- વોકિંગ ન્યુમોનિયાનાં લક્ષણો શરુમાં સામાન્ય શરદી જેવાં હોય છે પણ એ વકરતાં ગંભીર સમસ્યાઓ થઈ શકે છે
- આ બીમારીની ઝપટમાં આવેલા લોકોમાં સામાન્ય રીતે તાવ,સૂકી ઉધરસ,શ્વાસની તકલીફ,થાક,સ્નાયુ -સાંધા અને માથાનો દુ:ખાવો,સ્વાદ અને ગંધ ગુમાવવાં અને હળવા ન્યુમોનિયા જેવાં લક્ષણ જોવા મળ્યાં હતાં.કોરોના વાઈરસની સીધી અસર ફેફસાં પર થતી અને ફેફસાંનું ઈન્ફેકશન થતું જેને કોવિડ ન્યુમોનિયા નામ અપાયું હતું.
ફેફસાં સહિતના શ્વસનતંત્રના રોગો એ કોઈ નવી બાબત નથી .૨૦૧૯-૨૦માં સાર્સ કોરોના વાયરસ ૨ દ્વારા આપણા દેશ સહિત લગભગ સમગ્ર વિર્શ્વમાં કોવિડ(૧૯) નામે ઓળખાયેલી મહામારી ફાટી નીકળી હતી.લાખો લોકોને ભરખી જવા સાથે કોવિડે જગતભરમાં હાહાકાર મચાવ્યો હતો.
આ બીમારીની ઝપટમાં આવેલા લોકોમાં સામાન્ય રીતે તાવ,સૂકી ઉધરસ,શ્વાસની તકલીફ,થાક,સ્નાયુ -સાંધા અને માથાનો દુ:ખાવો,સ્વાદ અને ગંધ ગુમાવવાં અને હળવા ન્યુમોનિયા જેવાં લક્ષણ જોવા મળ્યાં હતાં.કોરોના વાઈરસની સીધી અસર ફેફસાં પર થતી અને ફેફસાંનું ઈન્ફેકશન થતું જેને કોવિડ ન્યુમોનિયા નામ અપાયું હતું.
ડોક્ટરોનું માનીએ તો કોરોનામાં ૯૦ ટકા મોત ફેફસાં બગડવાને લીધે થયાં હતાં.જેમાં ૧૦ ટકાથી વધુ દર્દીઓનાં મોત તો ડબલ ન્યુમોનિયાને કારણે થયાં હતાં. આમ તો મેડિકલ સાયન્સ માટે ન્યુમોનિયા નવી વાત નથી.પણ કોવિડના સમયે ન્યુમોનિયાનું નામ અને તેનો જીવલેણ ભય લોકોના મનમાં ઘર કરી ગયાં હતાં!વૈશ્વક સ્તરે ભયના માર્યા લોકો ફેફસાંની કાર્યક્ષમતા, સ્વાસ્થ્ય,તેની શી કાળજી લેવી અને તેની ન્યુમોનિયા જેવી ઘાતક બીમારી વિશે વધુ ગંભીરતા સાથે જાગૃત અને સાવધ થયા હતા.છતાં આજે પણ અનેક લોકોનાં ફેફસાં પર કોરોનાની કોઈને કોઈ અસર હોવાનું જણાય છે.
