Get The App

ખેતર - ગાર્ડનને નુકશાન કરતા પ્રાણી

શાક-ભાજીના ગાર્ડનને વાનર, ખિસકોલી, ઉંદરોથી બચાવી શકાય છે

Updated: Sep 2nd, 2018

GS TEAM

Google News
Google News

ખેતરમાં ઘૂસતા જંગલી પ્રાણીઓ પાક બગાડે છે, તે ઘૂસે એટલે સેન્સરનો સંકેત મળે છે એટલે સાથે જોડાયેલા ગેજેટ્સ મોટા અવાજ કરે છે અને ફલેશ લાઇટ થાય છે

તમિળનાડુના કિસાનો માછીમારની સેકન્ડહેન્ડ નેટ ખરીદીને તેને ખેતર ફરતે બાંધે છે તો કોઇ કલરીંગ સસ્તી સાડીઓ બાંધીને પ્રાણીઓને ખેતરથી દૂર રાખે છે....

ખેતર - ગાર્ડનને નુકશાન કરતા પ્રાણી 1 - imageમારી પાસે શાકભાજી ઉગાડવાનો ખાસ ગાર્ડન છે. જેમાં વાનરો મારા રીંગણા ખાઈ જાય છે. પોપટ જેવા પક્ષીઓ મરચાં ખાઇ જાય છે. અળસીયાં ફલાવર ખાઇ જાય છે, પાંદડા કાપતા જીવાણુંઓ ટામેટા ખાઈ જાય છે, ખિસકોલીઓ પણ બીયાં ખાવા આવે છે. મીન્ટ ( ફૂદીનો ), કોથમીર ઉગાડું છું તેમજ ગાર્ડનમાં વિવિધ પ્રકારના સાગ છે.

જો કે છેલ્લા એક વર્ષથી અમે શાકભાજીની પસંદગી વિચારીને કરીએ છીએ. જેમ કે વાનરો રાઉન્ડ (રવૈયા) પ્રકારના રીંગણા ખાતા હતા એટલે અમે લાંબા રીંગણા ઉગાડીએ છીએ. (આમ પણ, અમારે ત્યાં વાનરોને ખાવા રોજ સવારે બે રોટલી અને એક કેળુ અપાય છે જે ખાઇને તે જતા રહે છે.)

તમારા બગીચાને કે ખેતરમાં ઘૂસતા પ્રાણીઓને પકડવા પાંજરા રાખવા કે એરગનનો ઉપયોગ કર્યા સિવાય પણ દૂર રાખી શકાય છે. તે માટેની અહીં કેટલીક ટીપ્સ આપી છે. અગાઉ પણ મેં આ અંગે જણાવ્યું હતું. અહીં કેટલીક વધુ વિગતો છે.

પૂણે નજીક આવેલ સસવાદ ખાતે એવા મશીનના પ્રયોગ ચાલે છે કે જે ખેતરમાં જંગલી પ્રાણીઓ ઘૂસે કે તરત તેના સેન્સર સંકેત આપે છે. જેવો સંકેત મળે છે કે તરત જ મશીન સાથે જોડાયેલા ગેજેટ્સ તીવ્ર લાઇટ ફેંકે છે અને મોટા અવાજો કરે છે જેથી પ્રાણી ખેતરમાં પ્રવેશતું નથી.

તમિળનાડુના ખેડૂતો માછલી પકડવાની સેકન્ડહેન્ડ જાળીનો ઉપયોગ ખેતરની આસપાસ બાંધવા માટે કરે છે. આવી સેકન્ડહેન્ડ જાળી બહુ મોંઘી નથી હોતી. તેના કારણે સુવર અને નીલ ગાયને અટકાવી શકાય છે. આવી જાળીમાં પાતળા વાયરો પણ હોય છે. આવી સેકન્ડહેન્ડ નેટ અંદાજે ૮૦ રૂપિયે કિલોના ભાવે મળતી હોય છે. વાનરો પણ આ નેટથી દુર રહે છે કેમ કે તેમને ફસાઇ જવાનો ડર રહે છે. સડેલા ઇંડાને પાણી સાથે ભેળવીને ખેતરની આસપાસ છાંટી શકાય છે. કેટલાક કિસાનો સળગેલા લાકડાં ફીનાઇલમાં બોળીને ખેતરની બોર્ડર પર ગોઠવે છે.

