For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

બોડી બ્યુટીફુલ બનાવવા શરીર થોડું કસવું જ પડે

Updated: Sep 18th, 2023


આપણા જીવનમાં આજે સુખ-સગવડો માટે અનેક આધુનિક સાધનો ઉપલબ્ધ થયાં છે. પહેલાંના સમયમાં ઘરકામ અને રસોઇમાં જેટલો સમય વેડફાતો હતો તેની જગ્યાએ આજે સાધનોને લીધે એ જ કામ મિનિટોમાં થઇ જાય છે, પરંતુ આ સાધનોને કારણે શરીરશ્રમને જીવનમાં સ્થાન રહ્યું નથી. આમ થવાથી શરીરનાં ઘણાં ખરાં અંગો નિષ્ક્રિય રહે છે. આ બધાં અંગોને કાર્યરત કરવાં જોઇએ, કસરત આ માટે શ્રેષ્ઠ ઉપાય છે.

વર્તમાન સમયમાં કસરતની અનેક રીતો શોધાઇ છે. જેમાં અરોબિક કસરત ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ આ કસરત ખૂબ ઝડપી ગતિએ થતી હોવાને લીધે થોડી અઘરી લાગે છે. પણ અહીં જણાવેલી સહેલી રીત કરાતા કસરત યોગને ખૂબ મળતી આવે છે. આ સરળ કસરતની પાછળ થોડોક સમય આપવાથી તમે તમારું વ્યક્તિત્વ પ્રસન્ન અને મોહક બનાવી શકો છો.

આ કસરતમાં એક વાત એ ધ્યાનમાં રાખવાની છે કે, તમે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે નિયમોને ધ્યાનમાં રાખીને કસરત કરશો, તો જ આ કસરત અસરકારક સાબિત થશે.

વ્યાયામ એક : સૌથી પહેલાં આપણે 'વાર્મ અપ'થી શરૂઆત કરીએ છીએ તમે પહેલાં તમારા બંને પગ થોડા દૂર રાખીને ઊભાં રહો અને બંને હાથને થોડા ઉંચા કરો. ઘૂંટણોને થોડા નમાવીને નીચે નમો. ધ્યાન રાખો કે બંને ઘૂંટણ પરસ્પર એકબીજાને અડકે નહીં. ફરી એ જ રીતે પાછાં સીધાં થઇ જાવ. આ પ્રમાણે દસવાર કરો.

ઘાટીલા હાથ :

વ્યાયામ બે : બંને પગ વચ્ચે અંતર રાખીને ઊભાં રહો અને બંને હાથ ખભા સાથે સીધી રેખામાં લાંબા કરો. હવે બંને ભુજાઓ વાળીને પાછળની તરફ લઇ જાવ.

ગરદન ટટ્ટાર રાખો અને ઉપરની તરફ જુઓ. વળેલી હથેળીઓને ધીમે ધીમે હલાવો. આમ  ૩૦થી ૪૦ વાર કરો.

પાતળી કમર :

બંને પગ વચ્ચે થોડું અંતર રાખીને ઊભાં રહો. એક હાથ કમરથી થોડે નીચે નિતંબના સાંધા પર રાખો. એક વાત ધ્યાનમાં રાખજો કે, વળેલાં હાથની કોણી કમરની બરાબર સીધમાં રહેવી જોઇએ. બીજો હાથ સીધો માથા ઉપર લઇ જાઓ. હવે કમર અને ઊંચે રાખેલા હાથને હળવેથી વાળો. આમ ઓછામાં ઓછું ૩૦ વાર કરો. પછી આ ક્રિયાને બીજી તરફ પણ આજ રીતે કરો.

સુડોળ પેટ : પેટને સુડોલ બનાવવા અહીં તદ્દન સરળ કસરત બતાવવામાં આવી છે, જે તમે થોડા સમયમાં અને સહેલાઇથી કરી શકો છો.

જમીન પર ચત્તા સૂઇ જાવ. બંને પગ અને ઘૂંટણો વાળો. બંને પગ વચ્ચે થોડું અંતર રાખજો. હવે તમારી હડપચીને ઊંચી કરીને છાતીની વચમાં લાવો. ઊંચા થયેલા ઘૂંટણોને અડવાનો પ્રયત્ન કરો. આ કસરત માટે એ ખૂબ જરૂરી છે. આ ક્રિયા ૨૦ વાર કરો.

* જમીન પર સૂઇને જ બંને હાથ માથાની નીચે રાખો. પગ ઊંચા કરો અને ઘૂંટણ વાળેલા રાખો. બંને હાથથી માથાને પકડો અને હળવેથી હલાવો. આ ૨૦ વાર કરો.

* જમીન પર સીધાં સૂઇને બંને ઘૂંટણ લાંબા કરીને પગ ઊંચા કરો. હડપચી છાતીની વચમાં જ રાખવી જોઇએ. હવે બંને હાથને સીધા કરીને હલાવો. આ ક્રિયા ઓછામાં ઓછી ૨૦ વાર કરો.

