દુનિયામાં કેટલા લોકોને કુદરતે પર્ફેક્ટ બોડીનું વરદાન આપ્યું છે? આજુબાજુ નજર ફેરવશો તો જવાબ મળશે પૂરા દસ ટકાને પણ નહીં. અરીસાની સામે ઊભા રહીને કોઈ કહેશે કે મારી હાઈટ ઓછી છે, કોઈ કહેશે કે મારું વજન વધુ છે, કોઈને પોતાના પગનો આકાર નહીં ગમે તો કોઈને પોતાના હાથમાં કંઈક ગરબડ દેખાશે, ટૂંકમાં દરેકે દરેક જણને પોતાની દેહાકૃતિમાં કંઈક તો ખોડખાંપણ કાઢવા જેવું મળી જ રહેશે.
સુંદર દેખાવા માટે ડાયેટિંગ કરીને થોડું વજન ઉતારી શકાય, કસરત દ્વારા અંગોપાંગને થોડા સુડોળ બનાવી શકાય, વધુ પૈસા હોય તો પ્લાસ્ટિક સર્જરી દ્વારા ઘાટઘૂટ સુધારી શકાય, પરંતુ ઉપરવાળાએ ઘડેલા મોડેલનો મૂળ આકાર તો બદલવાનું શક્ય નથી જ. ચાર ફૂટનો માણસ એડીવાળા શૂઝ પહેરીને બે-ત્રણ ઈંચ ઊંચો થઈ શકે, પણ બટકો તે બટકો જ દેખાય અને લાંબો માણસ ગમે તેટલી ખૂંધ કાઢીને ચાલે તોય લોકો એને લંબુજીજ કહેવાના.
આવા સંજોગોમાં વેલ પ્રપોર્શન્ડ, સુડોળ દેખાવા માટે શું કરવું?
પહેલવહેલા તો ફુલ સાઈઝના આયના સામે ઊભા રહીને તમારા ફિગરનું જમા-ઉધાર માપી લો. અને પછી નક્કી કરો કે આમાં શું દેખાડવા જેવું છે અને શું છૂપાડવા જેવું!
બન્ને કામમાં સૌથી મોટી મદદ કરી શકશે તમારાં વસ્ત્રો આપણી બોડીના શેપને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય. એકટોમોર્ફ. લાંબા પગ અને લાંબુ ધડ ધરાવતા લોકો આ કેટેગરીમાં આવે છે. એમને ભાગ્યે જ વજન વધારવાની સમસ્યા નડે છે, પરંતુ અકરાંતિયાની જેમ ખાવાની આદત પડી જાય તો આવા લોકોને હેવી હિપ્સનો પ્રોબ્લેમ ઊભો થાય છે, પણ ૧૯૯૮ના ફેશન સીનમાં એમના માટે સોલ્યુશન છે. અત્યારે ફલોઈંગ અને લિનિયર, બન્ને પ્રકારના સલવાર-કમીઝ ચાલે છે. ઉપરથી વેલ ફિટેડ અને નીચેથી થોડા લેયર્ડ કે પહોળા કટવાળા મુગલ સ્ટાઈલના કમીઝમાં પહેરનારના ભારે નિતંબ આસાનીથી ઢંકાઈ શકે.
મેસોમોર્ફ:
પહેલી બન્ને કેટેગરીના મિશ્રણ જેવું આ ફિગર છે.
આ ત્રણ મુખ્ય વર્ગમાં પણ પાછી વિવિધતા જોવા મળે. વ્યક્તિ ખૂબ લાંબી હોય પણ તેના પગ ટૂંકા હોય તેવું બની શકે. કોઈને વળી લાંબા પગ અને ટૂંકુ ધડ મળ્યું હોય, આ બધા પ્રકારનો લોકોને શોભે તેવાં કપડાં બનાવવાનું શક્ય છે. સાડીથી શરૂઆત કરીએ. સાડી પહેરવાની જમાનો વીતી ગયો એવું કોઈ કહે તો માની લેજો કે તેને કરન્ટ ફેશન ટ્રેન્ડ વિશે કંઈ ખબર નથી. સાડી મૂળ સાડી જ રહે, પરંતુ તેના રંગઢંગ સાવ બદલાઈ જાય એ માટે લગભગ બધાય ડિઝાઈનરો અત્યારે મંડી પડયા છે.
