Get The App

વિન્ટર કલેકશન .

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
વિન્ટર કલેકશન                                                 . 1 - image

- ઠંડીના દિવસોમાં ફેશનનો ગરમાવો

સામાન્ય રીતે શિયાળાની ઠંડી ઋતુમાં બધા જ ડિઝાઇનર્સ પોતાના શ્રેષ્ઠતમ કલેકશન 'વિન્ટર ફોલ કલેકશન' અથવા 'ફોલ' અથવા 'વિન્ટર ઓટમ કલેકશન'ના ટાઈટલ હેઠળ વિશાળ પાયા પર આયોજતા હોય છે. અને આ પ્રકારના 'ફેશન શો'ને સફળ બનાવવા માટે અવનવી ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે. ફાઇવસ્ટાર હોટલોમાં ગોઠવાતા 'ફેશન શો' હવે ટ્રેનમાં, બોટમાં, અરે, ફલાઇટમાં પણ યોજાતાં થઈ ગયા છે. અવનવા આકર્ષણ સાથે તેઓ પોતાના કલેકશનને ચમકાવતા હોય છે.

મૂળભૂત રીતે વિન્ટર ફોલ કલેકશનમાં ઓવરકોટની વેરાયટી જોવા મળતી હોય છે અને ગ્રાહકને પગથી પાની સુધીના લાંબા તથા માઇક્રો મિની જેવાં પોશાકની વેરાયટી પણ જોવા મળતી હોય છે. અલ્ટ્રા-સોફટ-ફેબ્રિક હંમેશા ડિમાન્ડમાં હોય છે તથા વધારે પડતું ખરબચડું ટેક્સચર પણ આ શિયાળુ સીઝનમાં વધારે સુંદર લાગતું હોય છે. વૂલબ્લેન્ડસ અને માઇક્રોફાઇબરનું કોમ્બિનેશન વર્જીન વૂલ, અંગોરા સિલ્ક માટે એકદમ પર્ફેક્ટ બની રહે છે. નિકાસ માટે પણ આ પ્રકારના કપડાંને સારો રિસ્પોન્સ મળી રહે છે. ઠંડા પ્રદેશોમાં ઓવરકોટ માટે ફર સૌથી શ્રેષ્ઠ છે. જ્યારે મધ્યમસરના હવામાનવાળા પ્રદેશોમાં એકદમ ઓછા વજનના કોટ અને પૂર્ણ રીતે લાઈન-ચેક્સ વિનાના સારા રહે છે. શીત પ્રદેશોમાં વેલ્વેટ અને લેધર કોલર્સવાળા ઓવરકોડ લોકપ્રિય બની રહે છે. આ પ્રકારના કોટ, ઓવરકોટ માટે ડિઝાઇનર્સ પોતાની કલ્પના શક્તિના બળે કલર્સ પસંદ કરે છે, પરંતુ સામાન્ય પણે ગ્રે કાળો, મરુન, ડાર્ક બ્રાઉન તરફ તેઓ વધારે ઢળે છે.

શર્ટ્સ માટે સિલ્વર, મિડિયમ ગ્રે અને ઓન્પ્રોસાઇટ કલર્સ સુટેબલ રહે છે. કોફી, ચોકલેટ બ્રાઉન સાથે લાઈટ બ્લુ ટોન્સ, ડાર્ક મરુન સાથે ઇન્ક કલર અથવા વાયોલેટ ઉત્તમ રહે છે. ઓલિવગ્રીન સાથે બ્રાઉન કલર બેસ્ટ કોમ્બિનેશન રહે છે. ટ્વિડ (ઉનનું બહુધા મિક્સ રંગનું ખરબચડું કાપડ) અને ડોનેગલ્સ સોફ્ટ ક્વોલિટી ગરમાટા માટે સરસ રહે છે. કોડરોય, સેટિનાની હાઇલાઇટ ઇફેક્ટથી કપડાં દીપી ઊઠે છે. એકવડા બાંધાની વ્યક્તિ આ પ્રકારના ઓવરકોટથી પાતળી નથી લાગતી. સ્ટ્રેચ ફેબ્રિક આવવાથી આરામપ્રદ અને પર્ફેક્ટ ફિટ મળે છે. ટ્રાઉઝર્સ પણ હવે ખરેખર ફેશનેબલ આવી રહ્યા છે, પરંતુ એમાં પ્લીટસનો આગ્રહ રાખવો જોઈએ. આખાય સૂટમાં વેસ્ટ કોટ એ સૌથી મહત્ત્વનો છે. અને હવે એમાં આવતા ફ્રી બટનિંગ સ્ટાઇલથી સ્ટાઇલિશ લાગે છે. જેકેટસમાં પણ સ્ટ્રેચ ફેબ્રિક આવવાથી સ્લીમલાઈન ટકી રહે છે અને એમાં આવતા રંગોમાં તામ્ર રંગ અને કેરેમલ ટોન્સ અને એના પૂરક રંગોમાં ગ્રે અને બ્રાઉનની રેન્જ બહુ મોટી છે. આ પ્રકારના જેકેટ્સનું ફેબ્રિક સુંવાળું હોવાથી લકઝરિયસ લાગે છે. 

