પ્રાણીઓના વેલફેર માટે કામ કરતી સંસ્થાઓને આર્થિક તંગી
- ભારતના તમામ પ્રાણીઓની મદદ માટે પોતાની આખી જીંદગી ખર્ચી નાખનાર એઇલિનાને સેલ્યુટ...
સંવેદના - મેનકા ગાંધી
- એઇલિના સવારે ફંડ ભેગું કરવા મથામણ કરે છે અને રાત્રે બિલાડીઓે બચાવે છે. સિયેટલમાં ફર્લ કેટ પ્રોજેક્ટ હેઠળ તેણે એક લાખ બિલાડીઓ બચાવી છે....
- વારાણસીમાં કામ શરૂ કર્યું ત્યારે ત્યાંના સ્થાનિક વહિવટી તંત્રએ ડોગ સ્ટરીલાઇઝેશન માટે આર્થિક સહાય આપવાની ના પાડી જેથી એઇલીનાએ પોતાના ખર્ચે સ્ટરીલાઈઝેશન (ખસીકરણ)શરૂ કર્યું હતુ....
કોરાના વાઇરસના કારણે ઉભી થયેલી લોકડાઉનની સ્થિતિમાં સંતોષ આપે એવી અનેક ઘટનાઓ પણ બની છે. તેમાંની એક ઉડીને આંખે વળગે એવી છે.ભારતના હજારો લાખો લોકો તેમાંય ખાસ કરીને મહિલાઓેએ પોતાનું એક સમયનું ખાવાનું ત્યજીને પણ પોતાની શેરીના મૂંગા પ્રાણીઓને ખવડાવ્યું છે. દિવસો પસાર થતા જાય છે પણ કોઇની આવકનું ઠેકાણું નથી પડતું. આવક નથી પણ ભૂખની માત્રા ઠેરની ઠેર છે. મારી સંસ્થાને એનિમલ ફૂડ પુરૂં પાડવાની અનેક રિક્વેસ્ટ મળતી હતી. અમે પણ શક્ય હોય એટલી મદદ પુરી પાડી હતી. ભારત ભરની સ્વૈચ્છીક સંસ્થાઓ વર્તમાન સમયગાળામાં પોતાની સંસ્થાને દાન આપનારાઓને શોધી રહી છે. કેમકે દરેક આર્થિક અછતમાંથી પસાર થઇ રહ્યા છે.આ વિષયમાં વ્યક્તિગત રીતે મારે દિલથી કોઇનો આભાર માનવો હોય તો તે એઇલીન મેઇનટ્રબ છે. માત્ર એટલા માટે નહીં કે તેમણે લોકડાઉન દરમ્યાન પ્રાણીઓ માટે ઉદાર હાથે મદદ કરી છે પરંતુ ભારતના તમામ પ્રાણીઓની મદદ માટે તેમની આખી જીંદગી ખર્ચી નાખી છે.
એઇલીન સીએટલમાં ભારતના પ્રાણીઓ માટે ચેરિટી સંસ્થા ચલાવે છે. જેનું નામ છે હેલ્પ એનિમલ ઇન્ડિયા. તે પૈસાદાર નથી. હકીકત એ છે કે જે લોકો પૈતૃક સંપત્તિ વાળા છે તેવા દાનવીર લોકો સંસ્થા માટે ફંડ નથી વધારી આપતા પણ જેલોકો પોતાની કમાણીમાંથી બચત કરીને દાન કરે છે એવા લોકો મહત્વના બની જાય છે. એઇલીને નાની ઉંમરથીજ પ્રાણીઓની સેવા કરવાનું શરુ કરી દીધું હતું. ન્યુયોર્કના બ્રૂકલીનમાં તે નાની હતી ત્યારે આસપાસના વિસ્તારમાં રખડતાં કૂતરાઓને ખાવાનું આપતી હતી. કૂતરાઓની સેવા કરનારને લોકો જેમ ધુત્કારે છે એવો સામનો તેણે પણ કરવો પડયો હતો.મને હજુ પણ લોકોના આ પ્રકારના વિરોધનું દુખ થાય છે.
