Get The App

ડોગની સાથે કરાતા હૂૂંફાળું વર્તન જેવું ગાય સાથે કરો..

- સિક્રેટ લાઇફ ઓફ કાઉ..આ પુસ્તક દરેક શાળામાં વંચાવવું જોઇએ...

Updated: May 17th, 2020

GS TEAM

Google News
Google News

સંવેદના - મેનકા ગાંધી

ડોગની સાથે કરાતા હૂૂંફાળું વર્તન જેવું ગાય સાથે કરો.. 1 - image

- વિશ્વમાં આપણો જ દેશ એક  એવો દેશ છે કે જે ગાયને પૂંજે છે, તેનું ધાર્મિક મહત્વ સમજે છે અને તેમના માટે ગૌશાળા ઉભી કરે છે

- કમનસીબી તો એ છે કે જેલોકો ગાયની સંભાળ નથી રાખતા એ લોકો ઘેર જઇને પૂજાના ગોખમાં રાખેલી ગાયની મૂર્તિને પૂંજતા હોય છે

રોઝમંડ યંગે સિક્રેટ લાઇફ ઓફ કાઉઝ (ગાયનું જીવન) નામનું પુસ્તક લખ્યું છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે આ પુસ્તક પ્રાણી પર હોવા છતાં સન્ડે ટાઇમ્સની ટોપ ટેન બેસ્ટ સેલર્સ બુકની યાદીમાં તેનો સમાવેશ કરાયો છે. ઇંગલેન્ડમાં લેખકના એક સંબંધીના ફાર્મમાં ગાયોને રાખીને તેમના સ્વભાવનું રોજીંદા સ્તરે અવલોકન કરાયું હતું. ગાયો સાથે લાગણી અને દયાળુ ભાવ દર્શાવતો હતો. તેમને શક્ય હોય ત્યાં સુધી કુદરતી વાતાવરણ પુરું પાડવામાં આવતું હતું. તેમનામાં પ્રેમ,નિર્દોષતા, ખુશી અને રમતીયાળ સ્વભાવ પણ જોવા મળતો હતો. લેખક દરેક ગાયોને તેના નામથી બોલાવતા હતા.

દરેક ગાય સાથે તેમના કેવા સંબંધો હતા તે તેમના પુસ્તકમાં સમાવ્યું છે. તેમણે લખ્યું છે કે જેમ લોકો વિવિધ પ્રકારના સ્વભાવ વાળા  હોય છે એમ ગાયો પણ વિવિધ પ્રકારના સ્વભાવ વાળી હોય છે. કેટલીક ગાયો ઉચ્ચ પ્રકારની બુધ્ધિ શક્તિ ધરાવે છે તો કેટલીકને સમજતા વાર લાગે છે.  કેટલીક ગાયો વિચારશીલ,થોડી અભિમાની, કેટલીક નવું વિચારવા વાળી પણ હોય છે. 

આમતો, ગાયનો મોટાભાગનો સમય ખાવામાં જાય છે છતાં તે બેબી સિટીંગની પ્રવૃત્તિ, લૂપા છુપીની ગેમ કે રસ ઝરતાં ફળો શોધવામાં પણ સમય વિતાવે છે. તે પોતાના કુટુંબ સાથે રહેવામાં આનંદ અને હૂંફાળી સ્થિતિનો અનુભવ કરે છે. જ્યારે મા ધાવણ આપવામાંથી બ્રેક લે ત્યારે વાછરડાની દાદી ફીડીંગ કરવા આગળ આવે છે. વાછરડા મિત્રો જેવા બની જાય છે . તે ધાવતી વખતે એક એક આંચળ વહેંચી લેતા હોય છે. કહે છે કે ગાય જ્યારે એકદમ ખુશ હોય કે ઉશ્કેરાટમાં હોય ત્યારે ચાર ફૂટ ઉંચુ કૂદી શકે છે.

