For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એનિમલ વેલફેરનું મહત્વ લોકો સમક્ષ લાવવા પ્રયાસો

Updated: Apr 12th, 2021

Article Content Image

- સંવેદના - મેનકા ગાંધી

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના વડાએ લો કોલેજોમાં એનિમલ વેલફેરનો સબ્જેક્ટ દાખલ ર્ક્યો...

બેલાબગઢમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એનિમલ વેલફેર ઉભું કર્યું હતું. તે મકાન તૈયાર થયું ત્યારે કમનસીબી એવી થઇ કે વાજપેઇ સરકાર ઉથલી પડી હતી

PGDAW programme...આ એક વર્ષનો કોર્સ છે.  કોઇ પણ ક્ષેત્રના ગ્રેજ્યુએટ તે કરી શકે છે. તેની કુલ ફી ૫૪૦૦ રૂપિયા છે

પાંચ વર્ષ પહેલા મેં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના વડાને વિનંતી કરી હતી કે લો કોલેજોમાં એનિમલ વેલફેરનો સબ્જેક્ટ દાખલ કરવો જોઇએ. તેમણે તરતજ મારા સૂચનનો અમલ કરી દીધો હતો. આનું પરિણામ પણ બહુ આશ્ચર્ય જનક આવ્યું હતું. આ સંવેદનશીલ વિષય પર વકિલોને જાણકારી મળવા લાગી હતી અને તે વિષયમાં વધુ જાણવા માટે વકિલો ઉત્સુક દેખાતા હતા. બેંગલોર એનએલયુ ખાતે તો આ વિષય પર વધુ જાણકારી બાબતે વાર્ષિક મૂટ કોર્ટ પણ  યોજાવા લાગી છે. કેટલાકે એનિમલ વેલફેર પર પીએચડી પણ કર્યું  (કટકની એનએલયુ ખાતે પ્રથમ પીએચડી) છે. એનિમલ વેલફેર માટે વધુ ને વધુ લોકો જાણકાર થવા લાગ્યા હતા. જેના કારણે ન્યાયમૂર્તિઓ પણ એનિમલ બાબતે વધુ સંવેદનશીલ થતા જોવા મળ્યા હતા. આ માટે શ્રી મનન કુમાર મિશ્રાનો ખુબ આભાર માનવો પડે.

૨૨ વર્ષ પહેલાં શ્રી અટલબિહારી વાજપેઇની નવા આઇડયાને પ્રેરણા આપવાની નિતીના કારણે અમે બેલાબગઢમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એનિમલ વેલફેર ઉભું કર્યું હતું. તે મકાન તૈયાર થયું ત્યારે કમનસીબી એવી થઇ કે વાજપેઇ સરકાર ઉથલી પડી હતી. કોંગ્રેસની સરકાર આવી એટલે તેણે આ ઇન્સ્ટિટયૂટ બંધ કરી દીધું હતું. હવે સાત વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ તેણે આ ઇન્સ્ટિટયૂટ  ફરી શરૂ કર્યુ નથી. પર્યાવરણ મંત્રાલયે તેને જેએનયુને ચલાવવા આપી દીધી હતી. બે વર્ષ સુધી જેએનયુએ સરકારને ફેરવ્યા કરી અને પછી તે પરત પર્યાવરણ ખાતાને સોંપી દીધી હતી.

 સરકારે બે વર્ષ સુધી તેના પર કોઇ એક્શન ના લીધા અને પછી લાલા લજપતરાય યુનિવર્સિટી ઓફ  વેટરનરી એન્ડ એનિમલ સાયન્સને સોંેંપી દીધી હતી. આ લોકોએ પણ બે વર્ષ કશું ના કર્યું અને હજુ હાલમાં એક નિવૃત્ત વેટરનરી ડોક્ટરની નિમણૂક કરી છે. મેં આ મુદ્દે બધી આશા ગુમાવી દીધી હતી. ૨૦૦૨માં મેં કેટલીટ ટેક્સ બુક તેમજ કોર્સ બનાવવા ઓક્સફોર્ડ, કેમ્બ્રીજ અને યુનિવર્સિટી ઓફ એડીનબર્ગનો સંપર્ક કર્યો હતો. ટીચર્સ માટે તેમજ લાઇબ્રેરી માટે યુએનઇપીની ગ્રાન્ટ લેવા ચર્ચા કરી હતી. સાત એકરમાં પથરાયેલા આ સેન્ટરમાં એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના  દશ લોકોને રહેવા માટે મકાનો છે. ત્યાં ત્રણ દિવસનો એનિમલ અવેરનેસ કોર્સ કરી શકાય છે. 

એનિમલ વેલફેર ક્ષેત્રે નોકરીની વિશાળ તકો છે. જેમકે શેલ્ટર મેનેજર,ગૌશાળા મેનેજર, લેબોરેટરી મેનેજર, ફોરેસ્ટ અને વાઇલ્ડ લાઇફ ઓફિસર, સિટી મેનેજમેન્ટ ઓફ એનિમલ્સ. એલિફન્ટ રેસ્કયૂ સેન્ટર, શહેરોમાં સાપ બચાવવા,પોલ્ટ્રી, કતલખાના તેમજ આવી અનેક જગ્યાઓ પર નોકરી મળી શકે છે. મને એ ખબર નથી પડતી કે શા માટે આવા કોર્સ ચલાવવાનો નિર્ણય કરવામાં આટલો બધો સમય બગાડવામાં આવે છે. 