પ્રાણીઓની દેખરેખ અને સુખાકારી માટે વિચારવાનું કામ એક પ્રકારે સાહસ અને જીગ્નાશા વૃત્તિ સાથે સંકળાયેલું છે. એઇલીને પ્રાણીઓની સેવા સાથે તેના કાયદા, સમસ્યાઓના ઉકેલ, તેમજ પ્રાણીઓના રક્ષણ માટેની તરફેણ કરતી ઝંુબેશ પાછળ દાયકાઓ વિતાવી દીધા હતા. તે દરમ્યાન તેેમણે પ્રાણીઓના બચાવ તેમજ વેલફેર અને શાકાહારના પ્રમોશન માટે પ્રથમ કેલિફોર્નીયા પછી સીયેટલ અને ત્યાર બાદ વોશિંગ્ટનમાં સેન્ટરો ઉભા કર્યા હતા.
સાથે સાથે તેણે એક્યુપંચરની ચાઇનીઝ સિસ્ટમ પણ શીખી હતી. તે ચાઇનીઝ મેડિકલ પ્રેકટીશનર (એક્યુપંચરીસ્ટ) બની હતી. તે માટે તેણેે ત્રણવાર તિબેટની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ તેણે ભારત તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ૯૦ના દાયકામાં જ્યારે ઇમેલથી સંપર્ક શક્ય બન્યા ત્યારે એઇલીને ભારતમાં એનિમલ વેલફેરનું કામ કરતાં લોકોનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. તેમાંના મોટા ભાગના વિદેશીઓ હતા. જેમકે ઓસ્ટ્રેલિયાના ક્રિસ્ટેની અને જેર્મી. આ લોકો દાર્જીલીંગમાં ગુડવીલ એનિમલ સેન્ટર ચલાવતા હતા. એવીજ રીતે અમેરિકાના સ્માર્ટ કપલ કિમ બેરલેટ અને મેરિટ ક્લિફોને ભારતની એનિમલ વેરફેરની કામગીરીને વેબસાઇટો તેમજ અખબારો મારફતે વિશ્વ સુધી પહોંચાડી હતી. એઇલીને પોતાની આવકમાંથી કરેલું પ્રથમ ડોનેશન એનિમલ વેલફેર માટેનું હતું. કિમ બેરલેટના નેતૃત્વ વાળી સંસ્થા એનિમલ પીપલ ફોરમ સાથે તે જોડાઇ હતી. પ્રથમવાર તેણે ૨૦૦૩માં ભારતની મુલાકાત લીધી હતી અને તે સમયની એનિમલ વેલફેર સંસ્થાઓ જેવીકે ચેન્નાઈની બ્લ્યૂ ક્રેાસ, બેંગલોતની કુપા (ફાઉન્ડેડ બાય રોજર), વિશાખાપટનમની વીએસપીસીએ. આ સંસ્થાઓની કામગીરી જોઇને તે ખુબ પ્રભાવિત થઇ હતી અને તેમને પોતે ફંડ આપશે એમ જણાવ્યું હતું.
૨૦૦૪મંા જ્યારે ભારતના દરિયા કિનારે સુનામી ત્રાટક્યું ત્યારે એઇલીને ભારત આવીને પ્રાણીઓ માટે કામ શરુ કર્યું હતું અને વિશ્વભરમાંથી આવેલા સ્વૈચ્છીક સંસ્થાના કાર્યકરો અને વેટરનરી ડાક્ટરોેનું ધ્યાન ખેંચ્યું હતું. વિશાખાપટનમની સંસ્થા વીએસપીએસને તે હજુ પણ ભંડોળ મોકલે છે.ભારતમાંની એનિમલ વેલફેરની વિગતોનો પ્રચાર એઇલીને અમેરિકામાં કરવો શરૂ કર્યો હતો. ભારતમાં એનિમલ વેલફેર અને તેમના રેસ્કયૂ પરની ડોક્યુમનેટરી કોઇએ બનાવી નહોતી. સંજય ગાંધી એનિમલ કેર સેન્ટર કે જેને શરૂઆતનું એનિમલ કેર શેલ્ટર કહી શકાય તે પણ રેસ્કયૂની કોઇ ડોક્યુમેન્ટરી બનાવતું નહોતું.પરંતુ એઇલીની ભારત આવ્યા પછી એનિમલ સેલ્ટર્સ અને રેસ્ક્યૂ પર ભારતની એનીમલ ડોક્યુમેન્ટરી તેના અમેરિકાના સમર્થકોે બતાવતી હતી.
