પત્નીને ખુશ કરવા અને તે ખાસ છે એવી અનુભૂતિ આપવા શું કરશો......?
પત્નીને સમજવા અને ખુશ કરવા મથતા પુરૂષોના મનમાં સામાન્યપણે મિથ્યા ભ્રાંતિ હોય છે કે તેને ખુશ કરવા મોંઘી ભેટસોગાદો આપવી આવશ્યક છે. પરંતુ તેમાં તેઓ અમુક નાની નાની બાબતો ચૂકી જતા હોય છે જે મહિલાઓને મોંઘી ભેટ કરતા પણ વધારે ખુશી આપતી હોય છે. આવો જાણીએ પત્નીને ખુશ કરી તેને તે ખાસ છે એવી અનુભૂતિ કરાવવા પુરુષોએ કરવા જેવી અમુક ખિસ્સાને પરવડે એવી બાબતો....
પત્નીની સમક્ષ પ્રેમની અભિવ્યક્તિ કરો
મોટા ભાગની સ્ત્રીઓને સ્વયંને ખૂબ પ્રેમ કરતા પુરૂષો ગમતા હોય છે. તેથી પત્નીને સમયાંતરે ગળે મળતા રહો. તમારો પ્રેમ અભિવ્યક્ત કરો. તે તેની કદર કરશે. સાચા પ્રેમની અભિવ્યક્તિ ખૂબ જ અસરકારક હોય છે અને વારંવાર તમારી અભિવ્યક્તિથી માત્ર પત્ની ખુશ જ નહીં થાય પરંતુ તમારો સંબંધ પણ ખૂબ જ ગાઢ બનશે.
સારા શ્રોતા બનો
મહિલાઓને એવા પુરુષ હમેશાં ગમતા હોય છે તેમની વાતોને ધ્યાનપૂર્વક સાંભળે. જો તમે આ આદત કેળવશો તો તમે પત્નીના માનીતા બની જશો. તેથી જ્યારે પણ પત્ની તમારી સાથે વાત કરતી હોય ત્યારે મોબાઈલ પર ધ્યાન આપવાને કે પછી ટીવી જોવાના બદલે પત્નીની આંખો તરફ જોઈને તેની વાતને ધ્યાનપૂર્વક સાંભળો તેનાથી તમે પત્નીનું મન જીતી લેશો અને તેને પણ તે ખાસ છે એવી અનુભૂતિ થશે
ડેટ નાઈટનું આયોજન કરો
હા બરાબર વાંચ્યું તમે લગ્ન બાદ પત્નીને પતિ સાથે સમય વ્યતીત કરવાની ઈચ્છા હોય છે તેવામાં તમારી આવી ડેટ નાઈટનું આયોજન તેની ખુશીને બમણી કરી દેશે તમે તેમાં પત્નીને ગમે તેવું ભોજન પસંદ કરી શકો છો અને તેની સાથે સારો સમય પસાર કરી શકો છો. તેનાથી તે પોતે તમારા માટે ખાસ વ્યક્તિ છે તેની અનુભૂતિ પણ તેને થશે.
ક્યારેક સવારનો નાસ્તો તમે બનાવો
કહેવાય છે કે કોઈના હૃદય સુધી પહોંચવાનો રસ્તો તેમના પેટથી શરૂ થાય છે. છોકરીઓને કોઈ તેમના માટે સ્વાદિષ્ટ ભોજન બનાવે તે ખૂબ જ ગમે છે. વહેલી સવારમાં પત્ની સૂતી હોય ત્યારે તેના માટે ગરમાગરમ કોફી અને એકાદો નાસ્તો બનાવી શકાય જો તમને ખાવાનું બનાવતા ન આવડતું હોય તેમ છતાં તમે ઈન્ટરનેટ પરથી ઝડપથી અને સહેલાઈથી બનતી વાનગીઓ સરળતાથી શીખી શકો છો. અને સવાર સવારમાં આવી અનોખી સરપ્રાઈઝથી તમે પત્નીના મનમાં તમારું આગવું સ્થાન મેળવી લેશો.
