Get The App

પર્ફ્યૂમ પસંદ કરતી વખતે .

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
પર્ફ્યૂમ પસંદ કરતી વખતે                                                . 1 - image

દરેક વ્યક્તિની પર્સનાલિટી મુજબ પર્ફ્યૂમ્સની પસંદગીમાં પણ વિવિધતા હોય છે. પર્ફ્યૂમની  ખરીદી કરતી વખતે તમારી પર્સનાલિટી, ઉંમર, વ્યક્તિત્વ વગેરે ધ્યાનમાં રાખવા જરૂરી છે.

ફ્લોરલ પર્ફ્યૂમમાં  ફૂલોની સુગંધ હોય છે અને આ પ્રકારના પર્ફ્યૂમ  સૌથી વધારે પોપ્યુલર  હોય છે. દરેક ઉંમરની સ્ત્રી આ પર્ફ્યૂમ વાપરી શકે છે. ગુલાબ, જેસ્મિન, લેવેન્ડર વગેરે અનેક જાતનાં ફૂલોની ્ સુગંધવાળા પર્ફ્યૂમ  માર્કેટમાં  મળે છે.

વિવિધ  પ્રકારનાં ફૂટની  સુગંધવાળા પર્ફ્યૂમ તમને તાજગીનો અહેસાસ અપાવે છે. અને યુવા વર્ગમાં એ પોેપ્યુલર  છે. ખૂબ જ સોફિસ્ટિકેટેડ અને મેચ્યોર મહિલાઓ માટે ચંદન,  સુખડ અને દેવદારની વૃક્ષોેની  સુગંધવાળા પર્ફ્યૂુમ  પર્ફેક્ટ ચોઈસ ગણાય છે. જો તમે ચાળીશ વર્ષની ઉપરના હો અને બિઝનેસ હાઉસમાં  કામ કરતા હો તો આ પ્રકારનાં પર્ફ્યૂમ તમારી  પર્સનાલિટીમાં વધારો કરશે. જો મતે કોર્પોરેટ જગતમાં હો તો સ્પાઈસી પર્ફ્યૂમ બેસ્ટ  ચોઈસ ગણાશે. આ પ્રકારના પર્ફ્યૂમ્સની  સ્મેલ ખૂબ જ સ્ટ્રોન્ગ હોય છે અને સાંજની  પાર્ટીઓમાં  તેમ જ ખાસ પ્રસંગોમાં પણ વાપરી શકાય  છે. એમાં વેનિલા, કસ્તુરી અને અમુક ફૂલોની તીવ્ર સુગંધ હોય છે.

પર્ફ્યૂની  સુગંધ  બોટલમાંથી જાણી ન શકાય. તમારા પલ્સ પોઈન્ટ એટલે કે જ્યાં તમારી નાડીઓ  ત્વચાની  એકદમ નજીક હોય એવા સ્થાને એટલે કે કાંડા પાસે,  કાનની પાછળ, ગળા  પર તમે પર્ફ્યૂમ છાંટીને  ટ્રાય કરી શકો છો.  પર્ફ્યૂમ છાંટયા પછી  પાંચ મિનિટ બાદ એની સાચી સુગંધ જાણી શકાય છે. જો તમારી સ્કિન ડ્રાય  હોય તો પહેલાં મોઈશ્ચરાઈઝર લગાવીને પછી પર્ફ્યૂમ  લગાવવવું જેથી  એને લાંબા સમય સુધી જાળવી શકાય.

યુડી ટોઈલેટ (ઈડીટી) કરતાં યુડી પર્ફ્યૂમ (ઈડીપી) વધારે તીવ્ર હોય છે અને એટલે એ વધારે સમય સુધી ટકે છે.

 પર્ફ્યૂમના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે

પર્ફ્યૂમના ડાઘને પરસેવાના ડાઘ સમજી તકેદારી રીખો. અને બને એટલા જલદી કાઢી નાખવા પ્રયત્ન કરો. કોટન જેવા વોશેબલ કપડાં પરથી આ ડાઘ કાઢવા લીંબુનો રસ લગાડી ઘસી નાખો. ચપટી ડિટર્જન્ટ અને પાણીથી પણ આ કાઢી શકાય. ત્યારબાદ  તરત જ  એને હાઈ ટેમ્પરેચર પર ધોઈ લો. માત્ર  ડાર્ક કે બ્લેક રંગનાં કપડાં આ  રીતે નહીં  ધોઈ શકાય. જો સિલ્ક કે સાટીનનું  કપડું હોય તો ડ્રાય ક્લીન કરાવવું જ યોગ્ય  રહેશે. તમે ગમે તેટલી જલદીમાં હો હમેશાં એ વાતનું  ધ્યાન  રાખો કે પર્ફ્યૂમ શરીર પર છાંટવા માટે છે,  કપડાં  પર નહીં.

