Get The App

માખીઓ માણસ પર કેમ બેસે છે? તેને પરસેવો ગમે છે

- ટાઇફોઇડ જેવા રોગ પ્રસરાવીને માખી માનવ જાતની વસ્તીને નિયંત્રણમાં રાખવા તૈયાર કરી હોવાનું મનાય છે.

- સંવેદના- મેનકા ગાંધી

Updated: Jul 20th, 2020

GS TEAM

Google News
Google News

- કેલિફોનિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના જણાવ્યા અનુસાર માખીઓને તેના પર આવતા જોખમની જાણ 100 મિલી સેકન્ડમાં થઇ જાય છે

માખીઓ માણસ પર કેમ બેસે છે? તેને પરસેવો ગમે છે 1 - image

કેટલાક સમય પહેલાં હું હરિયાણાના આયુર્વેેદીક સેન્ટરમાં એકાદ અઠવાડીયા માટે દાખલ થઇ હતી. આખું સેન્ટર એકદમ સ્વચ્છ, ચકચકાટ રખાતું હતું. મને ગમે એવી તે જગ્યા હતી. જોકે ત્યાં માખી સિવાય બાકીનું બધુંજ સરસ હતું. મને તેલ તેમજ કાદવમાં દિવસના કેટલાક સમય કવર કરીને રખાતી હતી. ત્રણવાર સ્નાન કરવા મળતું હતું. પરંતુ માખીઓ મારો પીછો નહોતી છોડતી. મને એમ લાગતું હતું કે જીલ્લાની બધીજ માખીઓ મને ટાર્ગેટ બનાવી રહી છે. મને લાગે છે કે બીજા કોઇને માખીઓની સમસ્યા નહોતી નડતી પરંતુ મને તો ચાલતા, ખાતા, ઉંઘતા દરેક વખતે માખીઓે ઉડાડવી પડતી હતી. મુસ્કા ડોમેસ્ટેકીયા પ્રકારની માખીઓ ઘરેામાં જોવા મળે છે, તે પ્રકારની આવી  માખીઓમાં બુશ ફ્લાય, મુસ્કા વેટુટીસીમાં વગેરેનો સમાવેશ થાય છે.

શા માટે માખીઓ માણસ પર બેસે છે? માખીઓ માટે માણસ પર બેસવું જોખમ સમાન હોવા છતાં તે તેમના પર બેસે છે. માણસ તેને અનેક વાર જાપટ મારીને ઉડાડી મુકે છે, તેને મારી નાખે છે. શા માટે તે પ્રાણીઓ પર નથી બેસતી કે ફર્નીચર પર નથી બેસતી? ( તે પ્રાણી પર બેસે છે કે જ્યારે તે પ્રાણી ઇજાગ્રસ્ત હોય અને તે માખી ઉડાડી ના શકતું હોય). આપણા ઘરોમાં થતી માખીઓને સામાન્ય રીતે લોહી ચૂસવામાં કોઇ રસ નથી હોતો. ( કોઇ ખુલ્લો ઘા હોય તો તેના પર બેસે છે)શું તમને એમ લાગે છે કે માણસ તેને હટાવી શકે છે?  હકીકત એ છે કે માણસ તેના કરતા કદમાં ઘણો મોટો હોવા છતાં લાંબી ફુટપટ્ટી વાપરીને પણ તેને મારી શકતો નથી.

માખી એ સોફ્ટ, રૂ જેવું પોચું માથું,જ્યારે તે તમારી સ્કીનને સ્પર્શ કરે છે ત્યારે તે તમને કરડતી નથી તે તમારી સ્કીનમાંથી ઝરતા રસને ચૂસે છે. તેને સ્કીન ખાસ કરીને ડેડ સ્કીન પર રહેલો પરસેવો, સુગર, કાર્બોહાઇ્ડ્રેટ વગેરે પર બેસવામાં રસ હોય છે. તેના પર તે ઉડાઉડ કર્યા કરે છે. આવી માખીઓ પ્રાણીઓની આખના નિચેના ભાગ પરથી પણ પ્રોટીન ચૂસે છે.વાળ ધરાવનાર કે રૂંવાટી વાળા પ્રાણીઓમાં તે ભાગ્યેજ જોવા મળેે છે. માણસના શરીર પર વાળ ઓછા હોય છે. માટે તેના પર વધુ જોવા મળે છે.માખી શા માટે માનવજાત પર બેસે છે તેના કેટલાક કારણો અહીં આપ્યા છે.