રોઝમંડે એ પણ નોંધ્યું છે કે જ્યારે ગાય કોઇ સમસ્યાથી પીડાતી હોય ત્યારે તે ઘરમાં તેની પાસે કે તેના ભાઇ પાસે જતી અને પોતાને વાછરડું આવી રહ્યું છે એમ કહે છે. ગાયને સારું નથી  તેને ખ્યાલ આવી જતો હતો . જ્યારે તેમને કશું જોઇતું હોય ત્યારે કોઇક પદાર્થ સામે તે જોયા કરતી હોય છે. ગાયો પોતાના નામ જાણતી હોય છે, એટલે જ્યારે દૂરથી તેમને નામથી બોલાવવામાં આવે છે ત્યારે તે આવે છે.

ગાયો વિવિધ પ્રકારના અવાજ કાઢે છે. જ્યારે તે જોરથી ભાંભરે છે ત્યારે સમજવું કે મા તેના વાછરડાને શોધી રહી છે. ડર,ગુસ્સો,ભૂખ. હતાશામાં તે વિવિધ અવાજો કાઢે છે. તે ખૂબ ધીરેથી ભાંભરે ત્યારે તે તમને કોઇ પ્રશ્ન પૂછી રહી હોય એમ સમજવું જોઇએ. ગાયોમાં માણસને ઓળખવાની ક્ષમતા હોય છે. કોણ તેના તરફ પ્રેમાળ છે અને કોણ તેને ફટકારવા માટે આવ્યું છે તે જાણી શકે છે. તે માણસને યાદ પણ રાખી શકે છે. એકવાર તે તમારાથી  નારાજ થઇ જાય પછી તેની સાથે મિત્રતા કેળવવી બહુ અઘરી બની જાય છે. તેમ છતાં છેલ્લે તેમના માફ કરવાના સ્વભાવનો ખ્યાલ આવે છે.

તે જીવનભરના મિત્રો બનાવે છે. તે સ્વભાવે જીદ્દી,માયાળુ અને ઉગ્ર સ્વભાવની જોવા મળે છે. તેમ છતાં તેને ડાહી કહી શકાય એવી હોય છે. તમે જે રીતે ડોગની સાથે હૂૂંફાળું વર્તન કરો છો એવું ગાય સાથે કરો તો તે પણ સારી મિત્ર બની શકે છે. ગાયો એક બીજા પ્રત્યે પ્રેમાળ વર્તન કરતી રાખતી હોય છે. તેમને મિત્રો હોય છે અને દુશ્મનો પણ હોય છે. જો તમે તેની સાથે વાત કરો તો તે સાંભળતી હોય એમ લાગે છે. તેમને મ્યુઝીક ગમે છે. તે સમસ્યાનું સમાધાન શોધી શકે છે માટે તે બુધ્ધિશાળી છે. 

સંજય ગાંધી એેનિમલ કેર સેન્ટર ખાતે મેં રાખેલી ગાયોેને તેમના વાડાનો દરવાજો ખોલતાં અને બંધ કરતાં શીખવી દીધું છે. તેમને ખોરાક પસંદ કરતાં પણ આવડે છે. ગૌ શાળાઓ અને ગૌ પાલકો ગાયોને એકનો એક ખોરાક આપતા હોય છે. દિલ્હીના સિમાડા પર આવેલી કેટલીક ગૌ શાળાઓ ખુબ સરસ છે તેમાં ગાયોને મુકત વાતાવરણ મળે છે. રાધીબાઇ નામની અમારે ત્યાનીં એક ગાય તો બધા પર હળવા હુુમલા કરી ચૂકી છે, તે માને છે કે અમે તેમની સાથીદાર ને લેવા આવ્યા છીએ.

ગાયો સારી માતા હોય છે.તે તેમના બાળકોનું આખું શરીર ચાટીને સાફ રાખે છે. અમારે ત્યાં એક ગાય એવી આવી હતી કે તેના બચ્ચાંને જન્મ આપતી વખતે કરેલા પ્રેશરના કારણે તેનું ગર્ભાશય બહાર નિકળી ગયું હતું. એ દશામાં તે રોડ પર બે દિવસ પડી રહી હતી. જ્યારે તેને અમારે ત્યાં લાવ્યા ત્યારે પણ તેની નજર તેના બચ્ચાં પરજ હતી. બચ્ચાને બોટલથી દૂધ અપાતું હતું. જ્યારે મા થોડી સાજી થઇ કે તરતજ પોતાના વાછરડાને પોતાનું દૂધ પીવડાવવા પહોંચી ગઇ હતી.

