For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિગનને મળતા આવકારથી માંસાહારીઓ સ્તબ્ધ

- અડધો અડધ શાકાહારીઓને તેમની સાથે ભેદભાવનો અનુભવ માંસાહારીઓથી થયો હશે

Updated: May 31st, 2021

Article Content Image

માંસાહારીઓ  મારફતે વિગન અપનાવનારાની મશ્કરી થઇ રહી છે. જેમકu  weird”, “arrogant”, “preachy”, “militant”, “uptight”, “stupid”, and – mysteriously – “sadistic.....

- કેટલાક લોકો તે સોશ્યલ નેટવર્ક પર પણ શાકાહારીઓને વિગનના વિરોધી જોવા મળે છે. આવા લોકો એટલી બધી દલીલો કરે છે કે તમારો પ્રાણીઓ માટેનો પ્રેમ ભાંગીને ભુક્કો થઇ જાય...

જ્યારે બ્રિટનની સૌથી મોટી બેકરી ગ્રેગ્સ વિગન સોસેજ રોલ માર્કેટમાં લાવી ત્યારે તેની ખૂબ ટીકા થઇ હતી. એક સિનીયર રિપોર્ટરે તેને સ્ટાલીનીસ્ટ કહ્યું હતું તો બીજાએ તેને ઉલટી થાય તેવા ગણાવ્યા હતા. આપણે ત્યાં આવી સમસ્યાઓ ભાગ્યેજ થાય છે કેમકે આપણે ત્યાં ટોચના લોકો જેવાંકે સમાજમાં, સમાચાર માધ્યમોમાં, સરકારમાં, સ્પોર્ટેસમાં કે ફિલ્મોમાં લોકો શાકાહારી છે. પરંતુ સમગ્ર વિશ્વમાં સેંકડો એવા વિગન અને વેજીટેરીયન તેમને થયેલા રૂઢીચુસ્તોની સાથે થયેલા વિચિત્ર અનુભવોની વાતો કરશે. એક અભ્યાસ અનુસાર અડધો અડધ શાકાહારીઓને તેમની સાથે ભેદ ભાવનો અનુભવ થયો હશે. જ્યારે દશ ટકા લોકો નોન વેજ નથી ખાતા એટલે તેમના માંસાહાર વાળા કુટુંબથી વિખુટા પડી ગયેલા છે. કેટલાક લોકોને તેમના ડાયટના કારણે જોબ નથી મળતી. 

વિગેનીઝમ વધતાં શા માટે માંસાહારીઓને જોખમ ઉભું થઇ રહ્યું હોય એમ લાગે છે તેજ ખબર નથી પડતી. મને લાગે છે કે આપણા સમાજ અને તેની સાથે સંકળાયેલા તમામ જીવો સાથે સજ્જન એપ્રોચથી સારું પર્યાવરણ અને સારું આરોગ્ય પુરું પાડી શકાય છે. પરંતુ સિક્કાની બીજી બાજુ પર નજર નાખવા જેવી છે. જે લોકો જીવોની બોડી રાંધીને ખાય છે એવા લોકો માટે નવા ફેરફાર ઉકળાટ ઉપજાવે એવા છે. 

૨૦૧૯માં વિગન માર્કેટ અને વિગેનિઝમના વિરોધ કરનારાઓે  ખિસકોલીને ડેડ બોડી ખાતા બતાવાતા હતા જેથી માંસ નહીં ખાનારાઓ  આ જોઇને પસ્તાય.  માસ ખાવું કે ના ખાવું તે એક તેજાબી ડિબેટ છે. એક વર્ગ પરંપરાગત રીતે માંસ ખાતો વર્ગ છે તો બીજો વર્ગ વિશ્વના તમામ લોકોના માંસ ખાતો વર્ગ છે તો બીજો વર્ગ વિશ્વના તમામ લોકોના આરોગ્યની સુખાકારી ઇચ્છતો વર્ગ છે. જે શાંતિ અને આરોગ્યના આગ્રહી છે.કેટલીક ધટનાઓમાં શેલ્ટર હોમમાંથી ડુક્કર ચેારીને કે હરણના પગ કાપીને વિગન અપનાવનારાઓના ઘરમાં નાખીને તેમને છંછેડાય છે.   એવા આર્ટીકલ પણ લખાય છે કે  શું વિગનીઝમ તમારા માટે યોગ્ય છે ખરૂં? વિગન અપનાવનારાઓને દંભી અને  સાયકોપેથ કહેવામાં આવે છે. તેમને એમ પણ કહેવાય છે કે એમ તો છોડવામાં પણ જીવ હોય છે. વિગન અપનાવનાર એકાદને આગળ ધરીને એમ દર્શાવાય છે કે આ હોરર ફિલ્મનો હિરો છે અને તે બધાને અંદર ભૂત છે એમ કહીને ગેરમાર્ગે દોરતો હોય છે. ટૂંકમાં વિગન એટલે  હોરર ફિલ્મનો હિરો એમ કહીને મશ્કરી થાય છે. 

