Get The App

ગુજરાતની સ્વાતંત્ર્યસેનાની વીરાંગનાઓ

Updated: Feb 28th, 2022

GS TEAM

Google News
Google News
ગુજરાતની સ્વાતંત્ર્યસેનાની વીરાંગનાઓ 1 - image


- અંતર- રક્ષા શુક્લ

સારું સર્જન કરીને

ઈશ્વરની જેમ તું છુપાઈ ગઈ.

તને મેં ક્યાં નથી શોધી?

સ્ત્રીના દરેક રૂપમાં

મેં તને શોધી છે.

તને શોધવી છે એટલે

સ્ત્રીને અવગણી નથી શકતોત

તું મળતી નથી એટલે

સ્ત્રીને ચાહી નથી શકતો.

બધાં કહે છે :

તારામાં જરાયે સ્વાર્થ નહોતો.

તો પછી

મારું સ્વર્ગ છીનવીને

તું કેમ સ્વર્ગસ્થ થઈ ગઈ?

પણ કહે છે કે

સ્વર્ગમાં જે ઇચ્છીએ તે મળે.

કદાચ દેવતાઓએ તારી ઇરછા કરી હશે.

શું, તને કોઈ દિવસ

મારી ઇરછા નથી થતી? 

-મધુકર ઉપાધ્યાય

૧૪ ડિસેમ્બર, ૧૯૩૧ની એક ખુશનુમા સવારે બંગાળના કોમિલ્લા તથા ટિપેરા જિલ્લાઓના કલેકટર સી. જી. સ્ટીવન્સ અને સિનનિયર ડિવિઝનલ ઓફિસર ગુફતેગૂ કરી રહ્યા હતા ત્યારે ચોકીદારે આવીને કહ્યું કે 'બે બાળકીઓ આપણે મળવા માગે છે'.

કલેકટરે કહ્યું કે 'હું મિટિંગમાં છું, કાલે મળે'.

થોડીવાર પછી ફરી ચોકીદાર આવ્યો અને કહે કે 'બાળકીઓ કહે છે કે તેઓ આપણે ગીફ્ટ આપવા માગે છે. તો બે મિનિટ આપો'.

કલેકટરે કહ્યું કે 'એમણે ઓફિસમાં બેસાડો. હું થોડીવારમાં આવું છું'.

કલેકટર ઓફિસમાં ગયા તો બે બાળકીઓ બેઠી હતી. એક બાળકીએ કહ્યું કે 'અમારી સ્કૂલમાં નહાવાનો હોજ છે. એમાં માત્ર અંગ્રેજ છોકરીઓ જ નાહી શકે છે. બંગાળી છોકરીઓ નાહી નથી શકતી'

'મને તો એવું જણાવવામાં આવ્યું કે તમે કોઈ ગીફ્ટ આપવા આવ્યા છો'.

બીજી બાળકીએ એક બોક્ષ બતાવતા કહ્યું કે 'ગિફ્ટ તો આ રહી'.

કલેકટરે કહ્યું કે 'હું શાળામાં તમારી વાત પહોંચાડું છું'.

પહેલી બાળકીએ કહ્યું કે 'એની કોઈ જરૂર નથી. તમે ભારતીયો ઉપર ખૂબ સિતમ વરસાવ્યો છે'.

કલેકટરે હસીને કહ્યું 'એ તો ચાલુ જ રહેશે'.

બીજી બાળકીએ ખુમારીથી કહ્યું કે 'નહીં ચાલુ રહે'.

આ સાંભળીને કલેકટર ડઘાઈ ગયો અને ગુસ્સે થઇ કહ્યું કે 'ગેટ આઉટ'.

ત્યારે બીજીએ ઉમેર્યું કે 'આ તમારી ગીફ્ટ તો સ્વીકારો'.

ત્યારે કલેકટરે કહ્યું કે 'નથી જોઈતી'.

પહેલી બાળકીએ કહ્યું કે 'લેવી જ પડશ'. એમ કહી બોક્ષમાંથી બંદૂક કાઢી અને કલેકટરને વીંધી નાખ્યો. 'વંદે માતરમ'ના નારા લગાવતી બાળકીઓ ઈલા સેન અને મીરાં દેવી હિંમતભેર ત્યાં જ ઊભી રહી.

