આ વખતની લગ્નસરામાં
લગ્ન અને તેને લગતા અન્ય કાર્યક્રમોમાં હિન્દી ફિલ્મોના ગીતો તેમજ આપણા પરંપરાગત લગ્નગીતો ગવાય-વગાડાય છે એ વાત સર્વવિદિત છે. પરંતુ સમય સાથે ઘણું બદલાય છે તેમ હવે લગ્નગીતોમાં પણ પરિવર્તનનો પવન ફુંકાયો છે. હવે વર અને વધૂ પોતાના વિવાહ દરમિયાન તેમની પોતિકી કહાણી વર્ણવતાં ખાસ ગીતો લખાવે છે અને તેને સંગીતબદ્ધ કરાવી ગવડાવે પણ છે. મહત્વની વાત એ છે કે તેઓ પોતાના આ ખાસ ગીતો પર ડાન્સ પણ કરે છે. અને આવા ગીત રચનારાઓનો એક નવો વર્ગ ઊભો થયો છે.
હમણાં લગ્નસરા ચાલી રહી છે એટલે તમને પણ ક્યાંક આવા ગીતો સાંભળવા તેમ જ તેના પર થતું ફરફ્રોમન્સ જોવા મળે તો નવાઇ નહીં પામતા. વિવાહ આયોજકો આ નવા ટ્રેન્ડ વિશે જાણકારીઆપતાં કહે છે કેઆપણ ાદેશના ઘણા શહેરોમાં આ વાયરો ઝપાટાભેર વાઇ રહ્યો છે. નવયુગલો ચોરીફેરા ફરવાથી પહેલા જ પોતાના માટે ખાસ ગીતોની રચના કરાવે છે. આવા ગીતો નવવધૂ લગ્નમંડપમાં પ્રવેશતી હોય ત્યારે,મહેંદી, હલ્દી, સંગીત, સોશ્યલ મીડિયા વીડિયો માટે તૈયાર કરાવવામાં આવે છે.આ ગીતોમાં મોટા ભાગે જે તે યુગલની લવ્ટોરી અને તેમાં આવેલા સીમાચિહ્નરૂપપ્રસંગોને વણી લેવામાં આવે ે છે.
આ પ્રકારના ગીતોના એક રચયિતા કહે છે કે અમે જે તે યુગલની પસંદગીના ગીત-સંગીતને ધ્યાનમાં રાખીને તેમની અંગત કહાણી વર્ણવતુ ંગીત રચીએ છીએ. આ ગીતને તમે માત્ર લગ્નગીત ન કહી શકો. પરંતુ તેમનું પોતિકું ગાયન ગણાવી શકો. સંબંધિત દંપત્તિ પોતાના વિવાહના એક દશક પછી પણ આ ગીત ાસંભળેે તો તેમને પોતાનો એ સોનેરી સમય સાંભરી આવે.
ઉત્તર ભારતમાં, ખાસ કરીને દિલ્હી, ગુડગાંવ જેવા શહેરોમાં બેહદ ધામધૂમથી લગ્ન લેવાની પરંપરા ચાલી આવે છે. સ્વાભાવિક રીતે જે તેમણે આ નવા ટ્રેન્ડને પણ દિલથી આવકાર્યો છે. ગુડગાંવમાં મ્યુઝિક સર્વિસ પણઆપતાં એક વિવાહ આયોજક કહે છે કે ઘણાં ભાવિ નવદંપત્તિઓ પોતાના વિવાહ કોઇ મહાનુભવની જેમ થાયએવું ઇચ્છતા હોય છે. અને તેને માટે તેઓ નાણાંની થેલીનું મોઢું ખુલ્લું મૂકી દે છે. તેઓ પોતાના અંગત લગ્નગીતો સ્ટિડોયમાં રેકોર્ડ થયા હોય એવો આગ્રહ રાખે છે. સામાન્ય રીતેઆવા લગ્નગીતોની રચના કરવા માટેએકથી બે લાખ રૂપિયા જેટલો ખર્ચ આવે છે. પરંતુ તેમને તેનાથી ઝાઝો ફરક નથી પડતો. જ્યારે અનેયએક વેડિંગ પ્લાનર તો એટલે સુધી કહે છે કે માત્ર બેઝિક કસ્ટમાઇઝ્ડ ટયુનનો ખર્ચ ૧૦,૦૦૦ જેટલો આવે અને તે વધીને ૩૦,૦૦૦ સુધી પહોંચે. અલબત્ત, તે સાંભળીને તમે બોલીવૂડનું કોઇ ગીત સાંભળતા હો એવુ ંલાગે.
