For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડોગ બ્રિડીંગનો ગેરકાયદે વેપલો અટકાવો

Updated: Mar 8th, 2021

- અમેરિકાના (કેલિફોર્નિયા) કાયદા અનુસાર કોઇ પણ પ્રાણીને 28 દિવસ માટે રાખવામાં આવશે, એડેાપ્ટ ના કરાય તો મારી નાખવામાં આવે છે

- તરછોડી દીધેલા ડોગ પૈકી  મોટા ભાગના પોમેરીયન અને સ્પિટ્ઝ જાતના હોય છે. બાકીના લેબ્રાડોર્સ અને મોટા વુલી સ્વિસ પ્રકારના હોય છે

- લોકો વિદેશી નસ્લના ડોગ લાવે છે તે આરંભે શૂરા જેવા હોય છે. તેમને આખો દિવસ બાંધી રાખવામાં આવે છે. બાંધેલા ડોગને ચીડવ્યા કરે છે

- સંવેદના-મેનકા ગાંધી

Article Content Image

આ લેખ એ લોકો માટે છે કે જે મને શેરીઓના રખડતા કૂતરાંના ત્રાસ બાબતે સતત ફરિયાદ કરતા કરે છે.  તે મને ઇ મેલ કરે છે ત્યારે શરૂઆતમાં લખે છે કે અમે પ્રાણી પ્રેમી છીએ અને અમારી પાસે અમે પાળેલો ડોગ છે. તેમની ફરિયાદ એવી હોય છે કે બાળકોની પાછળ પડતાં, તેમને ડરાવતાં, સતત ભસ્યા કરતાં અને ગમે ત્યાં પીપી-છીછી કરી જતાં ડોેગના ત્રાસમાંથી અમને બચાઓ. 

અહીં સમસ્યા એ છે કે દરેક સરકાર અને કોર્ટે મ્યુનિસિપાલીટી અને જિલ્લા વહિવટી તંત્રને ડોગ સ્ટરીલાઇઝેશન (ખસીકરણ) માટે આદેશ આપ્યા હોવા છતાં માંડ દશ ટકાજ કામ થયું છે. વેટરનરી ડોક્ટરોની  અછત, સ્ટરીલાઇઝેશન માટે પૈસાની અછત ઉપરાંત સૌથી મોટી સમસ્યા આ મુદ્દે લાંબુ વિચારવાનું કે આયોજન કરવાની સૂજ અને નિરસતા વગેરે કારણભૂત છે. 

ડોગના સ્ટરીલાઇઝેશનનું કામ પર્યાવરણ મંત્રાલય હસ્તકનું છે. તે વર્ષે માંડ ૫૦ લાખનું બજેટ રાખે છે જ્યારે આરોગ્ય મંત્રાલય ડોગ સ્ટરીલાઇઝેેશન પાછળ ૩૦૦ કરોડ ફાળવે છે. પર્યાવરણ મંત્રાલય આ કામ હાથમાં નથી લેતું જ્યારે આરોગ્ય મંત્રાલય આ મુદ્દે બહુ મહેનત નથી કરતું. આરોગ્ય  મંત્રાલયના એક સચિવે મને કહ્યું હતું કે ડોગ સ્ટરીલાઇઝેશનનું કામ અમારૂં નથી. તેમની કામગીરી હડકવા નિયંત્રણ હેઠળ આવે છે. 

મેં તેમને એમ પણ પૂછ્યું કે તો પછી તમે મચ્છર શા માટે મારો છો? તે તમારી કામગીરીમાં નથી આવતું. હકીકત એ છે કે તે લોકો મેલેરિયા પર નિયંત્રણ લાવવા માંગે છે માટે મચ્છરો મારે છે. એટલેજ ડોગ  સ્ટરીલાઇઝેશનનું કામ હાથમાં લેવું જોઇએ કેમકે તે પાંચ વર્ષમાં હડકવા નાબૂદ કરી શકે છે. 

