For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કીડીઓની દુનિયામાં સંઘર્ષ,સંઘર્ષ અને સંઘર્ષ

Updated: Feb 22nd, 2021

Article Content Image

- જો કીડીઓ બિલાડીની સાઇઝની હોત તો સૃષ્ટિ પર તેનું રાજ હોત અનેે મંગળ પર જવાનો રસ્તો પણ શોધી કાઢ્યો હોત 

- કીડીઓએે બહુ સરળ રીતે તેમની દુનિયા બે ભાગમાં વહેંચી નાખી છે. એક પોતાના દરની કીડીઓ અને બીજી દર બહારની કીડીઓ. માનવ જાત પણ આવી રીતે જીવી રહી છે...

- ફ્લોરિડા કીડીમાં મશીનગનની જેમ તેજાબ જેવું પ્રવાહી સ્પ્રે કરવાની ક્ષમતા હોય છે. તે દુશ્મન પર  ટોક્સીક પ્રવાહીનો સ્પ્રે કરે છે

આપણે નસીબદાર છીએ કે હજુ સુધી કીડીની ૧૩૦૦૦ જાતજ શોધી શક્યા છીયે, અને તે પણ ટચુકડી સાઇઝની કીડીની જાત. જો તે બિલાડીની સાઇઝની હોત તો સૃષ્ઠી પર તેનું રાજ હોત. તો તેમણે મંગળ પર જવાનો રસ્તો પણ શોધી કાઢ્યો હોત અને ચન્દ્ર પર દર પણ બનાવી નાખ્યા હોત. જો તે બિલાડીની સાઇઝની હોત તો ગણિતની અનેક સમસ્યાઓ કે ગુરુત્વાકર્ષણના અનેક કોયડા ઉકેલી નાખ્યા હોત અને ધાતુના ઉપયોગ વિનાના હથિયારો પણ બનાવી નાખ્યા હોત. જો તે બિલાડી જેવી મોટી સાઇઝની હોતતો દરિયો પણ ખેડી નાખત અને શક્ય હોય એટલા પ્રાણીઓની જાતને ખતમ કરી નાખત. તે સતત યુધ્ધમાં જોતરાયેલી રહેત પરંતુ તેમનું યુધ્ધ તેમની આસપાસની જમીનનો નાશ ના કરત કે પાણી અને હવાને  પ્રદૂષિત ના કરત. કોણ જાણે કેમ પણ મને કીડી બહુ ગમે છે. કીડીમાં અને માનવજાત થોેડે ઘણે અંશે એક સમાન છે. આપણે કીડી અંગે ગમે તે માન્યતા રાખીયે પણ તેમની કાર્યક્ષમતાને તો સૌ આવકારે છે. 

કીડીઓ માટે હું બધુંજ કરી છૂટવા તૈયાર છું કેમકે તે રોજ મને કશુંક નવું શીખવાડી જાય છે. આપણામાં અને કીડીમાં અનેક વાતો એેક સમાન છે. માનવજાતની જેમ કીડીઓ પણ રોજ-સતત લડતી રહે છે. ક્યાં તો તે ખોરાક માટે લડે છે કે ક્યાં તો પોતાની સરહદ માટે લડતી રહે છે. 

પરંતુ કીડીઓની ખાસીયત એ છે કે એકજ જાત સાથે અંદરો અંદર પોતાના દર માટે લડે છે, અન્ય જાતની કીડીઓ સાથે પણ લડે છે. તેમનું આ લડવાનું માનવજાતના અસ્તિત્વ પહેલાથી ચાલુ છે.  