એકટોમોર્ફ :
કેટેગરીમાં આવતી સ્ત્રીઓ ઓરગેન્ઝા, વોયલ, કોટન અને ભારે સાડીમાં આશાવલ્લી, તનછોઈ કે પટોળા પહેરી શકે. હાઈટ વધુ હોય પણ પગ ટૂંકા હોય એમણે બની શકે તો સિલ્કની સાડી પસંદ કરવી.
શિફોન, ક્રેપ અને ટેરીકોટન સાડીઓમાં પહેરનાર થોડા પાતળા લાગી શકે, એટલે એન્ડોમોર્ફ સ્ત્રીઓ માટે આ બધુ સૂટેબલ છે.
બોર્ડરવાળી સાડી ખરીદતી વખતે ખ્યાલ રાખો કે લાંબી, સ્લીમ સ્ત્રીએ મિડિયમથી બ્રોડ લોંગ એન્ડ સ્લિમ ફિગરનું કુદરતી વરદાન મળ્યું હોય તો બ્રાઈટ કલર્સ પહેરો અને તમારા સુંદર પગ છૂપાવતા નહીં!
સહેજ હેવી ફિગર ધરાવનારે ડાર્ક કલરના ટોપની નીચે લાઈટ સલવાર, પેન્ટસ કે સ્કર્ટ પહેરવાં જોઈએ.
ફેટી બટ પ્રીટી... શોર્ટ એન્ડ સ્માર્ટ
વેસ્ટન સ્ટાઈલનાં કપડાંની લોકપ્રિયતા વધી રહી છે, પરંતુ તેમાં એક નાનકડી સમસ્યા એ છે કે આવા ડ્રેસીસની પેટર્ન માટે આપણે હજીય મોટે ભાગે વિદેશી ટ્રેન્ડસ પર આધાર રાખવો પડે છે અને ભારતીય સ્ત્રીઓ તેમની અમેરિકન કે બ્રિટિશ ભગિનીઓની તુલનાએ ઓછી હાઈટ બોડી ધરાવે છે. માત્ર મેગેઝિનમાંથી કોપી કરેલી ડિઝાઈન કદાચ આપણા શરીર પર ઘઘા જેવી લાગે. વિદેશી જ નહીં, સુંદર ફિગર અને સારી ઊંચાઈ ધરાવતી ઇન્ડિયન મોડેલ પણ જે કપડાંમાં બ્યુટિફૂલ લાગતી હોય તે મારા તમારા જેવું એવરેજ ઇન્ડિયન ફિગર એટલે કે શોર્ટ અને સહેજ ભરાવદાર શરીર ધરાવનાર પર વિચિત્ર લાગી શકે.
પણ આ કોઈ વેરી વેરી બિગ પ્રોબ્લેમ નથી. થોડા બેઝિક રૂલ્સ યાદ રાખી લો એટલે રેડી ટુ ગો...
સ્કર્ટ અને પેન્ટ પર જેકેટ બહુ સ્માર્ટ લાગે છે, પણ એમાં ડબલ બ્રેસ્ટને બદલે સિંગલ બ્રેસ્ટેડ ડિઝાઈન પસંદ કરવી. બટન એક કે બે જ રાખવા અને તેની સાઈઝ પણ નાની હોવી જોઈએ. રેડીમેઈડ જેકેટમાં મોટા શાઈની બટન હોય તો એ કાઢી નાખીને થોડા નાના મેટ ફિનિશવાળા સારી ક્વોલિટીનાં બટન્સ લગાડી દેવા.
વધુ પડતા મોટા કોલર કે લેપલ્સવાળા જેકેટ અને શર્ટમાં તમે પોતે ઢંકાઈ જતા હો તેવું લાગશે. એટલે કોલરવેસ અથવા તો મિડિયમ કે નાની સાઈઝના શાલ-કોલર પસંદ કરવા.
