Get The App

રસોડામાં બહુ ઉપયોગી કિચન ટિપ્સ

Updated: Feb 27th, 2023

GS TEAM


Google News
Google News
રસોડામાં બહુ ઉપયોગી કિચન ટિપ્સ 1 - image


- ખમણ ઢોકળા બરાબર ન બન્યા હોય તો તેનો ભુક્કો કરી તેમાં જોઇતો મસાલો નાખી કચોરી બનાવવી અથવા તો પપૈયું-મરચા નાખી સંભારો બનાવવો. ઉપરાંત સંભારિયાના શાકમાં પણ જોઇતા પ્રમાણમાં તેનો ભુક્કો નાખી શકાય.

- ગોળની ચાસણી બનાવતી વખતે વાસણમાં આજુબાજુ ચોંટી ન જાય માટે ઘી લગાડી દેવું.

- સાબુદાણા પલાળતી વખતે બિલકુલ પાણી ન રહે તે માટે જેટલા માપ સાબુદાણા હોય તેટલું જ માપ પાણી લઇ તેમાં પલાળવા. બરાબર ફુલી જાય પછી એક જાડા સુતરાઉ કપડા પર થોડી વાર પાથરી દેવા જેથી સાબુદાણામાં ચીકાશ નહીં રહે.તેમજ એકદમ કોરા-સુકા થઇ જશે. 

- ઊંધિયાના કોપરાના મસાલા તેમજ સંભારિયાના શાકના મસાલામાં સીંગદાણાનો ભુક્કો નાખવાથી સ્વાદિષ્ટ થાય છે. 

- મલાઇમાં એક ચમચો સાકર નાખી ફીણવામાં આવે તો માખણ વધુ માત્રામાં નીકળે છે. 

- પૂરી અને ભટુરાનો લોટ બાંધતી વખતે તેમાં એક ચમચી સાકર ભેળવવાથી પુરી તેમજ ભટુરા ક્રિસ્પી થાય છે તેમજ સારા ફુલે છે. 

- મરચાં-ધાણાજીરા-હળદરને ફ્રિજમાં રાખવાથી તાજા જ રહે છે. તેમજ મરચાનો રંગ પણ ઊડી જતો નથી. 

- આલુ પરોઠાના માવામાં થોડી કસુરી મેથી નાખવાથી સ્વાદ વધુ સારો આવે છે.

- લસણને ૧૫ મિનીટ સુધી હુંફાળા પાણીમાં પલાળીરાખવાથી તેના છોતરા આસાનીથી કાઢી શકાય છે. 

- પનીરને શાક-કરી કે પુલાવ-બિરિયાનીમાં નાખતી વખતે સામાન્ય રીતે તેને તળીને ઉપયોગમાં લેવાતું હોય છે. પરંતુ તળવું ન હોય તો તેને તવા પર ઓછુ ંતેલ નાખીને શેકીને ઉપયોગમાં લઇશકાયછે. 

- તેલમાં ચપટી મીઠું ભેળવવાથી કોઇ પણ ચીજ તળવાથી તેલ ઓછું પીવે છે. 

- ઘરમાં બર્ગર સોસ બનાવાવ માટે અ૨ ચમચા મેયોનીઝ, એક ચમચો ટોમેટા કેચઅપ,અડધો ચમચો રેડ ચીલી સોસ,પા ચમચો મરીનો ભુક્કો અને પા ચમચી સૂંઠ મિક્સ કરવો. લસણનો પાવડર પણભેળવી શકાય.તેને બર્ગર સોસ અથવા તો ડિપ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. 

- મકાઇના દાણાને બાફી પછી તેને માખણમાં સાંતળવી તેમાં મરી,મીઠું અને લીંબુ નાખીને ખાવાથી વધુ સ્વાદિષ્ટ લાગ છે. 

- સરગવા શીંગને વટાણાની માફક ફ્રિજરમાં લાંબા સમય માટે રાખી શકાય છે. તે માટે સરગવાની શીંગના નાના ટુકડા કરી એક એર ટાઇટ ડબામાં રાખી ફ્રીઝરમાં રાખી દેવા.

- સમારેલા સફરજનના ટુકડાને ઠંડા પાણીમાં મીઠું અને લીંબુ નાખીને રાખવાથી કાળા નહી ંપડે તેમજ તાજા રહેશે. 

- મગની દાળના ચિલ્લાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં ૨-૩ ટેબલસ્પૂન ચોખાનો લોટ અને એક ચમચો ચણાનો લોટ ભેળવી દેવો.

- પાઉંભાજી બનાવતી વખતે તેમાં ચપટી કસુરી મેથી નાખવાથી સ્વાદ વધે છે.

- પનીર બટર મસાલા શાક ઘટ્ટ થઇ ગયું હોય અને ફરી ગરમ કરવું હોય તો તેમાં દૂધ નાખીને ગરમ કરવું. સ્વાદ જળવાઇ રહેશે, પાણી નાખી ગરમ કરવાથી બેસ્વાદ થઇ જશે.

- છોલેને કાળા કરવા માટે કાબુલી ચણા બાફતી વખતે તેમાં કોટનના એક ટુકડામાં અથવા તો રૂમાલમાં ચાની ભુક્કી બાંધીને ચણા સાથે બાફવા મુકી દેવી. ચણાનો રંગ અમૃતસરી છોલે જેવો કાળો થઇ જશે. 

- છોલેમાં સ્વાદાનુસાર મસાલો નાખ્યા ઉપરાંત મરીનો થોડો ભુક્કો નાખવાથી સ્વાદ વધે છ.ે તેમજ ખટાશ માટે લીંબુ નીચોવી દેવું. 

- સલાડની ભાજીને ઝીણી ઝીણી સમારી તેમાં પાતળું દહીં, બાફેલા બટાકા અન ેટામેટાના ટુકડા નાખવા. તેમજ મસાલામાં મીઠું અને મરીનાખી ખાવું.સ્વાદિષ્ટ સલાડ તૈયાર થાય છે. 

-  મીનાક્ષી તિવારી 

Tags :