Get The App

ફિગરને ફીટ થાય તેવાં પહેરો ડિઝાઈનર બ્લાઉઝ

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
ફિગરને ફીટ થાય તેવાં પહેરો ડિઝાઈનર બ્લાઉઝ 1 - image

છેલ્લાં થોડા સમયથી બ્લાઉઝની ફેશનમાં ઘણાં પરિવર્તન આવ્યા છે અને એ લોકપ્રિય પણ બની રહ્યા છે. તેનું કારણ છે કે એ મહિલાઓને વધુ ને વધુ પ્રિય બની રહ્યા છે. તેનું કારણ છે આ બ્લાઉઝ અત્યંત આકર્ષક તો છે જ, પણ સાથોસાથ તે ખિસ્સાંને પરવડે એવા પણ છે. એવું પણ બને છે કે કેટલીક સાડીના રંગ અને પેટર્ન એટલા સારા નથી હોતા, પણ તેની સાથે એક ડિઝાઈનર બ્લાઉઝ સિવડાવવામાં આવે તો એ સામાન્ય સાડી બહુ ખૂબ સુરત નજર આવે છે અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. આટલું જ નહીં, તમે ડિઝાઈનર બ્લાઉઝમાં વધુ આકર્ષક લાગવા માંડો છો, જે તમારી ઈમેજ જ બદલી નાખે છે.

સાડી પર જુદાં  જુદાં ડિઝાઈનર બ્લાઉઝ તમારા લુકને વધુ આકર્ષક તો બનાવે જ છે, પણ તમારી સિમ્પલ સાડીને ખૂબ જ સરસ લુક આપે છે. મોટી મોટી સેલિબ્રિટિઝની માંડીને સામાન્ય લોકો સુધ્ધાં પોતાના લૂકને ખૂબસુરત બનાવવા માટે ડિઝાઈનર બ્લાઉઝ પર પસંદગી ઉતારે છે અને તે પહેરવાનું વલણ ધરાવે છે. 

આ ઉપરાંત, તમે તમારી મનગમતી ડિઝાઈનના બ્લાઉઝને તમારા ટેલર પાસેથી સિવડાવી પણ શકો છો. સાડી ઉપરાંત લહેંગા પર પણ વિભિન્ન પ્રકારના બ્લાઉઝ પહેરી શકાય છે. ચાલો, જાણીએ આવા ડિઝાઈનર બ્લાઉઝ અંગે મહત્ત્વની જાણકારી.

બ્લાઉઝના પ્રકાર

સાડી, લહેંગા જેવા કપડાં પર અલગ-અલગ પ્રકારના અને ડિઝાઈનના બ્લાઉઝ પહેરવામાં આવે છે. આ બ્લાઉઝના પ્રકારો કેટલાં છે અને તેના અંગે કંઈ પણ તરત કહી દેવું ખોટું કહેવાશે. ચાલો, જાણીએ ખાસ પ્રકારના બ્લાઉઝ અંગે....

- બેકલેસ બ્લાઉઝ

તમે એવું ઇચ્છો કે તમારી નેકલાઈન્સ ખૂબ જ સરસ અને સુંદર દેખાવ તો તમારા માટે બેકલેસ બ્લાઉઝ એક સરસ વિકલ્પ બની શકે છે. તમારા લુકને સુંદર બનાવવા માટે, સરસ દેખાવવા માટે તમે ટેન્કી અને સેન્સુઅલ કટ્સ અને બૅકનેકલાઈન્સ બ્લાઉઝ પર જરૂર પસંદગી ઢોળી શકો છો.

- હાઈનેક બ્લાઉઝ

ટોન્ડ અને નેક ધરાવતી મહિલાઓ માટે હાઈ નેક બ્લાઉઝ ઘણાં ખૂબસુરત પૂરવાર થઈ શકે છે. આ પ્રકારના બ્લાઉઝ તમારા ગળાને ખૂબ જ સારી રીતે કવર કરે છે, જેથી તમારી ત્વચા ઘણી ઓછી નજરે પડે છે અને તમે આ પ્રકારના બ્લાઉઝમાં ઘણા સ્ટાઇલિશ નજરે પડો છો. અત્યારે હાઈનેક બ્લાઉઝ ઘણાં ટ્રેન્ડમાં છે અને યુવતીઓ તો ખાસ પહેરે છે.