જેમ માણસને માન જોઇતું હોય છે એવુંજ ગાય કે બળદના કેસમાં પણ હોય છે. તેમને સ્ટ્રેસમાંથી મુક્તિ જોઇતી હોય છે, પુરતી સવલતવાળું રહેવાનું જોઇએ છે, તેમને ચોખ્ખું ખાવાનું અને પીવાનું પાણી જોઇતું હોય છે, અહીં તહીં ફરવાની છૂટ જોઇતી હોય છે. માણસ નક્કી કરે તે ટાઇમ ટેબલ પ્રમાણે નહીં પણ પોતાની મનગમતી રીતે તેને ફરવાનું ગમે છે. તે પોતાના વાછરડાની સખ્ત સંભાળ રાખે છે. જે બચ્ચાંની મા બહુ સંભાળ નથી રાખતી તે બચ્ચાં પોષણ વિનાના અને એકલવાયા હોય છે.

જો કોઇ ભયના સંકેત મળે તો એક પણ ગાય ઉંઘતી નથી.જ્યારે ભય બહુ નજરે ના પડે ત્યારે તે તેના વાછરડાને ઉંધવાનું કહે  છે અને સિનીયર ગાયો ચોકી કરવા જાગતી હોય છે.

વિશ્વમાં આપણોજ દેશ એક  એવો દેશ છે કે જે ગાયને પૂંજે છે, તેનું ધાર્મિક મહત્વ સમજે છે અને તેમના માટે ગૌશાળા ઉભી કરે છે. પરંતુ આપણે હજુ ગાયને એક વિચારશીલ પ્રાણી તરીકે ઓળખી શક્યા નથી. આપણે ત્યાંની ગૌશાળા તેના માટે જેલ સમાન બનવા લાગી છે અને તે મત્યુ ના પામે ત્યાં સુધી તેને ત્યાં રાખવામાં આવે છે.નથી તેમનું કોઇ નામ હોતું કે નથી કોઇ ઓળખ હોતી. ગૌ શાળા પર લખાયેલા મેન્યુઅલ માં મે પણ સાથ આપ્યો હતો. તેમાં ગાયને શું ગમે છે, તે શેનાથી ડરે છે, તેના મૂડને ઓળખવા માટે શું કરવું વગેરેનો ઉલ્લેખ કરાયો છે.

  જે લોકો પોતાના ઘેર કેટલીક ગાયો રાખે છેે તે પણ ગાયના મૂડને સારી રીતે ઓળખી શકે છે. પરંતુ કેટલાક નથી તો તેમની કાળજી લેતાં કે નથી તો તેમને સમજવાની કોશિષ કરતા. તે લોકો ગાયના વાછરડાને દૂધ નથી પીવા દેતાં પણ તેને દોહી લે છે. વાછરડાને જન્મની સાથેજ મા થી દુર કરી દેવાય છે. મોટા ભાગે ગાયને બાંધી રાખવામાં આવે છે.

  ગાયને શું જોઇએ છે તે વિશે આ લેાકો ક્યારેય વિચારતા નથી. તે એક દૂધ આવતું પ્રાણી છે અને પ્રાણીઓને કોઇ લાગણી નથી હોતી એમ તે માનતા હોય છે. કમનસીબીતો એ છે કે જેલોકો ગાયની સંભાળ નથી રાખતા એ લોકો ઘેર જઇને પૂજાના ગોખમાં રાખેલી ગાયની મૂર્તિને પૂંજતા હોય છે.

  સિક્રેટ લાઇફ ઓફ કાઉ..આ પુસ્તક દરેક શાળામાં વંચાવવું જોઇએ. ખાસ કરીને એવા લોકો એ વાંચવું જોઇએ કે જે લોકો ને ગૌશાળા ચલાવવા બાબતે બહુ શોખ હોય કે બહુ કરુણા હોય .

પ્રાણીઓ બચવા જોઇએ. લોકોએ એ પણ જાણવું જોઇએ કે પ્રાણીઓ પણ આપણામાંના  એક છે, તેમની જાતિ જુદી છે. એટલેજ જે લોકો પ્રાણીનું માસ ખાય છે તે પોતાની જાતને જ ખાય છે તે સમજી લેવું જોઇએ.

Tags :