દ્વિમુખી વાળની સમસ્યાનું નિવારણ
- બ્યુટી ટિપ્સ
- મધમાં સમાયેલ એમોલિએન્ટસ તત્વ વાળને ચમકીલા અને રેશમી બનાવે છે. જે સ્કેલ્પને ખોડા રહિત રાખે છે તેમજ વાળને મુલાયમ બનાવી દ્વિમુખી થતા અટકાવે છે.
મેયોનીઝ
વેજિટેરિયન મેયોનીઝ સ્પિલટ વાળ માટે ઉપયોગી છે.તેમાં વિટામિન, પ્રોટીન અને ફેટી એસિડ ભરપુર માત્રામાં સમાયેલા છે. ફેટી એસિડ વાળને મોઇશ્ચરાઇઝ રાખે છે. મેયોનિઝને વાળમાં હેરમ ાસ્કની માફક લગાડવું. ૧૫-૨૦ મિનીટ પછી હળવા શેમ્પૂથી વાળ ધોઇ નાખવા.
કેળા
કેળામાં પોટેશિયમ, પ્રોટીન જિંક, આર્યન અને કુદરતી તેલ સમાયેલું છે. તે સ્કેલ્પને ખોડા રહિત રાખે છે. તેમજ સૂર્યના કિરણોથી વાળને થતી હાનિથી રક્ષણ આપે છે. તેમજ વાળની ઇલાસ્ટિકસિટી જાળવી રાખે છે.રૂક્ષવાળ માટે કેળુ બહેતરીન હેર માસ્ક છે. અઠવાડિયામાં બે વખત લગાડવાની દ્વિમુખી વાળની સમસ્યા દૂર થાય છે.
એક બાઉલમાં બે મોટા ચમચા દહીં એક પાકેલું કેળુ છૂંદી ભેળવી પેસ્ટ બનાવવી.આ પેસ્ટમાં થોડા ટીપાં ગુલાબજળ અને લીંબુના ઉમેરી બરાબર ભેળવી વાળમાં લગાડી ૨૦ મિનીટ પછી વાળ ધોઇ નાખવા.
પપૈયું
પપૈયામાં પાપેન નામનું એન્ઝાઇમ જોવા મળે છે. જે મૃત ત્વચાને દૂર કરવાનું કામ કરે છે. તેમાં સમાયેલા વિટામિન-એ, ઇ અને બીટા કેરોટીન જેવા એન્ટી ઓક્સિડન્ટ વાળના મૂળને સ્વસ્થ રાખે છે જેથી દ્વિમુખી વાળની સમસ્યા થતી નથી.
હેર માસ્ક બનાવા માટે એક પાકેલું પપૈયું વાળની લંબાઇના હિસાબે લેવું. તેની છાલ કાઢી તેને મિક્સરમાં બ્લેન્ડ કરવું. હવે આ પેસ્ટમાં અડધો કપ દહીં ભેળવી વાળમાં લગાડવું અને ૩૦ મિનીટ પછી વાળ ધોઇ નાખવા.
મિલ્ક ક્રીમ
વાનગીમાં ક્રીમી ફ્લેવર વધારનાર મિલ્ક ક્રીમ વાળને પ્રોટીન અને કેલ્શિયમ પ્રદાન કરે છે. જે વાળને મજબૂત, ચમકીલા અને મુલાયમ રાખે છે. તેના ઉત્તમ પરિણામ માટે હોમમેડ ક્રીમનો ઉપયોગ કરવો જોઇએ.
બે મોટા ચમચા ક્રીમને અડધો કપ દૂધ સાથે ફીણી લેવું, ત્યાર પછી તેને વાળની જડમાં લગાડી થોડી વાર પછી હુંફાળા પાણીથી ધોઇ નાખવું.
મધ
મધમાં સમાયેલ એમોલિએન્ટસ તત્વ વાળને ચમકીલા અને રેશમી બનાવે છે. જે સ્કેલ્પને ખોડા રહિત રાખે છે તેમજ વાળને મુલાયમ બનાવી દ્વિમુખી થતા અટકાવે છે.
એક બાઉમાં દહીં અને મધ ભેળવી વાળ પર લગાડવું. દ્વિમુખી વાળ પર વઝુ મસાજ કરવો અને થોડી વાર પછી વાળ ધોઇ નાખવા.
અન્ય ટિપ્સ
* ડ્રાયર અને સ્ટ્રેનરનો ઉપયોગ નહીંવત કરવો.
* તડકાથી વાળને રક્ષણ આપવું.
* અઠવાડિયામાં એક વખત હેર મસાજ જરૂર કરવો.
* સમયચસમય પર સ્પિલટ એન્ડ ટ્રિમ કરાવતા રહેવું
* વધુ પડતા સખત અને તેજ હેર પ્રોડક્ટસનો ઉપયોગ કરવો નહીં.
આંખના કાજળને ફેલાવતા અટકાવતી ટ્રિક્સ
ભારતીય મહિલાઓમાં કાજળ એક એવો શણગાર છે જેનાથી આંખ તેમજ ચહેરાનો લુક બદલાઇ જાય છે. પરંતુ મોટા ભાગની મહિલાઓની સમસ્યા છે કે, કાજળ લગાડવાથી તે થોડી વારમાં આંખની આસપાસ ફેલાઇ જતું હોય છે. આ સમસ્યાને દૂર કરવાના નુસખા :
ફેસવોશ
કાજળ લગાડતા પહેલા ફેસ વોશથી ચહેરો સાફ કરવો.જો ચહેરાની ત્વચા તૈલીય હોય તો, વોટર બેસ્ડ ફેસ વોશથી ધોવો. ફેસવોશ માટે ઘરગત્થુ ઉબટન પણ લગાડી શકાય. ચહેરો ધોયા પછી નેપકિનથી થપથપાવો.આમ કરવાથી ત્વચા પરનું તેલ દૂર થાય છે, જેથી કાજળ ફેલાવાની શક્યતા નહીંવત રહે છે.
ઠંડુ પાણી અને કન્સિલર
ફેસ વોશના સ્થાને ઠંડા પાણીમાં કોટન બોલ્સ બોળીને આંખ પર રાખીવાથી આઇલિડની આસપાસના એરિયાનું તેલ કન્ટ્રોલમાં કરવામાં મદદ કરે છે. જેથી કાજળ લગાડવાથી ફેલાતુ નથી તેમજ ટકી રહે છે. આ સાથે આંખની આસપાસ કન્સિલર અથવા ફાઉન્ડેશન લગાડવું.
ફેસ પાવડર
કન્સિલર, ક્રીમ, ફાઉન્ડેશન અથવા જે પણ બ્યુટિ પ્રોડકટ ચહેરા પર લગાડવામાં આવે પછી પાવડર લગાડવો મહતવનો છે. જે ત્વચાને તૈલીય થતો બચાવે છે જેથી કાજળ ફેલાવાની બદલે એક જગ્યાએ ટકી રહે છે. ફેસ પાવડરનો ટચ-અપ પણ લઇ શકાય છે, જે ત્વચા પરના ઓઇલને કન્ટ્રોલ કરે છે.
આંખ ચોળવી નહીં
આંખ ચોળવી નહીં. કાજળ લગાડયા પછી રાહ જોવી કાજળ લગાડયા પછી આંખને અન્ય પ્રોડ્કટ લગાડવા માટે થોડી વાર રાહ જોવી જરૂરી છે.
- સુરેખા