આટલી પૂર્વભૂમિકા પછી ન્યુમોનિયા વિશે જાણવું મહત્વનું બની રહેશે. ન્યુમોનિયા એ ફેફસાંની ચેપ છે.આ ચેપ ફુગ,બેક્ટેરિયા કે વાઈરસને કારણે થાય છે.આ બીમારીને લીધે ફેફસાંમાં બળતરા થાય છે.ફેફસાંની હવાની કોથળીઓ(એલ્વિઓલી) માં પ્રવાહી અથવા પરુ ભરાઈ શકે છે.આ કારણે ઉધરસ,શરદી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.ન્યુમોનિયા કેવી રીતે અથવા ક્યાંથી થયો તેને આધારે તેને વિવિધ નામે ઓળખવામાં આવે છે. જેમકે, બેક્ટેરિયાથી તે થાય તો બેક્ટરિયલ ન્યુમોનિયા, ફુગથી થાય તો ફંગલ ન્યુમોનિયા, વાયરસના ચેપથી થાય એ વાયરલ ન્યુમોનિયા, હોસ્પિટલમાં રહેવાથી થાય તે હોસ્પિટલ એકવાયર્ડ ન્યુમોનિયા, જનસમૂહમાં રહેવાથી થતો કોમ્યુનિટી ન્યુમોનિયા અને તબીબી વેન્ટિલેટરના ઉપયોગથી થતો ન્યુમોનિયા વગેરે. આમાં અમુક ન્યુમોનિયાનાં નામ વિશે કદાચ નવાઈ લાગે.પણ ન્યુમોનિયાનો એક પ્રકાર એવો છે કે એનું નામ વધુ આર્શ્ચર્ય ઉપજાવે તેવું છે અને તે છતાં વાકિંગ ન્યુમોનિયા (ડબલ્યુ પી)! આવું નામ કેમ તે રહસ્ય લેખના છેવાડે જોઈશું!
આ એક ઓછા ગંભીર સ્વરૂપનો પ્રકાર છે. વાકિંગ ન્યુમોનિયાના દર્દીઓ કદાચ અજાણ હોય છે કે તેમને આ બીમારી છે.તેનું કારણ એ હોઈ શકે કે તેનાં લક્ષણો કદાચ ન્યુમોનિયા જેવાં નહીં પણ શ્વાસની હળવી તકલીફ જેવાં જ હોય. ડબલ્યુ પી શ્વસનમાર્ગના ઉપલા અને નીચલા હિસ્સાને અસર કરે છે. ડબલ્યુ પી માયકોપ્લાઝમા નામના વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયાથી થતો હોવાથી તે માયકોપ્લાઝમા ન્યુમોનિયાઈ (એમપીઈ)તરીકે પણ ઓળખાય છે.આ બેક્ટેરિયાની વિશેષતા એ છે કે સામાન્ય રીતે તે નાક,ગળું, શ્વાસનળી અને ફેફસાંમાં રહે છે અને ત્યાં જ વૃદ્ધિ પામે છે,તેની અસરનાં લક્ષણો હળવાં હોય છે.સામાન્ય રીતે ન્યુમોનિયાનો ઈલાજ કરતી પેનિસિલિન જેવી દવાઓને આ બેક્ટેરિયા ગાંઠતા નથી. તેની રચના અન્ય બેક્ટેરિયા જેવી નથી તેથી ઘણી વખત તેને વાયરસ માની લેવાય છે.
ડબલ્યુ પીથી પીડિત લોકો તેમનાં રાબેતા મુજબનાં કામકાજ તો કરે છે પણ એનો ચેપ લગાવનાર બેક્ટેરિયા તેમના શરીરમાં છે તેની તેમને જાણ નથી હોતી.તેનું ઈન્ફેકશન એક સપ્તાહથી એક માસ સુધી રહે છે.જોકે ડબલ્યુ પી ન્યુમોનિયાના અન્ય પ્રકાર જેટલો ગંભીર નથી તથા એની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની કે બેડ રેસ્ટની જરુર નથી.વાકિંગ ન્યુમોનિયા વિશે વધુ સર્વ સામાન્ય માહિતી માર્ગદર્શક બની રહેશે.
(૧) સામાન્ય રીતે વિવિધ વય જૂથના. લોકોમાં વિશિષ્ટ પ્રકારના ત્રણ અલગ અલગ બેક્ટેરિયાને કારણે ડબલ્યુ પી થતો હોય છે.
(ચ)માયકોપ્લાઝમા ન્યુમોનિયા જન્મથી ૧૮ વર્ષની વયનાં બાળકો અને તરુણોમાં આ બીમારી સર્વ સામાન્ય(કોમન)છે.
કોમ્યુનિટી એકવાયર્ડ ન્યુમોનિયા થવાનાં કારણોમાંનું એક કારણ માયકોપ્લાઝમા ન્યુમોનિયાઈ છે.