શોલ્ડર પર હેવી પેડિંગ ટાળવું.
વધુ પડતી પહોળી બાંય ન પહેરવી. કાંડા પર સ્લીવના કફ સારી રીતે ફિટ થાય તે જોવું અને અહીં પણ વધુ પડતા બટનલેસ રફલ્સ વગેરે ટાળવા.
કોન્ટ્રાસ્ટ કલરના સ્કર્ટબ્લાઉઝ કે પેન્ટ બ્લાઉઝ ટાળવા હાઈકોલર તમારા માટે નથી.
સ્કર્ટ અને બ્લાઉઝ પર મોટા ફલેપ કે પેચ પોકેટ્સ રાખવા નહીં. સ્કર્ટ પહેરતા હો તો વધુ પડતા બ્રાઈટ કે તદ્દન લાઈટ કલર ટાળજો. આછી પ્રિન્ટવાળું સ્કર્ટ તેને મેચ થતા બ્લાઉઝ સાથે પહેરી શકાય.
મિનિ સ્કર્ટ પહેરતા હો તો પણ ઉપરનું બ્લાઉઝ કે જેકેટ સહેજ લાંબુ એટલે કે તમારા હિપ્સ સુધી પહોંચે એટલું તો રાખજો જ. મિનિ સ્કર્ટની સાથે મિનિ ટોપમાં તમે ઢીંગલી જેવા લાગશો.
પ્રિન્ટેડ કે એમ્બ્રોઈડર્ડ કપડાંનો શોખ હોય તો તેનો ઉપયોગ શરીરના ઉપલા ભાગ પર સીમિત રાખજો. સામેવાળાની નજર ઉપરથી નીચે નહીં, પણ નીચેથી ઉપર જવી જોઈએ.
ઓછી હાઈટવાળાની ગરદન સામાન્ય રીતે ટૂંકી હોય છે. તેની આસપાસ મોટા કોલર, હેવી સ્કાર્ફ, મોટી બો, ટાઈટ ફિટિંગ નેકલેસ (ચોકર) વગેરે હોય તો ગળું સાવ જ ઢંકાઈ જાય અને પહેરનાર વધુ શોર્ટ લાગે. તમારી ઉંચાઈમાં વધારાનો આભાસ પૂરો કરાવવામાં નેકલાઈન મહત્ત્વનો ભાગ ભજવે છે. વીનેક પહેરો, સ્કાર્ફ કે ટાઈ પહેરી હોય તો તેની ગાંઠ સહેજ નીચી વાળો જેથી ગળામાં તે વી આકારે રહે. સ્કાર્ફના છેડા જોકે કમરથી નીચે પહોંચવા ન જોઈએ.
ગળામાં પહેરેલી જ્વેલરી પણ મિડિયમ લેન્થની હોવી જોઈએ. વધુ પડતી લાંબી માળા હોય તો તેને ડબલ કરીને પહેરો.
હાથ પર વધુ પડતાં હેવી ઘરેણાં પહેરવાનો મોહ ઓછો રાખો. વધુ પડતી વીંટીઓ કે ચંકી જ્વેલરી તમારા નાના હાથને વધુ ટૂંકા બનાવી દેશે.
કપડાંની વાત કરતા હોઈએ ત્યારે શૂઝનો ઉલ્લેખ કરવો જ પડે. બરાબર ફિટિંગ વગરના ઢંગધડા વિનાની ડિઝાઈન ધરાવતા ચંપલ કે શૂઝ તમારા આખાય દેખાવ પર પાણી ફેરવી દે છે.
શોર્ટ સ્ત્રીઓ મિડિયમ સાઈઝની હિલ ધરાવતા શૂઝમાં કોફિડન્ટ લાગે છે કે એવું અનુભવે છે, પણ ઊંચા દેખાવાની લાહ્યમાં વધુ પડતી ઊંચી એડી પહેરનારી બટકી છોકરીઓ જોકર જેવી લાગે છે. તદ્દન પાતળી હિલ પણ બહુ જામતી નથી.
