Get The App

શું છે આ 'લાડા' મધુપ્રમેહ .

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
શું છે આ 'લાડા' મધુપ્રમેહ                                         . 1 - image

- યુવાપેઢીને સપાટામાં લઈ રહ્યું છે ટાઈપ-1.5 ડાયાબિટિસ

- 'લાડા' શુગરનો એક પ્રકાર છે જે ટાઈપ-1 અને ટાઈપ-2ની વચ્ચે આવે છે. તેનો કેટલોક ભાગ ટાઈપ-1 જેવો અને કેટલોક હિસ્સો 'ટાઈપ-2' જેવો હોય છે. આ કારણે તેને ટાઈપ 1.5 અથવા ટાઈપ-1 ડાયાબિટિસ કહેવામાં આવે છે. 

સામાન્ય રીતે આપણે ટાઈપ-૧ અને ટાઈપ-૨ ડાયાબિટિસ વિશે વાત કરતાં હોઈએ છીએ. પરંતુ ૧.૫ ડાયાબિટિસ વિશે ભાગ્યે જ સાંભળ્યું છે. વાસ્તવમાં ૧.૫ ડાયાબિટિસ યુવાનોમાં જોવા મળે છે. આ મધુપ્રમેહને લાડા (ન્છઘછ) તરીકે ઓળખવામાં આવે છે. શું છે આ ૧.૫ ડાયાબિટિસ? અને ટાઈપ-૧ તેમ જ ટાઈપ-૨ ડાયાબિટિસ કરતાં તે શી રીતે અલગ છે તેની જાણકારી આપતાં તબીબી નિષ્ણાતો કહે છે...,

'લાડા' શુગરનો એક પ્રકાર છે જે ટાઈપ-૧ અને ટાઈપ-૨ની વચ્ચે આવે છે. તેનો કેટલોક ભાગ ટાઈપ-૧ જેવો અને કેટલોક હિસ્સો 'ટાઈપ-૨' જેવો હોય છે. આ કારણે તેને ટાઈપ ૧.૫ અથવા ટાઈપ-૧ ડાયાબિટિસ કહેવામાં આવે છે.

તબીબી નિષ્ણાતો વધુમાં કહે છે કે ટાઈપ ૧.૫ ડાયાબિટિસ પણ મધુપ્રમેહનો એક પ્રકાર છે જેને 'લેટેન્ટ ઑટોઇમ્યૂન ડાયાબિટિસ ઈન અડલ્ટ્સ' (ન્છઘછ) તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું ડાયાબિટિસ એક રીતે ટાઈપ-૧ ડાયાબિટિસ જેવું હોય છે, કારણ કે તેમાં દર્દીની ઈમ્યૂન સિસ્ટમમાં બદલાવ થવાને કારણે ઇન્સ્યુલિન બનાવતાં કોષો સામે એન્ટિબૉડી બની જાય છે અને પોતાના જ કોષોનો નાશ કરવા લાગે છે. પરિણામે ઇન્સ્યુલિન બનવાનું બંધ થઈ જાય છે. દર્દીના શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું અટકી જાય ત્યારે બ્લડ શુગરનું સ્તર વધી જાય છે જેને કારણે મરીજમાં ડાયાબિટિસના સઘળા લક્ષણો જોવા મળે છે.

ચિંતાજનક બાબત એ છે કે આ ટાઈપનું મધુપ્રમેહ ૨૦થી ૪૦ વર્ષના યુવાનોમાં વધુ જોવા મળે છે. ટાઈપ-૧ ડાયાબિટિસની જેમ 'લાડા'માં પણ શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું બંધ થઈ જાય છે. અને તેનું કારણ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, અપૂરતી ઊંઘ, માનસિક તાણ માનવામાં આવે છે. ડાયાબિટિસના કુલ દર્દીઓમાંથી ૧૦ ટકા ટાઈપ ૧.૫ ડાયાબિટિસના સપાટામાં આવે છે. આ ૧૦ ટકામાં યુવાનોની સંખ્યા મહત્તમ હોય છે.

'લાડા' વિષયક અન્ય ચિંતાજનક બાબત એ છે કે તેને પોષક આહાર અને સ્વસ્થ જીવનશૈલીથી મટાડી શકાતું નથી. તે ટાઈપ-૧ ડાયાબિટિસનો જ એક ભાગ છે. જો મરીજ ઇન્સ્યુલિન લેતો રહે તો તે એકદમ નોર્મલ રહે છે. બ્લડ શુગરને ઘટાડવા ગોળીઓ પણ લઈ શકાય છે. પરંતુ જેમ જેમ શરીર ઇન્સ્યુલિન બનાવવાની ક્ષમતા ગુમાવતું જાય, 'લાડા' પીડિત દર્દીઓને ઇન્સ્યુલિનના શૉટ્સ લેવાની જરૂર પડે છે.

'લાડા'ના લક્ષણોની જાણકારી આપતાં તજજ્ઞાો કહે છે કે તેના લક્ષણો પણ ટાઈપ-૧ અને ટાઈપ-૨ ડાયાબિટિસ જેવા જ હોય છે. તેમાં દર્દીને વારંવાર પેશાબ આવે છે, તરસ વધુ લાગે છે, ધુંધળુ દેખાય છે, થાક લાગે છે, તેનું વજન ઘટવા લાગે છે અને શરીરના ઘણાં ભાગોમાં ચેપ લાગે છે. તેના સિવાય સુકી ખંજવાળ આવવી, હાથ-પગમાં ખાલી ચડી જવી પણ આ પ્રકારના ડાયાબિટિસના ખાસ લક્ષણો છે.

પરંતુ અહીં પ્રશ્ન એ છે કે દર્દીને ટાઈપ ૧.૫ ડાયાબિટિસ હોવાની જાણ શી રીતે થાય? આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે તેને માટે બ્લડ શુગર ટેસ્ટ અને ત્યાર પછી ય્છઘ એન્ટિબૉડી ટેસ્ટ (ગ્લૂટામિક એસિડ ડિકાર્બોક્સિલેજ એન્ટિબૉડી)નો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ વધુમાં કહે છે કે ટાઈપ ૧.૫ ડાયાબિટિસ સામાન્ય મધુપ્રમેહ કરતાં વધુ જોખમી હોય છે. તેની સીધી અસર આંખો અને હૃદય પર થાય છે. આ પ્રકારનું મધુપ્રમેહ ઝટ ઓળખી નથી શકાતું. આવી સ્થિતિમાં આ ડાયાબિટિસને કારણે આંખોની રોશની પણ જઈ શકે છે.

- વૈશાલી ઠક્કર