Get The App

વિવિધ વાનગીઓમાં દહીંનો ઉપયોગ .

Updated: May 27th, 2024

GS TEAM

Google News
Google News
વિવિધ વાનગીઓમાં દહીંનો ઉપયોગ                 . 1 - image


વાનગીનો  સ્વાદ વધારવા અને પાચનમાં  મદદ કરવા દહીંનો  ઉપયોગ આ રીતે કરો : 

એક મોટા વાસણમાં  દહીંને તે પ્રવાહી ન થઈ જાય ત્યાં સુધી ફીણો,  ત્યારબાદ તેમાં લોટ ઈંડાની  સફેદી, વેસણ અથવા મકાઈનો લોટ ભેળવી થોડું દૂધ અથવા પાણી રેડી પેસ્ટ બનાવી લો. હવે તેમાં મીઠું નાખો અને લાકડાના  ચમચાથી  હલાવો.  હલાવતી વખતે  એ ધ્યાન રાખો કે ચમચો  એક જ દિશમાં  ફરે.

જો  દહીંને સાવધાનથી  ગરમ ન કરીએ તોે તે ગરમ કરતી વખતે  જ ફાટી જાય છે. એટલે તેને વધારે સમય સુધી ગરમ ન કરો. વાનગીમાં  નાખ્યા પછી પણ ખૂબ ધીમો તાપ જ રાખો. 

દહીંની વાનગી રાંધતી વખતે એના વાસણને ઢાંકો નહીં, કેમ કે વરાળના પાણીથી   દહીં દાણાદાણા થઈ જઈ શકે છે. દહીંના આ મિશ્રણને શાક, માંસ, માછલી વગેરેની ગ્રેવીમાં  નાખી ચડવા દો.

જ્યારે પણ તમે દહીને કોઈ વાનગીમાં  ભેળવો, ત્યારે તેને હળવા હાથે ઉપરનીચે  કરો.  ફટાફટ હલાવવાથી  દહીં ફાટી જઈ શકે  છે. અથવા તેમાંથી માખણ  છૂટું પડી જઈ શકે  છે,  જેથી દહીંનું  રૂપ બગડી જાય છે.

દહીંને ઉપયોગમાં લેતાં પહેલાં લગભગ  એક કલાક ફ્રિજમાં  રાખવાથી તે વધુ સારું રહે છે. 

દહીંને  ઘટ્ટ કરવા તેમાં આરારૂટનો લોટ ભેળવો. સેલડમાં દહીં નાખવાનું  હોય, તોતેને એક  મલમલના કપડામાં  બાંધીને  લટકાવી રાખો.  આથી  એમાંનું  પાણી નીતરી જશે. જમતા  પહેલાં  થોડી વારે સેલડમાં  દહીં ભેળવો.

તમે વાનગીઓમાં ક્રીમ અથવા દૂધને બદલે દહીં પણ વાપરી શકો છો.  ઈંડામાં  એક ચમચો દહીં નાખી ફીણવાથી  આમલેટ સ્વાદિષ્ટ થાય છે.

એપલ  પાઈ  અથવા પીચપાઈ બનાવતી વખતે ઉપર મેંદાનું પડ પાથરતાં પહેલાં એમાં એક ચમચી દહીં મેળવ્યા પછી તેના પર પડ પાથરી બેક કરો.

માંસાહારી  ભોજનમાં દહીં વાપરવાથી  ભોજન સ્વાદિષ્ટ બને  છે, સાથે સાથે દહીંમાં  રહેલું લેક્ટિક એસિડ માંસને મુલાયમ  પણ બનાવે છે, જેથી પચવામાં સરળતા રહે છે.

બિસ્કિટ, પેનકેક, કેક, બ્રેડ વગેરે બનાવવામાં દહીંનો ઉપયોગ કરવાથી તે સ્વાદિષ્ટ અને નરમ બનશે.

- જયવિકા આશર 

Tags :