Get The App

વેલેન્ટાઈન-ડેએ પાર્ટનરનું દિલ આ રીતે પણ જીતી શકાય

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
વેલેન્ટાઈન-ડેએ પાર્ટનરનું દિલ આ રીતે પણ જીતી શકાય 1 - image

બદલાતા  સમય સાથે  પ્રેમને અભિવ્યક્તિ  કરવાની સ્ટાઈલ, પ્રેમ બતાવવાની  રીત  કે પ્રેમ વ્યક્ત કરવાની અનુભૂતિમાં  પરિવર્તન  આવી રહ્યું છે અને આજના  પ્રેમીઓને  આ નવી સ્ટાઈલ   ગમી પણ રહી  છે.  વેલેન્ટાઈન  ડેએ પોતાના પાર્ટનર  સાથે  કોફી  ડેટ્સ  પર જવાને બદલે કંઈક  સર્જનાત્મક   કામગીરી કરવી કંઈક  નવું બનાવવાનો આનંદ લેવો એ પણ તેની ઉજવણીને નવો ઓપ આપે  છે,  જે લોકોનું  ધ્યાન પણ ખેંચે છે. એ પણ  એટલું જ  મહત્ત્વનું  ચે.

વેલેન્ટાઈન ડે એટલે  માત્ર પ્રેમનો એકરાર  કે  પ્રેમને તાદ્શ  કરવો એટલું જ નહીં,  પણ તેનાથીય  એક ડગલું  આગળ વિચારવાનું આજની પેઢીને  ગમે છે.  હા, આમાં કેટલુંક તો સાથે  મળીને  સર્જનાત્મક કરવું એનો  પણ સમાવેશ  થઈ જાય છે.  મુંબઈમાં  અને ગુજરાતમાં એવા પણ કેટલાંક લોકો છે,જેઓ આ માટેના  વર્કશોપ્સ પણ આયોજન  કરે  છે, જેમાં  ભાગ લેનારા  તેમની આવડતથી  કળા  દ્વારા કંઈક સ્પેશિયલ  સર્જન કરી શકે  છે.  અને તોનોે આનંદ માણી તેની લાંબો સમય સ્મૃતિ  જાળવી  રાખે  છે. બેશક, આ રીતે પણ તેઓ  તેમની અભિવ્યક્તિ  પણ કરી શકે છે જેમાં ફેવરિટ ફોટો  અથવા થંબ પ્રિન્ટ  રૂપે  કીચેન બનાવી શકે,  ફોટો  ટેબલ  ડેકોર અને એના જેવું   બીજું ઘણી  કરી શકે છે. 

મુંબઈના  વિલે પાર્લેમાં  રહેતા  નેહલ  ઠક્કરની  તો વાત જ અનેરી   છે.  એ તો  રેઝિન  આર્ટની સંખ્યાબંધ  વર્કશોપ્સનું   તો આયોજન  કરે જ છે, સાથોસાથ જુદી જુદી  કળા-સ્ટાઈલનું શિક્ષણ આપે છે.  તે કહે છે, 'આ કળા દ્વારા  કપલ્સ સાથે  મળીને કંઈક નવું સર્જન  કરે છે અને હસ્તકળાનો  આનંદ પણ મેળવી  શકે  છે.  રેજિન આર્ટ  માત્ર તેમને સાથે  રહીને કંઈક  બનાવવાની તક જ નથી  પૂરી પાડતી પણ તેમની  ટીમવર્કના  સર્જનને પણ પ્રદર્શિત  કરે છે, આ ખરેખર  અનેરું બની રહે છે.

