કોઇ પણ મહિલાનો શણગાર ઘરેણાં વગર સૂનો-અધુરો લાગે છે. પરંતુ જ્વેલરી પહેરવાની પસંદગી ઘણી બાબતો પર આધાર રાખે છે. જેમકે પરિધાન અને ચહેરાનો આકાર.અહીં ચહેરાના આકાર સાથે મેળ ખાતી જ્વેલરી જણાવામાં આવી છ ેજેથી લુક વધ ુઆકર્ષક લાગે છે.
ઓવલ અથવા ઇંડાકાર ફેસ
ઇંડાકાર ચહેરો નરમ અને ધનુષાકાર હોય છે. જેમાં હેરલાઇન અને આઇબ્રો અને ભમર અને હડપચી વચ્ચે એક સરખુ સંતુલન સ્થાન હોય છે.
નેકલેસ
ઓવલ ચહેરાવાળી મહિલાઓએ નેકલેસની ડિઝાઇમાં ધ્યાન રાખવું જરૂરી છે. નેકલેસ તેમની ગરદન અનુસાર હોવો જોઇએ. લાંબી ગરદન હોય તો ચોકર્સ શોભે છે. તેમજ લો-કટ નેકલાઇનને હેંગિગ હાર ઉત્તમ છે.
ઇયરરિંગ્સ
ઓવલ ચહેરાવાળી માનુનીઓએ બુટ્ટીની ડિઝાઇનમાં ખાસ ધ્યાન રાખવું કે એવી ડિઝાઇનનો ઉપયોગ કરવો જે કાનને ઉપરની તરફ લઇ જાય જેમ કે, બ્રાન્ચીસ, પંખા આકાર અથવા ત્રિકોણકાર યોગ્ય રહે છે.
ગોળ ચહેરો નેકલેસ
લાંબો, લૂપિંગ નેકલેસ જે આંખની તરફ ખેંચતો હોય તેવી ડિઝાઇન ચહેરાના લુકને વધારે છે. આ મહિલાઓએ લાંબા હારમાં વી આકાર પસંદ કરવો. તેમણે શક્ય હોય ત્યાં સુધી ચોકર સ્ટાઇલ અને કોલર લેન્થ પહેરવી નહીં.
બુટ્ટી
લટકણિયાં, ડ્રોપ્સ વધુ સારા લાગે છે. લાંબા ડ્રોપ પણ સારો વિકલ્પ છે જે ચહેરાની લંબાઇનો આભાસ યાપતો હોવાથી વધુ આકર્ષક બનાવે છે.
ઓબલોંગ - એરેન્ટગ્લુયર
નેકલેસ
આ ચહેરાવાળા નાનકડો હાર પહેરો તો શોભી ઊઠે છે. જે ચહેરાની લંબાઇને ઓછી કરે છે. આવા ચહેરાવાળી મહિલાઓએ કોલર, ચોકોર અને પ્રેન્સેસ લેન્થના નેકલેસ વધુ સારા લુક આપે છે. સર્ક્યુલર નેકલેસ અને નેકવાર્યસ એક ઉત્તમ વિકલ્પ હોઇ શકે.
ઇયરરિંગ્સ
બટન અથવા તો લોન્ગસ્ટાઇલ ડિઝાઇન પસંદ કરે તો લુક વધુ આકર્ષક લાગે છે.
ચોરસ ચહેરો નેકલેસ
લાંબો અને કર્વવાળો હાર ચોરસ ચહેરાના લુકને વધુ આકર્ષક બનાવે છે. વળાંકવાળા પેન્ડન્ટની ડિઝાઇન પણ સારી લાગે છે.
ઇયરરિંગ્સ
લાંબી ડ્રોપ્સ અને પાળા સિલિન્ડર આકારના ઝુમખા શોભે છે.
હાર્ટશેપ નેકલેસ
ક્રવ ડિઝાઇનના નાના હાર વધુ સારા લાગે છે. મોતી અને ચોકર્સ સારા લાગે છે. એક નાનકડી ચેઇન, એક બોલ્ડ લોકેટથી લુક સારો લાગે છે.
ઇયરિંગ
ડેંગલિગ ઇયરિંગ બેસ્ટ ઓપ્શન છે. ્લટકતા ઝુમખા પહેરવાથી પણ સારો લુક આવે છે.
- જયવિકા આશર


