- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- આપણી પાસે સંવાદની ક્ષમતા છે. આપણે જ્યારે સંવાદ કરવા બેસીએ છીએ ત્યારે ઘણી વખત સંવેદના ખોઈ બેસીએ છીએ. ઘણી વખત આપણે સંવેદના વ્યક્ત કરવા દરમિયાન સંવાદ ખોઈ બેસીએ છીએ. આ બંને બાબતો એવી છે જે સંબંધોને વધારે નુકસાન પહોંચાડે છે.
લહજા તો બદલ ચુભતી હુઈ બાસ સે પહલે
તીર એસા તો કુછ હો જિસે નખચીર ભી ચાહે...
આપણામાં કહેવત છે કે, જીભને હાડકું ન હોય. વાત બિલકુલ ચાલે છે અને તેથી જ કહેવાય છે કે, આ હાડકા વગરની જીભ સાચવો નહીં તો શરીરના બધા હાડકા તોડાવાની પણ તાકાત રાખે છે. મૂળ મુદ્દે વાત એવી છે કે, લોકો વાત વાતામાં કહેતા હોય છે કે, હું તો બહુ જ ફ્રેન્ક છું, મને સીધું કહી દેવા જોઈએ. મને તો જે હોય એ મોઢે કહેતા જ ફાવે છે, મને પીઠ પાછળ વાત કરવાની ફાવતી જ નથી. મારે તો કડવું જ બોલવા જોઈએ. માણસનો તે સ્વભાવ હોય તે વાત સાચી પણ આ સ્વભાવ તમને પોતાને જ નડતો હોય તો તેના વિશે એક વખત વિચાર ન કરવો જોઈએ.
એક સરસ દુહો છે કે, ઐસી બાની બોલીયે, મન કા આપા ખોયે... ઔરન કો શીતલ કરે... આપ હુ શીતલ હોય... કબીરદાસજીએ ખૂબ જ સરળ ભાષામાં કહ્યું છે કે, આપણી ભાષા એવી હોવી જોઈએ કે આપણને બોલવી ગમે અને સામેની વ્યક્તિને સાંભળવી ગમે. વ્યક્તિની સફળતા, તેની સ્વીકૃતિ, તેના સંબંધો અને તેના અસ્તિત્વને તેની બોલી, તેનો લહેકો અને તેનો અવાજ ખૂબ જ અસર કરે છે. તમે શું બોલો છો અને તમે કેવું બોલો છો તેનો આધાર ખૂબ જ હોય છે. આપણા હકારાત્મક કે નકારાત્મક છાપ આપણી ભાષા અને આપણા લહેકા ઉપરથી પડે છે.
સમજવા જેવી વાત એ છે કે, જરૂરી નથી કે આપણી વાત, આપણા વિચારો કે આપણા મુદ્દા અન્ય વ્યક્તિને ગમે કે પછી તેનાથી તે પ્રભાવિત થાય કે પછી તે આપણને અનુકુળ થઈ જાય. બે વ્યક્તિ વચ્ચે મતભેદ અને વિચારભેદ હોય તે સ્વાભાવિક છે. દરેક વ્યક્તિ પોતાની રીતે તર્ક કરતી હોય છે. જ્યારે સંવાદ થાય છે ત્યારે તેમાં સંવેદના હોવી ખૂબ જ જરૂરી છે. જો સંવાદમાંથી સંવેદના જતી રહે અથવા તો સંવેદના વ્યક્ત થતી હોય અને તેનો સંવાદ યોગ્ય રીતે ન થાય તો તે પોતાની અસર ગુમાવે છે. ઉપરોક્ત શેરમાં ગૌહર હોશિયારપૂરી સાહેબ કહે છે કે, તારે વાત કરવી જ છે અને કડવી જ વાત કરવી છે કે પછી કદાચ કરવી પડે તેમ છે તો તેની રજૂઆત બદલી કાઢ. તારા શબ્દો બદલી કાઢ. વાતનો અંદાજ બદલી કાઢ. ઉર્દુમાં તો તેના માટે અદભૂત શબ્દ છે, લહજા. તે કહે છે કે, તારી રજૂઆત બદલાઈ જશે પછી કોઈ જ વાંધો નથી, પછી તો તારો શિકાર પણ તારા તીરને હસતે મોઢે સ્વીકારી લેશે. ક્યારેક ઉગ્ર લાગણીઓને, કડવી વાતોને પણ સુગરકોટેડ કરીને રજૂ કરવી પડે છે.