આઝાદીની લડતમાં અનેક લોકોએ કુરબાની વ્હોરી છે. એમાં પુરુષોની સાથે બાળકો પણ અગ્રેસર રહ્યા હતા. આ સૌને પ્રેરણા આપવામાં મહિલાઓ પણ કેમ પાછળ રહી જાય ? હજારો બહેનોએ જાનની બાજી લગાવી અંગ્રેજોની કાળી હુકુમતને દૂર કરવાનો પ્રયત્ન કર્યો  છે. એમાં ગુજરાતની અસંખ્ય મહિલાઓ છે. રાષ્ટ્રીય આંદોલનમાં કેસરવર્ણી કાયા લઈને ગૌરવવંતી ગુજરાતણ ઝઝૂમી છે. કેટલીકસ્ત્રીઓએ તો નાના બાળકો સાથે જેલવાસ ભોગવ્યો છે. ઘર-પરિવારની સહેજ પણ પરવા કર્યા વગર હાથમાં ઝંડો લઈને નીકળી પડી હતી. ગાંધીજીના અહિંસક આંદોલનને આદર્શ ગણી પરદેશી માલની હોળી કરી હતી. એક હાથમાં મીઠાની ગાંગડી ઉપાડી અને બીજા હાથમાં ઝંડો લઇ 'અમે ડરતા નથી હવે કોઇથી રેદ ગાઈને અંગ્રેજોને પડકાર ફેંક્યો હતો.સ્ત્રીઓને સૌથી પ્રિય એવા પોતાના મૂલ્યવાન ઘરેણા પણ તેમણે ગાંધીજીના ચરણોમાં અર્પણ કર્યા હતા. ૧૯૨૦ના સત્યાગ્રહના આંદોલનથી ૧૯૪૨ની 'કરેંગે યા મરેંગે'ની લડત સુધી ગુજરાતની મર્દાની મહિલાઓનું હીર સ્વાતર્ત્ર્યની આ લડાઈમાં ખરા અર્થમાં ઝળક્યું હતું. રાજા રામમોહનરાય, દયાનંદ સરસ્વતી, મહાદેવ ગોવિંદ રાનડે, એની બેસન્ટ ઇત્યાદિ મહાનુભાવોએ નારી ઉધાથાન માટે ચળવળ આદરી હતી. ગાંધીજીએ પણ આ નારીચેતનાને દક્ષિણ આફ્રિકાના આંદોલનથી જ પરખી અને ઝીલી હતી. વેદના સહીને પણ સામેની વ્યક્તિની હૃદય પરિવર્તન કરવાની શક્તિ પુરુષો કરતાસ્ત્રીઓમાં વધુહોય છે. આફ્રિકામાં કસ્તૂરબાએસ્ત્રીસન્માન માટેની લડતના બીજ રોપ્યા હતા. ગાંધીજીએ કસ્તૂરબાને કહેલું કે 'આ લડત માત્ર ગુલામીમાંથી મુક્ત થવાની નથી. પરંતુ દેશની રાજકીય, સામાજિક, આથક અને નૈતિક સ્વતંત્રતા મેળવવા માટેની પણ છે'.

સ્વાતંત્ર્યસંગ્રામમાંસ્ત્રીસશક્તિકરણના અનેક ઉમદા ઉદાહરણો મળી આવે છે. આ આકસ્મિક સંજોગોએ કંઈ કેટલીયે જાણી-અજાણી વીરાંગનાઓની વિશેષતાઓને ઉજાગર કરી છે. પોતાની પ્રતિભા બતાવવાનો માટેનો આ અમૂલ્ય અવસર મહિલાઓ જાણે ગુમાવવા નહોતી માગતી. ચાર દીવાલને શણગારી શકે એમ ચાર દિશાઓમાં વિસ્તરી પણ શકે એવું આ સાહસી સન્નારીઓએ સુપેરે સાબિત કર્યું. કુરિવાજના કારાવાસના સળિયા તૂટયા. આ આંદોલનમાં જોડાવા કેટલીક બહેનોને પરિવારે સંમતિ આપી તો કેટલીક બહેનોને પતિએ મનાઈ ફરમાવી. તો પણસ્ત્રીઓ વિરોધ સામે બંડ પોકારી લડતમાં જોડાઈ. તેઓએ જાણે પુરુષપ્રધાન સમાજ સામે 'રુક જાવ'ની રેડ લાઈટ પણ ધરી. ૧૯૧૯ના જલિયાવાલા બાગના હત્યાકાંડ જેમ ૧૯૧૮માં ખેડાનો સત્યાગ્રહ થયો હતો. સ્વતંત્રતાની એ લડાઈમાં અસંખ્ય ગુજરાતણોનો ફાળો હતો.

ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં કસ્તૂરબાની એક અગત્યની ભૂમિકા હતી. બાપુને મહાત્મા બનાવવામાં એમનો બહુ મોટો ફાળો હતો. કસ્તુરબા એટલે સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ અને પ્રખર સ્વર. કસ્તૂરીમાં ઝબકોળાયેલું સુગંધી વ્યક્તિત્વ એટલે કસ્તૂરબા. જેમને પ્રેમથી બધા  બા કહેતા. તેઓ  મહાત્મા ગાંધીજીના ધર્મપત્ની હતા એટલી ઓળખ પૂરતી નથી. ૧૩ વર્ષની ઉંમરે લગ્ન થયા ત્યારે તેઓ નિરક્ષર હતા, બાદમાં ગાંધીજીએ તેમને લખતા-વાંચતા શિખવ્યું. કસ્તૂરબા ગાંધીજીની સાથે સાથે જ રાજકીય ચળવળોમાં જોડાયેલા રહ્યા. ૧૮૯૭માં તેઓ ગાંધીજી સાથે જ દક્ષિણ આફ્રિકા  ગયા. જ્યારે ગાંધીજીને કેદ કરવામાં આવતા ત્યારે બાએ એમના સ્થાને નેતૃત્વ કર્યું. તેઓ કામદારોના બાળકો અનેસ્ત્રીઓને સ્વચ્છતા, શિસ્ત અને વાચન-લેખન શીખવતા. મોહનદાસના ભારતગમન પછી પણ તેઓ સતત પડછાયો બનીને રહ્યા. બાપુ એટલે જ કસ્તૂરબાને 'શુભતર અર્ધાંગ' કહેતા. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વખતે કસ્તૂરબાએ ગાંધીજી કરતા વધુ જુસ્સાભેર કહેલું 'હું જેલમાં મરી જઈશ પણ હારીને પાછી નહીં આવું. ત્યારે ગાંધીજી આનંદભેર બોલી ઊઠેલા ન કરે નારાયણ અને તું જેલમાં મરીશ તો હું તને જગદંબાની જેમ

પૂ.બા પૂનાની આગાખાન મહલ જેલમાં મૃત્યુને ભાવપૂર્વક ભેટીને કસ્તૂરબા ખરા અર્થમાં જગદંબા બની ગયાં !

ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી ઈન્દુમતીબહેન નાનપણથી જ દેશભક્તિના સંસ્કાર પામ્યા. ૧૯૩૬થી પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણના ક્ષેત્રમાં ઈન્દુમતીબહેનનું સતત યોગદાન રહ્યું. ગાંધીજી અને તેમના આદર્શો માટે તેમને અનન્ય ભક્તિભાવ હતો. એ જ કારણથી તેમણે શિક્ષણક્ષેત્રે ગાંધી સંસ્કારને વ્યાપક બનાવવામાં ખૂબ ફાળો આપ્યો. ઈન્દુમતીબહેને સત્યાગ્રહ, ગ્રામોધ્ધાર, નારી ઉત્કર્ષ, ખાદી, બુનિયાદી તાલીમ, અહિંસા અને અભય જેવા ગાંધીવાદી મૂલ્યો આત્મસાતકર્યા હતા. જીવનભર સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં સેવા આપેલી છે.

અંબાલાલ સારાભાઈ સમૃદ્ધ પરિવારમાંથી આવતા અને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈના બહેન મૃદુલાબહેન સારાભાઈનું સ્વાતંર્ત્ય સંગ્રામમાં મહત્વનું પ્રદાન કહી શકાય. પોતાની કારકિર્દીની શરૂઆત મૃદુલાબહેન સારાભાઈએ ૨૩ વર્ષની ઉંમરે ૧૯૩૪માંસ્ત્રીઓના સર્વાંગી વિકાસની ભાવનાથી સ્થપાયેલી મહિલાસંસ્થા 'જ્યોતિસંઘ'થી કરી હતી. જે મહિલાઓના ઉદ્ધાર માટે કટિબદ્ધ હતી. ગાંધીજીએસ્ત્રીઓને ઘરની ચાર દીવાલોમાંથી બહાર લાવવાનું કામ કર્યું પરંતુ તેમણે સ્વાવલંબી અને નીડર બનાવવાનું કાર્ય મૃદુલાબહેને કર્યું. ગાંધીજીની હાકલથી દાંડી સત્યાગ્રહમાં ભાગ લેવા માટે તેમણે શિક્ષણ છોડી દીધું અને ગાંધીજીના વિદેશી ચીજવસ્તુ અને સંસ્થાનોનો બહિષ્કાર કરવા માટે તેમણે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની ના પાડી દીધી હતી. કોંગ્રેસના નેજાં હેઠળ તેમણે સત્યાગ્રહોમાં ભાગ લીધો હતો અને જેલવાસ ભોગવ્યો હતો. કિશોરવયથી જ આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીના અનુયાયી તરીકે જોડાયેલા મૃદુલાબહેન કોંગ્રેસની વાનરસેનામાં ઈન્દિરા ગાંધીના સહયોગી હતાં.

