Get The App

ટી.વી.અભિનેત્રીઓને વરસાદમાં વહાલા .

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
ટી.વી.અભિનેત્રીઓને વરસાદમાં વહાલા                            . 1 - image


- કાગઝ કી કશ્તિ-બારિશ કા પાની

વર્ષા ઋતુ મોટાભાગે બધાને અત્યંત પ્રિય હોય છે.  આ મોસમમાં ધરતી પર છવાતી હરિયાળી અને માટીની ભીની ભીની ખુશ્બૂ લોકોનું મન મોહી લે છે. ધારે ધારે વરસતા વરસાદમાં નાહવાની  મઝા અવર્ણનીય હોય છે. આવી સ્થિતિમાં આપણા ટી.વી.ની અદાકારાઓને આ મોસમ કેટલી વહાલી છે તેજાણવું રસપ્રદ થઇ પડશે. 

આસ્થા ચૌધરી કહે છે કે મને વરસતા વરસાદનો ધ્વનિ,ભીની  માટીની સુગંધ, ચારેકોર ઊગી નીકળતી હરિયાળી જેવ ચોમાસાની દરેક વિશેષતા આકર્ષે છે. વરસાદ પડતો હોય ત્યારે મને લોંગ ડ્રાઇવ પર જવાનું  અને દેશી સંગીત સાંભળવાનું બહુ ગમે. વારિ વરસી રહ્યું હોય ત્યારે જો હું ઘરમાંહોઉં તો ગરમ કોફી પીતાં પીતાં તેને જોયા કરું. અમે આમગાંવના સેટ પર પણ ફુરસદ મળતાં જ વરસાદ જોવા બેસી જઇએ. 

ટીના દત્તા પણ ચોમાસાની દીવાની છે.તે કહે છે કે ધોધમાર વરસતો વરસાદ, ધરતીએ આ  મોસમમાં ઓઢેલી લીલી ચાદર, રંગબેરંગી છત્રીઓનો જાદુ જોવા ેકોનેન ગમે. શૂટિંગ દરમિયાન બ્રેક  મળે કે તરત જ હું વરસાદનો આનંદ લેવા બેસી જાઉઁ.  અલબત્ત, મને આ સીઝનમાં  રોમાંટિક ગીતો સાંભળતા સાંભળતા લોંગ ડ્રાઇવ પર જવું બહુ ગમે. અને મુંબઇ જેવો વરસાદ તો બીજે  ક્યાંય જોવા જ ન મળે.  

અદા ખાનને આ ઋુતુમાં દરિયા કિનારો અને ભુટ્ટો બહુ વહાલા લાગે. તે કહે છે કે નાનપણથી મને વરસાદ જોવાનું અત્યંત પ્રિય છે. વરસાદ પડતો હોયત્યારે હું દરિયા કિનારે બેસીને ગરમાગરમ  ભુટ્ટો ખાવા સાથે સાગરની લહેરો પર પડતાં વરસાદને જોયા કરું. હું વાંદરામાં રહું છું. અને વાંદરાના બેન્ડસ્ટેન્ડ જેવી વરસાદની મઝા બીજે ક્યાં હોઇ શકે? 

અનિતા હસનંદાનીને પણ ધોધમાર વરસતા વરસાદ દરમિયાન લાંબે સુધી ડ્રાઇવ કરવાનો ભારે  શોખ છે. તેકહે છે કે મને આ સીઝનમાં લોનાવલા જવાનું અત્યંત પ્રિય છે. ત્યાં ચારે બાજુ  ફેલાયેલી હરિયાળી જોઇને આંખોને કેટલી ટાઢક પહોંચે. મને આ મોસમમાં ભુટ્ટો ખાવાની અને તંદુરી ચા પીવાની પણ બહુ મઝા આવે. 

યેશા રુગાણી માટે તો ચોમાસું મૂડ સુધારવાની સીઝન છે. તે કહે છે કે મને આ મોસમમાં બચપણમાં કરાતી કાગળની કશ્તિની સ્પર્ધા, વરસાદની કવિતાઓ, હૉટ ચોકલેટ ખાવા માટેની ચાહત, બોલીવૂડના વરસાદી ગીતો પર કરાતાં ડાન્સ સાંભરી આવે. મેઘરાજા યુવાન વયની બધી ચિંતાઓને ભૂલાવી દે અને બચપણની મસ્તીને સંભારી દે.ચોમાસામાં  પ્રવાસ કરવાની તો મોજ  જ કાંઇક ઓર હોય. બે-ચાર દિવસનું વેકેશન તમને ફરી તરોતાજા કરી દે. 

