For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જીરાફના નિકંદનનો ખલનાયક અમેરિકા

Updated: Mar 15th, 2021

Article Content Image

- સંવેદના : મેનકા ગાંધી

હજુ તો ચીનની નજર જીરાફ પર નથી પડી નહીંતર છ મહિનામાં બધું સાફ કરી નાખે

ફિમેલ જીરાફ ઉભા ઉભા બચ્ચાંને જન્મ આપે છે. નવું જન્મેલું બચ્ચું છ ફૂટ ઉંચેથી જમીન પર પડે છે અને ૩૦ મિનિટ પછી તેની માતા સાથે દોડવા માટે તૈયાર થઇ જાય છે

આફ્રિકાના પ્રવાસે જઇને આવતા અમેરિકનો તેમણે શિકાર કરવા જીરાફને લઇ આવવાનેા ટ્રેન્ડ શરૂ થયો છે. જીરાફ ટ્રોફી આપી શિકારીઓને પ્રોત્સાહિત કરાય છે

૧૯૯૦માં હું કોલક્તાના ગંદા અને ધૃણા ઉપજે એવા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ગઇ હતી. તેમણે આફ્રીકાથી એક ફિમેલ જીરાફ મંગાવ્યું હતું. (હુંતો આ રીતે વિદેશથી મંગાવાતી પ્રાણીઓની સિસ્ટમનેા વિરોધ કરતી આવી છું) આ ફિમેલ જીરાફ એકદમ સુંદર નમણું, ચમકતી આખો વાળું અને પાતળા લાંબા પગવાળું હતુ.મેં તેનું નામ તીસ્તા પાડયું હતું. (તીસ્તા એટલે જોવાલાયક તોફાની નદી). કોલક્તાના પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ અને પ્રધાને મને પ્રોમીસ કર્યું હતું કે અમે મોટી અને પ્રાણીઓ આસાનીથી ફરી શકે એવી મોટી જગ્યામાં પ્રાણી સંગ્રહાલય શિફ્ટ કરીશું. 

પરંતુ આજે ૩૦ વર્ષ પછી અને ૪૦૦૦  અબોલ પ્રાણીઓનો મોત પછી પણ હજુ હું તે પ્રાણી સંગ્રહાલય બીજે ખસેડાય તેની રાહ જોઉં છું.  પેલી નમણી તીસ્તા મોતને વહાલી થઇ ચૂકી છે. ત્યારબાદ કોલકત્તા ઝૂના સંચાલકોએ બધા જીરાફને ઓડીસાના નંદનકાનન ઝૂ ખાતે શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમને ખુલ્લી ટ્રકમાં લઇ જવાયા ત્યારે તેમના માથા ઉપરના ઇલેક્ટ્રીક વાયરો સાથે અથડાતાં તેમના મોત થયા હતા. 

સિંહ ગોરીલા અને  હાથીઓની ઘટતી સંખ્યા બાબતે   જ્યારે વિશ્વ ચિંતા કરે છે ત્યારે મોટાભાગના જીરાફના અસ્તિત્વ અંગે કોઇ વિચારતું નથી.   તેમની વસ્તી ૪૦ ટકા થઇ ગઇ છે. હવે તે માંડ ૪૦,૦૦૦ બચ્યા છે અને રોજ ઘટતા જાય છે. ટૂંકમાં તે પ્રાણી  સંગ્રહાલયમાં જોવા મળશે અને પછી ત્યાંથી પણ અદ્રશ્ય થઇ જશે. 

જીરાફની ઘટતી સંખ્યા પાછળનો જો કોઇ ખલનાયક હોય તો તે અમેરિકા છે. પ્રાણીઓને બચાવવા માટે ચાલતા સેન્ટર ફોર બાયોલોજીકલ ડાયવર્સીટી,હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ, બાયોલોજીકલ ડાયવર્સીટી,હ્યુમન સોસાયટી ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેર અને નેશનલ રિસોર્સ ડીફેન્સ કાઉન્સીલે અમેરિકાની સરકારને છેલ્લા બે વર્ષથી અરજીઓ કરીને જણાવ્યું હતું કે લુપ્ત થતી જાતિઓના કાયદા હેઠળ જીરાફને રક્ષણ આપો પણ બે વર્ષ સુધી કોઇ પગલાં લેવાયા નહોતા.

