Get The App

તમારી રાશિનો તમારા લગ્નજીવન પર મોટો પ્રભાવ પડે છે

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
તમારી રાશિનો તમારા લગ્નજીવન પર મોટો પ્રભાવ પડે છે 1 - image

- ભાગ-1

- જીવનસાથીની પસંદગીમાં યોગ્ય રાશિના જાતકનો મહિમા અનેરો છે. રાશિ મુજબ વરવધૂનો મિજાજ એકમેકને માફક આવે તો લગ્નજીવન રોમેન્ટિક અને રોમાંચક બની રહે 

દુનિયામાં જાતજાતના અચરજ છે. તેમાં પણ જન્મ એક મોટું અચરજ છે.જન્મ કઇ તારીખે  કયા નક્ષત્રમાં અને કઇ રાશિમાં થાય એ અનુસાર એ જાતકની કુંડળી બને છે. કહેવાય છે કે જન્મની સાથે જ સબંધો પણ નક્કી થઇ જ જાય છે. તેમાં પણ કોણ કોનો જીવનસાથી બનશે તે પણ નક્કી થઇ જાય છે. પણ સબંધો પર રાશિઓનો પ્રભાવ પડે છે. તમારી રાશિ નક્કી કરે છે કે તમારા સંબંધમાં કેટલો પ્રેમ પાંગરશે. આમ, તમે માનો કે  ન માનો પણ રાશિ તમારા લગ્નજીવનમાં મોટી ભૂમિકા ભજવે છે. આવો જોઇએ  ક્ઇ રાશિના જાતક સાથે સબંધ બાંધવાથી કેવો લાભ થાય અને તેમાં કેવા જોખમ નિવારવા કેવી સાવચેતી રાખવી પડે.

૧. મેષ: 

મેષ રાશિના જાતક સામાન્ય રીતે જોશીલાં અને રોમેન્ટિક મિજાજના હોય છે. તેઓ જ્યારે કોઇને પ્રેમ કરે ત્યારે દિલ ફાડીને પ્રેમ કરે છે. જો તમે મેષ રાશિના જાતક સાથે લગ્ન કરો તો તે લગ્ન બાદ તમારા સંબંધમાં રોમાન્સની છાલકો વાગતી રહેશે. મેષ રાશિના જાતકો ખુલીને મોજપૂર્વક જીવન જીવે છે. તેઓ તેમના લગ્નજીવનમાં પણ રોમાંચ અને ઉત્સાહને જાળવી રાખવા ના તમામ પ્રયાસો કરે છે. 

રોમાન્ટિક લગ્નજીવન માણવાની ટીપ: 

- આ રાશિના જાતકો સાથે નાની નાની રોમેન્ટિક પળો વીતાવવાનો પ્રયાસ કરો. સૂર્યોદય સમયે હાથમાં હાથ નાંખી ફરો અથવા સમી સાંજે સાથે બેસી ચાયની ચુસ્કીઓ મારો. 

-દરરોજ કશું રોમાં ચક કરો, જેના કારણે સંબંધમાં ઉત્સાહ જળવાઇ રહે. મેષ રાશિની વ્યક્તિને નવી નવી ચીજો કરવાનું ગમે છે. સાથે મળીને કોઇ નવું કામ કરતાં રહો. 

- સમયાંતરે તમારા સાથી માટે સરપ્રાઇઝ ડિનરનું આયોજન કરો. તેમને અચાનક ભેટ આપશો તો તેઓ રાજી રાજી થઇ જશે. આમ, તમારા રોમાંસમાં તાજગી જળવાઇ રહેશે. 

સંભવિત પડકારો: 

મેષ રાશિના જાતકો બહું સ્વતંત્ર મિજાજના માલિક હોય છે. તેમની બેપરવાઇ તમારી ચિંતાનું કારણ બની શકે. તેમની બેપરવાઇને કારણે ઘણીવાર સાથીદારને એમ લાગે કે તેઓ તેમનું ધ્યાન રાખતાં નથી. પણ આવી સ્થિતિ નિવારવા તમારે મોકળાં મને સંવાદ સાધતા રહેવું પડે. 