(મ) લીજેનિલ્લા નુમોફિલા ડબલ્યુ પીનું આ એક ગંભીર સ્વરૂપ છે.જે પાકી ઉંમરનાઓ, ધૂમ્રપાન કરનારા,નબળી રોગપ્રતિકારક શકિત હોય તેવા અને લાંબી બિમારીવાળા લોકોમાં જોવા મળે છે.આને લીજનેરી બિમારી તરીકે પણ ઓળખવામાં આવે છે.
(બ) ક્લેમિડોફિલા ન્યુમોનિયાઈ : સ્કૂલે જતાં બાળકો અને વયસ્ક લોકોમાં આ પ્રકારનો ડબલ્યુ પી કોમન છે.
(૨) વાકિંગ ન્યુમોનિયાનાં લક્ષણો : શરૂમાં કેટલાક દિવસો સુધી સામાન્ય શરદી જેવાં લક્ષણો હોય છે.જેમકે, માથાનો દુ:ખાવો, ગળામાં બળતરા,તાવ,અશકિત, અને સતત ખાંસી.
એ પછી લક્ષણો વકરે છે અને શ્વાસ લેવામાં તકલીફ,નોસિયા(ઉબકાઆવવા) ઉલ્ટી,પેટમાં ગરબડ,ભારે તાવ,છાતીમાં દુથખાવો, મંદાગ્નિ, કાનમાં ઈન્ફેકશન, ત્વચા પર ચાઠાં પડવાં,લાળ દદડવા સાથેની ઉધરસ જેવી તકલીફો થાય છે.
(૩) શું વાકિંગ ન્યુમોનિયા ચેપી છે? : હા, આ બીમારી ચેપી છે અને એકથી બીજી વ્યક્તિને ઝડપથી તેનો ચેપ લાગે છે.તેનો દર્દી છીંક કે ઉધરસ ખાય તે સાથે તેના મોંમાંથી બહાર ફેંકાયેલા પ્રવાહીનાં સૂક્ષ્મ ટીપાં(ડ્રોપલેટ્સ) હવામાં ભળી જાય છે અને દર્દીની નજીકની વ્યક્તિઓને ડબલ્યુ પીનો ચેપ લગાવે છે.આ બેક્ટરિયલ ઈન્ફેકશન ભીડમાં કે સ્કૂલ,ઘર અને કામન શયનગૃહ (ડોરમટરી) જેવાં અનેક લોકો સાથે હોય તેવાં સ્થળોએ રહેતા લોકોમાં ઝડપથી ફેલાય છે.ઊતરતે ઉનાળે ડબલ્યુ પી કામન બીમારી બને છે.જો ેકે,આમ તો વર્ષમાં ગમે ત્યારે તે થઈ શકે.પરંતુ તેનો ચેપ ઝડપથી ન પ્રસરે એવું પણ બને.
(૪)ડબલ્યુપી કોને થવાની શકયતા વધુ? : ૬૫ વર્ષથી વધુ વયના,ધૂમ્રપાન કરનારા, રોગપ્રતિકારક શકિત નબળી હોય એવા,બે વર્ષથી નાની ઉંમરનાં બાળકો,ર્શ્વસનતંત્રની બિમારી હોય તેવા,અસ્થમા માટે લાંબા વખતથી ઈનહેલરનો ઉપયોગ કરતા તથા લાંબા સમયથી રોગપ્રતિકારક શકિતને દબાવી દેવાની દવાઓ લેતા હોય એવા લોકોને વાકિંગ ન્યુમોનિયા થવાનું જોખમ વધુ છે.