બાંધછોડ કરતા શીખો
કોઈ એક સંબંધમાં બે વ્યક્તિઓ જોડાયેલી હોય છે તેથી તમે સદૈવ તમારું ધાર્યું ન કરી શકો તે તેનો વણલખ્યો નિયમ છે. તેથી ક્યારેક નાની નાની બાબતોમાં બાંધછોડ કરશો તો તમે પત્નીને વિશ્વાસ દેવડાવશો કે તમે તેની ફીકર કરો છો. અને તે પણ દર્શાવશે કે તમે ઠરેલ વ્યક્તિ છો અને તમને પત્નીની લાગણીની પણ ચિંતા છે.
તેને સુરક્ષિતતાની અનુભૂતિ આપો
આ પ્રકારે તમે નિશ્ચિતપણે શારીરિક રીતે અ સુરક્ષિત રાખવાની વાત સમજશો પરંતુ આમાં તમારે તેને ભાવનાત્મક રૂપે સુરક્ષિતતા આપવાની છે. તમારા ભાવનાત્મક વિચારોને તેની સમક્ષ ખુલ્લા મૂકો. અને તેની પાસેથી જાણવાનો પણ પ્રયાસ કરો કે તે મુશ્કેલી પરિસ્થિતિમાં કેવો અનુભવ કરી રહી છે તે જાણવાનો પ્રયાસ કરો તેની હિંમત બનો. જો તમે તેના મુશ્કેલ સમયમાં તેની સાથે તેની હિંમત બની રહેશો અને તેન સ્વયંને વ્યક્ત કરવાની તક આપશો. તો તે તમારા સંબંધને વધુ ગાઢ બનાવશે.
તમારી હાજરીની જીદ ના કરો
કેટલીક સ્ત્રીઓ તેના પતિને સદૈવ તેની આસપાસ ઝંખે છે તો કેટલીકને આ પસંદ નથી હોતું. તેથી તેને સરળ બનાવવા તમે પોતે જ તેને પૂછો લો કે તે શું ઈચ્છે છે. ખાસ કરીને ડૉ. સાથેની મુલાકાત વખતે આવી નાની નાની બાબતો જ તમારા સંબંધને મજબૂત બનાવે છે.
હાથે બનાવેલી ભેટ આપો
આ ખરેખર ખૂબ જ ઉત્કૃષ્ટ ઉપહાર છે જે તમે પત્નીને આપી શકો છો. પછી તે નાના માં નાની વસ્તુ કેમ ન હોય આમા તમે હાથે લખેલો પત્ર, કે પછી ભોજન આપી શકો છો. તે સિવાય તમે તેને હાથે બનાવેલો પુષ્પગુચ્છ કે પછી ચિત્ર પણ આપી શકો છો. આ તેના માટે સર્વશ્રેષ્ઠ ભેટ સિદ્ધ થશે. અને તેવો આનંદ તેને મોંઘામાં નોંધી ભેટથી પણ તમે નહીં આપી શકે.
સવારના પહોરમાં તેને મેસેજ કરો
સ્માર્ટફોન આજની પ્રથમ જરૂરિયાત બની ગયો છે. પરંતુ તેમાં દિવસભરમાં આવતા ઢગલાબંધ મેસેજની સામે તમારા મેસેજની તેને દિવસભર પ્રતિક્ષા હોય છે. જો તમે સવારના પહોરમાં પત્નીને કોઈ સારો મેસેજ લખશો તો તમે તેની દિવસભરની ખુશીનું કારણ બની જશો. અને તેના મનમાં પણ છવાયેલા રહેશો.
તેને ગમતું હોય એવું વર્તન કરો
તને તમારી પત્નીને ખૂબ જ સારી રીતે જાણતા હોય તો તમે તેને જે ગમતું હોય તે કરવાનો પ્રયત્ન કરો. તે પણ તમારા આ બદલાયેલા વર્તનની નોંધ લેશે અને બની શકે તે પણ તમને ગમતું હોય એવો વર્તન કરવાનો પણ પ્રયત્ન કરશે.
આમ માત્ર મોંઘેરી ભેટસોગાદો કરતા સંબંધોમાં આવી નાની બાબતોનું ધ્યાન પણ તમારી પત્નીને ખુશ રાખવા અને તે ખાસ છે. એવું દર્શાવવા પૂરતું છે. તો નાની નાની બાબતોને સંબંધમાં ઉમેરી સંબંધોની મીઠાશને મજબૂતી પણ અર્પો.