 ૨. વૃષભ: 

વૃષભ રાશિના જાતકો બહું સાચાં, પ્રેમાળ અને સ્થિર સ્વભાવના હોય છે. તેમના લગ્નજીવનમાં પ્રેમ સ્થાયી અને સુરક્ષિત હોય છે. વૃષભ રાશિના જાતકો તેમના જીવનસાથીને દિલથી પ્રેમ કરતાં હોય છે. તેઓ લગ્નને જન્મ-જન્માંતરનું બંધન માને છે. તેઓ ઘરમાં પ્રેમ અને હુંફાળું વાતાવરણ બનાવી રાખવા માટે તમામ પ્રયાસો કરે છે. 

રોમાન્ટિક લગ્નજીવન માણવાની ટીપ: 

- આ રાશિના જાતકોનું દરક પળે ધ્યાન રાખવું ઇચ્છનીય છે.વૃષભ રાશિને ઇમોશનલ સુરક્ષા મળવી જરૂરી છે. તેમના પ્રતિ પ્રેેમનો અહેસાસ વ્યક્ત કરવા નાના નાના કામો કરતાં રહેવું જરૂરી છે. જેમાં તમે તેમને ગુલાબનું ફૂલ આપી શકો અથવા એક નાનો પ્રેમ પત્ર પણ લખી શકો. 

-લગ્ન જીવન રોમેન્ટિક બનાવવા અમુક ટેવો પાડો. જેમ કે હાથમાં હાથમાં નાંખી ટહેલવું. બને તો પ્રેમની વાતો કરવી. વૃષભ રાશિના જાતકોને આરામ અને પ્રેમ ગમે છે. તેમની સાથે બેસી ફિલ્મ જોવી અથવા તેમની સાથે ડિનર કરવાથી તેમને સારું લાગે છે. 

સંભવિત પડકારો: 

વૃષભ રાશિના જાતકો કોઇ કોઇ મુદ્દે જિદ્દી વલણ અખત્યાર કરી લેતાં હોય છે. આ સ્થિતિ નિવારવા તમારે તમારી ઇચ્છાઓ વિશે પ્રેમથી સમજાવવી જરૂરી છે. 

 ૩. મિથુન: 

મિથુન રાશિના જાતકો બહું ચતુર, ખુશમિજાજ  અને રોમાંચક હોય છે. તેમની સાથે લગ્ન કરશો તો લગ્નજીવનમાં તમને હમેંશા નવું શીખવા મળશે. તેઓ કદી થાકતાં નથી અને હમેંશા કશુંક નવું કરવાની ફિરાકમાં  રહેતાં  હોય છે. તેમની સંવાદકળા અને ખુશમિજાજ  સ્વભાવને કારણે તેમના સબંધો રોમાંસથી છલોછલ બની રહે છે. 

રોમાન્ટિક લગ્નજીવન માણવાની ટીપ: 

- આ રાશિના જાતકો સાથ રોમાંચક લગ્ન સબંધો માણવા હોય તો તમારે સતત કશું નવું કરતાં રહેવાની તૈયારી રાખવી પડશે. મિથુન રાશિના જાતકોને પ્રવાસ કરવાનું ખૂબ ગમે છે. કોઇ નવી જગ્યાએ એક સાથે ટ્રાવેલ પ્લાન કરશો તો મોજ પડી જશે. 

- તમારે સંવાદ સાધવા અને વાતો કરવા સમય કાઢવો પડશે. મિથુન રાશિના જાતકોને તેમના સાથીઓ સાથે ખુલીને કલાકો સુધી વાતો કરવાનું ગમતું હોય છે. રોમેન્ટિક વાતચીત દરમ્યાન જ એકમેકની ભાવનાઓ અને ઇચ્છાઓને સમજી લઇ તે પ્રમાણે આનંદ કરી શકાય. 

સંભવિત પડકારો: 

મિથુન રાશિના જાતકો ઘણીવાર તેમના વિચારોમાં ગુંચવાઇ જાય છે. જેના કારણે સંબંધોમાં ભ્રમ ઉભો થઇ શકે છે. એકબીજાના વિચારો સમજવા અને એકમેક સાથે સાચી રીતે સંવાદ સાધવાનું ખૂબ જરૂરી બની રહે છે. 

૪. કર્ક : 

કર્ક રાશિના જાતકો બહું ભાવુક સ્વભાવના હોય છે. તેઓ તેમના સાથીની ખૂબ કાળજી લેતાં હોય છે. તેમનો પ્રેમ ગહન અને બિનશરતી હોય છે. તેઓ પોતાના જીવનસાથી સાથે એક સ્થિર અને ખુશહાલ ગૃહસ્થી ગાળવા ઇચ્છતા હોય છે. બંને જણાં પ્રેમ અને શાંતિથી જીવન ગુજારી  શકે તેવું આયોજન કરવા આ જાતક મથતાં હોય છે. 

