Get The App

પ્રાણી જગતમાં ભાઇ-ભાંડુઓને સાચવામાં આવે છે

- માનવજાતમાં બે પુત્રો હોય તો મોટાભાગે મિલક્ત માટે ઝઘડતા જોવા મળે છે

- સિંહોમાં તો ભાઇ-બહેન વચ્ચેનું અનોખું બંધન હોય છે. જે ગુ્રપમાં બહેનો એક સાથે રહે છે. તે ગૃપનું ગૌરવ

Updated: Apr 30th, 2018

GS TEAM

Google News
Google News
પ્રાણી જગતમાં ભાઇ-ભાંડુઓને સાચવામાં આવે છે 1 - image

- ચિમ્પાન્ઝી અનાથ હોય તો, તેમને બીજા સીનિયર ચિમ્પાન્ઝી ગોદ (એડોપ્ટ કરવું) લે છે જે મા-બાપને બે પુત્રો છે તેમણે તો ભગવાન જ બચાવે! પૈસાદાર કુટુંબોમાં જ્યાં બે પુત્રો છે તે પૈતૃક સંપત્તિ માટે અંદરોઅંદર દુશ્મન બની જાય છે. જો ભાઇઓ વચ્ચે સંપત્તિના ભાગલાના વિવાદના અનેક કેસો કોર્ટમાં પેન્ડીંગ છે. ભાઇઓ અને બહેનો વચ્ચેના સંબંધ મજબૂત હોય છે. પરંતુ તેમના લગ્ન થયા પછી સંબંધોમાં તાંતણા નબળા પડવા લાગે છે. સંપત્તિના ઝઘડાના કારણે સંબંધો નીચલા સ્તરે જતા રહે છે. બે ભાઇઓ વચ્ચે સંપત્તિ સહિતના વિવિધ ઝઘડાના એક કરોડ જેટલાં કેસ ભારતની કોર્ટોમાં લડાઇ રહ્યા છે. પ્રાણીઓમાં ભાઇઓ અને બહેનો વચ્ચે કેવા સંબંધો હોય છે તે જોવું રસપ્રદ બની રહેશે. સેન્ડ ટાઇગર શાર્કના બચ્ચાં ગર્ભમાં જ એકબીજાને મારી નાખે છે જેથી અંતે માત્ર એક જ બચ્ચું બચે છે. ફાયર સ્લેમેન્ડર્સ પ્રકારનો જીવના ગર્ભમાં જ બપ ભેર વિકસે છે. મા-બાપની સંભાળ, ખોરાક માટે, પોતાના વિસ્તાર માટે કે પોતાના સંવનન માટે યોગ્ય પાર્ટનર મેળવવાં બચ્ચાંઓ પણ મનુષ્યના સંતાનોની જેમ અંદરોઅંદર ચડસા-ચડસી કરતા હોય છે. આ ચડસા ચડસી ભાઇ-ભાંડુને મારી નાખવા સુધી પહોંચી જાય છે. વાદળી પગવાળા નાના બચ્ચાં અંદરો અંદર લડે છે, મોટા બચ્ચાં નાના બચ્ચાંને ટાર્ગેટ બનાવે છે. જ્યારે ખોરાકની અછત હોય છે ત્યારે મોટા બચ્ચાં નાના બચ્ચાઓનો સફાયો બોલાવી દે છે. એવું જ લાફીંગ ગુલ્સમાં હોય છે. શરૃઆતના ઇંડામાંથી જન્મેલાં બચ્ચાં નાના બચ્ચાંઓનો શિકાર કરે છે. જ્યારે મા-બાપ શિકાર કરવા માળાની બહાર જાય છે ત્યારે મોટા બચ્ચાનું કામ નાનાને સાચવવાનું હોય છે પણ મોટા નાનાઓનો સફાયો કરી નાખે છે. જે એકાદ બચ્યું હોય છે તે નાના બચ્ચાંને ઉંચકીને માળાની બહાર ફંગોળી દે છે. પક્ષીઓની અન્ય જાતમાં બચ્ચાંઓ ખોરાક માટે લડે છે, પોતાના મા-બાપના પક્ષપાતી વલણ સામે પણ લડે છે. અમેરિકન રોબીન ચીક્સના મા-બાપ દરેક બચ્ચાને ખાવાના એક સરખા ટુકડા આપે છે. છતાં મોટો ટુકડો મેળવવા બચ્ચાં લડે છે. ઘણીવાર પેરેન્ટસ માને છે કે બચ્ચા લડશે તો વધુ ટફ બનશે. કેટલાંક પક્ષીઓ 'ટીટસ'ની જેમ પોતાના બચ્ચાંને બધુ ભાગે પડતું આપે છે જેના કારણે બચ્ચાંઓ વચ્ચે ભાઇચારો વધે છે અને બધા વચ્ચે સમાનતા રહે છે. હાયનાના બચ્ચાં જન્મની સાથે જ અંદરો અંદર લડે છે. તેમની આ લડાઇ થોડાક દિવસ ચાલે છે. પોતાનો કયો ક્રમ છે તે જણાવવા લડે છે પરંતુ જો ખોરાક મેળવવા લડાઇ થાય તો તે બીજા બચ્ચાંનો જાન લેતાં પણ અચકાતા નથી. કૂતરીના ગલૂડીયાં તેની માને ધાવે છે ત્યારે આંચળ પકડવા કેવી ધક્કા-મુક્કી કરે છે તે તમે જોયા હશે. માના આંચળમાંથી વધુ દૂધ મેળવવા તે ધક્કા મારે છે. હકીકત તો એ છે કે ખોરાક નહીં મળવાના કારણે ૪૩ ટકા બચ્ચાંના મોત થયા છે. જોકે બચ્ચાંઓની દુશ્મનાવટના સારા પરિણામો પણ જોવા મળે છે. મધપુડામાં જે વર્કર માખીઓ હોય છે તે બધી સિસ્ટર્સ - બહેનો હોય છે. આ બહેનો તેમની નાની બહેનોને પ્રેમથી ઉછેરે છે, ખવડાવે છે, તેમને  સાફ કરે છે. તેમજ તેમની પાંખો સાફ કરે રાખે છે. જેથી મધના કારણે ચોંટી ના જાય. મધપૂડાની અંદરની ગરમીના કારણે તેને ગરમી ના લાગે તેનું પણ ધ્યાન રાખે છે. જ્યારે લાર્વામાંથી બચ્ચું બને છે ત્યારે તેનાથી મોટા લાર્વા તેની આસપાસ વેક્સ લગાવીને તેને ઉછરવા દે છે. (Shrew..)ના બચ્ચાં પોતાના ભાઇ-ભાંડુઓને ઉછેરવાની ખાત્રી લેતા હોય એમ વર્તે છે. તે લોકો દાંતથી એકબીજાની પૂંછડી પકડી રાખે છે જેથી તે છૂટા ના પડી જાય છે. કેસ કેડેડ પ્રકારના દેડકાના બચ્ચાં જ્યારે નાના હોય છે ત્યારથી પોતાના ભાઇ-બહેનને ઓળખતા થઇ જાય છે. જ્યારે તે મોટા થાય છે ત્યારે પણ એક કુટુંબની જેમ સાથે જ રહે છે. પેકેડ યોલ પ્રકારના ઉંદર એ માખી અને કીડી જેવા હોય છે. તેમને હજારો બહેનો હોય છે અને એક માતા હોય છે. માતાએ બધા બચ્ચાં માટે નાની કોલોની (દર) બાંધ્યા હોય છે. સીનિયર બચ્ચાં પોતાના નાના ભાઇ-બહેનને ખવડાવે છે. અને તેમને હુમલા ખોરોથી બચાવે છે. કોલોનીમાંથી એક જ ફીમેલને ઇંડા મુકવાની દેવાય છે જેથી કોલોનીમાં સંબંધોનું માળખું સચવાઇ રહે. ટર્કી પ્રકારના પક્ષીમાં ભાઇચારો જોવા મળે છે. મોટાભાગના પક્ષીઓની જાતમાં મોટા થયા પછી બધા છુટા પડી જાય છે પણ ટર્કી તો પોતાના ભાઇ-બહેનને સાચવે છે અને એકબીજા માટે શિકાર પણ કરી લાવે છે.  