સારા શબ્દો, સંવેદનશીલ રજૂઆત કે પછી સારી ભાષા આપણા સાથી તરીકે કામ કરે છે. વ્યક્તિ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં હોય અને તે મીઠી ભાષાનો ઉપયોગ કરે તો તેમાંથી બહાર આવવાનો રસ્તો અને મદદ ઝડપથી મળે છે. કોઈપણ કામની શરૂઆત અથવા તો પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે વાત કરવાની લઢણ, સંવાદની શૈલી અને વ્યક્તિનો વ્યવહાર ખૂબ જ અસર કરે છે. ઘરમાં પણ માતા-પિતા અને સંતાનો, પતિ-પત્ની કે પછી અન્ય પરિવારજનો સાથે વાતચીત કરવાની એક મર્યાદા હોવી જોઈએ. તેમાં લાગણી હોવી જોઈએ. જો આપણે વગર વિચારે વાતો કરીએ કે મર્યાદા છોડી દઈએ તો ઝઘડા થવાના છે તે સ્વાભાવિક છે. આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે, ફલાણાને તો વાત કરતા જ નથી આવડતી, પેલાની સાથે તો વાત કરવા જેવી જ નથી... તે ગમે તેવા અર્થ કાઢીને ઝઘડે છે, તારી સાથે તો વાત જ કરવી નિરર્થક છે, ઢિકણા સાથે તો વાત જ ન થાય, તેને બોલતા જ નથી આવડતું.
આપણી આસપાસ પણ જો નજર કરીએ તો સમજાશે કે જે વ્યક્તિ સંવેદના સાથે વાત કરી શકે છે, પ્રેમાળ શૈલીનો ઉપયોગ કરે છે તેને સમાજ નેતૃત્ત્વ સોંપે છે. ઘણી વખત માત્ર સારી ભાષાનો ઉપયોગ કરનાર અથવા તો સારી રીતે વર્તન કરનાર સામાન્ય વ્યક્તિ પણ લોકોની પ્રશંસાને પાત્ર બને છે. ઘણી વખત આપણને એમ લાગે છે કે, સામેની વ્યક્તિ માટે કડવી વાત જરૂરી છે પણ આપણે એ ભુલી જઈએ છીએ કે, વાત કડવી છે તેથી તેને મુધર રીતે રજૂ કરવી પડશે. કડવી વાસ્તવિકતાને આપણે કડવાશ સાથે, આક્રોશ સાથે કે સંવેદનાહિન થઈને રજૂ કરીશું તો તેની અસરકારકતા મરી પરવારશે.
ગમે તેવા મોટા વિવાદ થયા હોય જો આપણે સૌમ્ય રીતે રજૂઆત કરીએ અને સહજ શબ્દો અને શાંત શૈલીમાં વતા કરીએ તો તેનો ઉકેલ ઝડપી અને સરળતાથી આવી શકે છે. આપણી ભાષા, આપણો લહેકો કે પછી આપણી અભિવ્યક્તિ એવી હોવી જોઈએ કે સામેની વ્યક્તિને ખોટું ન લાગે. સંવાદમાં સંવેદનાનો અર્થ એ છે કે, આપણે સૌથી પહેલાં એ લાગણી અનુભવવી જોઈએ જે આપણે ભાષા દ્વારા સામેની વ્યક્તિને અનુભવ કરાવવા માગતા હોઈએ. જો આપણે પોતે તેવા શબ્દો, લહેકા કે પછી અભિવ્યક્તિને સહન કરી શકતા ન હોઈએ તો આપણે સામેની વ્યક્તિને તેના દ્વારા દુ:ખી કે વ્યથિત શા માટે કરવી જોઈએ. બીજી એક બાબત એવી છે કે, ઘણી વખત આપણે લોકોને કહેતા હોઈએ છીએ કે તું એક વખત મારી જેમ વિચારી જો, મારી જેમ રહી જો અથવા તો હું જે પરિસ્થિતિમાં છું તે અનુભવી જો. બરાબર આવી જ રીતે સામેની વ્યક્તિની પણ લાગણી હોવાની જ છે. આપણે કોઈપણ વાત કરતા કે અભિવ્યક્ત થતા પહેલાં સામેની વ્યક્તિની સ્થિતિમાં તેની જગ્યાએ આપણને પોતાને રાખીને મૂલ્યાંકન કરતા નથી. જો આવું કરવા લાગીએ તો પણ આપણને ખ્યાલ આવશે કે સામેની વ્યક્તિનો પ્રતિભાવ કયા કારણે અને કેટલા અંશે આપણાથી વિપરિત છે.
