટલે તેને ઠાંસી ઠાંસીને ખવડાવાય છે. આ પક્ષીઓ આંઠ અઠવાડીયાના થાય ત્યારે તેમને પીંજરામાં પુરી દેવામાં આવે છે. ત્યાં તેમને ચરબીવાળો ખોરાક અપાય છે. રોજ તેને સતત અનાજ ખાવા અપાય છે તેથી તે વજનદાર થાય છે. તે ના ખાય તો ફીડીંગ ટયુબ દ્વારા તેના પેટમાં અનાજ ઘૂસાડાય છે. દિવસમાં ત્રણવાર તેમના પેટ સુઘી નળી નાખીને તેમને ખવડાવાય છે. લીવરમાં કાર્બોહાઇડ્રેટ જતાં તેની સાઇઝ રૂટીન કરતાં દશ ગણું વધે છે. 

૧૨થી ૨૧ દિવસ સુધી આ પક્ષીઓને ખવડાવીને એટલા તગડા બનાવાયા હોય છે કે તે ચાલી પણ શકતા નથી. બહુ તગડા પક્ષીઓને રેાગ થયો હોવાનું મનાય છે જેને  રીૅચૌબ જાીર્ચાજૈજ કહે છે. તગડા થયા પછી કેટલાક પક્ષી ચાલી શકતા ના હોઇ પેટના સહારે ચાલે છે. મોટાભાગના આ પક્ષીઓ બિમાર પડી જાય છે. બળજબરીથી ફિડીંગના કારણે તેમના ગળા પર ઉઝરડા પડી ગયા હોય છે. 

આ પક્ષીઓની લીવર રોજ મપાય છે. એક તો આ પક્ષીઓ વધુ પડતા ફિડીંગના કારણેે ત્રસ્ત હોય છે તો બીજી તરફ તેમને ઉંંચકીને વજન કરનારા પણ રફ બનીને વર્તતા હોય છે. તેમને ગળેથી પકડીને ઉંચકીને વજન કરાય છે. જ્યારે તેનું વજનદાર લિવર બહાર કઢાય છે ત્યારે તેના ગળા પર કાપો મુકાય છે. લિવર બહાર કાઢીને બાકીના શરીરને ફંગોળી દેવાય છે. 

ફ્રેંચ શેફ જોસેફે જ્યારે ૧૭૭૯માં આવા તગડા લિવરની વાનગી ફોઇ ગ્રાસ બનાવીને કિંગ લૂઇસ ૧૬માને જમાડી ત્યારે શેફનું ૨૦ પિસ્તોલ  આપીને સન્માન કરાયું હતું. (વધુ પ્રાણીઓ મારવાની છૂટ આપી હતી).

આ લિવરની ડિશ માટેની પેટન્ટ તેણે ૧૭૮૪માં મેળવી હતી. ૧૮૨૭ સુધીમાં તે સ્ટ્રાસબર્ગ ( હવે ટોઉલુઝ-તરીકે ઓળખાય છે) હંસના લીવર કેપિટલ તરીકે ઓળખાતું થઇ ગયું હતું. પેટન્ટ મેળવ્યા બાદ તેણે ફોઇ ગ્રાસ સપ્લાય કરવાનો બિઝનેસ કરીને પૈસાદાર થયો હતો.

લિવર પેસ્ટ કેવી રીતે બને છે તે જોઇએ. લિવરમાંથી નસેા વગેરે કાઢી નાખવામાં આવે છે પછી તેના ટૂકડા કરીને છૂંદા જેવું બનાવાય છે. પછી તેમાં વાઇન, મશરૂમ અને કેટલાક વાર વીલ (ભૂખે મરતા વાછરડાનું મીટ) નાખીને પેસ્ટ બનાવાય છે. ત્યાર બાદ તેને પ્રેસ કરીને કેક બનાવીને તેને ટીનમાં ભરીને વિશ્વના વિવિધ ભાગોમાં મોકલાય છે. 

ફ્રાન્સ દર વર્ષે ૨૦,૦૦૦  ટન ફોઇગ્રાસ બનાવે છે .માત્ર પાંચ દેશો ફોઇ ગ્રાસ બનાવે છે જેમાં બેલ્જીયમ, રોમાનિયા, સ્પેન, ફ્રાન્સ અને હંગેરીનો સમાવેશ થાય છે. ૨૦૧૪ની જુલાઇમાં ભારતે ફોઇ ગ્રાસની આયાત પર પ્રતિબંધ મુક્યો હતો. ૩૫ દેશોમાં તેના ઉત્પાદન પર પ્રતિબંધ છે. પરંતુ આ દેશોમાં બહારથી ફોઇ ગ્રાસ મંગાવાય છે અને ડિસ્ટ્રીબ્યુટ પણ થાય છે. યુરોપના દેશોએ તો પ્રાણીઓને બળજબરીથી ખવડાવવાની વાત પર ૨૦૨૦થી પ્રતિબંધ મુકી દીધો હતો. 

