Get The App

કમરના મણકાંની ગાદી ખસી જાય ત્યારે.. .

Updated: Jan 9th, 2023

GS TEAM


Google News
Google News
કમરના મણકાંની ગાદી ખસી જાય ત્યારે..                            . 1 - image


આજથી લગભગ થોડા વર્ષ પહેલાં ૨૮ વર્ષનાં એક બહેનને ડૉક્ટર પાસે લાવવામાં  આવ્યાં હતાં. આ સમયે તેમને કમરમાં ખૂબ  દુખાવો થતો હતો.  તે  દુખાવાને  કારણે તે બોલી શકે તેવી સ્થિતિમાં ન હતાં. તેમના પતિનાં જણાવ્યા પ્રમાણે આશરે એકાદ મહિના પહેલાં માળિયામાંથી  સીડી  ઉપર ચઢી  મોટી સાઈઝનું તપેલું ઉતારવા જતાં બહેનનો પગ લપસ્યો, તે  નીચે  પડી ગયાં અને તેમને  ક મરમાં  દુખાવો ચાલુ થઈ ગયો. તરત જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ત્યાં  કમરનાં  ફોટા   લેવામાં આવ્યાં.  કમરનાં આ ફોટા ઉપરથી જણાયું કે કમરમાં આવેલા લંબર વિભાગના ચોથા અને પાંચમા  મણકાં વચ્ચેની ગાદી ખસી ગઈ હતી આને અંગ્રેજીમાં પ્રોલેપ્સ ઈન્ટરવટબલ ડિસ્ક (પી.આઈ.ડી.) કહે છે.

આથી પથારીમાં  સહેજ હલનચલન કરવામાં આવે તો પણ તેમને કમરમાં તેમજ પગમાં ખૂબ જ દુખાવો થતો હતો. હોસ્પિટલમાં  તેમન  ઈન્જેક્શન   ગોળી આપવામાં ઉપરાંત   ટ્રેક્શનની   સારવાર આપવામાં આવી હતી. આમ છતાં ૧  મહિનાને અંતે દુખાવામાં કોઈ ખાસ ફરક પડયો ન હતો આથી કંટાળીને દર્દીને એક્યુપંકચર હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં  હતાં.

હોસ્પિટલમાં  બહેનનો દુખાવો  અસહ્ય હતો . દર્દીને પલંગમાં  સીધા સુવાડીને પગને સહેજ પણ અધ્ધર કરવામાં આવે કે હલાવવામાં આવે તો પણ  ખૂબ  દુખાવો  થતો હતો. આ દુખાવાને લીધ ે તેમનો ચહેરો ખૂબ દયામણા ે થઈ ગયો હતો. તેઓ  વાતવાતમાં રડી  પડતાં હતાં. દુખાવાને લીધે છેલ્લા ૧ મહિનાથી તેમને ઝાડો-પેશાબ પણ પથારીમાં જ કરવાં  પડતાં હતાં. ચોવીસે કલાક સુઈ રહેવાનું હોવાથી ખોરાક પણ બહુ લઈ શકાતો ન હતો. જેને લીધે શરીરનું  વજન પણ ઘટી ગયું હતું. એક મહિનાથી આ રીતે  પથારીમાં હોવાથી તેમના પતિ તેમજ તેમના  ઘરના બીજા  સર્વ  લોકો ખૂબ  મુશ્કેલી  અનુભવી રહ્યાં હતાં.

આ બહેનને ઉંધાં  સુવાડીને  બન્ને પગે  થાપાથી એડી સુધી તેમજ કમરમાં  આવેલા ખાસ પોઈન્ટ ઉપર સોય લગાવી તેની સાથે ઈલેક્ટ્રોસ્ટિમ્યુલેટરનાં વાયર જોડી ૧ કલાક  સુધી સારવાર  આપી. આ રીત ે દિવસમાં દરરોજ ૨ વખત સારવાર આપવાથી માત્ર ૧૦ દિવસમાં જ તેમને દુખાવામાં   રાહત  જણાઈ  તેમજ  પગનું હલનચલન  વધ્યું  જેને કારણે ઝાડો, પેશાબ કરવા  માટે પથારીમાંથી  ઉઠવાની  તેમને રજા  આપવામાં આવી. બીજા ૧૦ દિવસની સારવારને અંતે તેમને  હોસ્પિટલમાં તેમના રૂમમાંથી બહાર નીકળીને હોસ્પિટલની બહાર આવેલા ખુલ્લા ભાગમાં ખુરશી ઉપર બેસવાની છૂટ આપવામાં આવી.

હવે  તેઓ  લાકડીનાં  ટેકે  અથવા  દીવાલનો સહારો લઈને કે કોઈનો હાથ પકડીને ધીમે-ધીમે ચાલી શકતાં હતાં. બીજા ૨૦દિવસની સારવારને અંતે તેઓ કોઈપણ જાતનાં સહારા વગર હાલીચાલી શકવા લાગ્યા તેમજ ઉઠબેસ કરી શકવા લાગ્યા.

આથી  તેમને હોસ્પિટલની બહાર  નીકળીને  રોડ ઉપર અડધાથી ૧ કિમી જેટલા અંતર સુધી ચાલવાનું કહેવામાં આવ્યું. આ સમયે અડધા કિમીથી થોડું વધારે ચાલવામાં આવે તો તેમને કમરમાં  દુખાવો  થતો હતો. પણ પગમાં કોઈપણ જાતનો દુખાવો થતો ન હતો. સીધા ઊભા રહીને વાંકા વળીને બન્ને  હાથનાં  આંગળાથી બન્ને પગનાં અંગૂઠા પકડવામાં વળતી વખતે થોડુંક  જ  વળવાથી કમરમાં દુખાવો થતો હતો અને તે પૂરું વળી શકતા ન હતા. બીજા  ત્રણ  અઠવાડિયાંની  સારવારને અંતે ઉપરની તકલીફ પણ દૂર થઈ ગઈ. કોઈપણ રીતે ઉઠવા-બેસવામાં  અને હાલવા-ચાલવામાં કમરમાં કે પગમાં કોઈપણ જગ્યાએ તેમને દુખાવો થતો ન હતો. આથી તેમને હોસ્પિટલમાંથી  રજા આપવામાં આવી. 

આમ, સ્ટ્રેચરમાં સૂતાં-સૂતાં આવેલાં બહેન એક્યુપંકચરની બે મહિનાની સારવારથી સંપૂર્ણ સ્વસ્થ થઈ હસતાં-હસતાં અને ચાલતાં-ચાલતાં પોતાના   પાતાના પતિ અને બાળકો  વચ્ચે જઈ શક્યા. 

Tags :