...માખીઓ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાયેલી છે, માનવ શરીર કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ કરે છે..

...માખીઓ વધુ ઉષ્ણતામાન વાળા શરીર તરફ આકર્ષાય છે, પરસેવો અને મીઠા તરફ પણ ખેંચાય છે. જે માણસને વધુ પરસેવો થાય છે તેના પર વધુ માખીઓ બેસે છે.

...ડેડ સેલ અને ખુલ્લા ઘા પરથી માખીઓ પોતાનો ખોરાક લે છે..

...માખીઓ તેલ તરફ વિશેષ આકર્ષાય છે. એટલેજ તેલ વાળા વાળ પર તે બેસે છે.

...ઓછા વાળ વાળી સ્કીન પર તેને વોમીટ કરવાની જગ્યા મળે છે. માખી કોઇ કડક પદાર્થ પર વોમીટ કરીને તેને ઢીલો બનાવે છે. ઘરમાં ફરતી માખીઓ સ્કીન પર કોઇ  ફૂડ ચોંટયું હોય તો પગથી તેનો ટેસ્ટ કરે છે. પછી તેના પર વોમીટ કરીને તેને ઢીલો બનાવે છે..શરીર પરની કેટલાક પ્રકારની સ્મેલ તરફ પણ માખી ખેંચાય છે. કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન જે ભાગમાં વધુ હોય ત્યાંતે બેસે છે.

...ઘરોમાં જોવા મળતી માખીઓ આમતો, સફાઇ કામદાર જેવી હોય છે. અગાર (સ્ટૂલ), સ્કીન ઉપર ચોંટેલો ખોરાક, ચામડીનો બગડેલો ભાગ પરથી તે પોતાનું પોષણ મેળવે છે.તેનામાં રહેલી સખત્ત ભૂખ અને સૂંઘવાની અદ્દભૂત શક્તિના કારણે તે ખારાક શોધી લે છે. તેના શરીરનો અડધો ભાગ માથા વાળો હોય છે. તેના પર બે મોટી આંખો હોય છે.માખી સતત ઉડે છે કેમકે તે કાયમ ખોેરાકની શોધમાં હોય છે. તે ખાવાની, વોમીટ કરવાની તેમજ ઇંડા મુકવાની જગ્યા શોધી લે છે.

જો તમે તમારા ઘરની આસપાસના  વિસ્તારને માખી વિનાનો (નો ફ્લાય ઝોન) બનાવવો હોય તો પાયાના કેટલાંક પગલાં લેવા પડશે.જો તમારે ત્યાં ડોગને રાખતા હોવ તો તેના સ્ટૂલના (જાડા) નિકાલની વ્યવસ્થા તરતજ કરવી કેમકે ડોગના સ્ટૂલ પર તે વધુ બેસે છે અને ઇંડા મુકે છે. તમારા ડોગના ફૂડના વાસણને ખુલ્લું ના રાખો, ડોગ જે વાસણમાં ખાય તેમાં કોઇ ખાવાનું બાકી ના મુકી રાખવું તે સાફ કરી દેવું.

તમારા ડસ્ટબીનને નિયમિત સાફ રાખો, ડસ્ટબીનની બહારનો ભાગ પણ સાફ રાખો. તમામ બારી બારણાં બંધ રાખો. બારી પરની સાઇડની તિરાડોમાંથી પણ માખીઓ ઘૂસી જાય છે.જેને આપણે રસોડાનો એંઠવાડ કહીએ છીએ તેને જ્યારે જમીન પર ફેંકો ત્યારે તેના પર માટી નાખવી જોઇએ જેથી તેના પર માખીઓ ના બેસે. પરંતુ કોણ જાણે કેમ પણ કેટલાક લોકો સમજવા તૈયારજ નથી હોતા. બાથરૂમમાં વપરાતા સાબુ અને શેમ્પૂ સુગંધીદાર હોય છે.તેની સ્મેલ માખીઓને આકર્ષે છે. ઉંચાઈ ધરાવતા લોકો પર માખીઓ વધુ બેસે છે એવો દાવો તેના પર સંશોધન કરનારાઓ કરી રહ્યા છે.