ક્લોઝ્ડ શૂઝનંુ અત્યારે વધુ ચલણ છે, પરંતુ આગળથી સહેજ ખુલ્લા રહેતા પગ તમારી ઊંચાઈ વધુ હોય તેવો દેખાવ ઊભો કરી શકે. બંધ શૂઝ પહેરવા જ હોય તો આગળનો ભાગ સ્કવેર કે રાઉન્ડ નહીં, પણ સહેજ પોઈન્ટેડ હોય તેવી સ્ટાઈલ પસંદ કરજો.
અને છેલ્લે મેડમ તમે સ્ત્રી છો, ઢીંગલી નહીં. એટલે યાદ રાખો કે તમારે શોર્ટ એન્ડ સ્વીટ નહીં, પરંતુ શોર્ટ બટ સ્માર્ટ લાગવાનું છે?
સાડીની બોર્ડર મિડિયમ પસંદ કરવી પણ ઊંચાઈ ઓછી હોય એમણે બને તેટલી નાની બોર્ડરવાળી સાડી પહેરવી જોઈએ. પ્રિન્ટ એબ્રોડરીમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. મોટી ડિઝાઈનમાં પહેરનારની હાઈટ ઓછી લાગે છે.
નેવુના દાયકામાં સાડી જેટલું જ મહત્ત્વ બ્લાઉઝનું પણ છે. માત્ર કલર મેચ થાય એવું પ્લેઈન બ્લાઉઝનંુ કપડું લઈને ચીલાચાલુ સ્ટાઈલમાં સીવડાવી દેવાથી કામ નહીં ચાલે બ્લાઉઝની ખરીદી અને સિલાઈમાં પણ સાડી જેટલું જ ધ્યાન આપો.
બ્લાઉઝની લંબાઈ પણ વ્યક્તિનો દેખાવ બદલવા માટે પૂરતી છે. ટૂંકુ ધડ ધરાવનારે કમર સુધી પહોંચે કે તેનાથી ય ટૂંકું હોય તેવું બ્લાઉઝ પહેરવું. કમરને બદલે કમરો હોય એમના બ્લાઉઝ નિતંબ સુધી પહોંચે એટલા લાંબા હોય તો પણ વાંધો નહીં. તદ્દન ટૂંકી ચોલી સ્ટાઈલ માત્ર સ્લિમ ફિગર ધરાવનારાઓ માટે છે.
નેકલાઈનનો આકાર જોઈએ તો પાતળી, લાંબી ગરદન પર રાઉન્ડ અને બોટ નેક સારી લાગે છે, પણ એનાથી વિરુદ્ધ જ્યારે પહેરનારે લાંબી ડોકનો ભ્રમ ઊભો કરવો હોય ત્યારે બ્લાઉઝમાં વી કે યુ શેપનું ગળું કરાવવું જોઈએ. ચાઈનીઝ કે મેન્ડેરીન કોલર ટૂંકા ગળા પર જરાય શોભતા નથી.
પહોળા ખભા ધરાવનારા માટે રેગલાન સ્લીવ બનાવો અને સાંકડા ખભા માટે ડોલમન કે ઓલ ઈન વન સ્ટાઈલની બાંય સીવડાવી શકો.
સલવાર-કમીઝ હજીય ઇન્ડિયાના ફેવરિટ ડ્રેસ તરીકે રાજ કરે છે. એકાદ દાયકા પહેલાં થોડા સમય માટે ઘૂંટણથી ઉપર રહે તેટલા ટૂંકા કમીઝ આવી ગયેલા પણ હવે પાછી લેન્થ વધી ગઈ છે. ઉલટું પરંપરાગત ઇન્ડિયન સ્ત્રીના દેખાવ સાથે લાંબા કમીઝ વધુ મેળ ખાય છે. વધુ પડતી એમ્બ્રોઈડરી, બટન કે ઠાઠમાઠવાળા કમીઝની જગ્યા હવે સિમ્પલિસિટીએ લીધી છે.