જંગલી સુવરોને ખેતરમાં ઘૂસતા અટકાવવા હિમાચલ પ્રદેશના કિસાનો પાસે અસરકારક ઇલાજ છે. તે છાણા સાથે અડધો કિલો મરચું ભેગું કરીને તે સળગાવે છે. ઓડીસા, કર્ણાટક અને છત્તીસગઢમાં ઉપરોકત પ્રયોગ હાથીઓને ખેતરમાં ઘૂસતા અટકાવવા માટે વપરાય છે. ખેતરમાં ઘૂસતા પ્રાણીઓને અટકાવવાનો સૌથી સહેલો ઉપાય ખેતર કે ગાર્ડનની ફરતે મરચાંના છોડ ઉગાડવાનો છે.

જો કે તમામ વિજ્ઞાાનીઓ એ બાબતે સંમત છે કે જ્યારે દુકાળ જેવી સ્થિતિ હોય ત્યારે જ હરણ, નીલગાય વગેરે ખેતરોમાં ઘૂસે છે.ગાર્ડન માટેની કેટલીક ટીપ્સ પણ વાંચો. શાકભાજી થોડા ઉંચે રોપો એટલે ખિસકોલી, અળસીયા, ઉંદર જેવા પ્રાણીઓ ઉંચે ચઢવાના બહુ પ્રયાસ ના કરે. કેમ કે કોઇ તેમને જોઇ ના જાય એમ તે ઇચ્છે છે.

નીચે જમીન પરના વેલામાં તે છૂપાઈને ખાઇ શકે છે. વારાણસીમાં કેટલાક કિસાનો ખેતરની ફરતે ઓડીયો ટેપ વીંટાળે છે તો કોઇ ફલોરેસેન્ટ કે રીફલેકટીવ રીબન બાંધે છે. જો કોફી ખેતરની બોર્ડર પર છંટાય તો તે જમીનને નાઇટ્રોજન પુરો પાડે છે જેથી સાપ કે અળસીયાં આવતા નથી. તમે ગાર્ડનમાં ગાજર, બટાકા વાવો ત્યારે નાઇડ્રોજનના પાયાવાળી જમીન ઉપયોગી બને છે.

મીન્ટ, લીંબુનો બામ પણ સર્પગૃહના પ્રકારના તમામ જીવાને  દુર રાખે છે. ગાર્ડનમાં અંદર વિવિધ જગ્યાએ માણસના વાળની ગૂંચો રાખવાથી પણ લાભ થાય છે. કાકડી કે તડબુચ વાવતી વખતે કૂતરા કે બિલાડીના વાળ આસપાસ રાખવાથી નાના જીવાણુઓ પાક બગાડતા નથી.

એપંહીડસ ( ) એવું જીવાણું છે કે જે પ્લાન્ટના પાંદડા ચાવી ખાય છે જેથી પાંદડા પીળા પડીને ખરી જાય છે. આવા ખવાઈ ગયેલા પાંદડાવાળા પ્લાન્ટ પર લીમડાનું ઓઇલ છાંટવું જોઈએ. આવા પ્લાન્ટ નીચે એલ્યુમીનીયમની ફોઇલ રાખવામાં આવે તો પાંદડાના પાછળના ભાગનું પ્રતિબિંબ એપહીડસની નજરે પડે છે. એટલે તે ડરના માર્યા ભાગી જાય છે.

પ્લાન્ટ પરની ફંગસ (ફૂગ) દુર કરવા માટે પણ લીમડાનું ઓઇલ અસરકારક નીવડે છે. ફંગસ દૂર કરવા પાણીમાં બેકીંગ સોડા મીક્સ કરીને છાંટી શકાય તેમજ મીલડયૂ ( ) નો પાવડર પણ છાંટી શકાય. વળેલા પાંદડાને અટકાવવા છાશ કે માઇલ્ડ બનાવેલું દહીં પણ છાંટી શકાય છે.

