For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડાયનોસોર પ્રકારની કિડી રીપ્રોડયુસ પ્રકારની સિસ્ટમ ઉભી કરી શકે છે

- કેટલાક કિસ્સામાં ટચુકડી કિડી સ્માર્ટ જણાય છે

Updated: Mar 22nd, 2021

Article Content ImageArticle Content Image

- સંવેદના : મેનકા ગાંધી

- પૃથ્વી પર રહેતા તમામ જીવોમાં માણસ સૌથી વધુ ગંદકી કરતો આવ્યો છે. માણસ તેની અગાર (સ્ટૂલ) ની ગંદકી અને દુર્ગંધ ઠેરઠેર ફેેલાવે છે

- ડ્રેક્યુલા પ્રકારની કિડી એ પૃથ્વી પરનું સૌથી વધુ ઝડપે ફરી શકતું પ્રાણી છે. માઇસ્ટ્રીયમ કેમીલી પ્રકારની કિડી એેક કલાકમાં ૩૨૦ કિ.મીટર ફરી શકે છે

કોઇ એમ સરખામણી કરવાનું કહે કે આપણી અને કિડી વચ્ચે શું ફર્ક છે? તો કેવું લાગે પરંતુ હકીકત એ છે કે ગુલામો ઉભા કરવામાં, મેડિસિન શોેધવામાં, પાક ઉગાડવામાં વગેરે બાબતે કિડી અને માનવજાત વચ્ચે ઘણું સામ્ય જોવા મળેે છે. કદાચ કેટલાક મુદ્દે માણસ કરતાં કિડી વધુ ચબરાક સાબિત થઇ રહી છે. અહીં તેની મુદ્દા વાર સમજ આપી છે..

..માનવ જાત જ્યાં ગીચ વસ્તીમાં રહે છે કે સસ્તન પ્રાણીઓ કે જીવાણુઓ જ્યાં ગીચમાં રહે છે ત્યાં સફાઇની સમસ્યા મોટા પાયે ઉભી થાય છે.પૃથ્વી પર રહેતા તમામ જીવોમાં માણસ સૌથી વધુ ગંદકી કરતો આવ્યો છે. માણસ તેની અગાર (સ્ટૂલ) ની ગંદકી અને દુર્ગંધ ઠેરઠેર ફેેલાવે છે. પોતાના સ્ટૂલની પર્યાવરણ પર શું અસર પડશે તે બાબતે તે ક્યારેય વિચારતો નથી. જર્મનીની યુનિવર્સિટી ઓફ રેજન્સબર્ગના જણાવ્યા પ્રમાણે લેસીયસ નીજર પ્રકારની કિડી તેના દરના ખૂણામાં કોમન ટોઇલેટ રાખે છે. સામાન્ય રીતે કિડીઓ પોતાનું દર એકદમ સ્વચ્છ રાખે છે. દરમાં રહેલું બાકીનું ફૂડ, ડેડબોડી જેવો અન્ય કચરો વગેરે ખૂણામાં ધકેલી દે છે. આ કચરાનો તે ખાતર તરીકે પણ ઉપયોગ કરે છે.

....લેસીયસ પ્રકારની કિડી દરમાં જંતુનાશક દવાઓ પણ છાંટે છે. તેમને કિડીઓને ખાઇ જતી ફંગસ નજરે પડે તો તેને મારી નાખે છે અને બધું સમતલ કરી નાખે છે. કઇ ફંગસ ચેપી છે અને કઇ ચેપી નથી તેને ઓળખીને  તેનો સફાયો કરાય છે. તમે માનો કે ના માનો પણ ઓસ્ટ્રીયા અને પુપા પ્રકારની કિડી ચેપી ફંગસને ઓળખીને પોતાના દરને બચાવે છે. કિડીઓની કેટલીક જાતમાં એન્ટીબોડીસ પ્રકારના પ્રોટીન હોય છે . પોતાનામાં રહેલા એન્ટી માઇક્રોબીયલ કમ્પાઉન્ડ તે  પોતાના શરીર પરજ  છાંટે છે અને આમ રોગને રોકે છે.  ...જ્યાં ગીચ વસ્તી છે ત્યાં રોગચાળાનું પ્રમાણ વધુ રહે છે. માનવની ગીચ વસ્તી હોય કે જીવાણુઓની ગીચ વસ્તી હોય બંનેને આ વાત લાગુ પડે છે. જ્યારે માનવજાતમાં કોઇ વાઇરસ પ્રવેશે છે ત્યારે તેનું શરીર રોગપ્રતિકાર કરતા પ્રોટીન અને એન્ટીબોડીસને સક્રીય કરે છે જે શરીરનું રક્ષણ કરે છે. કિડીની કેટલીક જાત એન્ટીમાઇક્રોબીયલ કેમિકલ કમ્પાઉન્ડનો ઉપયોગ કરીને રોગને શરીરમાં આવતો અટકાવે છે. નોર્થ કેરોલીના સ્ટેટ યુનિવર્સિટીએ પ્રસિધ્ધ કરેલા એક અહેવાલ અનુસાર આવા એન્ટીમાઇક્રોબીયલ કમ્પાઉન્ડ દરેક કિડી બહાર કાઢે છે અને તેમના મેટીંગ માટેના સાથીને તેમજ દરની અન્ય કિડીઓને પણ બચાવે છે. લિફ કટર એટલેકે પાંદડા ખાઉ કિડી પોતાના શરીર પર જ એન્ટી માઇક્રોબીયલ બેક્ટેરિયા ઉગાડે છે. જેને તે દરની અંદરની કિડીઓને પણ આપે છે. ...કિડીઓ પાસે વિવિધ પ્રકારના શસ્ત્રો હોય છે. કેટલીક વાર કિડીઓ શસ્ત્રોનો ઉપયોગ અન્ય કિડીઓના દરમાં ઘૂસવા માટે પણ કરે છે. જ્યારે દુશ્મન તેની સામે આવે છે ત્યારે તેના કકડા કરવા માટે પણ વાપરે છે. કેટલીક કિડીઓ થોેડી તોફાની અને અધમ પ્રકારની હોય છે.  કેટલીક કિડીઓના માથા પર કે પેટના ભાગે ટોક્સીક કેમીકલ (ઝેરી)ની ગાંઠ હોય છે. જેના કારણે તે દુશ્મનને કન્ફયૂઝ કરી શકે છે. તેનો ઉપયોગ તે શારિરીક લડાઇથી માંડીને માનવ જાતની જેમ  કેમિકલ શસ્ત્ર સુધી કરી શકે છે. કિડીઓની વેાર મોટા પાયે થાય છે. તે  માનવ જાતની જેમ જોરદાર પણ હોય છે અને વ્યૂહાત્મક પણ હોય છે.  કિડીઓની ૧૩૦ જાત એવી હોય છે કે જે રોમન આર્મી જેવી લાગે છે. તે ટોળામાં આવે છે , મોરચો સંભાળે છે તે દુશ્મનને આશ્ચર્ય ઉભું થાય તે રીતે વોર કરે છે. જેમ લશ્કર આગળ વધે છેે એમ તે વિસ્તારનું બધું ફૂડ ઝાપટી જાય છે.  

