Get The App

આકર્ષક 'સેલ્ફી' લેવાની ટીપ્સ .

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
આકર્ષક 'સેલ્ફી' લેવાની ટીપ્સ                                     . 1 - image

આજકાલ ફોટો ક્લિક કરાવવાનો ટ્રેન્ડ પૂરબહારમાં ચાલ્યો છે. નાના હોય કે મોટા સહુ કોઈ ફોટો પડાવવા માટે ઉત્સુક હોય છે. ખાસ કરીને કોલેજ જતી માનુનીઓમાં 'સેલ્ફી' લેવાની ઘેલઝા ઝાઝી છે. તેઓ પ્લેટર્ફોર્મ, રેલવે સ્ટેશન સહિત ગમે ત્યાં ફોટો ક્લિક કરીને સોશ્યલ મિડિયા પર મૂકીને હરખાયા કરે છે. 

હવે તો ફોટો પડાવતી વખતે ચીઝ... કે પનીર બોલવાની ટ્રિક પણ જુની થઈ ગઈ છે. આનાથી ચહેરા પરનું હાસ્ય બનાવટી લાગે છે. આના કરતાં બહેતર એ રહેશે કે તમે કોઈ રમુજ કરો કે જેથી કરીને ચહેરા પરનું હાસ્ય વાસ્તવિક લાગે. પરફેક્ટ ક્લિક માટેની બીજી કેટલીક ટિપ્સ.

* તમારા ચહેરા પરનો હલકો મેકઅપ તસવીરને સુંદર બનાવશે, તમારી ત્વચા સાથે મેળ ખાતું ફાઉન્ડેશન લગાવો, ત્યારબાદ તમારી આંખોને મસ્ત મોટી દેખાળવા માટે આઈ લાઈનર અને મસ્કરા લગાવો.

* તમારી જુની તસવીરને ધ્યાનથી જુઓ. જે પોઝમાં તમારો ફોટો સુંદર લાગતો હોય એજ પ્રકારના પોઝ ટ્રાઈ કરો.

* સેલિબ્રિટી સ્માઈલ ટ્રિક અપનાવો. સ્માઈલ કરતી વખતે તમારી જીભને દાંતની પાછળ રાખો. સ્માઈલ દીપી ઉઠશે.

* ફોટોમાં હેર ચમકદાર અને સિલ્કી દેખાય એ માટે શાઈન સ્પ્રે નો ઉપયોગ કરો.

* ફોટો ક્લિક કરતી વખતે કેમેરાની સામે ન જોતાં ચહેરાને હલકું સાઈડમાં ફેરવીને ક્લીક કરવાથી ફોટો સુંદર દેખાશે.

* રેડ કારપેટ પોઝ ટ્રાઈ કરો. હાથ હિપ્સ પર રાખો. અને સહેજ સ્ટાઈલથી ઊભા રહો. ચહેરા કેમરા તરફ કર્યા બાદ શરીરને સહેજ મરોડદાર બનાવો. સ્લીમ અને સુંદર દેખાશો.

* શીમરી મેકઅપ ફોટાની સુંદરતા ખરાબ કરી દે છે. તેથી વેલવેટ ફિનીશવાળા મેટ અથવા સેમી મેટ મેકઅપ ટ્રાઈ કરો. ચિક બોન્સ પર હાઈલાઈટર લગાવો. અને નાક પર સોફ્ટ પાવડરનું હાઈલાઈટર લગાવો.

* સફેદ દિવાલ અથવા લાઈટ કલપના બેકગ્રાઉન્ડમાં ફોટો લેવાથી કેમેરો ઓટોમેટિક સેટિંગ કલરને બેલેન્સ કરી લે છે. આનાથી તમારા સ્કિન કલરનું પણ સમતુલન જળવાઈ રહેશે.

* ડાર્ક શેડની મેટ લિપસ્ટિક કરવાથી ફોટો બહુ સારો નથી આવતો. તેથી લાઈટ લિપસ્ટિક લગાવો. જેમ કે, ચેરી, પિંક, મોવ શેડ લગાવો.

* થોડી હાઈ એંગલથી ખેંચેલો ફોટો સુંદર દેખાય છે.

* ટયુબલાઈટ અથવા બલ્બની નીચે ઊભા રહીને ફોટો ન પડાવો. ચહેરા પર શેડો પડશે. એના બદલે નેચરલ અથવા સોફ્ટ લાઈટમાં જ ફોટો ક્લિક કરાવો.

* કોઈ પ્રોપ હાથમાં પકડીને ફોટો ક્લિક કરાવવાથી આત્મ વિશ્વાસમાં વધારો થાય છે.

* ક્યારેક રાતના સમયમાં ફોટો ક્લીક કરાવતી વખતે આંખો લાલ આવે છે. આના માટે તમે આંખને થોડી ડાબી બાજુ ફેરવો.