અંગત લગ્નગીત શી રીતે રચવામાંઆવે છે તેની જાણકારી આપતાં તેઓ કહે છે કે અમે સંબંધિત વર-વધૂની અંગત પ્રેમ કહાણી, તેમાં આવેલીઅડચણો, તેમને પરિવારનો મળેલો સાથ-સહકાર, અવાકટ્ટર વિરોધ, તેમના પ્રેમ સંબંધ દરમિયાનના યાદગાર કિસ્સા ઇત્યાદિની જાણકારી એકઠી કરીએ છીએ.એક વખત અમારા હાથમાં સઘળી માહિતી આવી જાયએટલે અમારી આ ક્ષેત્રની ટુકડીના ગીતકાર, સંગીતકાર અને ગાયક પોતપોતાના હિસ્સાનું કામકરવા માંડે છે. ગીતકાર સંબંધિત યુગલની ઇચ્છા મુજબના પ્રસંગો તેમના લગ્નગીતોમાં વણી લે છે. તેઓ વધુમાં કહે છે કે આ ગીતોના બોલ અને સંગીત કર્ણપ્રિય તેમજ હૃદયસ્પર્શી હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
આ રીતે પોતાના લગ્નગીતો રચાવનાર એક યુવતી કહે છે કે હું પોતે એક ડાન્સર છું. સ્વાભિવક રીતે જ હું મારા પ્રી-વેડિંગ માટે એક રોમાંટિક ગીત બનાવડાવવા માગતી હતી. અને મને આવા પ્રોફેશનલ્સ પાસેથી ધાર્યું કામ મળ્યું.જ્યારેઅન્યએક પ્રેમી યુગલે કહ્યુ ંહતું કે અમારા માતાપિતાએ અમારા લગ્નનો સખત વિરોધ કર્યો હતો. તેમને અમે લાંહા સમય સુધી ધીરજપૂર્વક સમજાવ્યાં હતાં. છેવટે તેો અમારી વાત સમજ્યા અને અમને આશિર્વાદઆપવા તૈયાર થયાં. અમે અમારા વ્યક્તિગત લગ્નગીતોમાં આ સઘળાં ચાવઉતાર વણી લેવામાંઆવે અને અમારા માતાપિતાએ અમને આશિર્વાદ આપ્યાં તેનો આભાર પણ માનવામાંઆવે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે અમારા વિવાહ અને તેને
લગતા અન્ય કાર્યક્રમોમાં આ બધી વાતોની સંગીતમય રજૂઆત થઇ ત્યારેઅમે બધા ગદગદિત થઇ ગયા હતા.
એક નવવધૂએ કહ્યું હતું કે અમારી લવસ્ટોરી અસામાન્ય હતી. અને મને સરપ્રાઇઝ આપવા મારી પતિએ અમારા લગ્નની સંગીતસંધ્યામાં તેને લગતું ગીત રજૂ કરાવીનેઅમને આશ્ચર્યનોઆંચકો આપ્યો હતો.
આ પ્રકારના લગ્નગીતોના રચયિતાઓ કહે છે કે મોટાભાગના યુગલો પોતાના લગ્નગીતોએકદમ ધીમી અને કર્ણમધૂર ધૂનમાં રચાય એવું ઇચ્છતા હોય છે. તેમને તેમાં ધમાલિયું સંગીત પસંદ નથી પડતું. તેઓ વધુમાં કહે છે કે મોટાભાગના યુગલો તેમાં બોલીૂડના શાસ્ત્રીય ગીતો ભેળવવાનો આગ્રહ પમ રાખે છે. જ્યારે કેટલાંક યુદલો તેમના લગ્નગીતો લોકગીતની તર્જ પર રચવાની ઇચ્છા વ્યક્ત કરે છે. ભલે અલગ અલગ યુગલોની પોતાના લગ્નગીતોની રચના વિષયક ઇચ્છા-આકાંક્ષાઓ જુદી જુદી હોય. પરંતુ આ ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે એ વાતમાં બે મત નથી.
- વૈશાલી ઠક્કર


