Get The App

ઠંડીમાં હાથ-પગ જકડાઈ જાય ત્યારે?

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
ઠંડીમાં હાથ-પગ જકડાઈ જાય ત્યારે? 1 - image

અત્યારે શિયાળો એના ફુલફોર્મમાં છે. ક્યારેય ન અનુભવેલી ઠંડીનો અનુભવ આજકાલ થઈ રહ્યો છે. અહીં બ્લેન્કેટની બહાર નીકળવાનું મન નથી થતું ત્યાં કસરતની ઝંઝટમારીમાં કોણ પડે? શા માટે શિયાળામાં જ શિયાળુપાક ખાવાનો આટલો આગ્રહ થતો હશે. શું એના પાછળ પણ કોઈ સાયન્ટિફિક કારણ છે? એટલે સુધી તો ઠીક, પણ આ જ ઋતુમાં સાંધાનો દુખાવો વધી કેમ જાય છે? થોડું ચાલીએ ત્યાં પગમાં ગોટલા ચડી જાય છે. હાથ-પગ જકડાઈ જાય છે. આ બધું ઠંડીમાં જ કેમ થાય? આ બધા પ્રશ્નો વિશે આજે સવિસ્તાર માહિતી મેળવીએ.

કુદરતી છે

શિયાળાની ઠંડીમાં હાડકાં અને સાંધાને લગતી તકલીફો કુદરતી રીતે  જ વધી જાય એ વિશે ઓર્થોપિક સર્જન તબીબ કહે છે, 'વાતાવરણમાં ઠંડી વધે એમ શરીરની આંતરિક ગરમી ઘટે અને એની અસર થાય. શરીરમાં થતા રક્ત પરિભ્રમણ પર  સામાન્ય રીતે શરીરમાં જે ગતિએ બ્લડ-સર્ક્યુલેશન થતું હોય છે એ શિયાળામાં મંદ પડે છે જેને લીધે મસલ્સને મળતો લોહીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નથી મળી શકતો એટલે મસલ્સમાં દુખાવો થાય છે. એવી રીતે જ મસલ્સ દ્વારા જ લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, જે શરીરનો કચરો છે, નોર્મલ દિવસોમાં બ્લડ-સ્ક્યુલેશન દરમ્યાન તેના શરીર બહાર નિકાલ થઈ જાય છે. પણ ઠંડીમાં એ એક સ્થળે એકઠું થાય છે જેને લીધે એ ભાગમાં દુખાવો અનુભવાય છે. ઠંડીમાં પગમાં ગોટલા ચડી જાય એવું આપણે સાંભળ્યું છે એ ગોટલા એટલે જ એકઠું થયેલું લેક્ટિક એસિડ.'

શિયાળામાં મોટે ભાગે દેખાતી તકલીફો વિશે ડૉક્ટર કહે છે, 'સ્નાયુ અને હાડકાંની ફન્ક્શનિંગ-સમસ્યા ઊભી થાય અને શારીકિ સંતુલન જળાવાતું નથી એટલે આ સીઝનમાં બેલેન્સ છૂટી જવાથી પડી જવાના કિસ્સા વધુ બને છે.  સાંધામાં દુખાવો થાય, ૪૦ વર્ષથી ઉપરનાં લોકોને ઉઠવા-બેસવામાં તકલીફ થાય, વાની તકલીફ વધે, આર્થ્રાઈટિસ (સાંધામાં સોજો), સ્પોન્ડિલાટિસ (મણકામનો સોજો), માયો ફેશિયાઈટિસ (સ્નાયુના આવરણ પર સુજન), તળિયાના ભાગમાં, ટેન્ડિનાઈટિસ (માંસપેશીના ભાગમાં સોજો), ટ્રિગર ફિંગર (આંગળી વાળ્યા પછી સીધી ન થાય) જેવી બીમારીઓ વકરે છે. હાડકાનાં હલનચલનમાં તકલીફને લીધે સ્ટિફનેસ આવે છે. હાથ-પગના સ્નાયુઓ ખેંચાતા હોય એવો અનુભવ પણ થાય છે.'

કસરતનું કારણ

શિયાળામાં કસરત કરવાનું કહેવામાં આવે છે એનું પણ આ જ કારણ છે, એમ જણાવતાં ડૉક્ટર કહે છે, 'ગમે તે રીતે શરીરમાં ગરમાટો ઊભો કરવો એ જ આ સમસ્યાનો ઈલાજ છે. કસરત થકી સ્નાયુ અને હાડકાંને મૂવમેન્ટ મળે છે. આ સમસ્યાનો ઈલાજ છે. કસરત થકી સ્નાયુ અને હાડકાંને મુવમેન્ટ મળે છે. આ મુવમેન્ટથી બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે. એને લીધે લેક્ટિક એસિડનો ભરાવો થયો હોય તો એનો લોગી વાટે નિકાલ થાય છે. શિયાળુપાક જેવી પચવામાં ભારે વસ્તુ શિયાળામાં ખાવાનું કહેવામાં આવ્યું છે કારણ કે પાચનક્રિયા દરમ્યાન શરીરમાં ઉત્પન્ન થતી ગરમી શિયાળામાં મદદરૂપ નિવડે છે.'

શેની ચોક્સાઈ રાખશો?

* ઠંડીથી બને એટલું પ્રોટેક્શન મેળવવું. કોઈ પહેરે કે ન પહેરે, તમને તમારા શરીરની ચિંતા હોય તો શરમાયા વગર ઊનનું ગરમ સ્વેટર, હાથ પગનાં મોજાં, મફલર વગેરે પહેરવાં.

* ઘરનાં બારી-બારણાં બંધ રાખવાં.

* નિયમિત કસરત દ્વારા બોડીને વોર્મઅપ કરવું.

* આઉટડોર ગેમ વધુ રમવી. ક્રિકેટ, બેડમિન્ટન, ફુટબૉલ જેવી મસલ્સની મૂવમેન્ટ વધારતી રમતો આ સીઝનમાં ખાસ રમવી.

* તેલથી બોર્ડમિસાજ કરવું.

* ઘરમાં પણ સ્લીપર પહેરો. બહાર નીકળો ત્યારે સાદાં ચંપલને બદલે શૂઝ કે મોજડી પહેરવાનું રાખો.