ટ્રાઉઝર્સ માટે કરચલીવાળું અને કરચલી વગરનું એમ બન્ને ઠીક રહે છે. ધોવા માટેની સંભાળ લેવાતી હોવાથી તે ઉત્તમ છે. નોન આયર્ન ફેબ્રિકમાં સ્ટ્રેચ ટ્રાઉઝર પણ હવે મળે છે.  સ્પેશિયાલિસ્ટ સપ્લાયર પાસે હવે સ્ટ્રેચ મટિરિયલની ગેરેન્ટી પણ મળતી હોય છે. વૂલન ફેબ્રિક સાથે કોટન પહેરવા ઉપરાંત ડાઇડ કોટન, પોલિયેસ્ટ બ્લેન્ડ સિન્થેટિક હોવા છતાં એમાં 'વૂલી' ઇફેક્ટ ક્રિયેટ કરવાથી નવું જ લૂક પ્રાપ્ત થયું છે. તેવી જ રીતે કોટન સાથે લેધર લૂકનું પણ એવું જ છે. સ્વેડ લેધરમાં (સુંવાળું ચામડું) પણ અવનવી ટેકનિકથી ગેટઅપ બદલાઈ જાય છે.

ઉત્પાદકો પણ ફોર્મલ ડ્રેસ એ રીતે બનાવવા લાગ્યા છે કે ફરીથી યુવાન બનવાનું મન થાય. શર્ટમાં કોલર લૂકમાં સોર્ટન્ડ લેવલ તો ડિનર જેકેટસમાં 'ફ્રેશ લૂક' બનવા લાગ્યા છે. વેસ્ટકોટ્સ ટોનિંગ શેડ્સમાં મળી રહ્યા છે. શરદ અને શિયાળાની મોસમમાં ગુંથાયેલા ઉનના કપડાં ડિઝાઇનર વેર તરીકે તમને દરેક ફેશન શોમાં જોવાં મળશે. આજકાલ દિલ્હી, ચંદીગઢ, લુધિયાણા અને અમ્બાલાની કેટલીક વુલન મિલો સંયુક્ત રીતે આવા ફેશન શો યોજે છે. એમાં પણ ફેશનેબલ પુલઓવર અને વુલન ટાઇટ્સ બહુ ડિમાન્ડમાં છે. આવા પોશાકમાં નેચરલ ફાઇબરનો ઉપયોગ વધારે જોવામાં આવે છે. કોટન અને વુલનું મિશ્રિત વસ્ત્ર પહેરવામાં ખૂબ અગવડદાયક છે. આ પ્રકારના કપડાંમાં મસ્ક્યુલાઇન જોવા મળે છે. તેથી ફેશન પરસ્ત, ફિગર કોન્શિયસ લોકોને આવો પોશાક શિયાળામાં ખૂબ પસંદ પડે છે. ખાસ કરીને કામણગારી કાયા ધરાવતી કામિનીઓ અને ખડતલ શરીર ધરાવતા પુરુષો આવા વુલન પોશાક શિયાળામાં હોંશે હોંશે પહેરે છે.

- ઈશિતા