અહીં મહત્વની વાત એ છે કે અમેરિકાના કાયદા હેઠળ આફ્રિકાના  જીરાફનું રક્ષણ કેવી રીતે થાય? હકીકત એ છે કે આદિવાસીઓ જીરાફને મારે છે અને અમેરિકામાં તેના હાડકા પર કોતરણી કરાય છે. અમેરિકા રોજ એક જીરાફની આયાત કરે છે. તેના શિકાર માટેની ટ્રોફી અપાય છે. અત્યાર સુધીમાં અમેરિકાએ ૨૧૪૦૨ જીરાફના હાડકા પર કોતરણી કરી છે. જીરાફની ૩૦૦૮ જેટલી સ્કીન અને જીરાફના શિકારની ૩૭૪૪ જેટલા ટ્રોફી છેલ્લા કેટલાક વર્ષોથી વહેંચી હતી. જીરાફના હાડકામાંથી બનાવેલા ઘરેણાની અમેરિકામાં ડિમાન્ડ ઉભી થઇ છે. એટલે જીરાફના શરીરના તમામ ભાગ બજારમાં વેચાતા થયા છે. હજુ તો ચીનની નજર જીરાફ પર નથી પડી નહીંતર છ મહિનામાં બધું સાફ કરી નાખે. 

આફ્રિકામાં હાથી કરતાં જીરાફની સંખ્યા ઓછી છે. ૨૦૧૬માં પ્રાણીઓની જે જાતિ લુપ્ત થઇ રહી છે તેનું રેડ લીસ્ટ બનાવાયું હતું તેમાં જીરાફનો સમાવેશ હતો પરંતુ તે લીસ્ટ માટે કોઇ ગંભીરતા બતાવાઇ નહોતી. 

જીરાફ એ પૃથ્વી પરનું સૌથી લાંબુ સસ્તન પ્રાણી છે. કેટલાક માણસોની ઉંચાઇ જેટલા લાંબા તેના પગ હોય છે. તે કલાકના ૩૫  માઇલ દોડી શકે છેે પરંતુ શિકારીની બુલેટ કરતાં વધુ ઝડપથી કોણ દોડી કે? તે સૂકા પ્રદેશમાં રહે છે અને ખુલ્લામાં ફરે છે. સૂકા ડાળખા પણ ખાય છે. તેમનું ગળું નીચે પડેલું ખાતા તકલીફ અનુભવે છે પણ તે ઝાડની ટોચ સુધી પહોંચી શકે છે. તેમની લાંબી બલ્યૂ કલરની જીભ રોજના ૪૫ કિલો જેટલાં પાંદડા અને ડાળખા નીચે ઉતારી શકે છે. તેમની ઉંચાઇ અને દુર સુધી જોવાની નજરના કારણે તે સિંહ અને વરૂ જેવા હુમલાખોરને ઓળખી શકે છે. તેમની કીક એટલી ઘાતક હોય છે કે ેતે કોઇને મારી નાખી શકે છે. તે નાકમાંથી વાંસળી જેવો તીણો અવાજ કાઢી શકે છે.

જીરાફ સોશ્યલ એનિમલ છે.  તે ફિમેલ ગૃપની આસપાસ આંટા માર્યા કરે છે. મેલ જીરાફ દરેક ગૃપનું નેતૃત્વ કરે છે. જીરાફ ૪૦ વર્ષ સુધી જીવી શકે છે. તેના શરીરની  ચામડી પરના ટપકાંથી તેની ઉંમર જાણી શકાય છે. જેટલા વધુ ટપકાં એટલી વધુ ઉંમરનો જીરાફ એમ કહી શકાય.