- યુ-શેપ નેક બ્લાઉઝ

આ પ્રકારના બ્લાઉઝ તો લગભગ દર વર્ષે ટ્રેન્ડમાં રહે છે. લહેંગાથી માંડીને સાડી પહેરતી મહિલા અને યુવતીઓ આ પ્રકારના બ્લાઉઝ પહેરવાનું પસંદ કરે છે અને તેમને આકર્ષક બનાવે છે.

- ગોળ ગળાનું બ્લાઉઝ

ગોળ ગળાના બ્લાઉઝ લગભગ દરેક પ્રકારની સાડીઓમાં તમારા લુકને વધુ ને વધુ આકર્ષિત બનાવે છે. ગોળ ગળાના બ્લાઉઝ સાથે વોટ-નેક ડિઝાઈનના બ્લાઉઝ વ્યાપક પ્રમાણમાં ટ્રેન્ડમાં રહે છે.

- સ્પેગેટી સ્ટ્રેપ બ્લાઉઝ

આ પ્રકારના સ્પેગેટી નૂડલ અથવા તો સ્પેગેટી સ્ટ્રેપ બ્લાઉઝ સારાએવા પ્રમાણમાં ટ્રેન્ડમાં છે. ઘણાં લોકો આવા પ્રકારના બ્લાઉઝ બનાવવા માટે સ્ટોન અને મોતીઓનો પ્રયોગ કરે છે, જેનાથી લુક સારાએવા પ્રમાણમાં સારો આવે છે. જો તમે સાવ સિમ્પલ કહી શકાય એવી સાડી કે પછી શિફોનની સાડી પહેરતા હો તો આ સ્પેગેટી સ્ટ્રેપ બ્લાઉઝ તમારા લુકને સારાએવા પ્રમાણમાં વધારી શકે છે.

- લોન્ગ બ્લાઉઝ

આવા પ્રકારના બ્લાઉઝની બાંય અને લંબાઈ ઘણી લાંબી હોય છે. કેટલીક મહિલાઓ બ્લાઉઝને કમર સુધી લાંબા હોય એવા પહેરતી હોય છે. તેને જ લોન્ગ બ્લાઉઝ કહેવામાં આવે છે. રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં ખાસ કરીને મહિલાઓ આ પ્રકારના બ્લાઉઝ વધુ પ્રમાણમાં પહેરે છે.

- સ્ટ્રેપલેસ બ્લાઉઝ

જે રીતે નામથી એવું જણાય આવે છે કે આવા પ્રકારના બ્લાઉઝમાં બાંય અથવા સ્ટ્રેપ હોય જ નહીં. હાલના સમયગાળામાં ઘણી મહિલાઓ પોતાની સિમ્પલ દેખાતી સાડીની સાથે આ પ્રકારની ડિઝાઈનના બ્લાઉઝ પહેરવાનું પસંદ કરે છે.

- વી-બેક બ્લાઉઝ

વી-બેક બ્લાઉઝમાં પાછળના ભાગમાં વી આકારની ડિઝાઈન બનાવવામાં આવે છે. આ પ્રકારની ડિઝાઈનના બ્લાઉઝ સામાન્ય રીતે મહિલાઓ લહેંગા અથવા તો પછી ઘેરવાળા ચણિયા પર પહેરે છે. આ કારણે પીઠ પાછળનો ભાગ વધુ સ્ટાઈલિશ બને છે.

- પેપ્લમ બ્લાઉઝ

આ પ્રકારના બ્લાઉઝમાં કમરવાળા ભાગમાં ફિલ આપવામાં આવે છે, જે તમારા લુકને વધુ સરસ અને આકર્ષક બનાવે છે. આ પ્રકારના બ્લાઉઝ જોવામાં  આકર્ષક લાગે છે.