અધિકારીઓ અહમથી ભરેલા હોય છે. તે એકજ દિશામાં વિચારતા હોય છે અને કશુંક નવું કરવા તૈયાર નથી હોતા માટે તેમને સમજાવવા બહુ મુશ્કેલ બની જાય છે. જોકે રોડ પર રખડતા કૂતરાં બિલાડાંને નાથવાનો બીજોે એક  રસ્તો પણ છે. ગેરકાયદે બ્રીડીંગનું કામ કરતા (સંવર્ધન અને વેચવા માટે બચ્ચાં ઉછેેરનારા) બ્રિડરોના કારણે વિવિધ  જાતના કૂતરાં પાળેલા પ્રાણીઓની દુકાનોમાં જોવા મળે છે. તેમાંથી મોટા ભાગના રોગિષ્ઠ, અવિકસિત હોય છે. આવી શોપ પણ રજીસ્ટર્ડ થયા વિનાની હોય છે.  બ્રીડીંગ તેમજ પાળેલા પ્રાણીઓ વેચતી દુકાનો ગેરકાયદેસર હોય છે પરંતુ આપણે ત્યાં ભ્રષ્ટાચાર એટલો બધો છે કે કોઇ પગલાં લેવાતા નથી માટે ત્યાં પણ સુધારો શક્ય નથી. 

અમેરિકાની શેલ્ટર પોલીસી એકદમ કડક છે. શેલ્ટર્સ એટલે કે જ્યાં રખડતા ડોગ કે બિલાડીઓને થોડા દિવસ માટે રાખવામાં આવે છે. અમેરિકાના કાયદા અનુસાર કોઇ પણ પ્રાણીને ૨૮ દિવસ માટે રાખવામાં આવશે, ત્યાં સુધીમાં જો કોઇ તેને એડેાપ્ટ (દત્તક લેવા) કરવા  તૈયાર ના થાય તો તેને મારી નાખવામાં આવે છે. પહેલાં એવું હતું કે જ્યાં સુધી ડોગને કોઇ એડોપ્ટ ના કરે ત્યાં સુધી એટલેકે તે મૃત્યુ ના પામે ત્યાં સુધી પાંજરામાં રખાતા હતા.

૨૦૧૭માં કેલિફોર્નિયામાં કાયદો એ.બી ૪૮૫ પસાર કરાયો હતો કે પાળેલા પ્રાણીઓ વેચતી શોપ હવેથી શેલ્ટર્સ અને રેસ્ક્યૂ સેન્ટરના ડોગ,  કેટ, સસલાં અને તેના બચ્ચાંજ વેચી શકસે. જે દુકાનો વાળા આ કાયદાનો ભંગ કરે તેની દુકાન બંધ કરી દેવાશે અને ૫૦૦ ડોલરનો દંડ થશે. આ કાયદાની એવી અસર પડી હતી કે  તેના કારણે ગેરકાયદે બ્રીડીંગ બંધ થઇ ગયા. ગેરકાયદે બચ્ચાં વેચવાનો ધંધોે પણ બંધ થઇ ગયો હતો.

હજુ હાલમાંજ અમે થાણેના એક ડોક્ટરના મકાનના પાછલા વાડામાંથી ૧૧ ડોગને મુક્ત કરાવીને બચાવ્યાં હતા. આ ડોગ ભૂખે મરી રહ્યા હતા, મત્યુ પામવાની નજીક હતા, તેમની પોતાની અગારજ (સ્ટૂલ) ખાતા હતા અને અમે તેમ વને બચાવવા જઇ પહોંચ્યા હતા. આ કૂતરાઓેએ ઢગલો બચ્ચાંને જન્મ આપ્યો હતો. આ બચ્ચાં વિદેશી ડોગના છે એવા ખોટા સર્ટીફીકેટો આપીને ડોક્ટર તેને વેચી મારતો હતો. 

અમેરિકામાં જ્યારે  કૂતરાં વેચવાના ધંધા સામે કોર્ટમાં વિરોધ કરાયો ત્યારે સામે એવી દલીલ કરાઇ હતી કે જો આ બચ્ચાં વેચવાનો ધંધો બંધ કરશો તો બેરોજગારી વધશે. આ દલીલ અપેક્ષિત હતી. જોકે કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. ભારતમાં તો ડોગ કે કેટ વેચવાના ધંધામાં કોઇને નોકરી પર રખાતા નથી. આ ધંધામાં બે કૂતરાં રખાય છે. જેમને સેકસ માટે ફોર્સ કરાઇને  દર છ મહિને બચ્ચાં લેવાય છે અને તેને વેચવામાં આવે છે. આમ જો તેના પર પ્રતિબંધ મુકાય તો કોઇની રોજગારી છીનવાય એમ નથી. 

