Get The App

બહુઉપયોગી એન્ટિ એજિંગ ફેસ માસ્ક .

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
બહુઉપયોગી એન્ટિ એજિંગ ફેસ માસ્ક                            . 1 - image

ચહેરા પર અકાળે પડતી કરચલીઓ, ફાઇનલાઇન્સ,  અને ઢીલી થયેલી ત્વચાને ફરી પહેલા જેવી કરવા માટે એન્ટિ એજિંગ ફેસ્ક માસ્કનો ઉપયોગ કરવાથી  ત્વચાને ટાઇટ કરે છે અને ચહેરા પર વધતી વયના નિશાનને દૂર કરે છે. 

કોપરેલનો ફેસ માસ્ક

એક મોટો ચમચો કોપરેલ અને અડધો ચમચો દાડમના બિયાનું તેલ (બજારમાં મળે છે) તેને ભેળવીને સ્વચ્છ ચહેરા અને ગરદન પર લગાડવું. એક કલાક પછી ચહેરો ધોઇ નાખવો. નિયમિત  લગાડવાથી ફાયદો થાય છે. 

આ ફેસ માસ્ક ત્વચાને ફર્મ કરીને ટાઇટ બનાવે છે. ત્વચાને સન ટેનિંગથી બચાવે છે અને પુનર્જિવિત કરે છે. 

કેળાનો માસ્ક

એક કેળાના ટુકડાને છુંદી તેમાં એક ચમચો ગુલાબજળ ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા તથા ગરદન પર લગાડી સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો. 

આ માસ્કને એકાંતરે લગાડવાથી ફાયદો થાય છે. 

રાઇસ વોટર માસ્ક

એક કપ ભાતનું પાણી અને પેપર ટોવેલ ફક્ત સામગ્રીમાં જોશે. એક કપ ભાતના પાણીમાં પેપર   નેપકિન ભીંજવવો. આ પેપરનિક પર નાનાં-નાનાં કાણાં કરવા અને ૧૦ મિનીટ પર પાણીમાં પલાળી રાખી બહાર કાઢી ચહેરા પર ૧૫-૨૦ મિનીટ માટે મુકીને પછી ચહેરો ધોઇ નાખવો. નિયમિત કરી શકાય છે આ ફેસપેક ચહેરા પરની કરચલીઓને રોકે છે તેમજ ત્વચાને ટાઇટ બનાવે છે. 

હળદરનો ફેસ માસ્ક

એક મોટો ચમચો ઊચ્ચગુણવક્તાયુક્ત હળદ અને ૩ ચમચા ગુલાબજળ, હળદર અને ગુલાબજળને ભેળવી પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર લગાડવું. આ માસ્ક એન્ટીબેકટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરેલું હોય છે. જે ત્વચાને સ્વચ્છ અને ચમકીલી બનાવવાની સાથેસાથે પિગમેન્ટેશનને દૂર કરે છ.

કાકડીનો માસ્ક

અડધી કાકડીને ઝીણી ખમણી તેમાં લીંબુનો રસ ભેળળી ચહેરા પર લગાડી ૧૦ મિનિટ પછી ધોઇ નાખવું. નિયમિત કરવાથી ત્વચાને યુવાન અને ચમકીલી રાખે છે. 

બટાટા અને ગાજરનો માસ્ક

એક મધ્યમ બટાટુ, એક મધ્યમ ગાજર અને એક ચમચો ગુલાબજળ લેવું. બટાટા અને ગાજરને એક સાથે વાટી પેસ્ટમાં ગુલાબજળ  ભેળળી પેસ્ટ  વાટી ચહેરા અને ગરદન પર ૨૦ મિનિટસુધી લગાડી રાખવું અને ધીરે ધીરે આ પેકને ભીના કપડાથી અથવા તો પાણીથી ચહેરા પરથી દૂર કરવો. આ પેકમાં વિટામિન એ સમાયેલુ ંહોવાથી નિયમિત કરવાથી ત્વચા પરની કરચલીઓને દૂર કરે છે. 

એલોવેરા માસ્ક

એલોવેરાની પેસ્ટમાં લીંબુનો રસ ભેળવી ચહેર ાપર લગાડી ૧૦ મિનિટ પછી  પેકને ધીરેધીરે રગડી ચહેરા પરથી દૂર કરવો.નિયમિત લગાડવાથી કોલોઝન વધારે છે જેથી કરચલીઓ દૂર થાય છે. 

ગ્લિસરિન ફેસ માસ્ક

એક ચમચો ગ્લિસરિન અને ૨ વિટામિન ઇ કેપ્સયુલ લેવી. ગ્લિસરીનમાં કેપ્સ્યુલ તોડીને ભેળવવી અને આ મિશ્રણને ચહેરા તથા ગરદન પર લગાડવું. ૩૦ મિનિટ પછી ચહેરો ધોઇ નાખવો.  આ માસ્કને નિયમિત લગાડી શકાય છે જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરશે, ખુલા છિદ્રોને બંધ કરશે અને ફાઇન લાઇન્સ ઓછી થશે. તેમજ ત્વચાને પોષણ આપતું હોવાથી ત્વચાને સ્વસ્થ રાખશે. 

- જયવિકા આશર