ભારતમાં પ્રાણીઓના વેલફેર માટે ચાલતી સંસ્થાઓના લાભાર્થે તેણે અમેરિકામાં હેલ્પ એનિમલ્સ ઇન્ડિયા નામની નોન પ્રેાફીટ સંસ્થા શરૂ કરી હતી. ત્યારથી હું જોતી આવી છું કે તેણે ભારતમાં પ્રાણીઓના વેલફેર માટે કામ કરતા નાના જૂથોને પણ પૈસાની સહાય કરી છે. જો આવા નાના જૂથોને સહાય ના મળે તો તે ટકી શકે એમ પણ નહોતા.તાજેતરમાં તેણે તેનું ધ્યાન વારાણસી પર કેન્દ્રીત કર્યું છે. વારણસીમાં તેણે વારાણસી ફોર એનિમલ્સ નામનું ગૃપ ઉભું કર્યું છે જેનું કામ એનિમલ વેલફેર, સ્ટરીલાઈઝેશન અને રેસ્ક્યૂનું છે. વારાણસીમાં દેશભરમાંથી હજારો લોકો આવે છે. તેમણે ત્યાંના પ્રાણીઓની દયનીય હાલત જોઇને એઇલીનાને સેન્ટર ઉભું કરવા વિનંતી કરી હતી. જ્યારે તેમણે વારાણસીમાં કામ શરૂ કર્યું ત્યારે ત્યાંના સ્થાનિક વહિવટી તંત્રએ ડોગ સ્ટરીલાઇઝેશન (ખસીકરણ)માટે આર્થિક સહાય આપવાની ના પાડી જેથી એઇલીને પોતાના ખર્ચે સ્ટરીલાઈઝેશન શરૂ કર્યું હતું. તેણે નેપાળમાં પણ આ રીતે મદદ કરી હતી. હવે તે શ્રીલંકા પણ એનિમલ વેલફેર માટે જવાની છે.
જ્યારે એઇલીનાએ પ્રથમ વાર મદદ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે ડોલરનો ભાવ ૪૦ રૂપિયા હતો , હવે તે લગભગ ડબલની નજીક આવી ગયો છે. માટે ડોનેશન મેળવવું મુશ્કેલ બનતું જાય છે. હું એને પહેલી વાર ૨૦૦૭માં ચેન્નાઇ ખાતે એશિયા ફોર એનિમલ કોન્ફરન્સમાં મળી હતી. તે મારા ઘેર પણ આવી હતી અને સંજય ગાંધી એનિમલ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી. ત્યારથી અમે બંને સાથે કામ કરીએ છીએ. પરંતુ મારા માટે પૃથ્વી પરના ભગવાન કહી શકાય અને અણીના સમયે મદદ કરી શકે એવા ઓસ્ટ્રેલિયાના ફિલીપ વુલન અને એઇલીનાને હંમેશા યાદ રાખું છું કેમકે મેં મદદ માટે કહ્યું નથી અને તેમણે પૈસા મોકલ્યા નથી. પૈસા બચાવવા એઇલીન ઘેરથી કામ કરે છે. તેણએ એક્યુપંચરીક્ટ જોન્સન સાથે લગ્ન કર્યા છે. ૩૮ વર્ષથી તે સેવા કરે છે. તેમને સંતાન નથી. તે સવારે ફંડ ભેગું કરવા મથામણ કરે છે અને રાત્રે બિલાડીઓે બચાવે છે. સિયેટલમાં ફર્લ કેટ પ્રોજેક્ટ હેઠળ તેણે એક લાખ બિલાડીઓ બચાવી છે.
ભારતના બંધારણમાં એમ કહેવાયું છે કે દરેક નાગરિકની એ ફરજ છે કે તે તમામ કુદરતી સોર્સ તેમજ પૃથ્વી પરના અન્ય જીવોની રક્ષા કરે પણ તે માટે સરકાર કોઇ આર્થિક સહાય નથી કરતી. અમને પણ કોઇ આર્થિક સહાય નથી મળતી. અમે માત્ર ડોનેશનની રકમ પર જ કામ કરીએ છીએ. આવા સમયે એેઇલીના જેવા દાનવીરો વધુ મહત્વના બની જાય છે. તેમના દાનના કારણે ઘણા નિર્દોષ જીવોની સેવા થઇ રહી છે.