એપહીડસથી અસરગ્રસ્ત બે પ્લાન્ટની વચ્ચે ડુંગળી કે લસણ ઉગાડવાથી પણ અસર થાય છે. લેડી બર્ડ ખેતરમાં આવે તો પણ તે એવહીડસ ખાઇ જાય છે. કોરીએન્ડર (કોથમીર ) અને મેરીગોલ્ડ રોપવામાં આવે તો તે લેડી બર્ડસને આકર્ષે છે જે એપહીડસનો સફાયો કરે છે. આમ પણ ઉપરોકત પ્લાન્ટ ઉપરાંત ચીવ્સ ( ) અને લવંડર પણ ઉગાડાય તો પણ ગાર્ડનમાં ઘૂસતા પ્રાણીઓને અટકાવી શકાય.

ગાર્ડનમાં ઉંદરોને ઘૂસતા અટકાવવા બહુ મુશ્કેલ હોય છે. જયારે હું શાકભાજીમાં મોટા કાણા જોવું છું ત્યારે મને ખુબ આઘાત લાગે છે. જોકે લવંડર, મેરીગોલ્ડ અને મીન્ટના પ્લાન્ટ ઉંદરોને દૂર રાખી શકે છે. હકીકત તો એ છે કે જો તમે પીપરમીન્ટ ઓઇલ છાંટો કે તેમાં રૂના પૂમડાં ડૂબાડીને ગાર્ડનમાં છાંટશો તો ઉંદરોને દુર રાખી શકશો.

જમીન પર પડેલા બીયા ખાવા ખિસકોલીઓ દોડી આવે છે. તેમને કાકડી વગેરે ખુબ પસંદ હોય છે. ખિસકોલીઓને ગાર્ડનથી દુર રાખવા અડધો કપ ફૂલો, બે ટેબલ સ્પૂન લાલ મરચું અને બે ટેબલ સ્પુન રઇનો પાવડર ભેગા કરીને ગાર્ડનમાં ફરતે છાંટવામાં આવે તો ખિસકોલી પ્રવેશતી નથી. જો તમે તેનો સ્પ્રે બનાવવા માગતા હોય તો તેમાં ચાર કપ પાણી અને વિનેગર નાખીને છાંટો.

જો તમે શાકભાજી પર પીપરનો સ્પ્રે છાંટો તો વાનર તે ખાતા નથી. સ્ચનબર વાપરવાથી તેમજ તેમાં વુડબાર્ક નાખીને બે છોડ વચ્ચે છાંટવાથી તે જમીનનો ઉષ્ણતામાનનું નિયમન તો કરશે જ પણ તે જમીન પરથી કોઇ પ્રાણી પણ પસાર નહીં થાય ! શાકભાજીના છોડવાની આસપાસ કેટલીક વાંસની લાકડીઓ ગોઠવી દેવાય તો પણ વાનરો નહીં આવે !! જેમ માણસને લાકડીની બીક લાગે છે એમ વાનરોને પણ લાકડીની બીક લાગે છે.

સૂકાઈ ગયેલી માછલીના ભૂકાના નાના પેકેટ બનાવીને ગાર્ડન કે ખેતરની ફરતે મુકવામાં આવે તો પણ વાનરો ઘૂસતા નથી. વાનરો આવા પેકેટ ખોલી હાથમાં લે છે પછી હાથમાંની દુર્ગંધ દુર કરવા બંને હાથ લોહીના આવે ત્યાં સુધી ઘસે છે. તેમને દુર્ગંધ નથી ગમતી. આમ તે કયારેય ફરી ગાર્ડનમાં નથી આવતા.

અડીલાબાદના કિસાનો કલર અને અવાજના ઉપયોગથી પ્રાણીઓને ખેતરથી દુર રાખે છે. આ કિસાનો સસ્તી રંગીન સાડીઓ ખેતરની ફરતે વીંટાળી દે છે. તેમજ ખેતર ફરતે ખાલી-બોટલો અને ટીન બાંધીને અકુદરતી અવાજો ઉભા કરી પ્રાણીઓને ભગાડે છે.

સંવેદના - મેનકા ગાંધી

Tags :