- છોકરાઓના મનપસંદ કલર : રેડ, ગ્રીન, ડાર્ક યલો, ઓરેન્જ, ચોકલેટ
- છોકરીઓના મનપસંદ કલર : પિંક, સ્કાય, લાઈટ યલો, લાઈટ બ્લૂ
- આજકાલ તો નાનાં બાળકોનાં કપડાં અને સ્ટાઈલ તમને તેમની સામે વળીને જોવા માટે મજબૂર કરે તેવાં હોય છે. હવે તમને એવો વિચાર ચોક્કસ આવશે કે નાનાં બાળકોને વળી કેવી ફેશન? તો જોઈએ ટેણિયાઓની ફેશન...
હવે કદાચ એવા દિવસો નથી રહ્યાં કે તમે કહો તે કપડાં તમારું બાળક પહેરે. આજકાલ તો ભૂલકાંઓ પણ તેમના ડ્રેસીસ માટે વધારે કોન્શિયસ બની ગયા છે. ભૂલકાંઓ તેમના ડ્રેસીસ જાતે જે પસંદ કરી તેમની મમ્મી-પપ્પાની જેમ હમેશાં ફેશનેબલ દેખાવા ઈચ્છે છે. અફકોર્સ એમની પસંદ હમેશાં ફેશનેબલ દેખાવા ઈચ્છે છે. અફકોર્સ એમની પસંદ પણ એક્સટ્રાઓર્ડિનરી હોય છે એ તો તમારે પણ માનવું પડશે
ફેશનજગતમાં નાનામોટાનો કોઈ ભેદ હોતો નથી. ભૂલકાંનાં વોમાં પણ જબરદસ્ત ફશન જોવા મળે છે. આજે વાત કરીએ બાળકોનાં વોમાં ચાલી રહેલા ટ્રેન્ડની. ટેંગી ગ્રીનથી લઈને યલો અને દરેક પ્રકારના ચટાકેદાર પેસ્ટલ કલર્સથી બાળકોની દુનિયા રંગીન બની છે. વર્તમાનમાં છોકરીઓનાં સ્કર્ટ્સ હોય કે ટોપ્સ હોય, ટ્રેન્ડી કેપ્રી હોય કે પછી છોકરાનાં જિન્સ, શાર્ટ્સ કે ટીશર્ટ હોય, આ બધાં જ પરિધાનોમાં તહેવાર રંગો જોવા મળે છે. છોકરીનાં પરિધાનોમાં લાઇમ ગ્રીન, યલો અને પિંક કલર્સ છવાયેલા છે, જ્યારે છોકરામાં રેડ, બ્લૂ, પીરોજી અને બ્રાઉન રંગોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
મોટેરાંની જેમ છોટે ઉસ્તાદો પણ સ્ટાઇલના મામલામાં તેમનાથી જરાય પાછળ નથી. પાંચથી પંદર વર્ષની છોકરીમાં હોલ્ટર નેક, નાનાં સ્કર્ટ્સ અને ટ્રાઉઝર્સની બોલબાલા છે. તે સાથે શાર્ટ કુર્તા સાથે ટાઇટ ચૂડીદાર પણ તેમના પર સુંદર લાગે છે. છોકરા માટે પરિધાનોમાં એટલી વેરાઇટી નથી પરંતુ સ્ટ્રેટ જકેટ, શાર્ટ શર્ટ અને રંગબેરંગી ટી-શર્ટ્સ જેવાં પરિધાનો તેમને મોટેરાંનો સ્ટાઇલ લુક કાપી કરવામાં મદદરૂપ થતા રહે છે. બજાર પર નજર નાખીએ તો જંપસૂટ્સ બાળકોમાં વધુ ને વધુ લોકપ્રિય થતાં જાય છે.
પરિધાનોની વાતની સાથે તેના પરની વિવિધ આકાર-રંગોની પ્રિન્ટ્સની વાત અચૂક નીકળે જ. છોકરીઓ આ બાબતમાં પણ બાજી મારી જાય છે. તેમનાં માટે ફૂલો, મોટા આકાર, બુકે, સાદી તેમજ ઝીણી વગેરે જેવી પ્રિન્ટ્સથી સજાવેલા ડ્રેસીસ બજારમાં ઉપલબ્ધ રહેતા હોય છે. તેમાં ભૌમિતિક આકારની અને પેચવર્કની કારીગરી પણ વખાણવાલાયક હોય છે. આ ઉપરાંત મલ્ટિ કલર સ્ટ્રાઇપ્સ, સ્પાટ્સ અને પોલ્કા ડોટ્સ પણ ચલણમાં છે. પાર્ટી વેરમાં બીડેડ અને એમ્બ્રાઇડરી કરેલાં પરિધાનોની બોલબાલા છે.
