- સંવેદના : મેનકા ગાંધી
- આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં માઇગ્રેનની સમસ્યામાં રાહત મેળવવા ઘાસ પર ફરતા તીતીઘોડાનો ઉપયોગ થાય છે. તીતીઘોડાનું ટોક્સિન દર્દીની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની નળીઓને પહોળી કરે છે
રોજ આવા લાખો જંતુઓને મારીને પેસ્ટ બનાવાય છે. આવા જંતુઓ પર્યાવરણ માટે ખૂબ મહત્વના હોય છે. પરંતુ તેમનો ખાત્મો બોલાવાય છે જેના કારણે પર્યાવરણ પર સીધી અસર થાય છે..
કુદરતના કામકાજમાં જીવાતો કે નીંદણ જેવું કશું નથી હોતું. આ બધું માનવજાતે ખોરાક માટે અનાજ ઉગાડવા માટે ઉભું કરેલું છે. માનવજાતે પોતાના માટે વસાહતો ઉભી કરવા કે માનવજાત માટે સર્વિસ સેન્ટરો ઉભા કરવા જમીનોમાં રહેલા જીવાણુઓની સાફસૂફી કરીને સમસ્યા ઉભી કરી છે. પોતાના માટે જમીન સાફ કરવા માનવજાતે જંતુનાશકોનો ઉપયોગ કરીને અબજો જીવાણુઓનો ખાત્મો બોલાવ્યો છે.
વિશ્વભરનો માનવ સમુદાયના વિવિધ જાતના લોકો મેડિસીન માટે જીવાણુઓનો ઉપયોગ કરે છે. સ્થાનિક સ્તરે ઉગાડાતી ચીજોનો મેડિસીન બનાવવામાં વાપરવાનું ક્યારેય વિચારાતું નથી. એન્ટોમોથેરાપી (જીવાણુનો ઉપયોગ કરાય) એ મેડિકલ ક્ષેત્રની એવી એક બ્રાંચ છે કે જે મેડિસીન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા જીવાણુના સાયન્સ સાથે જોડાયેલી છે. એન્ટીબાયોટીકસ દવાઓ સામે વધતા રજીસ્ટન્સ િંચંતાનો વિષય બનતા ફાર્માસ્યુટીકલ પર સંશોેધનો કરતા લોકો કોઇ નવા વિકલ્પની શોધમાં છે.
ઘણા જીવાણુઓ વિકલ્પ તરીકે વપરાતા હતા એવા જીવાણુ હવે મુખ્ય દવાઓના સંશોધનોમાં વપરાવા લાગ્યા છે. જેમકે ફલ્યૂ બ્લોક નામની ફલ્યૂ વેક્સિન જે મોથ પ્રકારના આર્મી વોર્મના ગર્ભાશયના સેલમાંથી લેવામંા આવે છે તેને એફડીએ એ મંજૂરી આપી છે.
મધ, પરાગ રજ, રોયલજેલી જેવી મહત્વની ચીજો આપતી મધ માખીમાંથી સોજા મટાડવાની દવાનું તત્વ પેપ્ટાઇડ મેલિટીની ઉપયોગમાં લેવાય છે. મધનો ઉપયોગ અનેક રીતે થાય છે. જેમકે શરીર પરના ઉઝરડા પર લગાવવા,પાચનની સમસ્યા, કફ ટેબલેટ બનાવવા , ગળાના ઇન્ફેક્શનમાં કામમાં આવે છે.
માનવ સમુદાય કેટલાક એવા જીવાણુ દવાઓ બનાવવા વાપરે છે કે જે બહુ જાણીતા નથી. જેમકે
૧...સાંધાના દુખાવા માટેની દવા બનાવવા યુનિવર્સિટી ઓફ મિયામીના રિસર્ચરો અમેરિકાના વૃક્ષો પર થતી કિડીઓની લાળનો ઉપયોગ કરે છે. ૩૦૦૦ વર્ષ પહેલાં ઇજાગ્રસ્ત સૈનિકોના ઘા પર ટાંકા લેવા કિડીઓને ઉપયોગ થતો હતો.
૨..આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં માઇગ્રેનની સમસ્યામાં રાહત મેળવવા ઘાસ પર ફરતા તીતીઘોડાનો ઉપયોગ થાય છે. તીતીઘોડાનું ટોક્સીન દર્દીની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની નળીઓને પહોળી કરે છે અને બ્લડને આસાનીથી ફ્લો થવા દે છે. દમ અને હિપેટાઇટીસના દર્દીની સારવારમાં પણ તે ઉપયોગમાં લેવાય છે.
૩.....પ્રાચીન સમયથી સમગ્ર દ.એશિયામાં હિલીંગ તરીકે બીટલ્સનો ઉપયોગ થાય છે. તે સ્પેનીશ ફ્લાય તરીકે પણ ઓળખાય છે. માનવજાતમાં શ્રિષ્ન ઉત્થાનની સમસ્યામાં વપરાનારી પ્રથમ દવા તરીકે ઉપયોગમાં લેવાતી હતી. બ્લિસ્ટર બીટલના સિક્રેશનનો ઉપયોગ બળતરા ખાસ કરીને યુરિન ટ્રેક ઇન્ફેક્શનમાં, જંતુ કરડી ગયું હોય તો , કિડનીના રોગો વગેરેમાં વપરાય છે. બ્લિસ્ટર બીટલ કેન્થેરીડીન નામનું તત્વનું સિક્રેશન કરે છે. કેન્થેડરીન કેન્સર સેલનો પણ નાશ કરી શકે છે.