ભારતમાં એનિમલ વેલફેર માટેનો ડિગ્રી કોર્સ શરૂ કરવા બાબતે ઇગ્નૂ ના વાઇસ ચાન્સેલર પ્રો.નાગેશ્વર રાવ અને પ્રો. પીવીકે શશીધરનો આભાર માનવો જોઇએ. પ્રો.શશીધરે કોર્સનું માળખું તૈયાર કરવા ત્રણ વર્ષ મહેનત કરી હતી. તેના પહેલા સેશનમાં ૮૦૦ વિધ્યાર્થીઓ હતા.પીજી ડિપ્લોમાં ઇન એનિમલ વેલફેર (PGDAW) જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થયો છે. તેમાં ઓન લાઇન એડમિશન માટેની લીંક www.ignouadmission.samarth.edu.in/ ઉપયોગમાં લઇ શકાય. 

PGDAWનો મુખ્ય આશય ભારત ભરમાં એનિમલ વોલ્યન્ટર્સ અને પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો છે. તેમજ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુેટ એનિમલ વેલફેરના અભ્યાસ માટે તૈયાર કરાય છે. મેં આ લોકોના કોર્સનું માળખું જોયું છે અને મને તે પસંદ પણ પડયું છે. એનિમલ વેલફેર સાથે સંકળાયેલા તમામ પાસા પર મેં લખેલા ૩૦૦૦ કરતાં વધુ આર્ટીકલોનું મેં સંકલન કર્યું છે. તે પણ કોર્સનો એક ભાગ બની શકે છે. પરંતુ મેં જેને એડીટીંગનું કામ સોંપ્યું છે તે મને ફેરવે છે અને કહે છે કે પાંચ વર્ષમાં સાત વોલ્યુમ તૈયાર થઇ શકશે. તે ક્યારે બધું કામ પુરું કરશે તેની ખબર નથી પડતી. નેશનલ બુક ટ્રસ્ટ વાળા બધું છાપવા તૈયાર છે પણ હજુ સુધી એક પણ વોલ્યુમ તૈયાર નથી થયું.

ઇગ્નુએ શરૂ કરેલો કોર્સ મુખ્યત્વે  ચાર મુદ્દા સમાવી લે છે. જેમાં એનિમલ વેલફેર સાયન્સ અને એથિક્સ,એનિમલ વેલફેર ઇસ્યુ, એનિમલ વેલફેર લો અને પોલીસીઝ અને એનિમલ વેલફેર પ્રેક્ટીસીસ એન્ડ સ્ટાન્ડર્ડસનો સમાવેશ થાય છે. એનિમલ વેલફેર એ તમામ પ્રાણીઓની સુખાકારી સાથે સંકળાયેલો વિષય છે. જે મોટા ભાગે માનવજાતના હાથમાં હોય છે. ફાર્મ એનિમલ વેલફેર એટલે દૂધ અને માંસ માટે ઉછેરાતા પ્રાણીઓની સંભાળ રાખવી. આવા પ્રાણીઓને બહુ યાતના ભોગવવી પડે છે. વેલફેરના ક્ષેત્રમાં પ્રાણીઓની કામ કરવાની જગ્યા, તેમની સાથે રહેતા અન્ય પ્રાણીઓ,ઝૂ (પ્રાણી સંગ્રહાલય)માં રહેતા પ્રાણીઓ, લેબોરેટરી તેમજ શેરીઓમાં ફરતા પ્રાણીઓ વગેરે પર વધુ ધ્યાન આપવાની જરૂર હોય છે તેમ બતાવાય છે. PGDAW programme માં ૮૫ જેટલા મુદ્દા આવરી લેવાય છે. જેમાં વેલફેર , સાયન્સ, એથિક્સ,ઇસ્યુસ,  સ્ટાન્ડર્ડ્સ વગેરેનો સમાવેશ થાય છે. પ્રાણીઓમાં ફાર્મ, દુકાળગ્રસ્ત વિસ્તારોમાં રહેતા જેવાંકે ભેંસ,બળદ, ઘેટાં-બકરાં, ભૂંડ, પોલ્ટ્રી ફાર્મના પ્રાણીઓ. જેમની પાસે મજૂરી કામ કરાવાય છે એવાં ગધેડા અને ઘોડાં જેવા પ્રાણીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ કોર્સ જેનું સિલેબસ ઇન્ટરનેશનલ સેન્ટર ફેાર એનિમલ વેલફેર એજ્યુકેશન, યુનિવર્સિટી ઓફ એડીનબર્ગ-યુ.કેના સહકારથી તૈયાર કરાયો છે. આ એક વર્ર્ષનો કોર્સ છે. કોઇ પણ ક્ષેત્રના ગ્રેજ્યુએટ તે કરી શકે છે. તેની કુલ ફી ૫૪૦૦ રૂપિયા છે. જો આપણે બેટર ઇન્ડિયાની વાતો કરતા હોઇએ તો આવા કોર્સ સ્કુલોમાં પણ રાખવા જોઇએ.

તમે આ કોર્સ કરી શકો છે. જો આ કોર્સને વધુ ઉપયોગી બનાવવાનો કોઇ આઇડયા તમારી પાસે હોય તો પ્રો. શ્રીધરને લખી શકો છો.

(e-mail: pvksasidhar@ignou.ac.in)  મેં આ કોર્સ માટે શ્રીલંકા અને નેપાળમાં ચલાવવા ત્યાંની સરકારોને લખ્યું છે..

Gujarat