Get The App

નવરાત્રિમાં કરો વેગળી ફેશન

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
નવરાત્રિમાં કરો વેગળી ફેશન 1 - image

- ટ્રેડિશનલ અને વેસ્ટર્ન સ્ટાઇલના ફ્યુઝન દ્વારા 

- આધુનિક ફેશનને મિક્સ એન્ડ મેચ કરીને નવી સ્ટાઇલનું સર્જન કરો. જોકે આ સ્ટાઇલ દાંડિયા રમવામાં સુવિધાજનક હોય તેનું ખાસ ધ્યાન રાખવું. 

નવરાત્રિમાં ખેલૈયાઓ મોટેભાગે પારંપારિક વસ્ત્રોમાં જ જોવા મળે છે. પણ જો તમારે કંઇક આગવો લુક જોઈતો હોય તો આધુનિક ફેશનને મિક્સ એન્ડ મેચ કરીને નવી સ્ટાઇલનું સર્જન કરો. જોકે આ સ્ટાઇલ દાંડિયા રમવામાં સુવિધાજનક હોય તેનું ખાસ ધ્યાન રાખવું.

થોડા સમય પૂર્વે શોર્ટ ટોપ અને ફ્લેર સલવાર પેન્ટની સ્ટાઇલ ઘણી જાણીતી થઇ હતી. ફ્લેર પેન્ટ પર જરી બોર્ડર મૂકેલું કે આભલાં જડેલું શોર્ટ ટોપ પહેરીને ઓઢણી લેવામાં આવે તો સરસ દેખાય છે. તમારા પેન્ટ અને ટોપના રંગ સાથે મેચ થતી જ્વેલરી અને ચંપલ પહેરવાથી દેખાવ આગવો બની જશે.

નવરાત્રિમાં દાંડિયા રમવા જતાં યુવાનોએ કુર્તો જ પહેરવો જરૂરી નથી. તેઓ જીન્સ પર પ્રિન્ટેડ ટી-શર્ટ પહેરી શકે છે. હાથમાં બ્રેસલેટ અને ગળામાં સ્ટાઇલીશ રીતે ઓઢણી વીંટાળવાથી તમે ટોળામાં અલગ તરી આવશો.

જો પારંપારિક અને આધુનિક સ્ટાઇલનો સમન્વય કરવો હોય તો ગોલ્ડન, બ્રાઉન, કાળી કે મરુન રંગની પટિયાલા સલવાર પર પ્રિન્ટેડ શર્ટ પહેરવું. શર્ટને બદલે વર્ક કરેલું સ્લીવલેસ જેકેટ પણ પહેરી શકાય. આ લુકને વધુ ટ્રેન્ડી બનાવવા માટે કમર પર બાંધણી કે અન્ય કોઇ આકર્ષક દુપટ્ટો બાંધો અને ગળામાં મોટા મોતીની કે મોટા પેન્ડન્ટની માળા, હાથમાં કડું, કાનમાં એકાદી રિંગ એકદમ સ્ટાઇલીશ દેખાય છે.

યુવતીઓમાં લોકપ્રિય થયેલા અનારકલી સ્ટાઇલના પંજાબી ડ્રેસને પણ નોરતામાં દાંડિયા રમવામાં પહેરી શકાય છે. જોકે એક વાત ધ્યાનમાં રાખવી કે ચુડીદાર કરતાં પંજાબી ડ્રેસમાં દાંડિયા રમવા વધુ સુવિધાજનક હોય છે. પંજાબી ડ્રેસ પર ભરપૂર એક્સેસરી પહેરવાની હોય છે. આ ઉપરાંત હેરમ પેન્ટ અને ટોપ તથા જીન્સ અને ટોપ પણ પહેરી શકાય છે. હેરમ પેન્ટમાં જીરીની બોર્ડર લગાડીને તેને સ્ટાઇલીશ બનાવી શકાય છે. તે જ પ્રમાણે જીન્સ પર ભરતકામ કે જરીકામ કરેલું ટોપ સરસ દેખાય છે. આના પર કશીદાકારી કરેલી શાલ અથવા ઓઢણી લેવાથી. પરંપરા અને આધુનિકતાનો સુભગ સમન્વય થશે. એક્સેસરીઝમાં ભરપૂર બંગડીઓ, મોટું પેન્ડન્ટ ધરાવતી માળા, મોટા ઇઅર રિંગ્ઝ અને મોજડી પહેરવી.