- અન્ય પ્રકારના બ્લાઉઝ

અન્ય પણ વિવિધ પ્રકારના બ્લાઉઝ બનાવી શકાય છે જેમાં કેપ બાંય બ્લાઉઝ, ઓફ-શોલ્ડર બ્લાઉઝ, અંગરખા સ્ટાઈલ બ્લાઉઝ, સંલગ્ન દુપટ્ટા બ્લાઉઝ, પંતગિયા પઆકારની ડિઝાઈન ધરાવતી બાંયવાળું બ્લાઉઝ, કોર્સેટ બ્લાઉઝ, લાંબી બાજુ ધરાવતું બ્લાઉઝ, હાઈ-લો બ્લાઉઝ, ગ્રાફિક બ્લાઉઝ, ક્રોપ્ડ બ્લાઉઝ, ક્રિસ-ક્રોસ બ્લાઉઝ, લિપટી બ્લાઉઝ, પેનલ ધરાવતું બ્લાઉઝ અને સ્વેટર બ્લાઉઝનો સમાવેશ થાય છે.

- બોડી શેપ મુજબના બ્લાઉઝ

એપલ બોડી શેપ : જો તમારો ઉપરનો હિસ્સો હેવી હોવાની સાથોસાથ ટોર્સો પર વાઈડ હોય તો તેની સાથે તમારા શોલ્ડર પણ બ્રોડ હોય તો તમે સમજી જાવ કે તમારો બોડી શેપ એપલ શેપ છે. આ પ્રકારના બોડી-શેપ ધરાવતી મહિલાએ એલ્લો સ્વીવ બ્લાઉઝ અથવા સિંગર કલર ધરાવતું બ્લાઉઝ પહેરવું જોઈએ.

પિયર બોડી શેપ : આ પ્રકારનો બોડી શેપ ધરાવતી મહિલાનો ઉપરી હિસ્સો થાઈવાળા હિસ્સાથી ઓછો હોય છે એટલું જ નહીં, શરીરના ફેડ બૂર્ટાક્સ અને આર્મના આસપાસ જમા થાય છે. આ પ્રકારના બોડી શેપ ધરાવતી મહિલાઓને ફેન્સી નેકલાઈન અથવા બેબી એમ્બલિશમેન્ટ ધરાવતા બ્લાઉઝ પહેરવા જોઈએ. ફેન્સી નેકલાઈન અને બેબી એમ્પલિશમેન્ટ ધરાવતા બ્લાઉઝ પહેરીને પોતાના લુકને વધુ સારો દેખાડી શકે છે. આ પ્રકારના બ્લાઉઝ પ્રપોશમેટ લુક બનાવે છે. આ સાથે જ તમારી બોડીને શિફ્ટ કરી નાખે છે. આવી સાથે તમે બેકલેસ બ્લાઉઝ પણ પહેરી શકો છો.

- ઓવરગ્લાસ બોડી શેપ

આ પ્રકારનો બોડી શેપ વધુ પરફેક્ટ અને આઈડલ હોય છે. આ પ્રકારનો બોડી શેપ ધરાવતી મહિલાઓના શરીરનો ઉપરનો હિસ્સો અને લોઅર બોડીનો હિસ્સો પરફેક્ટ શેપમાં રહેતો હોય છે. તેમને નેરો વેસ્ટ હોય છે. સાથે જ ઓપનગ્લાસ બોડી શેપ હોય છે. જો તમારી બોડી આ પ્રકારની હોય તો તમારે રાઉન્ડ નેક બ્લાઉઝ પહેરવા જોઈએ. તમારા પર આ પ્રકારની ડિઝાઈન ધરાવતા બ્લાઉઝ ખૂબ જ સારા લાગે છે. ભારતથી માંડીને વિશ્વભરમાં બ્લાઉઝ વિભિન્ન પ્રકારના અને અલગ-અલગ ડિઝાઈનના પહેરવામાં આવે છે. અગાઉના સમયથી માંડીને અત્યારના સમય સુધીમાં તેની ડિઝાઈન અને પ્રકારમાં કંઈ કેટલાંય ફેરફારો-પરિવર્તન આવ્યા છે. તમે અલગ-અલગ પ્રકારની બ્લાઉઝ-ડિઝાઈનથી તમારા લુકને એક નવો ઓપ આપી શકો છો.