Get The App

શિયાળો અને આરોગ્ય .

Updated: Jan 2nd, 2023

GS TEAM


Google News
Google News
શિયાળો અને આરોગ્ય                                                . 1 - image


- આરોગ્ય સંજીવની- જહાનવીબેન ભટ્ટ 

અત્યારે શિયાળાની શરૂઆત થઈ રહી છે. ધીમે-ધીમે ફુલગુલાબી ઠંડી જામી રહી છે. આવી ઋતુમાં કયા-કયા ખોરાક ખાવાથી હેલ્ધી સ્વસ્થ રહી શકાય તથા આ શિયાળાની ઋતુમાં કેવા-કેવા રોગ થવાની સંભાવના રહે તની ચર્ચા આજે હું વાંચકમિત્રો સાથે કરવા જઈ રહી છું.

આયુર્વેદએ જીવનનું શાસ્ત્ર છે. દરેક ઋતુની ઋતુચર્યા તેમાં સવિસ્તર વર્ણવેલી છે. જેથી તેનું પાલન કરીને વ્યક્તિ સ્વસ્થ રહી શકે. કોઈપણ ઋતુમાં આહાર-વિહાર તથા પથ્ય-અપથ્યનો સમાવેશ ઋતુચર્યામાં થઈ જાય છે. ઋતુચર્યા આપણને આપણી ન્ૈકી જીાઅનીઅને ર્ર્ખગ લ્લચમૈા માં શું-શું ભરચહયીકરવો જોઈએ તે બતાવે છે.

આયુર્વેદમાં ઋતુઓનું વર્ણન કરેલ છે. શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. તેમાં શિશિર અને હેમંતઋતુનેં શિયાળાની ઋતુ કહેલ છે. જેમાં નવેમ્બરનાં સ્ૈગભાગથી લઈનેં જાન્યુઆરીનો સ્ૈગભાગ હેમંતઋતુ તથા જાન્યુઆરીનાં  સ્ૈગમધ્યભાગથી લઈને માર્ચનો મધ્ય- સ્ૈગભાગ શિશિર ઋતુ તરીકે આયુર્વેદમાં વર્ણવેલ છે.

અષ્ટાંગહૃદય સૂગસ્થાન અધ્યાય-૩માં દરેક ઋતુનું સવિસ્તર વર્ણન કરેલ છે.

ઠંડીની ઋતુમાં જઠરાગ્નિ પ્રદિપ્ત હોય છે. આ ઋતુમાં શરીરનાં છિદ્રો અને રૂંવાડાં ઠંડીનાં કારણે સંકોચાઈ જાય છે. જેથી શરીરની ગરમી બહાર જઈ શકતી નથી. જેથી શરીરની અંદરની ગરમી અંદર જ રહે છે. આજ કારણે આ ઋતુમાં જઠરાગ્નિ વધુ પ્રદિપ્ત હોય છે. હવે જો આ પ્રદિપ્ત જઠરાગ્નિનેં વ્યવસ્થિત આહાર ન મળે તો તે શરીરની સાત ધાતુ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્રનું પચન કરવાનું ચાલુ કરી દે છે. જેથી આ ઋતુમાં સ્વાસ્થયપ્રદ, ગુરુ અને સ્નિગ્ધ આહાર લેવાનું વિધાન આયુર્વેદમાં કરેલું છે.

હવે ગુરુ આહાર એટલે કેવો આહાર ? તેવો પ્રશ્ન વાંચકમિત્રોના મનમાં થાય તે સ્વભાવિક છે. જે આહાર પચાવામાં ભારે હોય તેને ગુરુ આહાર કહેવાય છે. આ ઋતુમાં મધુર-ગળ્યા, અમ્ત-ખાટા, અને લવણ-ખારા રસવાળા આહાર વધારે લેવાનું આયુર્વેદમાં વિધાન છે.

આ ઋતુમાં તલ, ખજૂર, ગાજરનો હલવો, દૂધીનો હલવો, કચરિયું, સીંગની ચીકી, તલની ચીકી વગેરે ખાવું હિતાવહ છે. ખીર, બેસનનાં લાડુ, ડાયફ્રુડ ચીકી અડદની દાળ મગની દાળનોં હલવો વગેરે આ ઋતુમાં લેવું જોઈએ.

આ ઋતુમાં દહીં લેવું પણ હિતાવહ છે. કારણકે દહીનું વીર્ય ગરમ છે. દહીમાં સાંકર કે મધ નાખીને લઈ શકાય છે. પરંતુ તે વાત ધ્યાનમાં રાખવી કે દૂધ અને દહીં ઉપરા ઉપરી કદી પણ ન લેવાં.

ઠંડીની ઋતુમાં ઘઉંની રોટલી લેવી બલ્પ છે. તથા તે પચાવામાં પણ ભારે છે. આ ઉપરાંત બાજરી ગરમ હોવાથી તે પણ લઈ શકાય છે. મકાઈની રોટલી પણ આરોગ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ છે. આ ઉપરાંત આયુર્વેદમાં આમ તો જૂનું ધાન્ય શ્રેષ્ઠ બતાવ્યું છે, પરંતુ આ ઋતુમાં નવા ચોખા લેવા જોઈએ. અડદની દાળ પણ બલ્ય છે.

