કહેવાય છે કે 'એક મહલ હો સપનોં કા' અને આ સપનાના મહેલને તમારા મજબૂત હાથોમાં બાંધેલો રાખે છે દીવાલો. દીવાલોથી બને છે ઘર, તે ઘર, જેમાં તમે અનેક ઇચ્છાઓને સજાવો છો, તેને પૂરી કરો છો અને જીવનના બધા રંગોને જ્યાં વિખરેલા જુઓ છો. હવે તમે જ કહો, તમારી જિંદગીનો ખાસ મહત્ત્વનો ભાગ 'દિવાલ' ભલા તમારા પ્રેમથી કેવી રીતે વંચિત રહી શકે છે. એટલે અનેક પ્રકારની વોલ હેંગિગ આઇટમ્સ તમારા ઘરની દીવાલોને સજાવવા માટે બજારમાં હાજર છે.
કન્ફ્યૂઝ કરી દેતા જાદુઈ માર્કેટના જાદુઈ ઝોળામાં એટલાં બધાં વોલ હેંગિંગ છે કે તમે પસંદ કરતી વખતે કન્ફ્યૂઝ થઈ જશો કે શું લેવું ને શું નહીં કે પછી બધું જ લઈ લેવું. ભલા, તમારી પ્યારી દીવાલોની બ્યુટિની આગળ પૈસા શું ચીજ છે પણ પોકેટ જવાબ દઈ જશે, એવું વિચારીને રહી જાઓ છો. તો તમારી સગવડ માટે અમે તમને વોલ હેંગિંગની વેરાઇટી સાથે મુલાકાત કરાવીએ છીએ.
ફાઇબરનો છે જમાનો
ફાઇબરમાંથી બનતી હેંગિંગ પ્રોડક્ટ્સ આજકાલ માર્કેટમાં હોટ છે. તે જોવામાં એકદમ અસલી લાગે છે તેની સૌથી ખાસ વાત એ છે કે તે અનબ્રેકેબલ હોય છે અર્થાત્ પડવાથી પણ ૪૦૦-૫૦૦ રૂપિયાનું નુકસાન પણ નહીં થાય તેની એક બીજી ખાસ વાત પણ છે, જેના કારણે લોકો તેની પાછળ પાગલ થઈ રહ્યા છે કે તેની લાઇફ ચારથી પાંચ વર્ષની હોય છે. જી હા, તેની સારી રીતે કેર કરવામાં આવે તો તે ચાર-પાંચ વર્ષ સુધી તમારો સાથ નહીં છોડે. ફાઇબરમાં તમારાં બાળકો, વડીલો, ડ્રોઇંગરૂમમાં બધાના માટે અનેક વેરાઇટી છે જેમ કે બાળકો માટે મિકીમાઉસ, સ્પાઇડરમેન, ટ્વીટી પોપાયના કાર્ટૂનમાં ઘડિયાળ હોય, વડીલો માટે સુંદર દુર્ગા ફેસ અથવા સૂર્ય અને બીજું બધું તો ઠીક ડ્રોઇંગરૂમ માટે જાણે જીવતાં પોપટ.
પેઇન્ટિંગ્સ : ઓલ્ડ ઇઝ ગોલ્ડ
પેઇન્ટિંગ દીવાલોને સજાવવાનું સૌથી પ્રાચીન અને પસંદ પડે તેવું વોલ હેિંગંગ છે. તેમાં પણ નવી નવી વેરાઇટી આવી ગઈ છે. વોટર પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, કાર્પેટ પેઇન્ટિંગ જે વર્ષોથી ચલણમાં છે, જ્યારે આજકાલ એક નવા પ્રકારનું પેઇન્ટિંગ ફેશનમાં આવી ગયું છે. 'રેડિયમ પેઇન્ટિંગ.'
આ પેઇન્ટિંગ પર લાઇટ પડવાથી ચમકે છે ફાયબર પેઇન્ટિંગની પણ ખાસ ડિમાન્ડ છે.
ડિફરન્ટ લુક
કોપર અને આયર્નના વોલ હેંગિંગથી તમે તમારી દીવાલોને એકદમ ડિફરન્ટ લુક આપી શકો છો. જ્યાં કોપરથી દીવાલોને રાજસી લુક મળે છે, ત્યાં લોઢાનો કાળો રંગ દીવાલોને ટ્રેડિશનલ લુક આપે છે. કોપરનું વોલ હેંગિંગ વધારે ચલણમાં છે, જે ડ્રોઇંગરૂમને સિમ્પલ રાખવા છતાં ડિફરન્ટ લુક આપે છે. તે આયર્નના પાતળા ચપટા તારથી બનેલું હોય છે. જોવામાં ખાસ આકર્ષક આયર્ન ટ્રેડિશનલ ઘંટડીઓની માગ વધારે છે. આમ પણ આયર્ન કોપરની સરખામણીમાં સસ્તું છે અન ેવધુ ઇફેક્ટિવ પણ.
