Get The App

પાચનક્રિયાની સામાન્ય તકલીફોના ઉપચાર

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
પાચનક્રિયાની સામાન્ય તકલીફોના ઉપચાર 1 - image

પાચનક્રિયાની તકલીફમાં કબજિયાત,પેટમાં દુખાવો, ગેસ થવો, વારંવાર જુલાબ થવા જેવી  સામાન્ય તકલીફો થતી હોય છે. જેને ઘરગત્થુ ઇલાજો કરીને છુટકારો પામી શકાય છે. 

લીંબુ અને હુંફાળા પાણીનું મિશ્રણ

સવારે નયણા કોઠે હુંફાળા પાણીમાં લીંબુ નીચોવવું અથવા તો એક ચપટી બેકિંગ સોડા ભેળવી પીવું. 

અજમો અને વરિયાળી

અજમાને પાણીમાં ઉકાળી પીવું અથવા તો ભોજન પછી વરિયાળી ખાવાથી ગેસ અને એસિડિટી ઓછા થાય છે. 

છાશ અને દહીં

તેમાં પ્રોબાયોટ્કિસ હોય છે જે પાચનક્રિયાને સુધારે છે. છાશમાં અજમો ભેળવીને પીવાથી તકલીફમાં રાહત થાય છે. 

આદુ

આદુના સેવનથી કબજિયાત, સોજો અને આંતરડામાં ગેસના ભરાવાથી રાહત મળે છે. આદુની ચા અથવા તો આદુને પાણીમાં ઉકાળીને પીવું. અથવા તો એક નાના ટુકડા આદુ પર મીઠું ભભરાવીને ચાવવું. 

હળદર

ગરમ દૂધ અથવા પાણીમાં હળદર ભેળવીને પીવાથી તેમાં સમાયેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ મદદ કરે છ.ે 

ફુદીનો

ફુદીનાની પેસ્ટ કરી તેને પાણી અને સંચળ સાથે ભેળળી પીવાથી ગેસથી રાહત થાય છ.ે 

લસણ

લસણ પાચનક્રિયાની તકલીફમાં સુપરફૂડ માનવામાં આવે છે. લસણને કાચું ખાવાથી કે પછી લસણના તેલનો ઉપયોગ પાચન સંબંધી તકલીફોને દૂર કરે છે. આંતરડામાં ઇન્ફેકશન માટે લસણની એક-બે કાચી  ખાવાથી બેકટેરિયાથી લડવામાં મદદ મળે છે. લસણના તેલમાં જીવાણુરોધી અને સોજનરોધી ગુણ હોય છે જે આંતરડાને સ્વાસ્થ્ય સુધારે છે. 

એલોવેરા

એલોવેરા  એક હર્બલ ઉપચાર નું તાજુ જેલ અથવા જ્યૂસ તરીકે લેવાથી ફાયદો થાય છે. નિયમિત એક-બે  ચમચો એલોવેરાનો જ્યૂસ પીવાથી અથવા તો જેલને પાણીમાં ભેળવીને લેવાથી સોજો ઓછી થાય છે, ઘાને ભરવામાં મદદ કરે છે. 

તજ

સંશોધનોથી પુરવાર થયું છે કે, તજમા ંઆંતરાડના ઇન્ફેકશન  તેમજ જઠરની તકલીફથી રાહત આપવાના ગુણ છે. તજનું સેવન પાણીમાં ઉકાળીને પીવું.અડધો ચમચો તજના પાવડરને ગરમ પાણી અથવા ચા સાથે ભેળળીને પીવાથી  ઇન્ફેકશનમાં રાહત થાય છે. આંતરડાનો સોજો ઊતરે છે અને પાચનસંબંધી સમસ્યાઓના ઇલાજમાં મદદ કરે છ.ે 

મધ

મધનું સેવન સાદા અથવા હુંફાળા પાણીમાં ભેળળીન ેકરવાથી ફાયદો થાય છે. તેમાંજીવાણુરોધી અને સોજાને ઓછો કરવાના ગુણ ગુણ હોય છે. 

હિસબગુળ

હિસબગુલમાં કબજિયાતથી રાહત આપવાના ગુણ છે.આંતરાડામાંના ઇન્ફેકશનને દૂર કરે છે.

કેળા

કેળા પેટ માટે હળવા હોય છે. તેનું સેવન કબજિયાત તેમજ ગેસના ભરાવાથી રાહત આપે છે. 

ગરમ પાણીનો સેક

ગરમ પાણીનો અથવા તો ઇલેકટ્રીક સેક કરવાથી સોજામાં રાહત થાય છે. 

મિશ્રી અને વરિયાળીનું મિશ્રણ

મિશ્રી અને વરિયાળીના સેવનથી પેટમાં ભરાયેલા ગેસ અને એસિડિટમાં રાહત આપે છે. 

પાણીના સેવનનું પ્રમાણ વધારવું

પ્રયાપ્ત માત્રામાં પાણી પીવાથી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેમજ શરીરના વિષાણુ તત્વને  બહાર કાઢવામાં મદદ કરે છે. 

જીરૂ

પાણીમાં જીરૂ અને અજમો ભેળવીને પીવાથી ગેસથી છુટકારો થાય છે અને પાચનમાં સુધારો થાય છ.ે 

લીલી એલચી

લીલી એલચી પાચનતંત્રને શાંત કરે છે. ગેસના ભરાવાને ઓછો કરે છે. ભોજન પછી લીલી એલચી ખાવાથી રાહત થાય છે. 

- મીનાક્ષી તિવારી