માણસના લશ્કરમાં હોય છે એમ યુવાન અને બીનઅનુભવીઓને ભૂમિ રક્ષક દળ તરીકે રખાય છે કે નાની કદની, બિમાર અને ઉંમર લાયક કિડીને આગલી હરોળમાં પણ રખાય છે. ખરા લડવૈયા પાછળ હોય છે. દુશ્મન જ્યારે આગલી હરોળને મારવામાં વ્યસ્ત હોય છે ત્યારે પાછળ રહેલી મજબૂત જડબાવાળી કિડી આગળ આવે છે અને દુશ્મનોને મારી નાખેે છે.  કિડીઓ પોતાના દરના લોકો માટે મરવા પણ તૈયાર હોય છે. તે વ્યવહારૂ પણ હોય છે. મોફેટ કહે છેે કે કિડી પોતાના કામમાં વ્યસ્ત રહે છે તે નિયમ બહાર બીજી કિડીને બચાવવા નથી જતી.

અન્ય કિડીઓને ગુલામ બનાવતી કિડીઓ અન્ય કિડીઓના દર પર હુમલો કરે છે અને તેમાંથી ઇંડા તેમજ લાર્વા ખેંચી લાવે છે અને પછી તેને સેવીને બચ્ચાંને  મોટા કરે છે અને તેમને ગુલામ બનાવે છે. આવી રીતે ઉભા કરેલા ગુલામોેને ખબર નથી હોતી કે તેમનું દર બીજું છે. કેટલીક કિડીઓ ગુલામ તરીકે પુખ્ત વયની કિડીઓને પણ પકડી લાવે છે. 

ગુલામ તરીકે દરમાં ઉછરેલી કિડીઓ પોતાનું દર હોય એ રીતેજ સતત કામ કર્યા કરે છે. 

કેટલાક કેસોમાં ગુલામ તરીકે કામ કરતી કિડીઓ તેમને ગુલામ બનાવનાર કિડીઓ સામે બાંયો ચઢાવે છે અને મુક્તિ મેળવે છે.

... અન્ય કિડીઓની જેમ ડાયનોસોર પ્રકારની કિડી રિપ્રોડયુસ પ્રકારની સિસ્ટમ ઉભી કરી શકે છે. તે પોતાનામાંથી બીજી કિડી ઉભી કરી શકે છે.જો કોઇ રાણી કિડી  અભિમાનમાં આવીને રિપ્રોડક્શન માટે આનાકાની કરે તો કિડીઓ પોતેજ રિપ્રોડક્શન શરૂ કરી દે છે. 

.....ડ્રેક્યુલા પ્રકારની કિડી એ પૃથ્વી પરનું સૌથી વધુ ઝડપે ફરી શકતું પ્રાણી છે. માઇસ્ટ્રીયમ કેમીલી પ્રકારની કિડી એેક કલાકમાં ૩૨૦ કિ.મીટર ફરી શકે છે.    ....ઇકોફીલા સ્મારગ્દીન પ્રકારની કિડી પાંદડાઓના ઉપયોગથી ઘર બનાવે છે. લાર્વા જે ચીકાશ વાળો પદાર્થ બહાર કાઢે છેે તે પાંદડાને ચોંટાડી દે છેે. 

 ...લીફ કટર્સ કિડીઓ ફૂલ ટાઇમની ખેડૂત જેવી હોય છે. તે તાજા પાંદડા કાપે છે અને તેને દરમાં ખેંચી લાવે છે અને તેમાંના બેક્ટેેરીયા ફંગસમાં રૂપાંતર થઇને અનેક કિડીઓ માટે ખોેરાક બનાવી દે છે.

Gujarat