બાળકોની ત્વચા ફૂલ જેવી કોમળ હોવાથી તેમનાં પરિધાનો માટેનું ફબ્રિક પણ તેને અનુરૂપ જ હોવું જોઈએ. જેમ કે, કાટન અને લેનીન. બાળકોનાં પરિધાનો ડિઝાઇન કરનારા ફશનડિઝાઇનરોનું પણ આમ જ માનવું છે. સિન્થેટિક કે તેના જેવાં અન્ય પરિધાનો બાળકોની ત્વચા પર લાલ ચકામાં ઉપસાવી શકે છે. આથી યોગ્ય એ જ છે કે તેમના માટે એવાં પરિધાનોની પસંદગી કરવામાં આવે જે વાતાવરણ સાથે તાલમેલ બેસાડી શકે તેમ હોય. આ માટે કાટન શ્રે વિકલ્પ છે.
હા, ખાસ અવસરો પર તમે ચૂડીદાર સૂટ, ઘાઘરા-ચોળી કે ચૂડીદાર પાયજામા-કુર્તા વગેરે તેમને પહેરાવી શકો, ફબ્રિકમાં કાટન અને સ્લિક તેમજ રંગોમાં મરૂન, બ્રાઉન, રેડ અને બ્લૂની પસંદગી શ્રે ગણાશે. આજકાલ પિજેંટ્સ ટોપ કિડ્સ વેરમાં હાટ ફેવરિટ છે. ખભા અને કાંડા પર ઘણી બધી ચપટીઓ બનાવી તૈયાર કરવામાં આવેલું આ આકર્ષક ટોપ કેઝયુઅલ વેર તરીકે અદ્ભૂત લાગે છે. આરેન્જ અને યલો ટાપ પર બ્લૂ જિન્સ કે સ્કર્ટનું કોમ્બિનેશન લાજવાબ છે.
નાનાં બાળકો એસેસરિઝથી દૂર રહે એટલા જ સારા પણ ફેશનની રંગીન દુનિયા તેમ ક્યાં થવા દે છે? તમારી બાળકીને નાની નાની ઇયરિંગ્સ, એક સ્પોર્ટી લુક ધરાવતી રિસ્ટ વાચ અને ગળામાં નાનકડા પેંન્ડેન્ટવાળી ચેઇન અને તેના વાળોમાં રંગબેરંગી ક્લિપ્સ તેને ફંકી લુક આપે છે. જ્યારે છોકરાઓ માટે યુનિક રિસ્ટ વાચ અને ટ્રેન્ડી બલ્ટ ઉત્તમ એસેસરિઝ છે.
છોકરીઓની ફેશન...
છોકરીઓએ તો જાણે નાનપણથી જ મિસ યુનિવર્સ બનવાની તૈયારી શરૂ કરી દીધી હોય તેમ તેમની ફેશનનું લિસ્ટ દરરોજ બદલાય છે. બધી જ નાની ટેણીઓના બાર્બીડોલ દેખાવું હોય છે અને એટલે જ તેઓ કપડાં પણ બાર્બી જેવાં જ પસંદ કરે છે. તેમાં પણ સ્કર્ટ, શોર્ટ્સ અને હોલ્ટર ટી-શર્ટે તો ધૂમ મચાવી છે અને જેવાં કપડાં તેવી હેરપિન્સ તો ખરી જ! પીનમાં પણ તેઓ બટર ફ્લાય, ટટીબેર અને બાર્બીવાળી જ પિન પસંદ કરે છે. વાત આટલે જ અટકતી નથી. પિન અને કપડાંની સાથે સાથે ચપ્પલ માટે બાળકો એટલાં જ કોન્શિયસ છે. છોકરીઓમાં ગ્લેડીએટર, બેલી અને પિંક શૂઝ હોટ ફેવરિટ છે.
છોકરાઓની ફેશન
કદાચ આજકાલના યુવાનો જેટલી ફેશન નહીં કરતાં હોય એટલી ફેશન ભૂલકાંઓ કરે છે. અને ફેશનમાં નાના છોકરાઓ પણ પાછળ નથી રહ્યાં. નાના છોકરાઓમાં જિન્સની કેપ્રી, શર્ટ્સ અને કાર્ગો શોર્ટ્સ હોટ ફેવરિટ છે. તેમાં પણ કાર્ટૂનના અલગ અલગ કેરેક્ટર અને સ્પાઈડરમેનના પોસ્ટરવાળા ટી-શર્ટ તેમની પહેલી પસંદ બને છે. અને વળી આજકાલ તો જિન્સ ઉપર ચેઈન લગાવવાની સ્ટાઈલ દરેક બાળકે અપનાવી લીધી છે. છોકરાઓમાં સ્પોર્ટ્સ શૂઝ તો ઓલટાઈમ ફેવરિટ છે.
ફેશન અને ટ્રેન્ડ તોે ઠીક હવે તો ભૂલકાંઓ બ્રાન્ડ્સ માટે પણ એટલાં જ કોન્શિયસ છે. અમુક પર્ટિક્યુલર બ્રાન્ડ માટે પણ તેઓ જીદ કરતાં હોય છે. તો હવે તમારું બાળક પણ જો ફેશનેબલ દેખાવા માટે જીદ કરે તો કરવા દો. લેટ ધેમ એન્જોય.


