Get The App

વૈશાખી વાયરાની બળતરાથી બચવા શું કરવું? .

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
વૈશાખી વાયરાની બળતરાથી બચવા શું કરવું?                   . 1 - image

સિગ્નલ  પાસે તમારી ગાડી ઊભી રહે છે અને એક નાનો છોકરો હાથમાં કપડું લઈ ફટાફટ તમારી ગાડીના કાચ સાફ કરવા માંડે છે. તમે એને ના પાડો છો તો પણ તે માનતો નથી.  ભણવાની આ વયમાં તેનું આ  રીતે કામ કરવું તમારા મનને ઠેસ પહોંચાડે છે. ઘણા સવાલો ઊઠે છે મનમાં તેની  નિરક્ષરતા અને સમાજ તેમજ દેશની અધોગતિ તરફ। આમાં આપણા દીકરાનું   પ્રતિબિંબ દેખાય છે. પરંતુ તે છોેકરા પાસે સમય નથી.   તે પોતાના  હાથ આગળ લંબાવે છે.  આનાકાની કરતાં તે છોકરાની હથેળીમાં આઠાનાનો  એક સિક્કો મૂકી દો છો. તે તરત જ માથું ફાટી જાય તેવી અસહ્ય ગરમી અને તડકામાં ઊઘાડા પગે વીજળીની જેમ સિગ્નલ ચાલુ ન થાય  એની  પહેલાં તો બીજી ગાડીને સાફ કરવા પહોંચી જાય છે.

એને જોઈને મનમાં ગભરામણની સાથે આશ્ચર્ય પણ થાય છે. ઉફ! આટલી ગરમી  કેવી રીતે સહન કરે છે તો આ લોકોે? ગાડીમાં બેઠા બેઠા તો આપણો પરસેવો છૂટી જાય છે. અને માથું  ભારે થઈ  ભમવા  લાગે  છે.

ફક્ત ગાડી સાફ કરવાવાળા જ નહીં પણ તમે  રસ્તા પર ઘણા બાળકો અને યુવકોને  જોયાં હશે જે સમાચાર પત્ર, ફૂલ વેચતા હોય છે,  માથે  વજન ઊંચકીને દોડતાં હોય છે, ભીખ માંગતા હોય છે, ભલે ઉપર આકાશથી સૂરજ પોતાના કિરણોથી અસહ્ય ગરમીને તેના પર વરસાવ્યા કરતો હોય  આવી સ્થિતિમાં પણ તેઓ કામ કરે છે. ખાતા-પીતાં હોય છે. શું આમની ઉપર ગરમી અને તડકાંની કોઈ જ અસર નહીં થતી હોય? જ્યારે આપણા બાળકો ઘરનાં સુરક્ષિત વાતાવરણમાં રહેતા હોય છે. ઉત્તમ ભોજન કરતાં હોય છે. તો પણ થોડાક  તડકામાં રમીને આવ્યા અને ફ્રિજમાંથી ઠંડુ પાણી પી લીધું અથવા તો રજાઓમાં બહાર ફરીને આવ્યા જ્યાં આઈસ્ક્રીમ  વેફર  કાંઈક ચટપટું ખાઈ લીધું અને બીજે જ દિવસે  તમે જોશો કે એમનું ગળું ખરાબ થઈ ગયું.  અહીં ઉધરસ અને સખત તાવ આવી ગયો. એમની તબિયત આટલી નાજુક કેમ છે?

આવું બાળકોની સાથે નહીં પણ મોટાઓ સાથે પણ થાય છે. તડકામાં ઘરેથી બહાર નીકળ્યા, રસ્તામાં તરસ લાગી અને  ઠંડુ પી લીધું   બીજે દિવસે સવારે ઉઠયા કે અવાજ ભારે થઈ ગયો, ગળામાં દુખવા માંડયું,  તાવ  આવી ગયો.

મુંબઈની ગરમીની વિશેષતા :

 એમ તો વરસમાં મુખ્ય ત્રણ  ઋતુઓ  બધાં પ્રદેશોમાં જોવામાં આવી છે.પણ, એક વિશેષતા છે મુંબઈની ગરમીની કે જેનાથી મુંબઈમાં ન રહેવાવાળાઓને ખાસ ચિડ છે અને તે છે ચીકણી ગરમી, આમ તો મુંબઈ સમુદ્રની પાસે છે એટલે વાતાવરણમાં  ગરમી સાથે ભેજનોે પણ સમાવેશ છે જે બીજા પ્રદેશોની ગરમીની તુલનામાં તબિયત પર અલગ અસર કરે છે. 

ગરમીમાં થનારી બીમારી : ઘણાં લોકોને તડકામાં  બહાર  નીકળ્યા પછી માથું દુ:ખવું અને અડધું માથું  દુખવું  જેવી ફરિયાદો હોય છે. સંવેદનશીલ વ્યક્તિઓ પર ગરમીની અસર  મન અને તન બંને પર દેખાય છે. ગરમીને લીધે ચિડાઈ જવું, ગભરામણ, આંખોમાં બળતરા, તળિયામાં બળતરા, ઊંઘ ન આવવી જેવી ફરિયાદ ઘણા ંલોકોમાં દેખાય છે તો ઘણા લોકો  ભૂખ ઓછી લાગવી, પેટમાં બળતરા, પિત્ત અને પેશાબમાં બળતરાની ફરિયાદ કરતાં હોય છે.