ભારતમાં આવો કાયદો શા માટે ના લાવી શકાય ? હવે તો દરેક શહેરમાં એેનિમલ ગૃપ ચાલે છે. એનિમલ સેલ્ટર્સ પણ શહેરોમાં જોવા મળે છે. દિલ્હી ખાતેના મારા સંજય ગાંધી એનિમલ કેર સેન્ટરમાં લોકો રોજ દશેક કૂતરાં ધકેલી દે છે.  

જે લોકો વિદેશી નસ્લના ડોગ લાવે છે તે આરંભે શૂરા જેવા હોય છે. તેને બહુ ખરાબ રીતે રાખવામાં આવે છે. ને બિમાર રહે છે. તેમને આખો દિવસ બાંધી રાખવામાં આવે છે. બાંધેલા ડોગને ચીડવ્યા કરે છે. 

આ કૂતરાને તે મારા સેન્ટર પર સારવાર માટે લાવે છે. પછી કોઇ આસપાસ જોતું નથી તેની ખાત્રી કર્યા બાદ ડોગને મુકીને ભાગી જાય છે. અમે છોડી મુકેલા કૂતરાઓની સારવાર માટે ૧૫,૦૦૦ રૂપિયા લઇએ છીએ. આ રકમ  ઉંચી નસ્લ માટેના કૂતરાની ખરીદી કરતાં ઓછા હોય છે છતાં લોકો તેમને મુકીને ભાગી જાય છે. કેટલાંક તો તેમને અમારા શેલ્ટરના દરવાજે બાંધી જાય છે તે કેટલાક દિવાલ પર ફેંકીને ભાગી જાય છે. 

આવા તરછોડી દીધેલા ડોગ પૈકી  મોટા ભાગના પોમેરીયન અને સ્પિટ્ઝ જાતના હોય છે. બાકીના લેબ્રાડોર્સ અને મોટા વુલી સ્વિસ પ્રકારના હોય છે. આવા વુલી સ્વિસની એક સમયે ભારતમાંથી દાણચોરી થતી હતી. આ ઉપરાંત વોડાફોનની જાહેરાતમાં આવે છે એવા ડોગ પણ લોકો તરછોડી દે છે. 

અમે આવા તરછોડેલા કૂતરાને પ્રવેશ દ્રાર પાસે રાખીએ છીએ એેટલે સેન્ટર પર આવતા સેંકડો લોકો તેમને જોઇને એડોપ્ટ કરી શકે. કેટલાંક એડોપ્ટ કરે છે તો ક્ેટલાક તેમના માટે દયા બતાવે છે. આવા પચાસ જેટલા ડોગ મરતા સુધી અમારે ત્યાં રહેશે એમ લાગે છે. મારી બહેન સાવ બિમાર એવા ૧૭ ડોગ લઇ જઇને તેના નાના ઘરમાં રાખે છે મારા ઘરમાં આવા ૨૪ ડોગ છે. જ્યારે તે સાજા થઇને ફરી રમતાં થઇ જાય છે ત્યારે અમે તેમના માટે સારું ઘર શોેધતા હોઇએ છીએ. અમે તેમને વેેક્સીન આપીને, સ્ટરીલાઇઝેશન કર્યા પછી આપીએ છીએ જેથી  શેલ્ટર્સનો ખર્ચો પણ નીકળે અને વિદેશી ડોગને સારો માલિક મળી રહે. 

બીજી વાત એ બનશે કે વિદેશી ડોગના બ્રીડીંંગ બંધ થઇ જશે. કેમકે શેલ્ટર્સમાં બ્રીડીગ નથી ચાલતું અને બહારના બ્રિડીંગના ધંધાને અટકાવી દેવાશે. આ પ્રકારનો પ્રચાર તમારા શહેરમાં શરૂ કરી દો અને આરીતે આપણે વિશ્વને દયાળુ અને રહેવા લાયક બનાવી શકીશું.

Gujarat