આ વાત અને સંવાદની સમજની જરૂર એટલા માટે પણ કરવી જોઈએ કારણ કે હવે આપણે સંવાદ ઓછો કરીએ છીએ. સોશિયલ મીડિયાના જમાનામાં આપણે જાહેરમાં લોકો સાથે લગ્ન કરવામાં જ તેઓ ખુશ છે. કારણ કે પોતાના કરતા મોટી ઉંમરની પત્ની હોય તો તે નાની-મોટી વસ્તુઓ માટે પતિ પર બિલકુલ આધાર નથી રાખતી અને તે મુશ્કેલીઓનો સામનો કરવામાં પણ પતિની સાથે જ હોય છે. આજના યુવાનો એવી પત્ની ઈચ્છે છે, જે તેમના કામકાજની તેમ જ તેમની પોતાની મુંઝવણો પતિ સાથે વહેંચી શકે.
એક અન્ય મનોવૈજ્ઞાાનિક બાબત એ પણ છે કે પુરુષ નાની ઉંમરની છોકરીઓ સામે એક વિશેષ દબાવ અનુભવતા હોય છે અને એ છે બધી જ રીતે 'હીરો' બનવાનો દબાવ. તેમને લાગે છે કે જીવનસાથીની કસોટી પર જો તેઓ ખરા નહીં ઉતરે તો શું થશે? તેમની પ્રતિભા પર પાણી ફરી જશે. પણ મોટી ઉંમરની પત્ની હોય તો પતિ ઉપર આવો કોઈ દબાવ નથી રહેતો કે તેણે બધી રીતે હીરો બની રહેવાનું છે. અહીં તો પત્ની જ શિક્ષકની ભૂમિકામાં હોય છે અથવા તો જીવનને નજીકથી જોવાને અને અનુભવવાને કારણે પતિ પાસેથી વધારે અપેક્ષાઓ એ રાખતી જ નથી.
આથી જ લગ્નસંબંધોમાં બધું ગૂંચવણભર્યુ ં જ હોય છે, એવું નથી. આવા લગ્ન જો કોઈ ચોક્કસ કારણસર કરવામાં આવ્યા હોય તો પતિ-પત્ની બંને હીનભાવના અનુભવે છે. પ્રચલિત માપદંડોના વિરોધમાં પગલું ભરવા માટે એક ખાસ પ્રકારની હિંમત હોવી જોઈએ. અને જો એ ન હોય તો દંપતિ સમાજનો સામનો કરતા કતરાય છે. આવા જ એક દંપતિનું કહેવું છે કે તેમની વચ્ચે સમજણ અને વિશ્વાસ છે પણ જ્યારે તેઓ પાર્ટીઓમાં જાય છે ત્યારે લોકો તેમને એક વિશિષ્ટ નજરે જુએ છે. આનાથી બચવા તેમણે એવી જગ્યાઓએ જવાનું જ છોડી દીધું કે જ્યાં લોકો તેમની આ વાત જાણતા હતા.
ક્યાંક પત્નીમાં પોતાની ઉંમરને લીધે હીન ભાવના જન્મે છે તો ક્યાંક પતિને લાગે છે કે પત્ની તેના પર અંકુશ જમાવવા માગે છે. ક્યાંક તો શારીરિક સામર્થ્ય પણ બાધારૂપ બની જતું હોય છે. પોતાનાથી દસ વર્ષ મોટી સ્ત્રીના પતિ વિવેકનું પ્રકરણ આવું જ છે. લગ્ન સમયે તેની પત્ની યુવાન અને આકર્ષક હતી પણ કાલાંતરે વિવેકતો એવો જ આકર્ષક અને યુવાન રહ્યો જ્યારે એની પત્ની પહેલાં જેવી સ્ફૂર્તિલી રહી નહતી. શારીરિક અસંતુલન જાતીયજીવનમાં અસંતોષ જન્માવી શકે છે અને વાત છૂટાછેડા સુધી પણ પહોંચી શકે છે.
આ કારણોને લીધે આવાં લગ્નો ઘણી વાર તૂટી જતાં હોય છે, પણ આ જરૂરી નથી. કેટલીયે પ્રસિદ્ધ વ્યક્તિઓનું આનું ઉદાહરણ છે.
સત્ય તો એ છે કે પ્રેમ ભલે હૃદયનો વિષય છે પણ વિવાહને યથાર્થતાની કસોટી પર કસતી વખતે હૈયાની સાથે થોડી બુદ્ધિનું મિશ્રણ કરવામાં આવે તો ખુશી તમારાથી બચીને ક્યાંય નહીં જઈ શકે.