ડાન્સ  શીખવો એ તો અતિ ઉત્તમ

વેલેન્ટાઈન ડેઓ   તમે  તમારા  ડાન્સ-મુવને  બ્રશ-અપ કરીને તમારા  પાર્ટનરને  પણ ઈમ્પ્રેસ  કરી શકો છો.  ડાન્સના  વિવિધ પ્રકાર  તો આજની યુવા  પેઢીને  આવડતા જ  હોય તેમાં કોઈ નવાઈ નથી,  પણ સ્પેશિયલ  ડેએ સ્પેશિયલ  મુવ-નોખી સ્ટાઈલ   પાર્ટનરને  વધુ ઈમ્પ્રેસ  કરી શકે  છે. તેને યાદ રહી જાય છે.  તમે આ માટે પાંચગા, આમ્બો, સાલ્સા અને આફ્રો -ક્યુબન  પ્રકારના  ડાન્સ  શીખી  પણ શકો છો.  સાંતાક્રુઝમાં  નવયુગલો  માટે ડાન્સ  વર્કશોપ  ચલાવતા  એલવિરા મસ્કરેહાન્સ અને નમ્રતા વિટ્ટકે  કહે છે કે આજે ઘણાં  જોડકા એવા  આવે છે, 'જે સાલ્સા  ડાન્સ શીખવાનો  આગ્રહ રાખે  ે. આજના કપલ્સ  માટે  આવા ઈન્ટરનેશનલ  ડાન્સ ફોર્મ  વધુ યોગ્ય  સાબિત થાય છે.  અને એ પણ રોમાન્સ  અને ફન  માણવા માટે આ ઉત્તમ  સાબિત થાય છે.

હા, આ સાથે જ ઘણાં દંપતિઓ   તો એવા પણ આવે  છે,  જેમને  બોલીવૂડ  બિટ્સ પર ઝુમવું  વધુ ગમે  છે અને તેવા કપલ્સ માટે એવી પણ વ્યવસ્થા  કરીએ છીએ,   એમ તેમણે જણાવ્યું હતું. 

પુષ્પ-ગુચ્છ પણ પ્રેમનું પ્રતીક 

હા,  વેલેન્ટાઈન ડેએ  ફૂલોનું   કેટલું  મૂલ્યો હોય છે એ કહેવાની  કોઈ વાત નથી. રંગબેરંગ અને સુગંધી  ફૂલો આપીને  પાર્ટનરને  કેવી સરળતાથી  પોતાની બનાવી  શકાય,   એ અંગે કંઈ   વિચારવાનું નહીં હોય.  જેઓ  ફૂલો  આપી તેમનો  પ્રેમ વ્યક્ત  કરવા ઈચ્છતા  હોય એવા  દંપતિઓને જો  પોતે  બનાવેલો  પુષ્પગુચ્છ  પોતાના પાર્ટનરને  આપે તો તેના દિલમાં  કેટલી ઉન્માદભણી લાગણી  ઉભરાય?  બાન્દ્રામાં  વિવિધ  પ્રકારના  ફૂલોનું  વ્યવસ્થાપન   કરતી વર્કશોપ્સ  ચલાવતી  સીમા ખાના   વિચાર   સાથે  તેની કલ્પના પણ ભળેલી  છે.  તે કહે છે, વેલેન્ટાઈન  ડેએ  ગુલાબનો  ઉપયોગ તો પ્રચૂર માત્રામાં  થાય  છે, પણ  એવા તો ઘણાં ફૂલો   છે, જેના બુકે  બનાવીને એ તેના  પાર્ટનર  સમક્ષ  એની  પ્રેમની  અભિવ્યક્તિ   કરી શકે. એમાંય  લીલીના ફૂલો  તો શુદ્ધતા  અને પ્રતિબધ્ધતાનું   પ્રતીક  છે  જ્યારે    તુલીપના  ફૂલો  તો સંપૂર્ણ  પ્રેમ અને સુઘડતાને  પ્રતિબિંબિત  કરે છે.  લાલ ગુલાબ તો ગાઢ  પ્રેમનું ક્લાસિક સિમ્બોલ  છે  જ્યારે  ગુલાબી  તો સાચી મિત્રતા અને સંતોષજનક  પ્રેમભાવનું  પ્રતિક છે.  ઓરેન્જ  ફૂલો  તો  આકર્ષણ અને  સાચી લાગણી ચિહ્ન છે.  શ્વેત  ફૂલો તો નવી પહેલ-શરૂઆત  અને  શુદ્ધતાને   પ્રતિબિંબિત   કરે  છે.  તમે જુદા જુદા પ્રકારના કલરના  ફૂલોનો   એક ઉમદા ફૂલ-ગુચ્છ  બનાવીને તમારા પાર્ટનરને   આપી તમારા  પ્રેમની  અભિવ્યક્તિ   વ્યક્ત કરી  શકો છો.   અને તમારા  સંબંધોને-  રિલેશનશિપને  દાખવી  શકો છો. 