પોતાના કુટુંબના પ્રભાવશાળી મેલ માટે ટર્કી ફીમેલને આકર્ષે છે અને ભાઇને સંવનન માટે બોલાવે છે. એશિયન શોર્ટ ઓટર (....)એ ૧૫ જણાનું કુટુંબ હોય છે. આ કુટુંબમાં નાનાને ઉછેરવાની જવાબદારી મોટાએ અદા કરવાની હોય છે. જ્યાં સુધી માતા-પિતા જીવતા હોય ત્યારે અને ત્યારપછી પણ તે છુટ્ટા નથી પડતા. કુટુંબના યુવાન બચ્ચાં તેમના સીનિયરનો હાથ પકડી રાખે છે એટલે તે છુટા ના પડી જાય!! અન્ય ભાઇઓ મોટા ભાગનો સમય એક સાથે ગાળે છે જો કે ખોરાકના સમયે અંદરોઅંદર લડતા હોય છે. આ લોકો એક મોટા ઘાસના જથ્થામાં સૂતા હોય છે. તે જ્યારે નવો માળો બાંધવા ઇચ્છે છે ત્યારે બધા એક સાથે માળો બાંધવાનું કામ કરે છે. પેરીગ્રીન પ્રકારના ફાલ્કન પણ કુટુંબ ભાવના રહેલી હોય છે. આ લોકો પોતાની શિકાર કરવાની ટેકનીક પણ એક સાથે શીખે છે. એરવીંગ્સ પ્રકારના પક્ષીમાં પણ પોતાના બચ્ચાંઓની સાથે જ રહેતા હોય છે. ફીમેલ એરવીંગ્સ ૪૦ થી ૫૦ ઇંડા મુકે છે. ફીમેલ શિયાળા દરમ્યાન તેમની સાથે રહે છે. તેમની માતા ઇંડાને સાફ રાખે છે. ઉપરની લીલ સાફ રાખે છે તે તેમને માળામાં સલામત જગ્યાએ રાખે છે જ્યારે બચ્ચાં મોટા થાય છે ત્યારે થોડા સમય માટે તે માતા સાથે રહે છે. પોતાની જાતે શિકાર કરતા થઇ જાય અને ખાવાનું ખાતા થઇ જાય તો પછી માને છોડતા નથી. આ પક્ષીના બચ્ચાં પણ અંદરોઅંદર સારી રીતે વર્તે છે અને પોતાના ભાઇ-બહેનોને પણ ખવડાવે છે. ઓસ્ટ્રેલિયન સોશ્યલ હન્ટસમેન પ્રકારના સ્પાઇડર્સ પણ ફેમીલી ગૃપમાં રહે છે. તેમને એક માતા હોય છે. અનેક બચ્ચાંઓ સાથે તે ઝાડની બખોલમાં રહે છે. મોટાઓ ખોરાક બહારથી ખેંચી લાવે છે અને નાના બચ્ચાંઓને ખવડાવે છે. મનુષ્યની જેમ હાથી પણ એક સાથે એક જ બચ્ચાંને જન્મ આપે છે જ્યારે માતા બહાર હોય ત્યારે મોટું બચ્ચું નાનાની સંભાળ રાખે છે.સિંહોમાં તો ભાઇ-બહેન વચ્ચેનું અનોખું બંધન હોય છે.  જે ગુ્રપમાં બહેનો એક સાથે રહે છે. તે ગૃપનું ગૌરવ હોય છે. એવી જ રીતે ભાઇઓ ભેગા રહે તો પણ સિંહોના ગૃપમાં ગૌરવ કહેવાય છે. ચિમ્પાન્ઝી અનાથ હોય તો, તેમને બીજા સીનિયર ચિમ્પાન્ઝી ગોદ (એડોપ્ટ કરવું) લે છે. જો એડોપ્ટ કરનાર બંને મેચ્યોર્ડ ના હોય તો જેને એડોપ્ટ કરાય છે તે ફેમીલીનો વડો બની જાય છે. શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે લડો છો? શું તમે સુખી છો? સંવેદના મેનકા ગાંધી