Get The App

તમારી રાશિનો તમારા લગ્નજીવન પર મોટો પ્રભાવ પડે છે

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
તમારી રાશિનો તમારા લગ્નજીવન પર મોટો પ્રભાવ પડે છે 1 - image

(ગતાંકનું ચાલુ)

૯. ધનુ: 

ધનુરાશિના જાતકો બહું મુક્ત વિચારોના ઉત્સાહી વ્યક્તિઓ હોય  છે. તેઓ તેમના  સાથી  સાથે જીવન મજેદાર અને રોમાન્ટિક બનાવવા માંગતા હોય છે. લગ્ન બાદ પણ તેઓ સ્વતંત્રતા અને ઉત્સાહ જાળવી રાખે છે. 

રોમાન્ટિક લગ્નજીવન માણવાની ટીપ: 

- આ રાશિના જાતકાને તેમના સાથીદાર સાથે  પ્રવાસ કરવાનું ગમે છે. પોતાના સાથી  સાથે પ્રવાસનું આયોજન કરવાથી તેમને આનંદ મળે છે. 

- ધનુ રાશિના જાતકો પોતાના સાથીને ખુશ રાખવા અને હસાવવા જાત જાતની વાતો  કરી શકે છે. તેમની સાથે સમય ક્યાં વીતી જાય છે તેની ખબર પડતી નથી. 

સંભવિત પડકારો: 

ધનુ  રાશિના જાતકો ઘણીવાર બેફિકર બની જાય છે તેને કારણે તેમના સાથીને તેઓ ઉપેક્ષા કરતાં હોય તેવું લાગે છે. તેમને સતત પોરસાવતાં રહેવું જરૂરી છે. 

૧૦. મકર: 

મકર રાશિના જાતકો બહું વ્યવહારિક અને સાચાંબોલાં વ્યક્તિઓ હોય  છે. તેઓ તેમના  સાથી  પ્રતિ સમર્પિત હોય છે. તેઓ તંમના સંબંધોને લાંબા સમય સુધી જાળવી રાખે છે. તેમના માટે સંબંધોમાં સ્થિરતા અને સુરક્ષા મહત્વના હોય છે. 

રોમાન્ટિક લગ્નજીવન માણવાની ટીપ: 

- આ રાશિના જાતકો પાસે જો સબંધો મોકળાં બનાવી શકો તો મજા પડી જશે. તેમની સાથે નાની નાની ખુશીઓ વહેંચવાનો આનંદ અનેરો બની રહે છે. તેમને સતત યાદ અપાવવું પડે છે કે તેઓ કેટલા મહત્વપૂર્ણ છે. 

-મકર  રાશિના જાતકો પોતાના સાથીને ખુશ રાખવા તેમને નાની નાની રોમાન્ટિક ભેટ આપતાં રહેેવું. તેમના માટે આ ખૂબ મહત્વપૂર્ણ બની રહે છે. 

સંભવિત પડકારો: 

મકર રાશિના જાતકો  ગંભીર અને ઓછાંબોલાં હોય છે  જેના કારણે સબંધોમાં  તાજગી ઓછી હોય એવું લાગી શકે  છે. તેમની સાથે મોજમજા અને હળવાશથી કામ પાર પાડવું જરૂરી છે. 

૧૧. કુંભ: 

 રાશિના જાતકો બહું  વિચારશીલ અને સર્જનાત્મક અને સ્વતંત્ર મિજાજના  વ્યક્તિઓ હોય  છે. તેમના  માટે સાથી સાથે મિત્રતા અને ગહન સમજ મહત્વની હોય છે. તેઓ પોતાના સાથી સાથે સમાનતા અને મોકળાં મને વિચારોની આપ-લે થાય એમ ઇચ્છે છે. 

રોમાન્ટિક લગ્નજીવન માણવાની ટીપ: 

- આ રાશિના જાતકો સાથે સબંધો મોકળાં મને બાંધવાની મોજ અનોખી છે. તેમને તેમના સાથી સાથે નવું નવું શીખવાની અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવાની મોજ પડે છે. 

-  કુંભ રાશિના જાતકોને ખુશ રાખવા તેમની સાથે ગહન પ્રેમની વાતો કરવાનો સમય કાઢવો જરૂરી છે. તેમની સાથે ગાઢ સંબંધ બનાવવા રોમાન્ટિક વાતચીત કરવી જરૂરી છે. 

સંભવિત પડકારો: 

કુંભ રાશિના જાતકોને તેમની ભાવના વ્યક્ત કરવામાં  તકલીફ  પડે  છે. તેમને સતત પ્રેમનો અહેસાસ કરાવતાં રહેવું જરૂરી છે. 

૧૨. મીન: 

 રાશિના જાતકો બહું  સંવેદનશીલ અને  પ્રેમાળ અને  મિજાજના  સ્વપ્નીલ સ્વભાવના વ્યક્તિઓ હોય  છે. તેમના  માટ ે સંબંધોમાં પ્રેમ અને રચનાત્મકતા  મહત્વના હોય છે. તેઓ પોતાના સાથી સાથે દિવ્ય અને રોમાન્ટિક સબંધો બાંધવા ઇચ્છે છે. 

રોમાન્ટિક લગ્નજીવન માણવાની ટીપ: 

- આ રાશિના જાતકો તેમના પાર્ટનર સાથે જાદુઇ અને રોમાન્ટિક સમય વીતાવવા માંગતા હોય છે. તેમને રોમાન્ટિક ડિનર ડેટ્સ કરવાનું, સુદર જગ્યાઓ પર પિકનિક પર જવાનું અને કેન્ડલ લાઇટ ડિનરની મોજ માણવાનું ગમે છે. 

- મીન રાશિના જાતકોને ખુશ રાખવા તેમની સાથે પ્રેમનો એકરાર કરવો અને પોતાની ભાવનાઓ તેમને જણાવતાં રહેવું જરૂરી છે. 

- મીન રાશિના જાતકો કાવ્ય અને સંગીતપ્રેમી હોય છે. તમારી ભાવના વ્યક્ત કરવા તમે કવિતા કે સંગીતનો ઉપયોગ કરશો તે તેમને ગમશે. 

સંભવિત પડકારો: 

મીન રાશિના જાતકો ઘણીવાર ભાવુક બની જાય છે. જેને કારણે તેમને સંભાળવા મુશ્કેલ બની રહે છે. મીન રાશિના જાતકોની ભાવનાઓ સંતુલિત રહે તે માટે સતત પ્રયાસો કરવા પડે.   દરેક રાશિના જાતકોની ખાસિયતો અલગ અલગ હોય છે પણ દરેક સંબંધના મૂળમાં તો સચ્ચાઇ અને ઇમાનદારીપૂર્વક સંબંધ બનાવવાની ભાવના હોય છે. તમારી રાશિ અનુસાર તમારી જરૂરિયાતો અલગ હોઇ શકે છે પણ સૌથી મોટો મંત્ર એકમેક પ્રત્યે સમર્પણ અને પ્રેમ જાળવી રાખવા  તે છે. પ્રેમ, સમજણ અને એકમેકને સાચવી લેવાની તૈયારી હોય તો ગમે તે સ્ટોરી પ્રેમકહાની બની જશે.  

- વિનોદ પટેલ