કહે છે કે ૯૯ મિલીયન વર્ષ પહેલાં જ્યારે પૃથ્વી પર ડાયનોસુરનું  સામ્રાજ્ય હતું ત્યારે પણ કીડીઓ હતી. રગર્સ યુનિવર્સિટી ઓફ નેવાર્કના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજીકલ સાયન્સના જીવાણુઓના અવશેષોના નિષ્ણાતોે ઓનલાઇન પ્રસિધ્ધ થતી કરંટ બાયોલોજી જર્નલમાં જણાવ્યું હતું કે પ્રાચીન જમાનામાં કીડીઓ પાસે મજબૂત જડબાં હતા જેના કારણે તે પોતાના ખોરાકને પકડી શકતી હતી. 

હાલની કીડીઓમાં આવા કોઇ જડબા નથી હોતા. એડવેન્ચર એમંગ એન્ટસ નામના મોપ્ટેસે લખેલા પુસ્તકમાં લખ્યું છે કે કેલિફોર્નિયા ખાતે આર્જેન્ટીયન જાતની કીડીઓની બે જાત વચ્ચે પોતાની સરહદ માટે મોટી લડાઇ થઇ હતી. આગલી હરોળની કીડીઓ સતત લડતી રહી હતી. જાણે ભારત અને પાકિસ્તાન વચ્ચેે યુધ્ધના પડકારા હોય એવું વાતાવરણ હતું. ચાર્લસ ડાર્વીને પણ આ કીડીઓના સંગ્રામ પર પુસ્તક લખી શકે એમ હતું.  અહીં તે અંગેના કેટલાક સામ્ય દર્શાવાયા છે.

ફ્લોરિડા એન્ટ ( ફોર્મીકા અર્ચબોલ્ડી) તેના દરને તેની ટ્રેપ જો એન્ટ પ્રકારની દુશ્મન કીડીઓની ખોપડીઓથી શણગારે છે. ટ્રેપ જો પ્રકારની કીડી સાઇઝમાં મોટી અને હુમલો કરી શકે એવી ક્ષમતા વાળી હોવા છતાં ફ્લોરિડા એન્ટે તેમને શિકાર કેવી રીતે કર્યો હશે?

જીવાણુઓ પરના મેગેઝીન journal Insectes Sociaux માં જણાવાયું છે કે ફ્લોરિડા કીડીમાં મશીનગનની જેમ તેજાબ જેવું પ્રવાહી સ્પ્રે કરવાની ક્ષમતા હોય છે. તે દુશ્મન પર  ટોક્સીક પ્રવાહીનો સ્પ્રે કરે છે. તે દુશ્મનનું માથું કાપી નાખેે છે અને ટ્રેાફી તરીકે તેને પોતાના દરમાં લઇ જાય છે. પરંતુ પહેલાં ટ્રેપડોરનું કામ કરતી કીડીઓ કરે છે. તે પોતાના દર પાસે ચિકાસ વાળી જમીન તૈયાર કરીને તેના પર દુશ્મનને ફસાવે છે. 

કીડીઓમાં કેમિકલ મહત્વનું કામ કરે છે. કીડીઓને આંખો હોય છે પણ તે ગંધ મારફતે પોતાનો સંવનન સાથી શોધે છે અને  દોસ્ત કે દુશ્મનની જાણકારી પણ મેળવે છે. 

...જો કે આ ફ્લોરિડા એન્ટની પોતાની પણ કેટલીક સમસ્યાઓ છે. પોલીરગ્સ પ્રકારની કીડી તેમનું અપહરણ કરે છે અને આખા દરની કીડીઓનું બ્રેનવોશ કરી નાખે છે. તેને ચાંચીયાગીરી પણ કહી શકાય. બ્રેનવોશની સ્ટાઇલ સમજવા જેવી છે. પોલીરગ્સની રાણી ફ્લોરિડાના ઘરમાં ઘુસીને તેની રાણીને મારી નાખે છે અને તેના લોહીમાં આળોટીને પોતાની ગંધ  બદલી નાખે છે. રાણીની જગ્યા લીધા બાદ તે જે બચ્ચાં મુકે છે તે પોલીરગ્સના બચ્ચાં હોય છે આમ તે આખું દર પચાવી પાડે છે. 