કેલિફોર્નિયામાં તેના પર પ્રતિબંધ છે. કેટલાક ફાર્મમાં હંસ અને બતક રખાય છે. ફોઇ ગ્રાસ માનવ જાત માટે તંદુરસ્ત નથી હોતું. 

આજકાલ વિશ્વ ભરની કંપનીઓ એનિમલ સેલ્સ માંથી માસ બનાવવા પ્રયાસ કરી રહી છે. જેને ક્લિન મીટ કહેવાય છે. કલ્ચર્ડ મીટ બાયો ટેકનોલોજી સાથે સંકળાયેલું છે. જે ટીસ્યુ એન્જીન્યરીંગ તરીકે જાણીતું છે. 

એવો દાવો કરાઇ રહ્યો છે કે ૧૦ પોર્ક મીટમાંના સેલ્સમાંથી કલ્ચર્ડ મીટના બે મહિનામાં ૫૦,૦૦૦ ટન મીટ બની શકે છે. જ્યારે સંશોધનની કોસ્ટ વગેરે કઢાશે ત્યારે બજારમાં મળતા મીટના ભાવની જેમ કૃત્રિમ મીટ પણ મળતું થશે. ૨૦૧૧માં કેલિફોર્નિયા ખાતે કૃત્રિમ મીટમાંથી ફોઇ ગ્રાસ મેળવવા પર સંશોધન કરવા જોશ ટેટ્રીક અને જોશ બાલ્કેએ હેમ્પટન ક્રીક નામની કંપની ઉભી કરી હતી.

તેની પ્રોડક્ટ બજારમાં વેચાતી થઇ હતી. જેમકે ઇંડાના વિકલ્પ તરીકે માયનોઇઝ જોવા મળતું હતું. જેના કારણે એગ આધારીત વાનગીઓમાં તેનો ઉપયોગ થવા લાગ્યો હતો.

૨૦૧૪માં કંપનીને ૩૦ મિલીયન ડોલરનું ફંડ મળ્યું હતું. આ ફંડ આપનારાઓમાં બિલ ગેટ્સ,જેરી યંગ (યાહુના ફાઉન્ડર), લી કા શીંગ વગેરેનો સમાવેેશ થાય છે. 

જેમાં કેટલાક સંશોધકો ભારતીય પણ છે. અપર્ના સુબ્રમણ્યમ સ્ટેમ સેલ બાયોલોજીસ્ટ છે. તે સ્થાનિક પારમમાંથી પક્ષીઓના સેલ્સ લે છે અને તેનો ઉપયોગ શરૂઆતના મટીરીયલ તરીકે કરે છે. 

હાલમાં સમગ્ર વિશ્વમાં ફોઇ ગ્રાસનું વેચાણ ત્રણ અબજ ડોલરનું છે. કેલિફોર્નિયામાં તેના વેચાણ પર પ્રતિબંધ છે. હવે જો હેમ્પટન ક્રીકનું કૃત્રિમ મીટમાંથી બનાવેલ ફોઇ ગ્રાસ ફરી કેલિફોર્નિયામાં મળશે ત્યારે લોકોને થશે કે કૃત્રિમ માંસ મોટા ફેરફારો લાવી શકે છે. 

૨૦૩૦ સુધીમાં હેમ્પટન ક્રીક એવી કંપની બનશે કે જે એક પણ પ્રાણીની હત્યા કર્યા વગર ટનબંધ બલ્યુ ફીન ટયુના, કોબે બીફ,અને તમામ પ્રકારના ચીકન મીટ બજારમાં મુકશે. 

જો આરીતે કૃત્રિમ માસ બજારમાં ફરતું થશે ત્યારે પ્રાણીઓની હત્યા પર બ્રેક વાગશે. જ્યારે કૃત્રિમ માંસમાંથી બનેલું ફોઇ ગ્રાસ બજારમાં મળશે ત્યારે મને  એમ્બેસાડોર બનવાની ના પાડનાર અભિનેત્રીને હું મેસેજ મોકલી આપીશ અને ફરી અમારી બ્રાન્ડ સાથે જોડાવવા અપીલ કરીશ.

Gujarat