કેન : સસ્તું, સુંદર અને ટકાઉ
કેન આજકાલ ઘરઘરની પસંદ બનતું જાય છે. કેનનું ફર્નિચર તો ઉત્તમ મળે જ છે, સાથે વોલ એક્સેસરીઝનું શું કહેવું! કેનની બનેલી ફોટોફ્રેમ તમારી દીવાલો પર ચાર ચાંદ લગાવી દેશે. તે ઓવલ સર્કલ, સેમી સર્કલ અને ટ્રાયેંગલ શેપમાં ૫૦-૧૦૦ રૂપિયા સુધી તમને મળી જશે. તે ઉપરાંત લેમ્પને પણ કેનથી સુંદર બનાવાય છે. તે ૧૦૦-૧૫૦ સુધીની કિંમતમાં તમારી દીવાલની રોનક વધારી દેશે. કેનમાં વોલ રેક પણ છે. તેમાં દીવાલને ડિફરન્ટ લુક આપવાની સાથે સાથે સામાન પણ મૂકી શકાય છે. તે રેક પણ ૨૦૦-૨૫૦ રૂપિયા સુધીમાં મળી શકે છે.
વુડ ઇઝ વેરી ગુડ
લાકડાંની બનેલી વસ્તુઓથી દીવાલની સજાવટ કરવી એક સારો ઓપ્શન છે. પહેલાં જ્યાં સિસમનાં લાકડાંને સારા માનવામાં આવતાં હતાં ત્યાં હવે વોલ હેંગિંગને માટે અખરોટનાં લાકડાંને વધારે પસંદ કરવામાં આવે છે, કારણ કે તે ખરાબ થવાનો ભય નહીંવત્ જ છે, સાથે તેની પોલિશ પણ જલદી ખરાબ નથી થતી. વુડની સાથે આજકાલ રેન્જરનું કામ કરવામાં આવે છે, જે વોશેબલ છે અને જેનો રંગ નથી જતો તે થોડું મોંઘું જરૂર હોય છે, પરંતુ તમારી દીવાલ પર લાગે ત્યારે તેની બ્યુટિની આગળ તે બહુ સસ્તું છે.
કેટલીક વાતોનું ધ્યાન રાખો
ઇન્ટીરિયર ડિઝાઇનર માનસીનું કહેવું છે કે વસ્તુઓ ગમે તેટલી મોંઘી હોય છતાં તેને સજાવટ માટે લગાડતી વખતે કેટલીક વાતોનું ધ્યાન ન રાખવામાં આવે તો તે સુંદર દેખાવાને બદલે ઠેકાણા વગરનું ખરાબ લાગે. જેમ કેઃ
* પેઇન્ટિંગનો કલર દીવાલો સાથે મેચ થતો હોવો જોઈએ.
* સારું એ છે કે દીવાલોને લાદવાને બદલે તેને સારી રીતે સજાવવામાં આવે.
* ગ્રામેટિકલ ડિઝાઇન અથવા કોઈ બીજી ડિઝાઇનમાં સજાવટ કરતી વખતે સામાનની લંબાઈ પહોળાઈનું ધ્યાન રાખો.
* નાના રૂમમાં લંબાઈવાળી અને મોટા રૂમમાં પહોળી પ્રોડક્ટ લગાડો.
* બેડરૂમમાં એવાં વોલ હેંગિંગનો ઉપયોગ કરો, જેને જોેઈને મનને શાંતિ અને ચેન મળે.
* દીવાલો પર ઓછી વસ્તુઓ લગાડો, જેથી તે ઘરનો જ ભાગ લાગે, નહીં કે કોઈ શોરૂમનો.
* વોલ હેંગિંગ તમારા ઘરના ફર્નિચરને ધ્યાનમાં રાખીને જ પસંદ કરો. જો ફર્નિચર ચાઇનીઝ સ્ટાઇલમાં હોય તો વોલ હેંગિંગ તેમાં મેચ કરતું હોય તેવું લો.
* બાળકોના રૂમમાં ચિત્તો, હાથી કે ભયાનક માસ્ક લગાડવાથી દૂર રહો.
- અવન્તિકા