રોમાન્ટિક લગ્નજીવન માણવાની ટીપ: 

- આ રાશિના જાતકો સાથ રોમાંચક લગ્ન સબંધો માણવા હોય તો તમારે તેમને કદી એકલતા મહેસૂસ ન થવા દેવી. તેઓ તેમની ભાવનાને સતત સમર્થન મળતું રહે તેમ ઇચ્છતાં હોય છે. 

- તેમની પસંદગીની જગ્યાએ ફરવા જવું કે એક સાથે ફિલ્મ જોવા જવું તેમને રોમાંસથી ભરી દે છે. 

-નાની નાની બાબતો દ્વારા સતત તેમને અહેસાસ કરવો પડે કે તમે તેમને પ્રેમ કરો છો. તેમની સંભાળ લેતાં રહેવું. 

સંભવિત પડકારો: 

કર્ક રાશિના જાતકો સ્વભાવે ખૂબ સંવેદનશીલ હોય છે. ઘણીવાર સાવ નજીવી બાબતને પણ તેઓ ગંભીરતાથી લઇ લે છે. પરિણામે તેમના સાથીએ તેમની સાથે ખૂબ સાવધાનીપૂર્વક વર્તન કરવું પડે છે. 

૫. સિંહ: 

સિંહ રાશિના જાતકો બહું આકર્ષક,પ્રેંમાળ અને જોશીલાં હોય છે. તેઓ તેમના સાથીને બેહદ પ્રેમ કરે છે. લગ્ન પછી પણ રોમાન્સને બરકરાર રાખે છે. તેઓ તેમના જીવનસાથીને પ્રેમ અને સન્માન તો આપે જ છે પણ સાથે સાથે તેમને ખૂબ લાડ પણ લડાવે છે. 

રોમાન્ટિક લગ્નજીવન માણવાની ટીપ: 

- આ રાશિના જાતકો સાથ રોમાંચક લગ્ન સબંધો માણવા હોય તો તમારે સતત તેમની પ્રશંસા  કરતાં રહેવું. તેમના સારા કામો અને ગુણોના વખાણ કરતાં રહેવું. સિંહ રાશિના જાતકોને દરરોજ તેમના પ્રેમનો અહેસાસ કરાવવો જરૂરી છે. 

-જીવનસાથી સાથે રોમેન્ટિક વેકેશન પર જવાનું અને નવા અનુભવો વહેંચવાનું તેમને ખૂબ ગમે છે. 

- તમારા જીવનસાથીને રોમેન્ટિક ભેટ આપશો તે તેને સ્પેશ્યલ લાગણી થશે. 

સંભવિત પડકારો: 

સિંહ રાશિના જાતકો આત્મવિશ્વાસ અને ગૌરવને ખૂબ મહત્વ આપતાં હોઇ તેને કારણે સબંધો તંગ બની શકે. તમારે સહનશીલતા અને પ્રેમથી કામ લેવું પડશે. 

 ૬. કન્યા:  

કન્યા  રાશિના જાતકો બહ ું વ્યવહારિક અને તર્કબદ્ધ  હોય  છે. તેઓ તેમની ભાવનાનું પ્રદર્શન કરતાં નથી પણ તેમના સાથીને સાચો પ્રેમ કરે છે.કન્યા રાશિના જાતકો નાની નાની બાબતોમાં પણ પ્રેમ દર્શાવે છે. જેમ કે પાર્ટનરની સંભાળ રાખવી, તેની તબિયતનો ખ્યાલ રાખવો અથવા તેના કામમાં મદદ કરવી. 

રોમાન્ટિક લગ્નજીવન માણવાની ટીપ: 

- આ રાશિના જાતકો સાથે રોમાંચક લગ્ન સબંધો માણવા હોય તો તમારે સતત તેમનીસાથે સહજતાપૂર્વક વર્તવું જરૂરી છે. તેમની સાથે રોમાન્ટિેક ડેટ પર જવાનું આયોજન કરવું.  