શરીર બાજુ પર ઘુમાવવાનો વ્યાયામ :

જમીન પર ડાબે પડખે સૂઇ જાઓ. કમરના ઉપરના ભાગને ઊંચો કરીને ડાબી બાજુને કોણીથી વાળીને પછી જમણી બાજુને કમરની પાસેથી સામે લાવીને બંને હાથના પંજા જમીન પર ટેકવો. હવે ડાબા પગને જમીન પર રાખો અને જમણા પગને ઉપર ઊંચો કરો આ ઊંચા કરેલા પગને ધીમે ધીમે ઉપર- નીચે કરો. આ ક્રિયાને ઓછામાં ઓછી ૧૫ વાર કરો. પછી પડખું બદલીને આ ક્રિયા ડાબા પગથી પણ ફરી વાર કરો.

આકર્ષક નિતંબ :

એક ખુરસીને પકડીને બેસી જાવ. એક પગ વાળો અને વાળેલા પગની દિશામાં જ શરીર વાળો. હવે બીજા પગને સીધો રાખીને ઘૂંટણથી વાળો, પછી તમારા ઘૂંટણ ધીમે ધીમે ઉરન નીચે કરો. આ ક્રિયા ૧૫ વાર કરો. હવે બીજી બાજુ પણ આવી જ ક્રિયા કરો.

જમીન પર ઘૂંટણ વાળીને બેસો. બંને હાથ સીધા ૂંચા કરો અને ખભા તદ્દન સીધા રાખો. હવે હળવેથી હાથોને નીચે લાવતાં લાવતાં કમરની પાછળના ભાગમાં લઇ જાવ. આ સ્થિતિમાં તમારા બંને પગની એડીએ નિતંબની નીચે હોવી જોઇએ પછી પહેલાંની જેમ ફરી એ જ રીતે ઊંચા થાવ. આ પ્રમાણે ઓછામાં ઓછુ ૧૦ વાર કરો.

પગનો વ્યાયામ :

તમે દીવાલ પાસે ઊભાં રહો હવે તમારો એક પગ ઉપાડી તેને દીવાલ સાથે ટેકવી દો. પછી બંને હાથથી આગળની બાજુ નમીને પગની પિંડીને પકડી લો અને ધીમે ધીમે હલાવો. આ પ્રમાણે ઓછામાં ઓછું ૧૦વાર કરો. પછી બીજા પગથી પણ આ ક્રિયા ફરી કરો.

સુડોળ જાંઘ :

જમીન પર સીધાં બેસી જાવ. બંને પગ લાંબા કરો અને થોડાંક આગળ નમીને બંને હાથથી પગની ઘૂંટીઓને (જમણા હાથે જમણી ઘૂંટી અને ડાબા હાથેથી ડાબી ઘૂંટી) પકડી લો અને પછી બંને કોણીઓને થોડી વાળીને ધીમે ધીમે આગળની તરફ લાવો. આ પ્રમાણે ૨૦ વાર કરો, પછી સામાન્ય સ્થિતિમાં બેસી જાવ.

ચહેરાની સુરખી માટેના વ્યાયામ :

ચહેરાની સુંદરતા માટે હંમેશા સૌથી વધારે ધ્યાન ત્વચા પર જ આપવું પડે છે. એટલા માટે મહિલાઓ ચહેરાની ત્વચાને આકર્ષક બનાવવા માટે જાત-જાતના સૌંદર્યપ્રસાધનો વાપરતી હોય છે જો કે આ બંધુ તો સામાન્ય છે, પરંતુ ચહેરો આકર્ષક બનાવવા માટે આટલું જ બસ નથી. આ બધાંની સાથોસાથ એ પણ યાદ રાખવું જોઇએ કે, ચહેરો એ ફક્ત ત્વચા જ નથી. ચહેરા પરની માંસપેશીઓ અને શિરાઓની ચહેરાને આકર્ષક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા છે. એટલા માટે ચહેરા પરની માંસપેશીઓને સ્વસ્થ રાખવા માટેનો એક ઉત્તમ ઇલાજ વ્યાયામ છે.

તમે જમીન પર ઘૂંટણોને આધારે બેસી જાવ. ખભા તદ્દન સીધા રહેવા જોઇએ તેમજ બંને હાથ ઘૂંટણો પર રાખો. હવે ગરદન થોડી ખેંચી ઊંચે જુઓ અને મોં ખોલો.

આ જ સ્થિતિમાં ઉપર જોતાં-જોતાં મોં બંધ કરો. આ પ્રમાણે ફક્ત બે વાર કરો. નિયમિત પણે કરાતો વ્યાયામ ચહેરાનું સૌંદર્ય ટકાવી રાખે છે.

Gujarat
Worldcup 2023
English
Magazines