શુભાવી ચોક્સીને તો આ ઋતુમાં પકોડા સૌથી વધુ સાંભરે. તે કહે છે કે પહેલા વરસાદની ભીની ભીની ખુશ્બૂ, અને ચોમાસામાં ખાવાની મોજ  પડે એવી વાનગીઓની રસોડામાંથી આવતી સોડમ તમારી ધ્રાણેન્દ્રિયો અને સ્વાદેન્દ્રિયોને કેવો સંતોષ આપે. અને ચોમાસામાં તમે પકોડા અને કટિંગ   ચાની મઝા ન માણી તો માણ્યું  જ શું? 

સુબુહી જોશીને પણ પહેલા વરસાદ વખતે આવતી માટીની સોડમ આકર્ષે છે. તે કહે છે કે મને  પહેલા વરસાદની માટીની સુગંધ અત્યંત પ્રિય છે. વરસાદ પડતાં જ ચારે બાજુનું વાતાવરણ કેટલું    ખુશનુમા થઇ જાય. વળી મારો ગમબૂટ પહેરવાનો શોખ પણ આ મોસમમાં જ  પૂરો થાય. હું તો નવા ગમબૂટ ખરીદવા આ ઋતુની વાટ જોતી હોઉં છું. વરસાદ પડતો હોય ત્યારે મને મુંબઇની આસપાસ  આવેલા  પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા જુદાં જુદાં ં સ્થળોએ જવાની બહુ મઝા આવે. સાથે વિવિધ જાતના  ભજિયા અને આદુ નાખેલી ચા મળે તો બીજું  શું જોઇએ. 

રિતુ ચૌધર શેઠને વરસાદની મોસમમાં દરિયા કિનારે કે પછી સ્વીમિંગ પૂલમાં હળવું સંગીત સાંભળતા સાંભળતા સમય પસાર કરવાનું બહુ ગમે. તે કહે છે કે ચોમાસાની આ જ  ખરી મઝા છે. વળી વરસાદ પડે એટલે તમારા મનમાં ઘર કરીને બેઠેલા નકારાત્મક વિચારોે પણ તેની મેહ સાથેે ધોવાઇ  જાય. આ મોસમ  એટલે મનને પણ સ્વચ્છ કરવાની ઋતુ.

વરસાદ પડવાનું શરૂ થાય એટલે શાઇની દોશી મસ્તીના મૂડમાં આવી જાય. તે કહે છે કે મને વરસતા વરસાદનું સંગીત અને ભીની માટીની સોડમ અતિશય ગમે. વળી આ ઋતુ સિવાય રેનકોટ પહેરવાનો મોકો ક્યાંથી મળે? મોટાભાગના યુવાન-યુવતીઓની જેમ મને પણ ઝરમર ઝરમર વરસતા વરસાદમાં મિત્રો સાથે લોનાવલા  ફરવા નીકળી  પડવાનું, ભુટ્ટા ખાવાનું અને ગરમાગરમ ચા પીવાનું   બહુ ગમે.

પંખુડી અવસ્થીને ચોમાસામાં બચપણ સૌથી પહેલા સાંભરે. તે કહે છે કે હું નાની હતી ત્યારે અમારા ઘરના બગીચામાં વરસાદમાં નાહવા નીકળી પડતી. જોકે હવે આવું બહુ ઓછું બને છે. પરંતુ વારિ વરસતો હોય ત્યારે પરિવાર સાથે બાલ્કનીમાં બેસીને ગપ્પા હાંકતા હાંકતા ગરમાગરમ નાસ્તો કરવાની બહુ મોજ પડે. અને ક્યારેક ગાડીમાં બેસીને ફરવા નીકળી પડવાનું મન પણ થાય.

ઇરા સોને ચોમાસામાં રોમાંટિક બની જાય. તે કહે છે કે વરસાદ પડતો હોય ત્યારે  મન થનગની ઉઠે. તેથી ધોધમાર વરસાદમાં આસપાસ કોઇ ન હોય ત્યારે થોડું નાચી લેવાનું.અલબત્ત, આ ઋતુમાં ચા અને પકોડાની મોજ તો માણવાની જ હોય. 

અંકિતા શર્માને તો ચોમાસામાં બારીમાંથી વરસાદ જોવાની બહુ મઝા આવે. તે કહે છે કે મેઘરાજા પૃથ્વી પર મહેરબાન થયા હોય ત્યારે ગરમાગરમ ચા સાથે સમોસા કે પછી અન્ય કોઇ તળેલો નાસ્તા ેખાવાની કેવી મઝા આવે. જેકે હવે હું આવો નાસ્તો ખાવાથી પહેલા કેલેરીની ચિંતા કરતી થઇ ગઇ છું. મને ચોમાસામાં રંગબેરંગી છત્રી વાપરવાનું પણ બહુ ગમે.

Tags :