૪....રિસર્ચ કરનારાઓ કહે છે કે સિલ્ક વોર્મનો એક્સટ્રેક્ટનો ઉપયોગ હાર્ટના રોગના દર્દીના ડાયટ સપ્લીમેન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. ચીનની મેડિસીનમાં બોઇલ કરેલા સિલ્ક વોર્મનો ઉપયોગ શરદી, ખાંસીની દવા તરીકે થાય છે.
૫...પરંપરાગત દવા વાપરનારાઓ સેન્ટીપીડ્સ (કાનખજૂરા જેવી નાની જીવાત)નો ઉપયોગ ધનુરની (ટીટેનસ) સારવાર માટે વપરાય છે. ઉબકા અને ઉલટી મટાડવા માટે પણ તે વપરાય છે. સેન્ટીપીડ્સને સૂકવી દેવાય છે. પછી તેનો ભૂકો કરીને પેસ્ટ બનાવાય છે અને ખંજવાળ વાળા ભાગ પર લગાડાય છે.
૬...શરીર પરના ચાંદાનો ઇલાજ, સાંધાના દુખાવા,એનિમિયા વગેરેમાં
ંઉધઇ અને તેના મડ (માટી)નો ઉપયોગ કરાય છે.
૭...કરોળીયાના જાળાનો ઉપયોગ સ્કીન પર લગાવવા લિગામેન્ટમાં એક મજબૂત ફાઈબર તરીકે ઉપયોગ થાય છે. આંખમાં ટાંકા લેવા માટે પણ વપરાય છે.
૮...જાત્રાફાના પાંદડા કાપતી નાની જીવાતની મેડિસીન વેલ્યૂ વધારે છે. આ જીવાતના લાર્વાની પેસ્ટ બનાવીને મેડિસીનમાં વપરાતી મહિલાને પ્રસૂતિ વખતે બેર્સટ મિલ્કની સમસ્યા હોય છે તેમના માટે ઉપયોગી બને છે.
૯...દક્ષિણ પશ્ચિમ નાઇજીરીયામાં નાની માખી જેવી જીવાતની પેસ્ટ બનાવી ને દુખતા પગ પર લગાડાય છે.
૧૦..તીતીદોડા જેવા નાની પાંખોવાળી જીવાતમાંથી દવા બનાવી તેનો ઉપયોગ નાના બાળકોના જન્મ પછી એનિમિયા, ફેફસાના રોગો અને કફ મટાડવા વપરાય છે.
૧૧... મે બિટલ (નાનાવંદા જેવી જીવાત)માંથી બનાવેલી દવા સાંધાના દુખાવા તેમજ એનિમિયાની દવા તરીકે વપરાય છે.
૧૨...પાંખો વાળી જીવાતને પીસીને બનાવેલી દવા માથાના દુખાવા તેમજ કાનના ઇન્ફેક્શનમાં વપરાય છે.
૧૩...રેડ વાલ્વેટ માઇટ ..(લાલ પીઠવાળી ગોકળગાય)એેટલા માટે ખવાય છે કે તે યુરીન ટ્રેક સાથેે જોડાયેલા અંગોની સારવાર માટે વપરાય છે.
૧૪...કેટલાક છોડ પર થતી સફેદ જીવાત મીલીબગ્સના નામે ઓળખાય છે. તેના પાંદડાઓ પરથી કાઢીને ઝાડા બંધ કરવા માટેની દવામાં વપરાય છે.
૧૫...વંદાના માથામાં એવું કેમિકલ હોય છે કે જે ઇ.કોલી અને મિથેસિલીનના રઝીસ્ટન્સ કરતા મોટા ભાગના નુકશાન કારક બેક્ટેરીયાનો નાશ કરવામાં વપરાય છે. વંદાના માથામાંથી લીધેલી નર્વસ સિસ્ટમના રેસા ખુબ ઉપયોગી બની રહ્યા છે.
૧૬...૧૯૮૩માં મેર્ગાટોક્સિન બનાવાઇ હતી.સેન્ટ્રલ અમેરિકામાં બનતા બાર્ક પ્રકારના વીંછીના ઝેરમાંથી બનાવાઇ હતી. મર્ક કંપનીએ તેના પર પેટન્ટ કરાવી હતી. વીંછીના ઝેરમાંથી નીકળેલા તત્વોથી કેન્સર સેલ નજરે પડી શકે છે.
રોજ આવા લાખો જંતુઓને મારીને પેસ્ટ બનાવાય છે. આવા જંતુઓ પર્યાવરણ માટે ખુબ મહત્વના હોય છે. પરંતુ તેમનો ખાત્મો બોલાવાય છે જેના કારણે પર્યાવરણ પર સીધી અસર થાય છે. કેટલાક જીવાણુ જંતુનાશક દવાઓના કારણે સફાયો થાય છે તો ક્ેટલાક મેડિસીનની પેસ્ટ બનાવવા માટે વપરાય છે. જે જીવાણુ આપણેા જીવ બચાવી શકે છે છતાં તેમનો ખાત્મો આપણે જંતુનાશક દવાઓથી કરી રહ્યા છીયે. જ્યારે આપણને હકિકતનું જ્ઞાાન થશે ત્યારે ઘણું મોડું થઇ ગયું હશે.