..જીવાણુ પર સંશોધન કરનારાઓએ શોધી કાઢ્યું છે કે પોતાની ચેઇન બનાવીને શિકારને ઝડપી લેવાનો. બ્લુઇશ લેપ્ટોજીન્સ પ્રકારની કીડીઓ ચેઇન બનાવીને કંબોડીયાના નેશનલ પાર્કમાંથી એક મીલીપેડ્સને (લાંબા અળસીયા જેવો જીવ)પકડે છે. શરૂઆતની કીડી શિકારનું મોં ટાઇટ પકડી રાખે છે અને તેની પાછળની કીડીઓ એક બીજાને ખેંચીને શિકારને તિરાડમાંથી બહાર ખેંચી લાવે છે. 

..મોટા માથા વાળી કીડીની (Pheidole megacephala) જાતમાં દરની બહાર મોટા માથા વાળી કીડી અને  જડબાવાળી કીડીઓ ચોકીદાર તરીકે રાખે છે. તે દર પાસે આવનાર જીવાત પર હુમલો કરે છે અને ખાઇ જાય છે. 

... ટ્રેપ જો પ્રકારની કીડી મોટા માથાવાળી હોય છે. તેના અનેક દર હોય છે. જેમાં સંરક્ષણ, રીપ્રોડક્શન, ફૂડનો સંગ્રહ જેેવા દરનો સમાવેશ થાય છે. જો તેનો  શિકાર સામનેા નથી કરતો તેમની સાઇઝ એટલી રહે છે પરંતુ જો શિકાર મજબૂત હોય તો તેમની સાઇઝમાં ત્રણ ગણો વધારો થતો જોવા મળે છે.

...ટ્રેપ જો એન્ટ બોક્સીંગ જેવી ફાઇટ કરે છે. તેમના દર જેટલું મોટું તેમનું માથું હોય છે. તે એન્ટેનાથી પણ ફાઇટ કરીને નક્કી કરે છે કે દરમાં કોણ રહેશે. ઇલીઓનિસ ખાતેના જીવાણુશાસ્ત્રીઓએ કહ્યું છે કે આ કીડીઓની એન્ટેના ફાઇટ બહુ ફાસ્ટ હોય છે. એક સેકન્ડમાં તે ૧૯.૫ વાર સ્ટ્રાઇક કરે છે. 

...મેગાનોપોનેરા પ્રકારની કાળી કીડી મૂળ આફ્રિકાની જાત છે. તે ઉધઇના રાફડા પર રેડ પાડતી હોય છે. તેમાં જે ઇજાગ્રસ્ત થાય તેને ઉંચકીને દરમાં લઇ જવાય છે અને સિનિયર કીડીઓ તેમને હીલીંગ આપીને ફરી સાજી કરે છે અને ફરી રેડ કરવા તૈયાર કરે છે.

...ફાયર એન્ટ અન્ય કીડી પર ટોક્સીક તત્વ ફેંકે છે મોટા ભાગની કીડીઓ ટોક્સીક તત્વથી મોતને ભેટે છે. જોકે કેટલીક કીડીઓ વળતો કેમિકલ પ્રહાર કરે છે. તે પોતાના શરીરમાંથી કોસ્ટીક તત્વ બહાર કાઢીને  હીલીંગ મેળવી લે છે અને ફરી લડવા તૈયાર થઇ જાય છે. આ વળતી લડત અસરકારક પુરવાર થઇ કે ફાયર એન્ટની વસ્તી ઘટવા લાગી હતી. 

કીડીઓએે બહુ સરળ રીતે તેમની દનિયા બે ભાગમાં વહેંચી નાખી છે. એક પોતાના દરની કીડીઓ અને બીજી દર બહારની કીડીઓ. માનવ જાત પણ આવી રીતે જીવી રહી છે...

Gujarat