માનવશરીરને તંદુરસ્તી અર્પવા માટે વ્યાયામ એ આદર્શ ઉપાય છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે ઘરગથ્થુ વ્યાયામો આદર્શ સાબિત થાય છે. નિતંબ અને જની આસપાસ જમી સર્જક સુંદર ચહેરાવાળી મહિલાનો કુરતીમાં આડીરૂપ બને છે. આ વણજોઈતી ચરબી ઉતારવા માટે હેલ્થ ક્લબે દર્શાવેલા નવ વ્યાયામો અજમાવવાની અમારી ભલામણ છે. અલબત્ત વ્યાયામ કરતા પહેલાં શરીરના અવયવો છૂટા પાડવાની કેટલીક હળવી ક્સરતો કરી લેવી જરૂરી છે અને વ્યાયામ પહેલાં પેટ ખાસ રાખવું જરૂરી છે.
ખુરશી નજીક ચત્તા સૂઈ જાવ. બન્ને હાથ પહોળા કરો અને પગ ઘૂંટણેથી ત્રાસા કરી પગના તળિયા ખુરશીના પાયાને અડકાડો. આ સમયે ઘૂંટણ જમીનથી અડધો ફૂટ અધ્ધર રહેવા જોઈએ, હવે પગના તળિયા વડે ખુરશીના પાયા પર જોરથી ભીંસ આણો. મનમાં દસ સુધી ગણો અને પછી જ એ ભીંસ ઓછી કરો. ત્યાર બાદ દસ સેકન્ડનો આરામ લઈ ઉપરની ક્રિયાનું પુનરાવર્તન કરી. આ ક્રિયા કુલ દસ વખત કરવી.
જમીન પર બેસી જાવ અને બંને પગ શક્ય હોય એટલા પહોળા રાખો. પગની એડી જમીન સરસી રાખો અને અંગુઠો છતની દિશા તરફ રાખો. બંને હાથ આગળ તરફ લઈ જાવ અને હળવે હળવે કમ્મરેથી વાંકા વળી જમીન તરફ ઝુકાવવાની કોશિશ કરો. એ વાત યાદ રાખો કે નીચે ઝૂંકતી વખતે પીઠ સીધીને સટ રાખવી. ઉપરાંત પગ ઉંચા કરવાની મૂર્ખામી કરવી નહીં.
આ વ્યાયામ ખુરશી પર બેસીને કરવાનો છે. ખુરશી પર બેઠા બાદ એક એલ્યુમિનિયમનો ડબ્બો બન્ને ઘૂંટણ વચ્ચે ભરાવો. હાથ વડે કુસ્તીની બેઠક જડ રીતે પકડી રાખો. ત્યાર બાદ ધીરે ધીરે બન્ને પગ વડે પેલા ડબ્બા પર દબાણ આણવાનો પ્રયત્ન કરો. મનમાં દસની ગણતરી પૂરી યાય ત્યાં સુધી દબાણ આપો. પછી દસ સેકન્ડનો આરામ ફરી ફરી ઉપરની ક્રિયા કરો. આ કસરત પણ દસ વખત કરવી.
રસોડાની મોરીના પ્લેટફોર્મ પાસે ઉભા રહો. પ્લેટફોર્મને બન્ને હાથ વડે કસીને પકડી રાખો. ત્યાર બાદ ડાબો પગ ઘૂંટણેથી વાળ્યા વગર બાજુની દિશા તરફ ખેંચીને વર્તુળાકારે અંદરની તરફ લાવો. આ વખતે ધડ આગળની તરફ વાળ્યા વગર ટટ્ટાર રાખવું. પગ શક્ય હોય તેટલો ઉંચો લઇ ગયા બાદ એ જ સ્થિતિમાં દસ સેકન્ડ રહેવું અને પછી પગ ધીરેથી નીચે લાવવો. આ જ વ્યાયામ જમણા પગ વડે પણ કરવો. બંને પગથી કુલ દસ દસ વાર.