ગરમીની ત્વચા પર અસર : 

 તડકાંને લીધે ત્વચા બળવી અને ચીકણી થઈ જવી તેમજ પરસેવાને લીધે ચામડીનાં ઘણાં રોગો જેવા કે દાદ, ખંજવાળ, બગલ અને જાંઘોે  તથા ગરદનની આજુબાજુ ફંગસથી સંક્રમણ થવાની શક્યતાઓ વધી જાય છે.

ગરમી અને સંક્રામક રોગ : 

 ગરમીનાં દિવસોમાં સંક્રામક એટલે કે ચેપ લાગવાના  રોગ વધતા જાય છે. ઓરી  અછબડાં, ખસ થવી, આંખો આવી જવી, ગાલ પચોળા અને હર્પિસ જેવા દરદો આ દિવસોમાં વધારે જોવામાં આવે છે.

ગરમીમાં માંદાં પડવાનું કારણ :

 સ્વયંને વાતાવરણ સાથે મેળ ન થવાની ઘણા લોકો આ ઋતુમાં માંદા પડે છે. નાનપણથી જ આપણે છોકરાંઓને  વાતાવરણથી  બચાવીને રાખીએ છીએ. ઠંડીમાં ગરમ કપડાં   પહેરાવીને, ઓરડામાં હીટર લગાવીને અને ગરમીમાં ઝીણાં કપડાં પહેરાવીને, એરકન્ડીશનર રાખી એમને વાસ્તવિક વાતાવરણના સંપર્કમાં લાવવાથી રોકીએ છીએ. દરેક વખતે  સુરક્ષિત અને એક જ વાતાવરણમાં રહ્યા પછી જ્યારે અચાનક બહારની હવા,  તડકો અને વરસાદથી  એમનો સંપર્ક થાય છે,  ત્યારે શરીર તે પરિવર્તનને સહજતાથી સ્વીકારતું નથી. જેને કારણે  મન અથવા તનનાં સ્તર પર કોઈ ગડબડ અથવા રોગ ઉત્પન્ન થાય છે.

શું રોગપ્રતિ રોધક શક્તિ આની માટે જવાબદાર છે?

બહારનું  વાતાવરણ બધાં માટે એક સરખું છે. પણ એવું કયું કારણ છે કે રસ્તા પર કામ કરવાવાળા અને ભીખ માંગવાવાળા તેને વગર કોઈ મુશ્કેલીથી સહન કરી લે છે  અને આપણે નથી કરી શકતાં શું એમની રોગપ્રતિકારક શક્તિ આપણાંથી  વધારે સશક્ત છે? અથવા તો તેઓ પોતાની જાતને એ વાતાવરણને અનુરૂપ થઈ જવા તૈયાર રહે છે. અથવા તો પાપી પેટની માટે,  મજબૂરીમાં આ અસહ્ય ગરમી અને તડકાને ભૂલી જાય છે. જ્યારે જીવનની બધી સુખ-સુવિધાઓ પ્રાપ્ત હોવા છતાં પણ આપણે કમજોર પડી જઈએ છે.

અહીં આ  વાત મજબૂરી કે સુખ-સગવડની નથી. વાત છે પોતાને વાતાવરણ  અનુરૂપ તૈયાર કરવાની અને તે આપણને રોેગપ્રતિકારક તત્ત્વોથી નહીં પણ આંતરિક શક્તિને લીધે મળે છે. પરિસ્થિતિઓને સહજતાથી સ્વીકારવાથી જે કદાચ ફૂટપાથ પર રહેવાવાળાઓ છે તેઓ વધારે મજબૂત છે. જ્યારે પણ પરિસ્થિતિનો તિરસ્કાર થાય છે ત્યારે તકલીફોનો જન્મ થાય છે.

ગરમીથી થનારી  તકલીફોનો ઈલાજ: 

ભરપૂર પાણીના સેવન ઉપરાંત ગરમીને કારણે થનારાં રોગ જેવાં કે માથું દુ:ખવું, છાતીમાં બળતરા, એસીડીટી, પેશાબમાં બળતરા, ત્વચાનો રોગ,  ગળું ખરાબ થવું જેવી સમસ્યાઓ માટે હોમિયોપેથીક સારવારમાં ઘણી ગુણકારક દવા છે જેને રોગીની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ આપવામાં આવે છે.   ગરમીનાં ફળ સ્વરૂપ દવાવાળી પેટની ગડબડ તથા પેશાબમાં જલન માટે ચુંબકીય જળનું સેવન ઉપયોગી છે.

આજના પ્રતિ દ્વંદ્વતાપૂર્ણ વાતાવરણમાં જીતતો શક્તિશાળીની જ થાય છે. પણ તે શક્તિ કેવી હશે, ધનની, બળની, બુદ્ધિની  કે સ્વાસ્થ્યની મારાં અભિપ્રાય અનુસાર  તંદુરસ્તીની શક્તિનાં અભાવમાં કોઈ પણ શક્તિને સંપૂર્ણપણે પ્રાપ્ત કરવામાં   અને  તેનો આનંદ માણવામાં આપણે  અસમર્થ થઈ જશું અને જે અંદરની શક્તિ તંદુરસ્તીની છે તેને મેળવવા માટે આપણા વાતાવરણની સહજતાનો સ્વીકાર કરવો અનિવાર્ય છે જ.

- સરિતા