(૫) ડબલ્યુપીનું નિદાન : પલ્સ અને બ્રીધિંગ રેટ ચેક કર્યા પછી દર્દીને અનુભવાતાં લક્ષણો, કેટલા સમયથી ઈન્ફેકશન છે તે તથા તેના મેડિકલ હિસ્ટ્રી વિશે જનરલ પ્રર્શ્નો પૂછી નિદાન કરી શકાય.આ ઉપરાંત ઊંડાણભરી તપાસ માટે એક્સ રે દ્વારા ફેફસાંમાં કેટલા પ્રમાણમાં ચેપ ફેલાયો છે તે તથા અન્ય કોઈ સમસ્યાઓ નથીને તે તપાસી શકાય છે.ચેપ માયકોપ્લાઝમાનો છે કે નહીં તે તપાસવા બ્લડ ટેસ્ટ કરવો પડે. ન્યુમોનિયા એમપીઈથી થયો છે તે જાણવા તથા વાયરસ કે ફંગલ ઈન્ફેકશન નથી તે નિશ્ચિત કરવા થ્રોટ સ્વેબ (ગળાના પ્રવાહી) નો ટેસ્ટ કરાય છે. આમ, વોકિંગ ન્યુમોનિયાનું નિદાન કરી શકાય.
(૬)ડબલ્યુપીની સારવાર: આમ તો ડાકટર જ આ બીમારીના ઉપચાર માટે અધિકૃત છે. છતાં,સર્વ સામાન્ય જાણકારી મુજબ બેક્ટેરિયાનો નાશ કરવા એન્ટિબાયોટિકસ દવાઓની ભલામણ કરવામાં આવે છે. આવી દવાથી ડબલ્યુ પી સામાન્ય રીતે મટી જાય છે. ઊપરાંત,મેડિકલ નિષ્ણાતો રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે હર્બલ ટી કે વનસ્પતિજન્ય ઔષધિની પણ ભલામણ કરતા હોય છે.
પૂરતા આરામ અને માનસિક તાણ ટાળવાથી પણ આ ન્યુમોનિયાનાં લક્ષણો ઓછાં પીડાદાયક થાય છે.નિયમિતપણે તાવની દવા કે કફ સીરપ લેતાં પહેલાં ડાક્ટરની સલાહ લો.
(૭) વોકિંગ ન્યુમોનિયાથી કેવી રીતે બચાય?થ આ બીમારીથી બચવા થોડીક સજાગતા જરુરી છે.જેમ કે
* ધૂમ્રપાન કરવાનું છોડી દો
*તંદુરસ્તીવર્ધક આહાર લો
*બીમાર લોકોથી દૂર રહો
*વખતા ેવખત હાથ ધૂઓ
* છીંક કે ઉધરસ ખાતી વખતે મ્હોં ઢાંકો
* તમારી પ્લેટમાંના ખાદ્યપદાર્થ કે તમારા ગ્લાસ-કપ બીજાને ન આપો
* ડાક્ટરની સલાહ હેઠળ દર વર્ષ ફ્લૂની રસી લો વાકિંગ ન્યુમોનિયા અન્ય રોગોથી સ્વતંત્ર રીતે વિકસતો હોવાથી તેને પ્રાથમિક કહેવામાં આવે છે.તેથી,પ્રાથમિક એટીપિકલ ન્યુમોનિયા તરીકે પણ તે ઓળખાય છે. ખાસ બાબત એ કે આ એક ઓછો જાણીતો પ્રકાર છે.એનું નામ વાકિંગ ન્યુમોનિયા કેમ રખાયું એ જાણી નવાઇ લાગશે.દર્દીને આ બીમારીને લીધે થાક લાગવા છતાં સામાન્ય રીતે તે ચાલી શકે છે અને રોજિંદી પ્રવૃતિઓ કરી શકે છે.વાકિંગ શબ્દ તેની આ ક્ષમતાનો ઉલ્લેખ કરે છે.
વોકિંગ ન્યુમોનિયા અન્ય ન્યુમોનિયા જેટલો ભલે ગંભીર ન હોય ,તેનો દર્દી ભલે રાબેતા મુજબનાં કામકાજ કરી શક્તો હોય.પરંતુ તેની આવી હળવી અસરને હળવાશથી ન લેવાય.તેનો ચેપ લાગ્યો હોવા બાબતે ગાફેલ ન રહેવાય કેમકે છેવટે તો તે બેક્ટેરિયાનું આપણા આરોગ્ય પરનું આક્રમણ,અતિક્રમણ છે!એટલે તેનો ત્વરિત ઉપચાર આવશ્યક છે!
- મહેશ ભટ્ટ