રસોડાના પ્લેટફોર્મને જમણા હાથ વડે પકડીને આડા ઊભા રહો. ડાબો પગ હળવેકથી ડાબી તરફ ઊંચો કરો. અલબત્ત ઘૂંટણેથી વાળ્યા વિના. શક્ય હોય તેટલી ઊંચાઈ સુધી લઈ ગયા બાદ એ જ સ્થિતિમાં દસ સેકન્ડ સુધી ઊભા રહો. પછી હળવેકથી પગ નીચે લાવી પાંચ સેકન્ડ થોભો અને આ ક્રિયા ફરી કરો. ડાબા પગથી દસ વખત આ વ્યાયામ કર્યા બાદ ઉંધી દિશામાં ઉભા રહીને મા પગથી જ વ્યાયામ કરો.
અગાઉના જેવો લાગતો આ વ્યાયામ તેના કરતા અઘરો છે. આ પહેલાના વ્યાયામ જેવી જ મુદ્રાસ્થિતિ ધારણ કરો. ડાબો પગ હળવેકથી ઉંચો કરો અને સ્થિર રાખો. હવે આ પગ નીચો લાવવાને બદલે દસ તબક્કામાં ધીરે ધીરે ઉપરની તરફ લઈ જાવ. ત્યાર બાદ તુરંત જ પગ ફરી અગાઉ જેટલો નીચે લાવી મનમાં દસ સુધી ગણતરી કરો અને પછી જ પગ જમીનને અડકાડો બંને પગ વડે દસ દસ વખત આ ક્રિયાકરો. પગ તબક્કા વાર ઉપર લઈ જતી વખતેો અંગુઠો ઉપરની દિશા તરફ રાખવો.
વ્યાયામ નંબર ૬ની શરૂઆતની મુદ્રાસ્થિતિ ધારણ કરો. પરંતુ પગની એડી ઉંચી રાખો. જમણા હાથ વડે પ્લેટફોર્મ કસીને પકડી અને ડાબો હાથ હવામાં બાજુની તરફ ઉંચો કરો. ધીરેકથી ખુરશીમાં બેસતા હો એ રીતે નીચેની તરફ ઝૂકો. વગર ખુરશીએ !:ઉ એવી શ એ મુદ્રાસ્થિતિમાં દસ સેકન્ડ સુધી રહો. આ સમયે પીઠ ટટ્ટાર રાખો. ફરીથી ઉભા થઈને દસ સેકન્ડનો આરામ લો. કુલ દસ વખત આ કસરત કરો.
પ્લેટફોર્મ તરફ ચહેરો રાખીને ઉભા રહો. બન્ને હાથ વડે પ્લેટફોર્મ પકડી રાખો. બન્ને પગ વચ્ચે એકાદ ફૂટનું અંતર રાખો અને પગના પંજા થોડા બહારની દિશા તરફ રાખો. હવે હળવેકથી નીચે બેસવાની કોશિશ કરો.
ઘૂંટણ અને જાંઘ એક જ લાઈનમાં આવે એ મુદ્રામાં સ્થિર થાવ અને પગની એડી ઊંચી કરો. દસ સેકન્ડ એ જ મુદ્રામાં રહ્યા બાદ પૂર્વવત થાવ. આ વ્યાયામ પણ દસ વખત અજમાવો.
આ વ્યાયામ માટે એક કેબિનેટની જરૂર પડશે. કેબિનેટનું ઉપરનું ખાનું ખોલી બંને હાથ વડે તેનોટેકો લો. પગની એડી ઊંચી રાખો અને હળવેકથી ખુરશીમાં બેસતા હો એ રીતે નીચેની તરફ ઝુકો.
આ ક્રિયા દરમિયાન પીઠ સીધી રહેવી જોઈએ નીચે ઝૂક્યા બાદ બંને પગના ઘૂંટણો ઝડપથી એકબીજાને અડકાવો અને છૂટા પાડો. આ ક્રિયા દસ વખત કરી પૂર્વવત બનો.


