- આધુનિક નવોઢાઓ માટે 'કમ્ફર્ટ ફર્સ્ટ'
વિવાહ અને તેને લગતાં અન્ય કાર્યક્રમોમાં જેટલું મહત્ત્વ વસ્ત્રાભૂષણોનું હોય છે એટલું જ અન્ય એક્સેસરીઝનું પણ રહે છે, ખાસ કરીને પગરખાંનું માત્ર નવોઢાઓ જ નહીં, તેમના પરિવારજનો પણ આવા ખાસ પ્રસંગે નવાં જૂતાં અચૂક ખરીદે છે. મોટાભાગે તે વસ્ત્રોને અનુરૂપ હોય છે. તેમાં હીરા જડેલા હોય છે કે અન્ય કોઈ પ્રકારનું વર્ક કરેલું હોય છે. અલબત્ત, તે ઊંચી એડીના તો હોવાના જ. પરંતુ હોંશે હોંશે ખરીદેલા આવા મોંઘાદાટ હિલ્સ કે અન્ય કોઈ પ્રકારના પગરખાં મોટાભાગના લોકો માટે અસુખનું કારણ બની જાય છે. તે ભલે નવાનક્કોર અને અત્યંત આકર્ષક હોય, તેને કારણે ભલે તમારું લુક-વ્યક્તિત્વ પ્રભાવશાળી મોહક લાગે. પરંતુ જ્યારે તે પહેરીને ચાલવાનું ઓછું ફાવે, તેને કારણે પગ અને કમર દુખવા લાગે, હલ્દી અને સંગીત જેવા કાર્યક્રમોમાં ડાન્સ કરવાનું ન ફાવે ત્યારે આ પગરખાં માત્ર શોભાના ગાંઠિયા જ બની રહે. તો પછી કરવું શું?
આનો જવાબ આપણી બોલીવૂડ સેલિબ્રિટીઓ પાસે છે. તેમણે પગરખાંને કારણે થતી પીડા તેમ જ બેચેનીથી બચવા જે માર્ગ અપનાવ્યો છે તેનું અનુકરણ કરવા જેવું છે જેમ કે.... થોડા સમય પહેલા જ પ્રભૂતામાં પગલાં પાડનાર અભિનેત્રી રકુલ પ્રીત સિંહે પોતાનીહલ્દી રસમ વખતે લહાંગા સાતે તેને મેચ કરતાં અને સુંદર રીતે શણગારેલા સ્નીકર્સ પહેર્યાં હતાં. જ્યારે ખુશી કપૂરે પણ એક લગ્ન સમારોહમાં પીળા રંગના લહંગા સાથે સ્ટાઈલીશ સ્નીકર્સ પહેરવામાં જરાય સંકોચ નહોતો અનુભવ્યો. આવું જ કંઈક હસિકા મોટવાણીએ પોતાના લગ્ન પ્રસંગે કર્યું હતું. તેણે પણ હમેશાંથી ચાલી આવતી ઊંચી એડીના પગરખાં પહેરવાની પરંપરાને તિલાંજલી આપીને સરસ મઝાના સ્નીકર્સમાં જ ઘાલ્યાં હતાં.