-જીવનસાથી સાથે રોમેન્ટિક ડેટ પર જવાનું  ગમે છે. કન્યા રાશિના જાતકો તેમની લાગણી છુપાવે છે એટલે તમારે તેમની સાથે પ્રેમનો એકરાર કરતાં રહેવું. 

- તમારા જીવનસાથીને રોમેન્ટિક ભેટ આપશો તે તેને સારું લાગશે. 

સંભવિત પડકારો: 

કન્યા રાશિના જાતકો બહું મોટા ટીકાકાર પણ બની શકે છે. જેને કારણે સંબંધો તંગ બની શકે છે. આને કારણે આ જાતકોની ખામીઓને નજરઅંદાજ કરવાનું અને તેમની સારી બાબતો પર  ધ્યાન આપવું જરૂરી બની રહે છે. 

૭. તુલા: 

તુલા રાશિના જાતકો પ્રેમ અને સૌહાર્દના પ્રતીક સમાન હોય છે. તેઓ તેમના સાથી સાથે સંતુલન અને શાંતિ જાળવી રાખે છે. તુલા રાશિના જાતકો સ્વભાવે જ બહું રોમેેન્ટિક હોય છે. તેઓ તેમના સબંધને બહું મહત્વ આપે છે. તેમના માટે સબંધોમાં સાંમજસ્ય અને સુંદરતા ખૂબ મહત્વની હોય છે. તેઓ તેમના જીવનસાથીને પ્રેમ અને સન્માન તો આપે જ છે પણ સાથે સાથે તેમને ખૂબ લાડ પણ લડાવે છે. 

રોમાન્ટિક લગ્નજીવન માણવાની ટીપ: 

- આ રાશિના જાતકો સાથ રોમાંચક લગ્ન સબંધો માણવા હોય તો તમારે સતત તેમની સાથે રોમાન્ટિક  જગ્યાઓ પર ડેટ્સ પર જતાં રહેવું. તેમને રોમાન્ટિક ડિનર ડેટ્સ કરવાનું, સુદર જગ્યાઓ પર પિકનિક પર જવાનું અને કેન્ડલ લાઇટ ડિનરની મોજ માણવાનું ગમે છે. 

- તુલા રાશિના જાતકોની નાની નાની ઇચ્છાઓનું ધ્યાન રાખશો તો સંબંધ મિઠાશભર્યા બની રહેશે. 

સંભવિત પડકારો: 

તુલા  રાશિના જાતકો ઘણીવાર નિર્ણય લઇ શકતાં નથી. જેના કારણે સબંધોમાં અસ્થિરતા આવી શકે છે. તેમની સાથે અધિક સમજદારી અને આત્મવિશ્વાસ સાથે નિર્ણય લેશો તો તે તેમને ગમશે. 

૮. વૃશ્ચિક: 

વૃશ્ચિક રાશિના જાતકો બહું ભાવુંક  હોય છે. તેઓ તેમના  સાથી પ્રતિ સમર્પિત હોય છે. વૃશ્ચિક  રાશિના જાતકો દિલ ખોલીને પ્રેમ કરે  છે. તેઓ તેમના સબંધોમાં ગહેરાઇ ઇચ્છે છે અને પોતાના સાથી પાસેથી પૂર્ણ વફાદારીની અપેક્ષા રાખે છે. 

રોમાન્ટિક લગ્નજીવન માણવાની ટીપ: 

- આ રાશિના જાતકો સાથે ગહન અને અર્થપૂર્ણ સંવાદ સાધતા આવડવો જરૂરી છે. પોતાના સાથી તેની લાગણીઓ મોકળાં મને શેર કરે અને દિલની વાત જણાવે તો  તેમને આનંદ મળે છે. 

- વૃશ્ચિક રાશિના જાતકોને સરપ્રાઇઝ આપવાની તક ન ચૂકવી. તેમને સરસ કવિતા સંભળાવી કે પ્રેમ પત્ર લખી ખુશ કરી શકાય છે. 

સંભવિત પડકારો: 

વૃશ્ચિક  રાશિના જાતકો ઘણીવાર પઝેસિવ બની જતાં હોય છે. જેના કારણે સબંધોમાં અસ્થિરતા આવી શકે છે. તેમની સાથે અધિક  સમજદારી અને આત્મવિશ્વાસથી કામ પાર પાડવું જરૂરી છે. 

- વિનોદ પટેલ     (વધુ આવતા અંકે)....