તેની ફિમેલ ઉભા ઉભા બચ્ચાંને જન્મ આપે છે. નવું જન્મેલું બચ્ચું છ ફૂટ ઉંચેથી જમીન પર પડે છે અને ૩૦ મિનિટ પછી તેની માતા સાથે દોડવા માટે તૈયાર થઇ જાય છે. ફિમેલનો ગર્ભાવસ્થાનો ગાળો ૪૫૭ દિવસ એટલેકે ૧૫ મહિનાનો હોય છે. સામાન્ય રીતે એેકજ બચ્ચાંનો જન્મ થાય છે. ફિમેલ જીરાફ તેના જીવન દરમ્યાન પાંચ વાર બચ્ચાંને જન્મ આપે છે. જીરાફના પચાસ ટકા બચ્ચાં માંડ એક વર્ષ સુધી જીવે છે. વિસ્તારમાં કેટલા સિંહો છે તે પર તેમના બાળ મરણની ટકાવારી રહે છે.

નોર્થ અને વેસ્ટ આફ્રિકા ઉપરાંત જીરાફ સહારા અને  નિલ નદી સુધી પ્રસરેલા હતા. આજે જીરાફ સહારા આફ્રિકાના નીચાણવાળા વિસ્તારોમાં  જોવા મળે છે. ૯૦ના દાયકામાં જીરાફનું ટોળું ૨૦થી ૩૦નું રહેતું હતું ેેેહવે જીરાફના ટોળામાં માંડ છ સાથીઓ હોય છે. 

ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના જણાવ્યા અનુસાર પૃથ્વી પરના કેટલાક જીવો બિલ્લી પગે અર્થાત સાયલન્ટલી ખતમ થઇ રહ્યા છે.  જીરાફના મોટા પાયે નિકંદનના કારણે આફ્રીકાની ઇકો સિસ્ટમ ખતમ થઇ જશે તેના કારણે જીરાફ પછી સિંહોનો વારો આવશે. 

યુધ્ધ ગ્રસ્ત સોમાલીયા, કેનિયા, ઇથોપિયા અને સાઉથ સુદાન એર જીરાફનું મટન અનેકનું પેટ ભરી શકે છે અને તેની કિંમત માત્ર એક બુલેટ હોય છે. ૨૧ દેશોના ઝૂમાં જીરાફ જોવા મળે છે. પ્રાઇવેટ સફારી પાર્કમાં પણ જોવા મળે છે. 

ગયા ઓગષ્ટમાં એક ૧૨ વર્ષની છોકરી જીરાફની ડેડ બોડી પાસે બંદૂક લઇને ઉભેેલી બતાવાઇ ત્યારે લોકોને ખબર પડી હતી કે જીરાફને મારીને ઇનામ મેળવવામાં આવે છે. માનવ વસ્તી વધતાં જીરાફનો મૂળ ખોરાક બાવળ પણ લુપ્ત થઇ ગયો છે. 

જીરાફ એ કુદરતની બ્રાન્ડ સમાન પ્રાણી છે. પરંતુ હવે તેના અંતનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. જીરાફ ટ્રોફી પર પ્રતિબંધ પાછળનું મહત્વ અમેરિકાએ સમજવાની જરૂર છે. આફ્રિકાના પ્રવાસે જતો અમેરિકન પાછો ફરે ત્યારે સાથે મૃત જીરાફના અંગો લેતા આવવાનો ટ્રેન્ડ અટકાવવાની જરૂર છે. 

બાળકોને ભણાવાતા એબીસીડીના પુસ્તકોમાં જી ફોર જીરાફ આવે છે પરંતુ દશ વર્ષ પછી જ્યારે જીરાફનું નિકંદન નિકળી ગયું હશે ત્યારે જી માટે શું કહેશે?

Gujarat