સાયકોલોજીસ્ટો એમ કહે છે કે કેટલાક શાકાહારીઓ અનુસાર માંસ  ખાવું એ કુદરતના નિયમ વિરૂદ્ધ છે. પોતાની ઇમેજ બગડતી જોઇને માંસાહારીઓ પણ શાકાહારીઓ પર આક્ષેપો કરતા હોય છે. કેટલાક લોકો પસંદ અપની અપની એમ કહીને એનિમલ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક દેશોમાં હોલીડે મીલ તરીકે મટન ખવાય છે. કેટલાક અભ્યાસ પરથી જાણવા મળે છે કે જે લોકો રૂઢીચુસ્ત છે એવા લોકો માંસાહારીઓથી ચોક્ક્સ પ્રકારનું અંતર રાખતા હોય છે. કેટલાક કહે છે કે અમને માંસ પ્રત્યે સૂગ છે માટે તે ખાનારા પ્રત્યે પણ સૂગ છે. જ્યારે માંસ ખાનારા કેટલાક એમ માને છે કે તે પ્રાણીઓ કરતાં પોતે  સુપ્રીમ છે.

આમ પોતાની જાતને માણસ વધુ જોરાવર છે એમ સમજીને તેની સાથે મનમાની કરી  શકે છે. જ્યારે માણસ એમ માનતો થાય છે કે પોતે પ્રાણીઓનો ખોરાક પુરો પાડે છે એટલે તેનો ખોરાક તરીકે ઉપયોગ થઇ શકે છે. જે લોકો પ્રાણીઓ પર પોતાના હક સમજવા લાગે છે એવા લોકો પ્રાણીઓ પર થતા ટેસ્ટીંગ અને તેમના સરકસમાં ઉપયોગ બાબતે પણ ટેકો આપતા જોવા મળે છે. આ લોકો કૂતરા પાળે છે.(બચાવેલા નહીં પણ ખરીદેલા). જે તેમના પગ પાસે બેસી રહે છે આમતે પોતે સુપ્રીમ છે એવા તાનમાં ફર્યા કરે છે. શાકાહારીઓ આવી માન્યતાનો વિરોધ કરે છે અને માનવજાત સાથે પ્રાણીઓનું સહ અસ્તિત્વ યોગ્ય ગણવું જોઇએ એમ જણાવે છે.  શાકાહારીઓ હવે વિગન બની રહ્યા છે .આવા લોકો પણ રૂઢીવાદીઓની ટીકાના ભોગ બની રહ્યા છે. આ લોકો અશ્વેત અને મહિલાઓ હોય એમ બંનેને પોતાનાથી નીચા ગણતા આવ્યા છે. જે લોકો પોતાની જાત સિવાયના અન્ય માણસોને નફરત કરે છે કે નીચા ગણે છે એવા લોકો પ્રાણીઓને પણ નફરત કરતા હોય છે તેમજ પર્યાવરણવાદીઓનો પણ વિરોધ કરતા હોય છે. 

કેટલાક લોકો તે સોશ્યલ નેટવર્ક પર પણ શાકાહારીઓને વિગનના વિરોધી જોવા મળે છે. આવા લોકો એટલી બધી દલીલો કરે છે કે તમારો પ્રાણીઓ માટેનો પ્રેમ ભાંગીને ભુક્કો થઇ જાય છે અને તમે એમ વિચારવા લાગો કે પ્રાણીઓને ખોરાકમાં લેવામાં કોઇ વાંધો નથી. હકીકત એ છે કે પશ્ચિમના દેશોમાં એવો વાયરો શરૂ થયો છે કે માંસ ખાવું ખરાબ છે. આપણું બ્રેન બચાવ માટેના કેટલાક બહાના શોધ્યા કરતું હોય છે. આમ માંસ ખાનારા એવી દલીલો કરે છે કે માંસ ખાવા સાથે તે સૈધ્ધાંતિક રીતે સંમત નથી. પછી તે એમ વિચારે છે કે માંસ અને પ્રાણી વચ્ચે કોઇ સંબંધ નથી. પછી તે એમ કહેતો થઇ જાય છે કે અમે તે ફાર્મ એનિમલ એટલેકે ખોરાકમાં લેવા માટે ઉછેરાતા ફાર્મના પ્રાણીઓનું માંસ ખાય છે. આવી બધી દલીલો વિગન લોકોના ઉદય પછી ઉડી ગઇ છે. માંસ ખાનારાઓ સામે અચાનક જ વિગન સિસ્ટમ આવી ગઇ છે. આમ માંસખાનારોની દલીલો સામે વિગન વધુ મજબૂત સાબિત થવા લાગ્યા હતા.પેન્સેલવેનીયા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસમાં ભાગ લેનારા માંસાહારીઓના સર્વે અનુસાર વિગન સિસ્ટમનો વિરોધ કરતી વખતે તેમણે અહીં દર્શાવેલા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. weird”, “arrogant”, “preachy”, “militant”, “uptight”, “stupid”, and – mysteriously – “sadistic...માંસાહારી લોકોના મનમાં ચાલતી આવી વાતોને વિગનની વધતી સંખ્યા બાદ વિગનીઝમને આવકાર મળી રહ્યો છે. આાવકારથી માંસાહારીઓને પેટમાં દુખે છે.

Gujarat