સ્ત્રી ક્યારે અને કઈ રીતે ચરમસુખ પામી શકે ?
* રતિસુખમાં પુરુષ કઈ રીતે જાણી શકે કે સ્ત્રી ચરમ સુધી પહોંચી ગઈ છે?
* રતિસુખમાં ચરમ ક્ષણનાં લક્ષણો પણ ક્ષણિક હોય છે. જો પુરુષનું ધ્યાન એ ક્ષણોએ લક્ષણોને ઓળખવા-પામવામાં પરોવાયેલું રહે તો એ કામક્રિયામાં પૂરી રીતે તન્મય નહીં થઈ શકે અને આ ક્રિયા એને સુખકારક લાગવાને બદલે માત્ર મજૂરી કરવા જેવી લાગશે. સીધું સ્ત્રીને પૂછી લેવું જ ઉત્તમ ઉપાય છે. ખાસ તો એ કે તેમાં પૂછવાની જરૂર પણ રહેતી નથી. સ્ત્રીના પ્રત્યાઘાત, તેની વર્તણૂક પરથી જ કળી શકાય છે કે એ ક્લાઈમેક્સ પર પહોંચી છે કે નહીં.
* શું એવી શારીરિક નિશાનીઓ છે જેનાથી પારખી શકાય કે સ્ત્રી ચરમ સુખ મેળવી શકી છે?
* જો કોઈ શરમાળ સ્ત્રી ચરમ સુખની કક્ષાએ પહોંચે તો એ યોનિના અનૈચ્છિક સંકોચનને તો કદાચ છુપાવી શકે, પરંતુ પોતાના લાંબા લાંબા શ્વાસ લેવાની નિરંકુશ બની જતી હરકતને કઈ રીતે છુપાવી શકે? આને કારણે, કશું પણ બોલ્યા વિના જ, એ પુરુષને બતાવી દે છે કે તે ચરમ સુખ મેળવી શકી છે. આવી અવસ્થામાં સંભોગ પછી, એ શાંત તથા શારીરિક ષ્ટિએ સંતુષ્ટ પણ દેખાય છે.
* સ્ત્રીઓ પોતાના રતિસુખની ચરમ ક્ષણે (ક્લાઈમેક્સ)નું વર્ણન કઈ રીતે કરે છે?
* ક્લાઈમેક્સનું વર્ણન સ્ત્રીઓ પોતપોતાની રીતે કરે છે. ગુજરાતી સ્ત્રીઓ ક્લાઈમેક્સની અનુભૂતિને 'સુખ' શબ્દ દ્વારા વ્યક્ત કરે છે. હિન્દીભાષી સ્ત્રીઓ 'સંતોષ' શબ્દનો પ્રયોગ કરે છે. વહોરા સ્ત્રીઓ એને 'પરમસુખ' કહે છે, મહારાષ્ટ્રની સ્ત્રીઓ 'સમાધાન', ઉર્દૂભાષી સ્ત્રીઓ 'સુકુન', સિંધી સ્ત્રીઓ 'શાંતિ', તમિળ સ્ત્રીઓ 'તૃપ્તિ', તેલુગુ સ્ત્રીઓ 'સંતૃપ્તિ' શબ્દો દ્વારા પોતાના ક્લાઈમેક્સના અનુભવને વર્ણવે છે. ઝૂંપડપટ્ટીમાં રહેતી સ્ત્રીઓ એને 'નશા' પણ કહે છે. અંગ્રેજીભાષી સ્ત્રીઓ ક્લાઈમેક્સ અતવા ઓર્ગેઝમ કહે છે. ક્યારેક-ક્યારેક એવું પણ સાંભળવા મળે છે કે ડોક્ટર સાહેબ, એવું લાગ્યું જાણે, બસ હવે બીજું કશું નથી જોઈતું. સારું એ જ રહેશે કે ખુદ સ્ત્રીને જ પૂછી લેવું કે ચરમ સુખની અનુભૂતિ થઈ કે નહીં. સેક્સોલોજિસ્ટના ક્લિનિકમાં આવતી સ્ત્રીઓ ઘણીવાર ચરમસુખનું વર્ણન કરતાં કહે છે કે 'આવા સમયે ખૂબ મીઠું મીઠું લાગે છે. સ્વર્ગનો આનંદ મળ્યાનો અહેસાસ થાય છે.'
* શું એ જરૂરી છે કે સ્ત્રી માત્ર સંભોગ દ્વારા જ ક્લાઈમેક્સનું સુખ પામી શકે?
* નહીં, મહત્ત્વનો છે સંતોષ, પછી એ ગમે તે રીતે મળે. ઘણી સ્ત્રીઓ સંભોગ પૂર્વની પૂર્વરમત (ફોર પ્લે)માં જ ઘણો આનંદ અનુભવી લે છે.
* શું યોનિ-દીવાલોના ઘર્ષણ દ્વારા જ ક્લાઈમેક્સ પર પહોંચવું પણ સામાન્ય ગણાય?
* હા, એવું પણ બને. એવી પણ સ્ત્રીઓ છે. જે ફ્રિજિડ (ઠંડી) હોવાનો દાવો કરે છે કારણ કે માત્ર સંભોગ દ્વારા ક્લાઈમેક્સ પર પહોંચવામાં એ અસફળ રહે છે. યોનિની દીવાલોના પરસ્પર ઘર્ષણ દ્વારા ક્લાઈમેક્સ પર પહોંચવું સામાન્ય અને સ્વાભાવિક છે. જરૂરી નથી કે સ્ત્રી સંભોગ દરમિયાન ચરમ સીમા અનુભવે. મહત્ત્વપૂર્ણ વાત છે સંતોષ. ભલે તે કોઈ અન્ય રીતે પણ મળે.