ઉષા મહેતાએ સાયમન કમિશન વિરોધી પદયાત્રામાં ભાગ લીધોે અને  'સાયમન પાછો જા'નો  ઘોષ કર્યો. બાળપણમાં તેઓ અન્ય બાળકો સાથે પ્રભાતફેરી અને દારૂની દુકાન સામે પિકેટિંગ કરવામાં ભાગ લેતા. ઉષા મહેતા આગળ જતાં ચુસ્ત ગાંધીવાદી એટલે બન્યા કે તેમના જીવન પર ગાંધીજીનો ઘણો જ પ્રભાવ હતો. તેમણે શરૂઆતમાં જ આજીવન બ્રહ્મચારી રહીને સંયમી જીવન જીવવાનો નિર્ણય લીધોે. તેમણે ગાંધી જીવન ચર્યા અપનાવી અને તેઓ હંમેશાં ખાદી પહેરતા અને તેમણે સર્વ વૈભવ વિલાસ ત્યાગ કર્યો હતો. સમય જતાં તેઓ પ્રખર ગાંધીવાદી વિચારધારાના સમર્થક તરીકે ઉભરી આવ્યા. ૧૯૪૨માં 'ભારત છોડો આંદોલન'માં ભાગ લેવા તે અભ્યાસ છોડી દીધોે. ૨૨ વર્ષની ઉંમરે તેઓ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં સંપૂર્ણ રીતે સક્રીય બન્યા.

શ્રીમતી સુમતિ મોરારજી ૧૯૪૨થી ૧૯૪૬ સુધીના ભૂગર્ભ સ્વતંત્રતા આંદોલનમાં તેઓ સામેલ હતા.

સુમતિ નિરંતર મહાત્મા ગાંધીના સંપર્કમાં રહેતા હતા. તેમની સ્વદેશપ્રેમની ભાવનાને અનુસરીને ૧૯૪૨ની ચળવળમાં શ્રી જયપ્રકાશ નારાયણ, ડા. લોહિયા અને શ્રી અરુણા અસફઅલી જેવા કાર્યકરો તેમના જૂહુના આવાસમાં આવતા હતા. ત્યાં એક છૂપું છાપખાનું પણ ચાલતું હતું. ગાંધીજી મહદ્અંશે તેમને ત્યાં જ રહેવાનું પસંદ કરતા હતા. તેમની કારકિર્દી દેશને તેમજ નારીશક્તિને ગૌરવ તેમજ પ્રેરણા અપાવે તેવી હતી. ૧૯૭૧માં તેમને તેમની નાગરીક સેવાઓ માટે ભારતનું દ્વિતીય સર્વોેચ્ચ સન્માન પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યું હતું.

કરમસદમાં જન્મેલા મણિબેન પટેલ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને નેતા સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી હતા.

 મણિબહેને ગાંધીજી અને સરદાર પટેલ દ્વારા ચલાવાતી ના-કરની ચળવળમાં જોડાવા માટેસ્ત્રીઓને ઘરથી બહાર નીકળી આગળ આવવાની બોરસદ સત્યાગ્રહમાં જોડાવા પ્રેરણા આપી. ૧૯૨૮માં બારડોલી ખેડૂતો ઉપર સરકારે આકરો કરવેરો મૂક્યો હતો અને તેની વસૂલી માટે ખેડૂતો પર જુલમ ગુજારવામાં આવતો હતો. ગાંધીજીએ સરદાર પટેલને બારડોલી જઇ ત્યાંના સત્યાગ્રહની આગેવાની કરવા જણાવ્યું. ચળવળની શરૂઆતમાંસ્ત્રીઓ તેમાં ભાગ લેવા આગળ આવતી નહીં. ભક્તિબા દેસાઈ જેવી બહેનો સાથે મળીને મણિબહેને સાથે મળીસ્ત્રીઓને લડતમાં જોડાવા પ્રેરણા આપી. તેમના પ્રયત્નોને પરિણામેસ્ત્રીઓ આગળ આવી અને પુરુષો કરતાં પણ બહોળી સંખ્યામાં સત્યાગ્રહમાં જોડાઈ. તેઓ સરકારે જપ્ત કરેલી જમીનો પર ઝૂંપડીઓ બાંધી તેમાં રહી સત્યાગ્રહ કરતાં. ૧૯૩૮માં રાજકોટ રજવાડાના દિવાન દ્વારા થતા અત્યાચારના વિરોધમાં સત્યાગ્રહ કરવામાં આવ્યો. પોતાની નાદુરસ્ત તબિયત છતાં કસ્તુરબા ગાંધી તેમાં જોડાવા આતુર હતા. મણિબેન કસ્તુરબા સાથે ગયા.