નાનામોટા સૌને પસંદ આવે એવું પરફ્યુમ ગિફ્ટ આપવા માટે બેસ્ટ ઓપ્શન છે. આજના જમાનામાં પરફ્યુમ સ્ટાઈલ અને ફેશનનું પ્રતીક બની ગયું છે. વ્યક્તિ જે પ્રકારનું પરફ્યુમ પસંદ કરે છે એના પરથી તેની અભિવૃત્તિનો અંદાજ આવી જાય છે. દરેક વ્યક્તિ પોતપોતાની પસંદગી અનુસાર પરફ્યુમ પસંદ કરે છે. દરેક વ્યક્તિની ત્વચા અલગ-અલગ હોય છે અને તેમના શરીરની ગંધ પણ અલગ હોવાને કારણે ઘણી વાર એક પરફ્યુમ એક વ્યક્તિ માટે યોગ્ય હોય પરંતુ બીજી વ્યક્તિ માટે યોગ્ય ન હોય એવું પણ બની શકે છે. એટલે પરફ્યુમની પસંદગી યોગ્ય રીતે કરવી જરૂરી છે.

પરફ્યુમ ટેસ્ટ કરીને ખરીદો

પરફ્યુમ ખરીદતી વખતે ક્યારેય એને ડાયરેક્ટ ત્વચા પર ન છાંટવું, પરંતુ સૌથી પહેલાં દુકાનમાં ઉપલબ્ધ કાર્ડસ્ટ્રિપ પર નાખીને ટેસ્ટ કરવું, જેથી એની વાસ્તવિક સુગંધ જાણી શકાય. ત્યારબાદ તમારી પસંદગીનું પરફ્યુમ તમારા પર ટેસ્ટ કરી જોવું. દુકાનમાં પરફ્યુમ અને કોલન બન્ને મળે છે. આ બન્નેમાં થોડોક તફાવત હોય છે. પરફ્યુમમાં એસેન્શિયલ ઓઈલની માત્રા વધારે હોય છે, જ્યારે કોલનમાં આલ્કોહોલની માત્રા વધારે હોય છે. પરફ્યુમની સુગંધ વધુ ટકે છે, જ્યારે કોલનની સુગંધ ઓછો સમય ટકે છે. જે પુરુષો  પરફ્યુમ કે કોલનનો વપરાશ ન કરતા હોય તેઓ આફ્ટરશેવ લોશન વાપરે તો પણ દિવસભર તાજગીનો અહેસાસ કરી શકે છે.

સ્થળ અને સીઝન પ્રમાણે પસંદગી

જો તમે કામ કરતી વ્યક્તિ હો તો જ્યાં કામ કરો છો એ સ્થળ કેટલું મોટું છે એના  આધારે પણ પરફ્યુમની પસંદગી થઈ શકે. નાની જગ્યા માટે તીવ્ર સુગંધવાળું પરફ્યુમ  પસંદ ન કરવું. બલકે લાઈટ સુગંધ આપતું સિટ્રસ અથવા લેમન-બેઝ્ડ પરફ્યુમ પસંદ કરવું. 

 નાની જગ્યામાં  આછી સુગંધવાળું પરફ્યુમ  વાપરવાથી તમે ફ્રેશનેસ અનુભવશો તોમ જ તમારી આસપાસના લોકોને પણ  પરેશાની નહીં થાય. ભીડભાડવાળી જગ્યામાં ફ્રૂટી પરફ્યુમ  વાપરવું યોગ્ય રહેશે.  ઠંડીની સીઝનમાં તીવ્ર સુગંધવાળું પરફ્યુમ  પસંદ કરવું. 

જ્યારે ગરમીની સીઝનમાં મંજ અને ભીની સુગંધવાળું પરફ્યુમ  પસંદ કરવું.  તૈલી ત્વચાવાળા સ્ટ્રૉમ્ગ પરફ્યુમ  વાપરી શકે, જ્યારે સૂકી ત્વચાવાળાએ લાઈટ પરફ્યુમ  વાપરવું જોઈએ. શાવર લીધા પછી પરફ્યુમને તરત જ લગાવવાથી તમારું શરીર સુગંધને જલદી શોષી લે છે.

ગરમીઓમાં મોજાં કે ઈનરવેઅર જેવાં વસ્ત્રો ધોતી વખતે પાણીમાં પરફ્યુમનાં એક-બે ટીપાં નાખી  દેવાથી પસીનાને કારણે એમાં દુર્ગંધ નહીં આવે.