પાર્ટનર સાથે યાદગાર ભોજન બનાવો  

આ  વાત આટલેથી  જ નથી અટકતી, પણ પ્રેમ અલગ  રીતે  પણ વ્યક્ત  થઈ શકે  છે.

આપણામાં  એવું કહેવાય  છે કે કોઈનીય હૃદય સુધી  પહોંચવાનો  માર્ગ તેનું   પેટ છે. વેલેન્ટાઈન  ડે જેવા સ્પેશિયલ  દિવસે તમે તમારા પાર્ટનર  માટે મનભાવતું ભોજન પણ સાથે  મળીને  બનાવી શકો છો.  આ એક પરફેક્ટ  આઈડિયા  પુરવાર  થઈ  શકે છે.  પવઈમાં   કુલિનરી  સ્ટુડિયો   દરાવતી સાજિદા ખાને તો આખા ફેબુ્રઆરીમાં  રાંધણકળા  વિકસાવી  ભાવતું ભોજન  બનાવવાનું  ઘણાં    કપલને શીખવ્યું  છે.  અને અત્યારે પણ તેના વર્કશોપ ચાલુ જ છે. આ સંદર્ભે જ  તે જણાવે  છે  જો તમે સારા શેફ હો અથવા  સાવ નવા સવા હો તોય  અને તમને  અવિસ્મરણીય   સ્વાદિષ્ટ   ભોજન  બનાવવાનું - રસોઈ  બનાવવાનું સીખવીએ  છીએ.  જે  ભોજન   તમે પીરસી  તમારા પાર્ટનરનું મન  જીતી  શકો છો.  આમાં બ્રાઉની,  ટર્કીસ ડેઝર્ટ અને બર્ગર અથવા  તમારા  પાર્ટનરને  જે ગમે છે  તે બનાવવાનું  અમે તમને  શીખવાડીએ  છીએ.

આ ઉપરાંત  ઈટાલિયન,  જાપાનીજ,   મેક્સિકન  વાનગીઓ  બનાવતાં  અને  કુકીઝ  અને ચોકલેટ  કેવી રીતે બનાવવી એ પણ  શીખવીએ છીએ.  ખારમાં   જ  આ અંગેના  વર્કશોપ  ચલાવતા  મનપ્રિત  ધોન્ડીએ  જણાવ્યું, 'કંઈક  એક્ઝોટિક  બનાવવાને બદલે  આ કળા  તો હાસ્ય  અને નાની નાની   બૂલો અને એકબીજા સાથે  અમૂલ્ય ક્ષણો  શેર કરવાની તક પણ  આપે છે. આટલું જ નહીં, તમને ઘરનું ભોજન  બનાવવાનો અનેરો આનંદ  પણ મળે છે.

આમ  જુદી જુદી  કળા શીખવતાં આ વર્કશોપ  વિભિન્ન પ્રકારના દંપતિઓને ફનની સાથે  અનેરો  આનંદ પણ  આપે છે,  અવિસ્મરણીય પળો પણ  પૂરી પાડે  છે  જે એકબીજાને  નિકટતા સાથે સહજ  જીવન ભણી પણ દોરી જાય છે.

-  ભૂપેન્દ્ર પટેલ