સારા પ્રસંગો માટે હજીય છોકરીઓ ઘાઘરા-ચોલી સીવડાવે છે. પણ આ સિઝનમાં ડિઝાઈનરોએ ચોલીની લંબાઈ ઘટાડવાને બદલે વધારી છે.
દરેક પ્રકારના ડ્રેસમાં અત્યારે લેયરિંગની ફેશન ચાલી રહી છે, પરંતુ તેમાં ફેબ્રિકની પસંદગી બહુ મહત્ત્વની છે ખોટી ચોઈસ થઈ જાય તો લેયરિંગથી માણસની જાડાઈ વધી જવાની પૂરેપૂરી શક્યતા રહેશે.
ભારતીય સ્ત્રીઓ તેમના પહેરવેશની બાબતમાં કોસ્મોપોલિટન શોખ ધરાવે છે. ટ્રેડિશનલ, મોડર્ન, ઇન્ડિયન, વેસ્ટર્ન દરેક સ્ટાઇલનાં કપડાં એના કબાટમાં દેખાશે.
ફ્રિલ્સ, રિબન્સ કે કોઈ પણ ઝાકઝમાળ વિનાના ડ્રેસીસ, પછી એ મિનિ હોય કે મેક્સી. હવે ફેશનમાં છે, પરંતુ મિનિ ડ્રેસ પહેરનારી છોકરી માત્ર પાતળી હોય એટલું પૂરતું નથી. તેના પગ પણ સારા હોવા જરૂરી છે. થાંભલા જેવા અને ડાઘાડૂધીવાળા પગવાળાએ મિનિ સ્કર્ટના અખતરા કરવા જેવા નથી.
ટૂંકા પગને લાંબો દેખાવ આપવા માટે વેઇસ્ટલાઈન સાથે થોડી રમત કરી શકાય. એલાઈન ડ્રેસ પર પહેરેલા પહોળા બેલ્ટથી કમર થોડી ઓછી લાગશે અને ઢળતા ખભા (સ્લોપિંગ શોલ્ડર્સ)વાળા સ્લિવમાં લાઈટ પેડિંગ કરાવી શકે.
નેરો અને વાઈડ બન્ને પ્રકારના ટ્રાઉઝર્સ અત્યારે લેડીઝમાં ફેવરિટસ છે. પગની ઘૂંટી સુધી લંબાઈ હોવી જોઈએ. પણ હેવી હિપ્સ ધરાવનાર માટે સાઈડ પોેકેટસનો મોહ રાખવો યોગ્ય નથી.
જેકેટસની લોકપ્રિયતા વધી રહી છે. ટ્રાઉઝર, સ્કર્ટ અરે, કમીઝ સાથે પણ જાતજાતનાં જેકેટસ પહેરાય છે. બ્લેક અને નેવી રંગનાં જેકેટ દરેક કલરના સ્કર્ટ કે પેન્ટ-સૂટ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય. થોડી હેવી બોડી ધરાવનારે લેપલ વગરનાં જેકેટ પસંદ કરવા.
હવે પ્રિન્ટસ સેકશનમાં જોઈએ
ચેક્સ (ચોકડા)માં જઈએ તો એન્ડોમોર્ફ ફિગરવાળાએ મિડિયમ, સ્મોલ અને પિન ચેક્સ પહેરવા જોઈએ. મોટા ચેક્સ એકટોમોર્ફ પર સારા લાગશે. સ્કર્ટમાં મોટા ચેક્સની પસંદગી કરતી વખતે યાદ રાખો કે ક્રોસ કટિંગ કરેલી ચેક્સ ડિઝાઈનથી પહેરનારને સ્લિમ લૂક મળે છે.
