Get The App

આર્થિક હાનિ ટાળવા સ્નાન કર્યા પછી ચોક્કસ ક્રિયાઓ ન કરો

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
આર્થિક હાનિ ટાળવા સ્નાન કર્યા પછી ચોક્કસ ક્રિયાઓ ન કરો 1 - image

- વાસ્તુ શાસ્ત્ર અનુસાર

સ્વચ્છતા અને સુઘડતા, ચાહે તે શરીરની હોય કે ઘની, આરોગ્ય તેમ જ સુખ-સમૃધ્ધિ માટે અત્યાવશ્યક છે. પરંતુ મોટાભાગે જોવામાં આવ્યું છે કે વિવિધ પ્રકારના બૉડીવૉશ અને શેમ્પૂથી સ્નાન કરતાં, ઘરને ચોકખુચણાંક રાખતાં લોકો બાથરૂમને સાફ રાખવા પ્રત્યે બેદરકારી રાખે છે. જ્યારે વાસ્તુ શાસ્ર અનુસાર ગંદુ સ્નાનાગાર જ સૌથી વધારે નકારાત્મક ઊર્જા પેદા કરે છે. આ નેગેટિવિટીને પગલે લક્ષ્મી માતા નારાજ થાય છે. જો સ્વાસથ્યની જાળવણી સાથે આર્થિક વિકાસ પણ કરવો/જાળવી રાખવો હોય તો કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં લો. જેમ કે..,

* સ્નાન કર્યા પછી બાલદીમાં પાણી ન મૂકી રાખો. નાહવા માટે બાલદીમાં એટલું જ પાણી લો જેટલું તમને ખપતું હોય. આમ કરવાથી પાણીનો વ્યય પણ નહીં થાય. વળી એક વ્યક્તિ નાહી લીધા પછી બાલદીમાં પાણી મૂકી રાખે તે જળથી જે બીજી વ્યક્તિ સ્નાન કરે તેના જીવનને તેની સીધી અને ત્વરિત અસર થાય છે.

* નાહ્યા પછી બાલદીને આખેઆખી સ્વચ્છ પાણીથી ભરી રાખો. અથવા ખાલી બાલદી ઊંધી વાળીને મૂકો. ખાલી બાલદીને સીધી રાખવાની ભૂલ ન કરો.

* માથે નાહ્યા પછી વાળ ભીનાં હોય ત્યાં સુધી પરિણીત મ હિલાઓએ સેંથામાં સિંદૂર ન પૂરવું. ભીનાં વાળમાં સેંથે સિંદૂર પૂરવાથી જે તે સ્ત્રી પર નકારાત્મક અસર થાય છે, તેના મગજમાં ખોટા વિચારો આવે છે.

* માથું ધોયા પછી વાળ સુકાઈ ન જાય ત્યાં સુધી મેક-અપ કરવાથી પણ શરીરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

* સ્નાન કરી લીધાં પછી સાબુ, શેમ્પૂ, બૉડીવૉશ ઇત્યાદિ યથાસ્થાને ગોઠવીને મૂકો અને બાથરૂમ કોરું કરી લો. સ્નાનાગારને ભીનું-ગુંદુ રાખવાથી લક્ષ્મી માતા રૂઠે છે.

* ભીનાં વસ્ત્રો પછીથી ધોઈ લેવાશે એમ વિચારીને મૂકી ન રાખો, બલ્કે સ્નાન કર્યા પછી તરત જ ધોઈને સુકવી દો. ભીનાં કપડાં વધારે વખત સુધી મૂકી રાખવાથી તમારો સૂર્ય નબળો પડે છે, જે છેવટે આર્થિક હાનિ અને માનહાનિ તરફ દોરી જાય છે.

* સ્નાન કરી લીધા પછી તરત જ બાથરૂમ સ્વચ્છ કરી લો. સ્નાનઘર અસ્વચ્છ રાખવાથી રાહુ, કેતૂ અને શનિ ગ્રહોની ખફગી વહોરી લેવાની નોબત આવે છે. આ ત્રણ ગ્રહોની નારાજગી આર્થિક સમૃધ્ધિને અસર કરે છે.

* નાહ્યા પછી તરત જ અણિયાળી વસ્તુનો ઉપયોગ ન કરો. સામાન્ય રીતે લોકો સ્નાન કર્યા પછી નખ કગાપતાં હોય છે, જેથી તે સહેલાઈથી કપાઈ જાય. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર નાહવાથી પહેલા નખ કાપી લેવા જોઈએ.

* સ્નાન કર્યા પછી તરત જ અગ્નિને ન અડવું. પહેલા કંઈક ખાઈ લેવું, ત્યાર પછી જ રસોઈ કરવી.

- વૈશાલી ઠક્કર