હળદર: રસોઇમાં રંગ નિખારવાની સાથે સાથે સ્વાસ્થય અને સુદરતામાં ઉપયોગી
હળદર રસોઇમાં રંગ નિખારવાની સાથેસાથે સ્વાસ્થ્યવર્ધક અને સુંદરતા નિખારવામાં ઉપયોગી છે. તે એક શક્તિશાળી એન્ટી ઓક્સીડન્ટ છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. હળદરમાં કર્યૂમિન નામનું એક તત્વ હોય છે જે સોજાને ઓછા કરે છે, કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે પાચનક્રિયા સુધારે છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ સુધારે છે. ત્વચા સંબંધી સમસ્યા સામે લડવામાં મદદ કરે છે.
એન્ટી ઓક્સીડન્ટ
હળદરમાં કરક્યૂમિન નામનું એક શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી હચાવવામાં મદદ કરે છે.
સોજા
હળદરમાં સમાયેલું કરક્યૂમિન સોજાને ઓછા કરવામાં મદદ કરે છે.
પાચનશક્તિ સુધારે
હળદર પાચનના એન્ડાઇમોના ઉત્પાદનને વધારતું હોવાથી પાચનક્રિયા સુધારે છે.
રોગપ્રતિરોધક ક્ષમતા
હળદરમાં એન્ટી બેકટેરિયસ અને એન્ટીવાયરલ ગુણ હોય છે, જે રોગપ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે.
ત્વચા
હળદર ત્વચાની સામાન્ય સમસ્યાઓ જેવી કે, ખીલ અને ડાઘ-ધાબાથી રાહત થાય છે. તેમજ હળદરને મલાઇ અથવા તો દૂધ સાથે ભેળવીને ચહેરા પર લગાડવાથી ત્વચા પરની નિસ્તેજતા દૂર થાય છે. તેમજ વાન નિખરે છે. હળદર સાથે દહીં અને મદ ેળવીને પણ ઉપયોગમાં લેવાથી નિસ્તેજ ત્વચા ચમકીલી થાય છે. તેમજ ખીલ પર લગાડવાથી રાહત થાય છે.
કેન્સરથી બચાવ
સંશોધનોથી જાણવા મળ્યું છે કે, હળદરનું સેવન કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છ.ે
હૃદય
હળદર રક્ત વાહિકાઓને આરામ આપે છે અને કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરતી હોવાથી હૃદયને આરામ મળે છે.
મગજ
સંશોધનથી પુરવાર થયું છ ેકે, હળદર અલ્ઝાઇમર અને પાર્કિસન્સ જેવા મગજના રોગ માટે એક સંભવિત ઉપચાર તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.
સાંધાના દુખાવા
સાંધાના દુખાવામાં હળદરનું સેવન રાહત આપે છે. તે સોજાને ઓછો કરવામાં મદદ કરે છ.હળદરવાળું દૂધ પીવાથી પણ રાહત થાય છે. તેમજ માર વાગ્યા પર હળદરનો લેપ લગાડવાથી વહેતું રક્ત બંધ થાય છે.સોજા પર હળદરનો લેપ કરવાથી સોજો ઊતરે છે.
શરદી-ઊધરસ
સામાન્ય શરદી-ઊધરસથી રાહત પામવા માટે હુંફાળા દૂધમાં હળદર ભેળવીને તેનું સેવન કરવામાં આવે છ.ે
- મીનાક્ષી તિવારી