* શું સંભોગ દરમિયાન યોનિ-દીવાલોને સહેલાવવી જરૂરી છે?
* કેટલીક સ્ત્રીઓનું કહેવું છે કે સંભોગ દરમિયાન એમની યોનિમાં પૂરતું ઘર્ષણ પેદા થાય છે. કેટલીક સ્ત્રીઓ થોડોક વધુ દબાવ પસંદ કરે છે. કેટલીક સ્ત્રીઓ ધીમા દબાણ સાથે યોનિ પટલ (દીવાલ)ને સહેલાવવાનું પસંદ કરે છે. ક્લાઈમેક્સ પર પહોંચવા માટે કેટલીક સ્ત્રીઓને માત્ર સંભોગ જ પૂરતો છે, ત્યારે કેટલીક મહિલાઓને વધારાનું ઘર્ષણ જરૂરી બને છે!
* યોનિ-દીવાલોમાં વધારે ઘર્ષણનું સુખ સ્ત્રીઓ માટે સૌથી વધુ ક્યા આસનમાં શક્ય બને છે?
* આસનની પસંદગી વ્યક્તિગત ગમા-અણગમા અને સ્ત્રીનું શરીર કેટલું જાડું પાતળું છે એના પર આધાર રાખે છે છતાં લગભગ ૩૦૦૦ સ્ત્રીઓને પૂછવામાં આવેલા આસનની પસંદગી વિષેના સવાલમાં ૭૫ ટકા જેટલી સ્ત્રીઓએ કહ્યું હતું કે તેઓ પુરુષ ઉપર હોય એવી આસનસ્થિતિ વધુ પસંદ કરે છે. આ આસન કદાચ સ્ત્રીઓને એટલે વધુ પસંદ પડે છે કે એમાં યોનિની અંદર વધુ ઘર્ષણ પેદા થાય છે. શિષ્નનો યોનિપ્રવેશ વધુ ઊંડો અને સરળ બને છે અને કામક્રિયામાં એક નાવિન્યનો પણ અનુભવ મળે છે.
* શું આંકડીના ઉપયોગથી સ્ત્રીને ચરમ સુખ અનુભવવામાં કોઈ મુશ્કેલી નડે છે ખરી?
* ના, આંકડી (લુપ) યોનિમાં થોડી ઊંડે મૂકવામાં આવે છે. જ્યાં ભાગ્યે જ કોઈ સંવેદનશીલ તંતુ હોય છે. વાસ્તવિક ઉત્તેજના યોનિના ઉપરના મુખ પાસેના ભાગ, એટલે કે મુખ પાસેની દીવાલો અને તેની આસપાસનો ભાગ જ સંવેદનશીલ હોય છે. મુખ પાસેના ત્રીજા ભાગમાં પેદા થતી ઉત્તેજના અને ઘર્ષણની અસર જ સંભોગ સુખની ચરમ સીમા સુધી પહોંચવાની પ્રક્રિયા પર થાય છે એટલે આંકડી બાધારૂપ બનતી નથી.
* સ્તનની નિપલના મર્દનથી સ્ત્રીને ચરમ સુખની અનુભૂતિ કરાવી શકાય ખરી?
* હા, ચોક્કસ જ કરાવી શકાય, પરંતુ બહુ ઓછા કિસ્સાઓમાં એવું બને છે.
* યોનિની દીવાલોના પરસ્પર ઘર્ષણ દ્વારા પ્રાપ્ત થતાં સુખમાં અને સંભોગ દ્વારા પ્રાપ્ત થતાં ક્લાઈમેક્સનાં સુખમાં કોઈ તફાવત હોય છે ખરો?
* ના, કોઈ તફાવત નથી. 'વાસ્તવિક' કે 'અવાસ્તવિક' ચરમ સુખ જેવી કોઈ ચીજ છે જ નહીં. આ બંને પ્રકારે મળતા સંતોષની - સુખની માત્રામાં ફેરફાર હોઈ શકે, પરંતુ ચરમ સુખ આખરે ચરમસુખ જ હોય છે.
* શું ગર્ભધારણ અને આદર્શન કામસુખ માટે પતિ અને પત્ની બંનેનું સાથે સાથે જ ક્લાઈમેક્સ પર પહોંચવું જરૂરી છે?
* નહીં. ન તો આ ગર્ભધારણ માટે જરૂરી છે, ન તો કામસુખ માટે. પુરુષ અને સ્ત્રી બંને સાથે સાથે ક્લાઈમેક્સ પર પહોંચી શકે અથવા વહેલા-મોડા.
* કેટલીક સ્ત્રીઓ ક્લાઈમેક્સ પર શા માટે નથી પહોંચી શકતી?
* સામાન્ય કારણ એ છે કે પતિ સ્ત્રીને અયોગ્ય રીતે ભોગવી લેતો હોય અને ઉત્તેજિત કરી શકતો નથી. સ્ત્રી પતિને એ રીત નથી બતાવી શકતી કે એ કઈ રીતે ઉત્તેજિત થાય છે. એ પોતાના કામસુખને ભૂલીને પતિને કામસુખ આપવાની કોશિશમાં વધારે લાગી રહે છે. બીજું કારણ છે કામક્રિયામાં બાધા પહોંચાડતી દવાઓનું સેવન, ઉદાસીનતા, ચિંતા. અપરાધ ભાવ અને યોનિમાંની શિથિલ પેશીઓ.