ઘરમાં જોવા મળતી માખી કરતાં ફ્રૂટ ફ્લાય થોડી નાની હોય છે. તેમને માણસના શરીર પર બેસવાનું નથી ગમતું પણ તેમને ફુગાવો લાવતી ચીજો જેવીકે ખાંડ,ફળ, ફૂગ વગેરે ગમે છે. એટલેકે જો તમે આલ્કોહોલ પીધો હોય અને લોકોની વચ્ચે ફરતા હોવ તો ફ્રૂટ ફ્લાય તમારી નજીક આવે છે. જો તમે  સુગંધીદાર કોસ્મેટીકસ વાપરતા હોવ તો પણ તમારી નજીક ફ્રૂટ ફ્લાય આવી જાય છે. આવી સ્થિતિમાં ફ્રૂટની સ્મેલવાળી પ્રોડક્ટથી દુર રહીને માખીને દૂર રાખી શકાય છે.

બ્લો ફાઇલ્સને બોટલફ્લાય તરીકે ઓળખાય છે. તેનો કલર મેટાલીક ગ્રીન તે બ્લ્યૂ કલર હોય છે. કદમાં તે મોટી હોય છે. તેને જોઇને તરત ભગાડવાનું કે ઉડાડવાનું મન થઇ જાય છે. મારા માટે તે ન્યૂસંસ સમાન એટલા માટે છે કે તે પ્રાણીઓના શરીર પર ઇંડા મુકે છે. મારી હોસ્પિટલમાં હજારો પ્રાણીઓ સારવાર માટે આવતા હોય છે. તેમના પર આ માખીઓ આવીને બણબણ્યા કરે છે.

માખીઓના અન્ય પ્રકાર પણ છે જેમકે ડ્રેન પ્રકારની માખી ગટરના પાણી પર બેસી રહે છે. તેના શરીર પર સખત્ત વાળ હોય છે. તે જ્યારે આરામમાં હોય ત્યારે તેનું શરીર નાના ટેન્ટ સમાન લાગે છે. ફ્લેશ ફ્લાય પ્રકારની માખી પર ત્રણ પટ્ટા દોરેલા હોય એમ લાગે છે . તે ચેસ બોર્ડ જેવી લાગે છે. તે સડી ગયેલા માંસ અને સડી ગયેલી ફીશ પર ઇંડા મુકે છે.માખીને ઝાપટ મારીને મારી નાખવી મુશ્કેલ હોય છે કેમકે તેની આંખો ચારે બાજુ ફરતી હોય છે અને તેનામાં જોખમની જાણ કરતી સિક્સ્થ સેન્સ જોરદાર હોય છે.

કેલિફોર્નીયા ઇન્સટીટયુટ ઓફ ટેકનોલોજીના જણાવ્યા અનુસાર માખીઓને તેના પર આવતા જોખમની જાણ ૧૦૦ મિલી સેકન્ડમાં થઇ જાય છે.માનવજાતના અસ્તિત્વ પહેલંાથી માખી છે. કેટલાક વિજ્ઞાાનીઓે માખીનો પોઝીટીવ ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પર વિચાર્યું હતું.કહે છે કે ભગવાને માખી તે બનાવી દીધી પણ તે શા માટે બનાવી હતી તે ભૂલી ગયા. માનવજાતમાં થતા ઝાડાથી માંડીને ટાઇફોઇડ સુધીના રોગ પ્રસરાવીને તે માનવ જાતની વસ્તીને નિયંત્રણમાં રાખવા તૈયાર કરી હોવાનું મનાય છે.

બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન જાપાને ચીન પર ફેંકવા ખાસ પ્રકારના યોગી બોંબ બનાવ્યા હતા. જેમાં માખી પર કેટીંગ કરીને તેમાં કોલેરાના બેક્ટેરીયા મુકાયા હતા. ૧૯૪૨માં બોસોન પર અને ૧૯૪૩માં સેનદોંગ ટાઉન પર તે ફેંકાયા હતા જેમાં ચાર લાખ જેટલા લોકો માર્યા ગયા હતા.

Tags :