આધુનિક સ્ટાઈલિસ્ટો અને ડહાપણભર્યું પગલું ગણાવતાં કહે છે કે જ્યારે તમને ખુલ્લા મને નાચવું હોય, રિસેપ્શન જેવા પ્રસંગે સતત ઊભા રહેવાનું હોય ત્યારે દેખાવ કરતાં કમ્ફર્ટને પ્રાધાન્ય આપવું જોઈએ. તમે હમેશાંથી જે પ્રકારના પગરખાં પહેરવા ટેવાયેલા હો, અથવા તમને જે જૂતાં આરામદાયક લાગતાં હોય તેમાં જ થોડું વર્ક કરીને પહેરી લો. જો તમને પહેલી વખત પહેરેલા પગરખાં ન ફાવે કે તેને કારણે પગ-કમર દુખે તો તેનીવેદના તરત જ તમારા ચહેરા પર દેખાઈ આવશે. અને જૂતાંન ે કારણે તમે સ્મિત વેરવાના પ્ર ંગે રોતલ. ચહેરો લઈને ફરશો. વળી સ્નીકર્સ જેવા પગરખામાં તમે જેટલી સરળતાથી ડાન્સ કરી શકો એટલી સહજતાથી ઊંચી એડીના પગરકાંમાં ન જ કરી શકો. મોટાભાગે જોવામાં આવ્યું છે કે હલ્દી-મહેંદી- સંગીત જેવા કાર્યક્રમોમાં નવોેઢા તેમ જ તેના પરિવારજનો થોડીવાર સુધી ઊંચીએડીના જૂતાં પહેરીને ડાન્સ કરવાનો પ્રયાસ કરે. ખરા. પણ છેવટે તેઓ તે પહેરીને નાચી ન શકે અથવા તેમે પડી જવાનો ડર લાગે તો ઉઘાડા પગે ડાન્સ કરે. હવે તમે જ કહો કે આવાં જોડા ખરીદો તોય શું અને ન ખરીદો તોય શું. બહેતર છે કે તમને જે જૂતાં કમ્ફર્ટેબલ લાગે તે જ પહેરવામાં આવે.
તેમની વાતમાં તથ્ય પણ છે. કદાચ આ કારણે જ આધુનિક નવવધૂઓ અને તેમના ઘરની અન્ય મહિલાઓએ ઊંચી એડીના પગરખાંના સ્થાને ફ્લેટ ચંપલ, જૂતી (મોજડી), સ્નીકર્સ ઈત્યાદિ પર પસંદગી ઉતારવા માંડી છે.
મહત્ત્વની વાત એ છે કે હવે કોલ્હાપુરી ચપ્પલ કે પછી તેને મળતી આવતી ચંપલ, જૂતી, ફ્લેટ ચપ્પલ ઈત્યાદિમાં જરદોશી વર્ક , સીકવન કે અન્ય કોઈ પ્રકારનું વર્ક કરાવવામાં આવે છે. તેના સિવાય આવા ફ્લેટ્સ પર જરીપટ્ટી , હીરા-રત્નજડિત પેચ લગાવવામાં આવે છે. તેના સિવાય તેના ઉપર સીધાં જ રંગબેરંગી સ્ટોેન્સ ચીટકાડી દેવામાં આવે છે. આ રીતે તૈયાર કરવામાં આવેલાં પગરખાં હિલવાળા ન હોવા છતાં અત્યંત આકર્ષક અને કમ્ફર્ટેબલ બની રહે છે. કેટલીક માનુનીઓ તો પોતાના ફ્લેટ્સ સ્વયં પેઈન્ટ પણ કરી લે છે. આ બધું માત્ર ફ્લેટ્સ પર જ નહીં, સ્નીકર્સ પર પણ કરવામાં આવે છે. અલબત્ત થોડું જુદી રીતે.
સ્ટાઈલિસ્ટો વધુમાં કહે છે કે કોઈપણ નવા જૂતાં ફાવતાં બે-ચાર દિવસ જેટલો સમય લાગે છે. આવી સ્થિતિમાં જરૂરી નથી કે તમે લગ્નના દિવસે કે પછી તેની સાથે સંકળાયેલા કાર્યક્રમો દરમિયાન જે તે પગરખાં પહેલી વખત જ પહેરો. કરેખર તો તમને તે જૂતાં પહેરીને ઘરમાં જ થોડાં દિવસ સુધી ચાલી લેવું જોઈએ. આ સમય દરમિયાન તમને તેની ટેવ પણ પડી જશે અને તે ફાવે છે કે નહીં તેનો ખ્યાલ પણ આવી જશે.
તેઓ ઉમેરે છે કે તમારાં જૂતાંની અંદર મેમરી ફોર્મના ઈનસોલ પણ નાખી શકાય. વળી તે ફરસ પર સરકી ન જતાં ને એ વાતનો પણ ખ્યાલ આવી જાય તે જુદું. પગરખાં બાબતે આ અને આવી નાની નાની કાળજી તમને કમ્ફર્ટેબલ રાખશે અને તમે તમારા જીવનનો આ સૌથી મહત્ત્વનો પ્રસંગ મનભરીને માણી શકશો.
- વૈશાલી ઠક્કર