સરકારે તે બંનેને છૂટા પાડવાનો આદેશ આપ્યો. તેના વિરોધમાં મણિબેન અનશન પર ઉતર્યા અને તેમને કસ્તુરબા સાથે જ રાખવા સરકારને ફરજ પાડી. મણિબહેન પટેલે અસહાકારની ચળવળ અને મીઠાના સત્યાગ્રહ માં ભાગ લીધોે હતો અને તેને કારણે તેમને જીવનનો ઘણો સમય કારાગૃહમાં વિતાવવો પડયો હતો. ૧૯૩૦માં તેઓ તેમના પિતાના મદદનીશ બન્યા અને તેમની નિજી જરૂરિયાતોની પણ દેખરેખ રાખવા લાગ્યા. મણિબેને પોતાનું જીવન ભારતની સ્વતંત્રતાને સમપત કર્યું હતું આથી તેઓ ભારત છોડો ચળવળમાં પણ જોડાયા અને ૧૯૪૨થી ૧૯૪૫ સુધી ફરીવાર યરવડા જેલમાં કારાગૃહ ભોગવ્યો. 

હંસા જીવરાજ મહેતા ભારતના સમાજ સુધારક, સામાજીક કાર્યકર, શિક્ષણવિદ્, સ્વતંત્ર ચળવળકાર અને લેખિકા હતા. નીડરતા અને કર્મઠતા જેવા ગુણોને કારણે અસહકારની ચળવળ વખતે દારૂ, તાડી ને વિદેશી કાપડના પિકેટિંગની ગાંધીજીએ સોંપેલી જવાબદારી તેમણે પૂરી નિષ્ઠા અને જુસ્સાથી સંભાળેલી. ૧૯૪૭ની મધ્યરાત્રિએ સત્તાના હસ્તાંતરની ઘટના વખતે સરોજિની નાયડુની અનુપસ્થિત હોવાથી, ભારતનો રાષ્ટ્રધ્વજ, ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસના એક સક્રિય સભ્ય તરીકે, તેમના હાથે નહેરુને અપાયેલો. સ્વાતંત્ર્ય બાદ પણ તેમણે અનેક જવાબદારી ભરેલાં કાર્યોે કરેલાં. 

ગુજરાતની આ સઘળી વીરાંગનાઓ વિશે વાત કરવામાં તો પુસ્તકો લખાય પણ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે સ્વનામ ધન્ય એવી થોડીસ્ત્રીઓનો નામોલ્લેખ કરું છું, જે પરિચયની મોહતાજ નથી. અનસૂયાબહેન સારાભાઈ, શ્રીમતી સરોજબેન બળવંતરાય મહેતા, શારદા મહેતા, વિજયાબેન મનુભાઈ પંચોળી, શ્રીમતી લીલાવતી મુનશી, ગુલાબબહેન હરિલાલ ગાંધી, ગોમતીબહેન મશરૂવાળા, ડા. મોટીબાઈ કાપડિયા, મનુ ગાંધી, અમીનાબેન કુરેશી, શ્રીમતી ભીખાઈજી કામા, પ્રેમાબહેન.કંટક, પુષ્પા મહેતા, નરગીસબહેન નવરોજી, દુર્ગાબહેન મહાદેવભાઈ દેસાઈ વગેરે જેવી અસંખ્ય બહેનોએ પીકેટીંગ, સભા-સરઘસ, સ્વદેશી ચળવળ, જેલવાસ, જુદા જુદા બહિષ્કારો, હિન્દ છોડો આંદોલન, રેંટીયો અને ખાદીની હિમાયત, મીઠાનો સત્યાગ્રહ, દાંડીકૂચ જેવા સ્વાતંત્ર્યની લડતને લગતા અનેક કાર્યક્રમોમાં સક્રિય રહીને ગાંધી

વિચારધારાને સમપત જીવન જીવ્યા.

ઇતિ

ભૂલ કરવા કરતા વિલંબને 

પ્રાધાન્ય આપવું સારું.

-થોમસ જેફરસન 

Tags :