શાકભાજીમાં દૂધી, કદદુ, પરવળ, પાલખ, મેથી વગેરે શ્રેષ્ઠ છે. લીલા પાંદડાવાળા શાકભાજીને પાણીમાં ઉકાળી તે પાણીમાં પાંદડા નીચોવી લઈ તે પાંદડાને તલનાં તેલમાં કે ગાયનાં ઘી માં શેકીને ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ લાભપ્રદ છે.

આ ઋતુમાં સફરજન, ચીકુ, દ્રાક્ષ, પપૈયા વગેરે ફળો ફાયદાકારક છે. પરંતુ આ ઋતુનું શ્રેષ્ઠ ફળ આમળા છે. આમળાએ આયુર્વેદમાં રસાયન બતાવ્યા છે. તે વયસ્થાપન પણ છે.

આ ઉપરાંત ડ્રાયફુટ જેવા કે, બદામ, અખરોટ, પિસ્તા વગેરે લઈ શકાય છે. રોજ સવારે નાસ્તામાં ૨ ચમચી ચ્યવનપ્રાશ, ૫-૭ નંગ પલાળેલી બદામ તથા કાળાતલનું કચરીયું ૨ ચમચી અવશ્ય સામેલ કરવું જોઈએ.

કાળાતલ શ્રેષ્ઠ છે. કાળાતલનેં ક્રશ કરી તેમાં ગોળનોં ભૂકો તથા ડ્રાયફુટસ નાખી ઘેર જ સ્વાસ્થયપ્રદ કચરિયું બનાવી શકાય છે.

બહારથી લાવેલી ચીજો કરતાં ઘરે જ બનાવેલી ચીજો સ્વાસ્થયપ્રદ હોય છે. તેથી ઘરની જ ચીજો ખાવાનો આગ્રહ રાખવો.

આ ઋતુમાં ખાંસી, શરદી, કફ, તાવ જેવાં લક્ષણો પણ ઘણુંખરું રહેતા હોય છે. જેમાં રસોડાની ઔષધોમાં તુલસી અને આદુસીનાં રસમાં ૧/૨ ચમચી ત્રિકટુ ચૂર્ણ મેળવી તથા મધ ઉમેરી પીવાથી શરદી-ખાંસીથી રાહત મળે છે. આ ઉપરાંત બહેડાચૂર્ણ, વાસા ધનવટી, સિતોપલાદી ચૂર્ણ, કંટકારી અવલેક વગેરે પણ વૈદ્યની સલાહ મુજબ લઈ શકાય છે. વાસા-અરડૂસીએ કાસાધ્ન છો અને શરદી-ખાંસી ઉપર શ્રેષ્ઠ ઔષધ બતાવેલું છે. આ સિવાય ઠંડીનાં દિવસોમાં ચામડી રુક્ષ થઈ જાય કે ફાટી જાય ત્યારે ત્વચાને મુલાયમ રાખવા માટે,

૧) શરીર પર તલનાં તેલનું અભ્યંગ કરવું.

૨) ત્ત્વચા  ખૂબ રુક્ષ થઈ ગયેલ હોય ત્યારે ચણાનો લોટ, હળદર અને મલાઈ મિક્સ કરી તેનું ઉબટન લગાવી શકાય છે. તેનાથી ત્ત્વચા ખૂબ જ કાંતિવાન થઈ જાય છે.

૩) આ ઉપરાંત કોલ્ડક્રીમ, બદામનું તેલ, ઓલીવ ઓઈલ, કે જૈતુન તેલનો ઉપયોગ કરવાથી ત્ત્વચાની શુષ્કતા દૂર કરી શકાય છે.

૪) સરસવ-બદામ, કોપરેલ અને જૈતુનનાં તેલ વડે શરીર પર માલીશ કરીને થોડીવાર સૂર્યનાં હળવા તડકામાં ઉભા રહી સાધારણ ગરમ પાણીથી સ્નાન કરવું. જેનાથી શરીરનો થાક ઉતરી જવાથી સ્ફૂર્તિનો સંચાર થશે. અને આપણી ત્ત્વચા પણ તંદુરસ્ત અને તાજગીભર બની રહેશે. જે ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે.

શિયાળામાં વાળની માવજત : શિયાળાના ઠંડીનાં કારણે વાળની યોગ્ય માવજત કરવી જરૂરી બની રહે છે. અઠવાડીયામાં ત્રણ વખત હેર ઓઈલ માથામાં લગાવવું. શિયાળામાં ખોડાની તકલીફ સામાન્ય રીતે વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. ખોડો હોય તો તે દૂર કરવો. અને ખોડો ના હોય તો પણ વાળનાં સંરક્ષણ માટે નિયમિત વાળમાં ઓઇલીંગ અને મસાજ કરતાં રહેવું.

આમળા અને સપ્તાહલોહનોં પેક મધ-કેળા અથવા કુવરપાઠાનાં પલ્પની સાથે માથામાં દર અઠવાડિયે એક વખત લગાવવાથી વાળની કુદરતી ચમક તથા વાળનું મોઇશ્રરાઇઝર જળવાઈ રહે છે.

આમ, ઋતુચર્યા પ્રમાણે શિયાળામાં જો પથ્યા-પથ્યનું પાલન કરવામાં આવે તો શિયાળો પૂરા વર્ષ દરમિયાનની ખૂબ જ સ્વાસ્થયપ્રદ ઋતુ બની રહે છે.

Tags :