સ્ટ્રાઈપ્સ (પટ્ટીમાં) જોઈએ તો કેન્ડી, રેઈલ રોડ, પિન, બેંગાલ, મલ્ટિ, ડાયેગોનલ એવી કેટલી બધી વરાયટીઝ છે. પાથી અડધો ઈંચની પહોળાઈ ધરાવતી અને એકમેકથી સરખા અંતરે છપાયેલી સ્ટ્રાઈપ્સને કેન્ડી સ્ટ્રાઈસ કહે છે. તેમાં બેકગ્રાઉન્ડ સફેદ હોય છે.
પટ્ટી એક ઈંચ જેટલી પહોળી હોય તો રેઇલરોડ સ્ટ્રાઈપ્સ તરીકે ઓળખાય છે. પિનસ્ટ્રાઈપ્સ તદ્દન પાતળી, પરંતુ સ્પષ્ટ દેખાય તેવી હોય છે. બેંગાલ સ્ટ્રાઈપ્સમાં જાડી અને પાતળી લાઈન્સનું કોમ્બિનેશન હોય છે. મલ્ટિ સ્ટ્રાઈપ્સમાં બેથી વધુ રંગ હોય છે અને ડાયેગોનલ સ્ટ્રાઈપ્સ ક્રોસમાં છાપેલી હોય છે અથવા તો કપડાંની સિલાઈ વખતે એ પ્રકારે કટિંગ કરવામાં આવે છે.
સ્ટ્રાઇપ્સના ઉપયોગ દ્વારા તમે તમારા દેખાવ સાથે કેટલાય પ્રયોગો કરી શકો. જાડા અને બટકા લોકો આડા પટ્ટાવાળા કપડાંમાં વધુ ગોળમટોળ લાગશે. ઊભી પ્રિન્ટસથી વધુ હાઈટ અને ઓછી સાઈઝનો આભાસ ઊભો થઈ શકે. ટૂંકા પગ અને લાંબા ધડવાળાએ ઉપર હોરિઝોન્ટલ અને નીચે વર્ટિકલ એવા કોમ્બિનેશનમાં સ્ટ્રાઈપ્સ પ્રિન્ટનો ઉપયોગ કરી શકે.
પોલકા ડોટ્સ (ટપકાં) પણ લાર્જ, મિડિયમ અને સ્મોલ સાઈઝમાં આવે છે. અહીં પણ ચેક્સ અને સ્ટ્રાઈપ્સવાળો નિયમ લાગુ પડે છે. પાતળા કે ઊંચા માણસો મોટા ડોટ્સ પહેરે તો ચાલી જાય. બાકીના લોકોએ મિડિયમ અને નાના ટપકાં-ટપકીથી સંતોષ માનવો. ફ્લોરલ એટલે કે ફૂલપત્તાંની ડિઝાઈન માટે પણ આ જ રુલ યાદ રાખવો. કોઈ પણ પ્રિન્ટ વધુ પડતી લાઉડ, મોટી હોય ત્યારે પહેરનારની બોડી સાઈઝ તરફ પણ સામેવાળાનું ધ્યાન તરત જાય છે અને ખોટી જગ્યાએ નજર ન જાય એ માટે ડ્રેસની પેટર્નમાં ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
સાડી હોય કે મિનિ સ્કર્ટ, કોઈ પણ પહેરવેશની પસંદગી કરતી વખતે સૌથી પહેલી વાત એ જ યાદ રાખવી કે એમાં તમારા શરીરના સૌથી આકર્ષક હિસ્સા તરફ જોનારનંું ધ્યાન જવું જોઈએ અને દરેક વ્યક્તિ પાસે આવા એકાદ બે બેસ્ટ ગણાય તેવા ફીચર્સ હોય જ છે, પછી એ તમારા પગ હોય કે ગરદન અને ઉપસેલું પેટ કે પછી સ્થૂળ બાવડા જેવા સહેજ અણગમતા બોડીપાર્ટને સિફતથી ઢાંકી શકાય.
સુંદરતા માત્ર ૩૬-૨૪-૩૬ જેવા બોડી ફિગર પૂરતી મર્યાદિત નથી. દરેક જણ ધારે તો આકર્ષક લાગી શકે!
- નીપા ત્રિવેદી


