Get The App

માનસિક રીતે સ્વસ્થ રહેવાની ટિપ્સ .

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
માનસિક રીતે સ્વસ્થ રહેવાની ટિપ્સ                         . 1 - image

આજના સમયમાં મોટા ભાગની વ્યક્તિઓ ડિપ્રેશનથી પીડાતી હયો છે, જે વાતવાતમાં નર્વસ તેમજ ચીજોને સામાન્ય રીતે હેન્ડલ કરી શકતી હોતી નથી. માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે ચોક્કસ નિયમોને અમલમાં મુકવા જરૂરી છે. 

સ્વયં માટે બાઉન્ડ્રીઝ સેટ કરવી

જે કામ ન કરવું હોય તે ના પાડવાના કોઇ સંકોચ હોવો જોઇએ નહીં. ઇમોશનલી સ્ટ્રોન્ગ લોકોમાં આ હેબિટ સામાન્ય હોય છે. તેઓ પોતાના માટે બાઉન્ડ્રીઝ સેટ કરીને રાખતા હોય છે, તેનો મતલબ છ ેકે, તેમને જે કામ તેમજ વ્યવહાર નિભાવવો ન હોય તેને મક્કમતાથી ના પાડી દેતા હોય છે. 

જવાબદારી લેવી

કોઇ પણ સંજોગોમાં જવાબદારી લેવાની આવે તો સરળતાથી લેવાની તૈયારી બોવી જોઇએ. ઇમોશનલી સ્ટ્રોન ્લોકો સ્વયંની ભૂલની જવાબદારી સરળતાથી લઇ લેતો હોય છે. તેઓ પોતાની ભૂલને કોઇના પર થોપી દેતા હોતા નથી તેમજ કોઇ બહાના પણ બનાવતા હોતા નથી.ઁ 

અન્યોની મદદે આવવું

કોઇ પણ સંજોગો અથવા તો ્પરિસ્થિતિમાં  હંમેશા અન્યોની મદદ કરવાની તૈયારી હોવી જોઇએ. માનસિક રીતે સ્ટ્રોન્ગ વ્યક્તિ અન્યોની મદદ કરવા તત્પતર રહેતા હોય છે. સાથેસાથે તેઓ પોતાના માટે પણ મદદ માંગવામાં સંકોચ કરતા હોતા નથી. તેઓ એક વાત જાણતા હોય છે કે, વિપરીત સંજોગોમાં સહન કરવા કરતાં પોતાની તકલીફને ઓછી કરવાનો માર્ગ ્પનાવવો મહત્વનો છે. 

મનને સંતોષ મળે તેવા કાર્યો

મેન્ટલી સ્ટ્રોન્ગ રહેવા માટે મનને સંતોષ મળે તેવા કામ કરવા જોઇએ.આવા કાર્યો કરવાથી વ્યક્તિને શાંતિ અને આનંદ મળે છે. જે માનસિક દશા માટે બહુ મહત્વનું છે. તેમને પોતાની ખુશીમાં કોઇને સામેલ કરવાની જરૂર પડતી હોતી નથી, તેઓ પોતે જ પોતાનામાં ખુશ રહેતા હોય છે. 

ઇમોશનને કન્ટ્રોલમાં કરવી

પોતાની લાગણીને કાબુમાં રાખવી એ ઘણા લોકો માટે તકલીફદાયક હોય છે. પરંતુ માનસિક રીતે સ્ટ્રોન્ગ લોકો કદી પણ ભાવુક થઇને કોઇ કાર્ય કરતા હોતા નથી. તેવો ઇમોશનલ થવા પર પણ બહુ સમજી વિચારીને જ રિસપોન્સ આપતા હોય છ.ે 

બદલાવને સ્વીકારવો

બદલાવ એ કુદરતી નિયમ છે અને મેન્ટલી સ્ટ્રોન્ગ લોકો આ વાતને સારી રીતે સમજે છે. તેઓ કોઇ પણ બદલાવને સરળતાથી સ્વીકારી લેતા હોય છે. 

પડકારને સ્વીકારવો

માનસિક રીતે દ્રઢ થવા માટે જીવનમાં આવતા દરેક પડકારને સ્વીકારવો જરૂરી હોય છે. તેમજ નિષ્ફળતાનો સામનો કરવાની પણ હિંમત રાખવી જોઇએ. 

ધીરજ રાખવી

જીવનમાં કોઇ પણ કાર્ય દરમિયાન ધીરજ મહત્વનો ભાગ ભજવે છે. ધીરજ રાખવાથી વ્યક્તિ સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવા માનસિર વિકારોથી દૂર રહી શકે છે. તેથી કામ કરવાની ઉતાવળ ન કરતાં શાતિ અને ધીરજથી કરવું.

સ્વયંમને સ્વીકારવું

માનસિક દ્રઢતા ધરાવતા લોકો પોતાની રીતે જ  રહેતા હોય છે. તેમના પર સમાજનું કોઇ દબાણ કે પ્રભાવ અસર કરતું હોતું નથી.પોતાની  ખામીઓને જાણી તેને દૂર કરવાના પ્રયાસ કરવા જોઇએ,

નવી ચીજો શીખવી

નવા તામ અને નવી ચીજો વ્યકિત માટ ેપડકાર સમાન હોય છે. તેને શીખવાથી માનસિક રીતે સ્ટ્રોન્ગ થવાય છે. એક રિસર્ચના અનુસાર, વું કાર્ય કરવાથી મગજ વધ ુમજબુત થાય છે. તેથી નવું નવું શીખવાના પ્રયાસ કરવા. 

વિચાર અને લાગણી પર રોક

મેન્ટલી સ્ટ્રોન્ગ થવા માટે પોતાની વિચારો અને લાગણી પર કન્ટ્રોલ કરવો જરૂરી છે. જે વ્યક્તિ પોતાની ફીલિંગ અને વિચારને કાબુમાં રાખી શકતી નથી હોતી તે વ્યક્તિ માનસિક રીતે કમજોર હોય છે. પોતાની ફીલિંગના અનુસાર ન રહેતાં તમારી ફીલિંગને તમારા પ્રમાણે કાબુમાં રાખવી જોઇએ. 

આત્મવિશ્વાસુ 

પોતાના પર ભરોસો હોવો જરૂરી છે. એક આત્મવિશ્વાસુ વ્યક્તિ પોતાની દરેક બાબતો પર સ્પષ્ટ હોય છે. પોતાના પરનો ભરોસો જ વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા અપાવે છે. તેમજ  વ્યક્તિને માનસિક રીતે વધુ મજબૂત બનાવે છે. 

- જયવીકા આશર